ત્યારે શ્રીહરિ કહે હાલો એની તબિયત જોવા સારુ જાઈએ. ત્યારે દેહા ખાચર કહે, ” મહારાજ ! હવે તો સારું છે ”. ત્યારે શ્રીહરિ કહે કે સારું તો છે પણ ચાલો. પછી સૌ ત્યાં પધાર્યા.

Gujarati

મહારાજે ભાગાદોશી અને દેહાખાચર નો મંદવાડ ટાળ્યો 🩺

એકસમયને વિશે શ્રીહરિ ગામ કરિયાણે પધાર્યા હતા. દેહા ખાચરના દરબારમાં ઊતર્યા એટલે સર્વે ભક્તો શ્રીહરિને દર્શને આવ્યા. ત્યારે શ્રીહરિ દેહા ખાચર ને બોલ્યા કે… દેહા ખાચર, સર્વે અમારે દર્શને આવ્યા પણ ઉનડખાચર કેમ ન આવ્યા? ત્યારે દેહાબાપુ બોલ્યા કે, “ એ તો માંદા છે, તે ઘરમાં સુતા છે ”.

ત્યારે શ્રીહરિ કહે હાલો એની તબિયત જોવા સારુ જાઈએ. ત્યારે દેહા ખાચર કહે, ” મહારાજ ! હવે તો સારું છે ”. ત્યારે શ્રીહરિ કહે કે સારું તો છે પણ ચાલો. પછી સૌ ત્યાં પધાર્યા.

મહારાજ બોલ્યા કે, “ હે ઉનડ ખાચર, તમને તો મંદવાડ હાડોહાડ લાગી ગયો છે. તે કાંઈ ખવાય છે?” ત્યારે તે ખાટલે સુતા સુતા દરબાર બેવહાથ જોડી કહે જે, “ના મહારાજ..! બીમારી ના લીધે કાય મુખે ભાવતું જ નથી”. ત્યારે શ્રીહરિ બોલ્યા કે, “ દરબાર કાંઈ જમવાની રુચિ થાય છે? ”

ત્યારે તે કહે જે, જેની રુચિ થાય છે, તેને ઘરના માણહ ખાવા નથી દેતા. ત્યારે શ્રીહરિ કહેજે તમને જેની રુચિ થાય તે કહો. ત્યારે ઉનડ ખાચર બોલ્યા જે આંબલીની ચટણી ને છાસ ને બાજરાનો રોટલો જમવાની રુચિ થાય છે. ત્યારે શ્રીહરિ બોલ્યા તમને જે રુચી હોય એ આપીએ.

ત્યારે ત્યાં દેહા ખાચર હાજર હતા તે એ બોલ્યા હે મહારાજ ! એ તો અમારા દેશમાં સાજા માણસથી પણ ન ખવાય તો માંદાને તો અપાય જ કેમ? ને માંદાને તો એ મૃત્યુ તુલ્ય છે ને ઝેર છે.

ત્યારે શ્રીહરિ કહ્યુ એ તો એનું ઔષધ કહેવાય. પછી શ્રીહરિએ તે સર્વે વસ્તુ મંગાવી, ને પોતે મરચાં નંખાવીને ચટણીને છાશ અને બાજરાનો રોટલો આપ્યો.

તે ઉનડખાચર અર્ધો રોટલો ને છાસ-ચટણી જમ્યા ને એ બોલ્યા મહારાજ, હવે શાંતિ થઈ. એમ શ્રીહરિએ ઉનડ ખાચરનો તાવ કાઢ્યો. એમ ભગવાન “કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ” છે

શ્રીહરિ ગઢડામાં બિરાજમાન હતા. ને સંત-હરિજનની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ગામ બોટાદથી કોઈક ભક્ત આવ્યો. તેણ સમાચાર દીધા કે ભગા દોશીને કોગળિયું છે. ને બહુ માંદા થયા છ. એટલે તરત જ શ્રીહરિ કહે તોતો ભગા દોશીને જોવા સારું જાઈએ. એ સમયે મહારાજ હારે ત્યાં જીવો ખાચર બેઠા હતા. તે બાપુ બોલ્યા કે હે મહારાજ તમ હારે હું પણ ભગા દોશીને જોવા સારું આવીશ. ત્યારે શ્રીહરિ કહે જીવાબાપુ જાઓ ને તરત જ સાબદા થઈ ઘોડે ચડીને આવો.

