જમાદાર તો અવાક્ થય ગયો ને ભાવ થી નિલકંઠ વર્ણીને ઇબાદત કરતા બોલ્યો કે તમે ખુદા છો ને મારા ઉપર કાયમ રહેમ કરજો. આમ અહોભાવથી દર્શન કરતો થકો નિર્ભય થઇ ને પોતાને ગામ ગયો.

Gujarati

મુસ્લીમ જમાદાર ને નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનો નિશ્ચય થયો. 🎉

નિલકંઠ વર્ણી, સદગુરુ રામાનંદ સ્વામી તથા મુકતાનંદ સ્વામી વગેરે જેતપુર મા દરબાર ઉનડબાપુની ત્યાં બીરાજમાન હતા. દરબાર ની ડેલીએ સદગુરુ રામાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા, એવામાં એક પહાયતો આવ્યો ને બોલ્યો કે દરબાર આપડા ગામના ગોંદરે એક મુસલમાન જમાદાર આંટા મારે છ. દરબારે તુરંત જ એને ત્યાં બોલાવી લાવવા કહ્યું એટલે પહાયતો મારતે ઘોડે એને લઇ આવ્યો.

ઉનડબાપુ એ જમાદાર ના નામ ઠામ ને ગામ વગેરે પુછયુ ને કીધુ કે કાય દુખ હોય તો બોલો ? ત્યારે પેલો મુસ્લીમ જમાદાર બોલ્યો કે બાપુ, દુખ તો કાય નથી, હુ આ ગામનો નથી પણ જેવો તમારા ગામની સીમમાં આવયો એવી મારા મનમા અપાર શાંતિ થઇ ને હૃદય મા ટાઢક થઇ છે. મારે મારા જુના ભેરુ હારે હમણાં વેર છે તો અંતર મા બહુ બળતરા રેય છે. જેવો તમારા ગામની સીમ મુકી ને જાઉં એવો અંતર મા ઉચાટ થાય છે. એટલે ફરી ફરીને ગામના ગોંદરે આવું છુ. આયા પોગતા પોગતા તો અંતર ટાઢું થય જાય છે.

આ સાંભળી ને દરબાર ઉનડબાપુ બોલ્યા કે સાંભળ્ય ભાઇ..! એ બધો પરતાપ આ અમારા સમર્થ ગુરુ રામાનંદ સ્વામી, આ નિલકંઠ વર્ણી ને અમારા આ મુકતાનંદ સ્વામી નો છે. એમના આવવા થી ગામમાં બધાને દર્શન થતા જ હ્રદય મા શાંતી થાય છે ને બધાય વેરઝેર ભૂલાય જાય છે. જમાદાર ને એવા સમર્થ સદગુરુ રામાનંદ સ્વામીના દર્શનની તિવ્ર ઇચ્છા જાગી એટલે દરબાર એને સદગુરુ રામાનંદ સ્વામી પાસે લઇ ગયા. સ્વામી ઉચા આસને ગાદી ઉપર બીરાજમાન હતા ને નીચે પાથરણા ઉપર નિલકંઠ વર્ણી, મુકતાનંદ સ્વામી ને બીજા સંતો બેઠા હતા.

જમાદારે સ્વામીને પગે પડીને ઇબાદત કરી, રામાનંદ સ્વામીએ નિલકંઠ વર્ણી સામું જોઇને આ મુસ્લીમ જમાદાર ને ઉપદેશ વાર્તા કરવા કહ્યું. જેવી નિલકંઠ વર્ણીએ એના ઉપર દ્રષ્ટી કરી ત્યાંતો એ જમાદાર ને સમાધી થઇ ને સભામા બેઠેલા બધાયને આશ્ચર્ય થયું. થોડીવાર સુધી એ એમનમ પડી રહ્યો પછે સમાધીમા થી જાગીને સ્વામી તથા વર્ણી ને વારાફરતી નમન કરવા મંડયો. પોતે સ્વસ્થ થતો થકો બોલ્યો કે હે સ્વામી મહારાજ..! મે સમાધી મા જે જોયું ઇ પરમાણે તો ખુદા તો આ નીચે બેઠેલા નિલકંઠ છે ને તમે શિષ્ય છો તો આ અવળું કેમ બેઠા છો? તમારા હિન્દુ મા તમે મા મુરસીદ થઇને ઉચા આસને બેઠાને આ ખુદા કેમ હેઠા જમીન ઉપર બેઠા છ ઇ સમજાતુ નથી. મને કરપા કરીને સમજાવો.

ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા કે અમારે હિન્દુ મા આ રીત્ય પેલેથી હાલી આવે છે, રામાવતાર મા રામચંદ્ર પ્રભુ ને લક્ષ્મણજી હેઠે બેહતા ને ગુરુ વશિષ્ઠ ઉચે આસને બેહતા, એવી જ રીતે કૃષ્ણાવતાર મા કૃષ્ણ-બલરામ નીચે બેહતા ને ગુરુ સાંદિપની ઉચા આસને બેસતા.

આ સાંભળતા જ જમાદાર તો અવાક્ થય ગયો ને ભાવ થી નિલકંઠ વર્ણીને ઇબાદત કરતા બોલ્યો કે તમે ખુદા છો ને મારા ઉપર કાયમ રહેમ કરજો. આમ અહોભાવથી દર્શન કરતો થકો નિર્ભય થઇ ને પોતાને ગામ ગયો.

ભગવાન શ્રી સ્વામિનારાયણ.. Pray

Goto Naviagation👇


Hindi

मुस्लीम जमादार ने नीलकंठ वर्णी अने रामानंद स्वामीनो निश्चय थयो. 🎉

निलकंठ वर्णी, सदगुरु रामानंद स्वामी तथा मुकतानंद स्वामी वगेरे जेतपुर मा दरबार उनडबापुनी त्यां बीराजमान हता. दरबार नी डेलीए सदगुरु रामानंद स्वामी सभा करीने बेठा हता, एवामां एक पहायतो आव्यो ने बोल्यो के दरबार आपडा गामना गोंदरे एक मुसलमान जमादार आंटा मारे छ. दरबारे तुरंत ज एने त्यां बोलावी लाववा कह्युं एटले पहायतो मारते घोडे एने लइ आव्यो.

उनडबापु ए जमादार ना नाम ठाम ने गाम वगेरे पुछयु ने कीधु के काय दुख होय तो बोलो ? त्यारे पेलो मुस्लीम जमादार बोल्यो के बापु, दुख तो काय नथी, हु आ गामनो नथी पण जेवो तमारा गामनी सीममां आवयो एवी मारा मनमा अपार शांति थइ ने हृदय मा टाढक थइ छे. मारे मारा जुना भेरु हारे हमणां वेर छे तो अंतर मा बहु बळतरा रेय छे. जेवो तमारा गामनी सीम मुकी ने जाउं एवो अंतर मा उचाट थाय छे. एटले फरी फरीने गामना गोंदरे आवुं छु. आया पोगता पोगता तो अंतर टाढुं थय जाय छे.

आ सांभळी ने दरबार उनडबापु बोल्या के सांभळ्य भाइ..! ए बधो परताप आ अमारा समर्थ गुरु रामानंद स्वामी, आ निलकंठ वर्णी ने अमारा आ मुकतानंद स्वामी नो छे. एमना आववा थी गाममां बधाने दर्शन थता ज ह्रदय मा शांती थाय छे ने बधाय वेरझेर भूलाय जाय छे. जमादार ने एवा समर्थ सदगुरु रामानंद स्वामीना दर्शननी तिव्र इच्छा जागी एटले दरबार एने सदगुरु रामानंद स्वामी पासे लइ गया. स्वामी उचा आसने गादी उपर बीराजमान हता ने नीचे पाथरणा उपर निलकंठ वर्णी, मुकतानंद स्वामी ने बीजा संतो बेठा हता.

जमादारे स्वामीने पगे पडीने इबादत करी, रामानंद स्वामीए निलकंठ वर्णी सामुं जोइने आ मुस्लीम जमादार ने उपदेश वार्ता करवा कह्युं. जेवी निलकंठ वर्णीए एना उपर द्रष्टी करी त्यांतो ए जमादार ने समाधी थइ ने सभामा बेठेला बधायने आश्चर्य थयुं. थोडीवार सुधी ए एमनम पडी रह्यो पछे समाधीमा थी जागीने स्वामी तथा वर्णी ने वाराफरती नमन करवा मंडयो. पोते स्वस्थ थतो थको बोल्यो के हे स्वामी महाराज..! मे समाधी मा जे जोयुं इ परमाणे तो खुदा तो आ नीचे बेठेला निलकंठ छे ने तमे शिष्य छो तो आ अवळुं केम बेठा छो? तमारा हिन्दु मा तमे मा मुरसीद थइने उचा आसने बेठाने आ खुदा केम हेठा जमीन उपर बेठा छ इ समजातु नथी. मने करपा करीने समजावो.

त्यारे सदगुरु रामानंद स्वामी हसता हसता बोल्या के अमारे हिन्दु मा आ रीत्य पेलेथी हाली आवे छे, रामावतार मा रामचंद्र प्रभु ने लक्ष्मणजी हेठे बेहता ने गुरु वशिष्ठ उचे आसने बेहता, एवी ज रीते कृष्णावतार मा कृष्ण-बलराम नीचे बेहता ने गुरु सांदिपनी उचा आसने बेसता.