પછી જીવાબાપુ તો તરત જ સાબદા થવા પોતાને ઘેર ગયા. ને મહારાજ તેયાર થઈને ઘોડે અસવાર થઈને જીવા ખાચરના દરબારમાં ગયા. ત્યાં તો જીવો ખાચર ડેલીએ બેઠેલા ને સાબદા પણ થયા નો'તા ને કોઇ હારે વાતો કરતા હતા તેને જોઈને મહારાજ એમ બોલ્યા કે જીવા ખાચર, હજી કેમ આયા બેઠા છો? ને કેમ બોટાદ જાવા હારુ સાબદા થયા નથી?

ત્યારે જીવો ખાચર એમ બોલ્યા કે હે મહારાજ, આ વીહો વાણિયો કહે તે સાંભળો, ત્યારે મહારાજ વીશા વાણિયાને બોલ્યા કે બોલ, તારે શું કહેવું છે? ત્યારે વીહો કેય તમે આંહીં કોરે આવો તો કહું ત્યારે શ્રીહરિ બોલ્યા કોરે શું? આંહીં કહેને જે કેવું હોય ઇ.

ત્યારે વીહો વાણીયો બોલ્યો જે, બોટાદના એમ ખબર આવી જે, ભગા દોશીએ દેહ મેલ્યો. ત્યારે ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા જે ભગા દોશીએ દેહ મેલ્યો તે અમને ખબર નહિ હોય? ને અમ વિના બીજો કોઇ ભગવાન છે કે શું? જે ભગા દોશીનું મૃત્યુ કર્યું? એમ કહીને જીવા ખાચરને શ્રીહરિ કહે દરબાર તમારે આવવું હોય તો આવજો, ને અમે તો જાઈએ છીએ. એમ કહીને માણકીને દોડાવીને શ્રીજીમહારાજ થોડીક વારમાં તો બોટાદ પુગ્યા. ને ભગા દોશીને દર્શન દીધાં. ને છાતીમાં ચરણારવિંદ દીધાં ને સાજા કર્યા. ને સાજા કરીને મહારાજ ગઢડે પધાર્યા.

સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો… 🙏

Goto Naviagation👇


Hindi

महाराजे भागादोशी अने देहाखाचर नो मंदवाड टाळ्यो 🩺

एकसमयने विशे श्रीहरि गाम करियाणे पधार्या हता. देहा खाचरना दरबारमां ऊतर्या एटले सर्वे भक्तो श्रीहरिने दर्शने आव्या. त्यारे श्रीहरि देहा खाचर ने बोल्या के… देहा खाचर, सर्वे अमारे दर्शने आव्या पण उनडखाचर केम न आव्या? त्यारे देहाबापु बोल्या के, “ ए तो मांदा छे, ते घरमां सुता छे ”.

त्यारे श्रीहरि कहे हालो एनी तबियत जोवा सारु जाईए. त्यारे देहा खाचर कहे, ” महाराज ! हवे तो सारुं छे ”. त्यारे श्रीहरि कहे के सारुं तो छे पण चालो. पछी सौ त्यां पधार्या.

महाराज बोल्या के, “ हे उनड खाचर, तमने तो मंदवाड हाडोहाड लागी गयो छे. ते कांई खवाय छे?” त्यारे ते खाटले सुता सुता दरबार बेवहाथ जोडी कहे जे, “ना महाराज..! बीमारी ना लीधे काय मुखे भावतुं ज नथी”. त्यारे श्रीहरि बोल्या के, “ दरबार कांई जमवानी रुचि थाय छे? ”

त्यारे ते कहे जे, जेनी रुचि थाय छे, तेने घरना माणह खावा नथी देता. त्यारे श्रीहरि कहेजे तमने जेनी रुचि थाय ते कहो. त्यारे उनड खाचर बोल्या जे आंबलीनी चटणी ने छास ने बाजरानो रोटलो जमवानी रुचि थाय छे. त्यारे श्रीहरि बोल्या तमने जे रुची होय ए आपीए.

त्यारे त्यां देहा खाचर हाजर हता ते ए बोल्या हे महाराज ! ए तो अमारा देशमां साजा माणसथी पण न खवाय तो मांदाने तो अपाय ज केम? ने मांदाने तो ए मृत्यु तुल्य छे ने झेर छे.