आ सांभळता ज जमादार तो अवाक् थय गयो ने भाव थी निलकंठ वर्णीने इबादत करता बोल्यो के तमे खुदा छो ने मारा उपर कायम रहेम करजो. आम अहोभावथी दर्शन करतो थको निर्भय थइ ने पोताने गाम गयो.

भगवान श्री स्वामिनारायण.. 🙏

Goto Naviagation👇


English

muslīm jamādār ne nīlakanṭha varṇī ane rāmānanda swāmīno nishchaya thayo. 🎉

Nilakanṭha varṇī, sadaguru rāmānanda swāmī tathā mukatānanda swāmī vagere jetapur mā darabār unaḍabāpunī tyāan bīrājamān hatā. Darabār nī ḍelīe sadaguru rāmānanda swāmī sabhā karīne beṭhā hatā, evāmāan ek pahāyato āvyo ne bolyo ke darabār āpaḍā gāmanā goandare ek musalamān jamādār āanṭā māre chha. Darabāre turanta j ene tyāan bolāvī lāvavā kahyuan eṭale pahāyato mārate ghoḍe ene lai āvyo.

Unaḍabāpu e jamādār nā nām ṭhām ne gām vagere puchhayu ne kīdhu ke kāya dukh hoya to bolo ? Tyāre pelo muslīm jamādār bolyo ke bāpu, dukh to kāya nathī, hu ā gāmano nathī paṇ jevo tamārā gāmanī sīmamāan āvayo evī mārā manamā apār shāanti thai ne hṛudaya mā ṭāḍhak thai chhe. Māre mārā junā bheru hāre hamaṇāan ver chhe to aantar mā bahu baḷatarā reya chhe. Jevo tamārā gāmanī sīm mukī ne jāuan evo aantar mā uchāṭ thāya chhe. Eṭale farī farīne gāmanā goandare āvuan chhu. Āyā pogatā pogatā to aantar ṭāḍhuan thaya jāya chhe.

Ā sāanbhaḷī ne darabār unaḍabāpu bolyā ke sāanbhaḷya bhāi..! E badho paratāp ā amārā samartha guru rāmānanda swāmī, ā nilakanṭha varṇī ne amārā ā mukatānanda swāmī no chhe. Emanā āvavā thī gāmamāan badhāne darshan thatā j hradaya mā shāantī thāya chhe ne badhāya verazer bhūlāya jāya chhe. Jamādār ne evā samartha sadaguru rāmānanda swāmīnā darshananī tivra ichchhā jāgī eṭale darabār ene sadaguru rāmānanda swāmī pāse lai gayā. Svāmī uchā āsane gādī upar bīrājamān hatā ne nīche pātharaṇā upar nilakanṭha varṇī, mukatānanda swāmī ne bījā santo beṭhā hatā.

Jamādāre swāmīne page paḍīne ibādat karī, rāmānanda swāmīe nilakanṭha varṇī sāmuan joine ā muslīm jamādār ne upadesh vārtā karavā kahyuan. Jevī nilakanṭha varṇīe enā upar draṣhṭī karī tyāanto e jamādār ne samādhī thai ne sabhāmā beṭhelā badhāyane āshcharya thayuan. Thoḍīvār sudhī e emanam paḍī rahyo pachhe samādhīmā thī jāgīne swāmī tathā varṇī ne vārāfaratī naman karavā manḍayo. Pote svastha thato thako bolyo ke he swāmī mahārāja..! Me samādhī mā je joyuan i paramāṇe to khudā to ā nīche beṭhelā nilakanṭha chhe ne tame shiṣhya chho to ā avaḷuan kem beṭhā chho? Tamārā hindu mā tame mā murasīd thaine uchā āsane beṭhāne ā khudā kem heṭhā jamīn upar beṭhā chha i samajātu nathī. Mane karapā karīne samajāvo.

Tyāre sadaguru rāmānanda swāmī hasatā hasatā bolyā ke amāre hindu mā ā rītya pelethī hālī āve chhe, rāmāvatār mā rāmachandra prabhu ne lakṣhmaṇajī heṭhe behatā ne guru vashiṣhṭha uche āsane behatā, evī j rīte kṛuṣhṇāvatār mā kṛuṣhṇa-balarām nīche behatā ne guru sāandipanī uchā āsane besatā.

Ā sāanbhaḷatā j jamādār to avāk thaya gayo ne bhāv thī nilakanṭha varṇīne ibādat karatā bolyo ke tame khudā chho ne mārā upar kāyam rahem karajo. Ām ahobhāvathī darshan karato thako nirbhaya thai ne potāne gām gayo.

Bhagavān shrī swāminārāyaṇa.. 🙏