त्यारे श्रीहरि कह्यु ए तो एनुं औषध कहेवाय. पछी श्रीहरिए ते सर्वे वस्तु मंगावी, ने पोते मरचां नंखावीने चटणीने छाश अने बाजरानो रोटलो आप्यो.

ते उनडखाचर अर्धो रोटलो ने छास-चटणी जम्या ने ए बोल्या महाराज, हवे शांति थई. एम श्रीहरिए उनड खाचरनो ताव काढ्यो. एम भगवान “कर्तुम अकर्तुम अन्यथा कर्तुम” छे

श्रीहरि गढडामां बिराजमान हता. ने संत-हरिजननी सभा भराईने बेठी हती. ते समये गाम बोटादथी कोईक भक्त आव्यो. तेण समाचार दीधा के भगा दोशीने कोगळियुं छे. ने बहु मांदा थया छ. एटले तरत ज श्रीहरि कहे तोतो भगा दोशीने जोवा सारुं जाईए. ए समये महाराज हारे त्यां जीवो खाचर बेठा हता. ते बापु बोल्या के हे महाराज तम हारे हुं पण भगा दोशीने जोवा सारुं आवीश. त्यारे श्रीहरि कहे जीवाबापु जाओ ने तरत ज साबदा थई घोडे चडीने आवो.

पछी जीवाबापु तो तरत ज साबदा थवा पोताने घेर गया. ने महाराज तेयार थईने घोडे असवार थईने जीवा खाचरना दरबारमां गया. त्यां तो जीवो खाचर डेलीए बेठेला ने साबदा पण थया नो'ता ने कोइ हारे वातो करता हता तेने जोईने महाराज एम बोल्या के जीवा खाचर, हजी केम आया बेठा छो? ने केम बोटाद जावा हारु साबदा थया नथी?

त्यारे जीवो खाचर एम बोल्या के हे महाराज, आ वीहो वाणियो कहे ते सांभळो, त्यारे महाराज वीशा वाणियाने बोल्या के बोल, तारे शुं कहेवुं छे? त्यारे वीहो केय तमे आंहीं कोरे आवो तो कहुं त्यारे श्रीहरि बोल्या कोरे शुं? आंहीं कहेने जे केवुं होय इ.

त्यारे वीहो वाणीयो बोल्यो जे, बोटादना एम खबर आवी जे, भगा दोशीए देह मेल्यो. त्यारे भक्तवत्सल श्रीहरि बोल्या जे भगा दोशीए देह मेल्यो ते अमने खबर नहि होय? ने अम विना बीजो कोइ भगवान छे के शुं? जे भगा दोशीनुं मृत्यु कर्युं? एम कहीने जीवा खाचरने श्रीहरि कहे दरबार तमारे आववुं होय तो आवजो, ने अमे तो जाईए छीए. एम कहीने माणकीने दोडावीने श्रीजीमहाराज थोडीक वारमां तो बोटाद पुग्या. ने भगा दोशीने दर्शन दीधां. ने छातीमां चरणारविंद दीधां ने साजा कर्या. ने साजा करीने महाराज गढडे पधार्या.

सदगुरु श्री निर्गुणदास स्वामीनी वातो… 🙏

Goto Naviagation👇


English

mahārāje bhāgādoshī ane dehākhāchar no mandavāḍ ṭāḷyo 🩺

Ekasamayane vishe shrīhari gām kariyāṇe padhāryā hatā. Dehā khācharanā darabāramāan ūtaryā eṭale sarve bhakto shrīharine darshane āvyā. Tyāre shrīhari dehā khāchar ne bolyā ke… Dehā khāchara, sarve amāre darshane āvyā paṇ unaḍakhāchar kem n āvyā? Tyāre dehābāpu bolyā ke, “ e to māandā chhe, te gharamāan sutā chhe ”.

Tyāre shrīhari kahe hālo enī tabiyat jovā sāru jāīe. Tyāre dehā khāchar kahe, ” mahārāj ! Have to sāruan chhe ”. Tyāre shrīhari kahe ke sāruan to chhe paṇ chālo. Pachhī sau tyāan padhāryā.

Mahārāj bolyā ke, “ he unaḍ khāchara, tamane to mandavāḍ hāḍohāḍ lāgī gayo chhe. Te kāanī khavāya chhe?” tyāre te khāṭale sutā sutā darabār bevahāth joḍī kahe je, “nā mahārāja..! Bīmārī nā līdhe kāya mukhe bhāvatuan j nathī”. Tyāre shrīhari bolyā ke, “ darabār kāanī jamavānī ruchi thāya chhe? ”

Tyāre te kahe je, jenī ruchi thāya chhe, tene gharanā māṇah khāvā nathī detā. Tyāre shrīhari kaheje tamane jenī ruchi thāya te kaho. Tyāre unaḍ khāchar bolyā je āanbalīnī chaṭaṇī ne chhās ne bājarāno roṭalo jamavānī ruchi thāya chhe. Tyāre shrīhari bolyā tamane je ruchī hoya e āpīe.

Tyāre tyāan dehā khāchar hājar hatā te e bolyā he mahārāj ! E to amārā deshamāan sājā māṇasathī paṇ n khavāya to māandāne to apāya j kema? Ne māandāne to e mṛutyu tulya chhe ne zer chhe.

Tyāre shrīhari kahyu e to enuan auṣhadh kahevāya. Pachhī shrīharie te sarve vastu mangāvī, ne pote marachāan nankhāvīne chaṭaṇīne chhāsh ane bājarāno roṭalo āpyo.

Te unaḍakhāchar ardho roṭalo ne chhāsa-chaṭaṇī jamyā ne e bolyā mahārāja, have shāanti thaī. Em shrīharie unaḍ khācharano tāv kāḍhyo. Em bhagavān “kartum akartum anyathā kartuma” chhe

Shrīhari gaḍhaḍāmāan birājamān hatā. Ne santa-harijananī sabhā bharāīne beṭhī hatī. Te samaye gām boṭādathī koīk bhakta āvyo. Teṇ samāchār dīdhā ke bhagā doshīne kogaḷiyuan chhe. Ne bahu māandā thayā chha. Eṭale tarat j shrīhari kahe toto bhagā doshīne jovā sāruan jāīe. E samaye mahārāj hāre tyāan jīvo khāchar beṭhā hatā. Te bāpu bolyā ke he mahārāj tam hāre huan paṇ bhagā doshīne jovā sāruan āvīsha. Tyāre shrīhari kahe jīvābāpu jāo ne tarat j sābadā thaī ghoḍe chaḍīne āvo.

Pachhī jīvābāpu to tarat j sābadā thavā potāne gher gayā. Ne mahārāj teyār thaīne ghoḍe asavār thaīne jīvā khācharanā darabāramāan gayā. Tyāan to jīvo khāchar ḍelīe beṭhelā ne sābadā paṇ thayā no’tā ne koi hāre vāto karatā hatā tene joīne mahārāj em bolyā ke jīvā khāchara, hajī kem āyā beṭhā chho? Ne kem boṭād jāvā hāru sābadā thayā nathī?

Tyāre jīvo khāchar em bolyā ke he mahārāja, ā vīho vāṇiyo kahe te sāanbhaḷo, tyāre mahārāj vīshā vāṇiyāne bolyā ke bola, tāre shuan kahevuan chhe? Tyāre vīho keya tame āanhīan kore āvo to kahuan tyāre shrīhari bolyā kore shuan? Āanhīan kahene je kevuan hoya i.

Tyāre vīho vāṇīyo bolyo je, boṭādanā em khabar āvī je, bhagā doshīe deh melyo. Tyāre bhaktavatsal shrīhari bolyā je bhagā doshīe deh melyo te amane khabar nahi hoya? Ne am vinā bījo koi bhagavān chhe ke shuan? Je bhagā doshīnuan mṛutyu karyuan? Em kahīne jīvā khācharane shrīhari kahe darabār tamāre āvavuan hoya to āvajo, ne ame to jāīe chhīe. Em kahīne māṇakīne doḍāvīne shrījīmahārāj thoḍīk vāramāan to boṭād pugyā. Ne bhagā doshīne darshan dīdhāan. Ne chhātīmāan charaṇāravianda dīdhāan ne sājā karyā. Ne sājā karīne mahārāj gaḍhaḍe padhāryā.

Sadaguru shrī nirguṇadās swāmīnī vāto… 🙏