વરજાંગ જાળિયાના મોભાદાર કારભારી હીરાભાઈ ઠક્કરે શ્રીજીમહારાજના મંદવાડમાં સમર્પિત સેવા કરી, રાતોરાત જલેબી લાવી પ્રભુને રીઝવ્યા અને પંચાળાના રાજા જીણાભાઈ સાથે મશાલ પકડવાની સ્પર્ધા કરી અહંકારશૂન્ય ભક્તિ પ્રગટાવી.
જૂનાગઢથી આશરે ૪૫ કિલોમીટરના અંતરે વરજાંગ જાળિયા નામનું ગામ આવેલું છે. આ ગામમાં દરબારશ્રીના પ્રતિષ્ઠિત કારભારી હીરાભાઈ ઠક્કર (કાછેલા અટક) નામે શ્રીજીમહારાજના પરમ વિશ્વાસપાત્ર અને એકાંતિક ભક્ત રહેતા હતા.
સંવત ૧૮૭૦માં શ્રીજીમહારાજે શરીરે મંદવાડ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. પ્રભુએ અનેક ભક્તોને ત્યાં જઈને પૂછ્યું કે ‘અમારે માંદા પડીને તમારા ઘેર રહેવું છે’, પરંતુ ભક્તોએ કહ્યું કે પ્રભુ આપ સાજા રહી સેવા સ્વીકારો, આપ બિમાર પડો તે અમારાથી સહન ન થાય. જ્યારે શ્રીહરિ વરજાંગ જાળિયા પધાર્યા અને હીરાભાઈ તથા તેમનાં ધર્મપત્ની કલુબેન સમક્ષ આ વાત મૂકી, ત્યારે આ દંપતીએ હર્ષપૂર્વક સેવા સ્વીકારી લીધી! સંવત ૧૮૭૦ના આસો સુદ પૂનમથી બાર દિવસ સુધી શ્રીજીમહારાજે હીરાભાઈના ઘેર ભારે મંદવાડ ગ્રહણ કર્યો. મહારાજ જે કંઈ આરોગે તે તરત વમન થઈ જતું, છતાં કલુબેન અને હીરાભાઈએ જરાય અણગમો લાવ્યા વિના અખંડ મહિમાભાવથી પ્રભુની સેવા કરી.
એક રાત્રે મહારાજે હીરાભાઈને કહ્યું, “અમને ગરમાગરમ જલેબી જમાડો!” હીરાભાઈએ કહ્યું કે રાત્રે ગામમાં જલેબી ક્યાંથી મળે? શ્રીહરિએ કહ્યું, “ભાયાવદરની બજારમાંથી જલદી લઈ આવો!” તુરંત જ ઘોર અંધારી રાત્રે હીરાભાઈ અને નગાભાઈ બાબરીયા ૧૫ કિલોમીટર દૂર ભાયાવદર પહોંચ્યા, કંદોઈને જગાડીને તાજી જલેબી બનાવડાવી લાવ્યા અને શ્રીહરિને જમાડી રાજી કર્યા! વેણુ નદીમાંથી જળ લાવી સ્નાન કરાવતાં શ્રીહરિ સાજા થયા. જે ગાડામાં શ્રીહરિ જાળિયાથી પધારેલા, તે પાવન ગાડું આજે પણ જૂનાગઢ મંદિરમાં દર્શનાર્થે મોજૂદ છે.
હીરાભાઈ ઠક્કર પદવીએ મોટા કારભારી હોવા છતાં અત્યંત નિર્માની હતા. એક વખત સભામાં વાળંદે જ્ઞાતિની બંધી બતાવી મશાલ પકડવાની ના પાડી. ત્યારે પંચાળાના રાજા મુક્તરાજ જીણાભાઈ મશાલ પકડવા તૈયાર થયા. હીરાભાઈએ કહ્યું, “દરબાર! આપ રાજા થઈને મશાલ પકડો એ યોગ્ય ન કહેવાય; હું મશાલ પકડીશ!” જીણાભાઈએ વળતો ઉત્તર આપ્યો, “આ ગામમાં આપ વડીલ મોભાદાર છો, તો હું કેમ ન પકડું?” બે મોટા પ્રતિષ્ઠિત મુક્તો વચ્ચે મશાલ પકડવાની નિર્માની હોડ જોઈ વાળંદ શરમિંદો થયો અને માફી માંગી મશાલ પકડી લીધી. આ બંને ભક્તોની અહંકારશૂન્ય સેવાભાવના જોઈ શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ‘શ્રીભક્તચિંતામણી’ના પ્રકરણ ૧૧૩ની કડી ૬૦માં જાળિયાના હીરાભાઈ ઠક્કરના ગુણ ગાતાં લખ્યું છે: જન રૂડા છે જાળીયામાંઇ, ઠક્કર હીરોને નાથો ભાઇ..! સાંગો કાથડને નાગાજણ, બાઇ રતનું બાબરીયા સુજાણ..!!
- શ્રીભક્તચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏
Hindi
वरजांग जालिया में हीराभाई ठक्कर की मंदवाड़ सेवा, मध्यरात्रि की जलेबी और मशाल सेवा की निरभिमानी भक्ति
जूनागढ़ से लगभग ४५ किलोमीटर दूर वरजांग जालिया गाँव में दरबार के मुख्य कारभारी हीराभाई ठक्कर (काछेिला) नामक श्रीहरि के परम निष्ठावान भक्त रहते थे।
संवत् १८७० में श्रीजी महाराज ने शरीर पर मंदवाड़ (अस्वस्थता की लीला) धारण करने का संकल्प किया। जालिया पधारने पर जब प्रभु ने यह प्रस्ताव रखा, तो हीराभाई और उनकी पत्नी कलूबेन ने सहर्ष सेवा स्वीकार की। आश्विन शुक्ल पूर्णिमा से बारह दिनों तक प्रभु ने जालिया में बीमारी की लीला की। उल्टी आदि होने पर भी दंपती ने पूर्ण भक्तिभाव से सेवा की।
एक रात्रि में प्रभु ने गरम जलेबी खाने की इच्छा जताई। घोर अंधकार में हीराभाई और नगाभाई बाबरीया तुरंत १५ किलोमीटर दूर भायावदर गए, हलवाई को जगाकर ताजी जलेबी बनवा लाए और प्रभु को भोग लगाया। वेणु नदी के शीतल जल से स्नान कर प्रभु स्वस्थ हुए। वह पवित्र बैलगाड़ी आज भी जूनागढ़ मंदिर में दर्शनार्थ सुरक्षित है।
हीराभाई कारभारी होते हुए भी परम निरभिमानी थे। एक बार सभा में जब नाई ने मशाल पकड़ने से मना कर दिया, तो पंचाला के राजा जीणाभाई मशाल थामने लगे। हीराभाई ने कहा कि राजा को यह शोभा नहीं देता, मैं मशाल थामूँगा; किंतु जीणाभाई ने कहा कि इस गाँव में आप बड़े हैं, अतः मैं सेवा करूँगा। दो महान विभूतियों को इस तुच्छ सेवा के लिए परस्पर होड़ करते देख नाई लज्जित हुआ।
सद्गुरु निष्कुलानंद स्वामी ने ‘भक्त चिंतामणि’ में हीराभाई ठक्कर की अनन्य सेवा-निष्ठा का यशोगान किया है।
- श्रीभक्तचिंतामणि के मुक्तों के चिंतन से… 🙇🏻♂️🙏
English
Hirabhai Thakkar of Varjang Jaliya: Loving Nursing during Shrihari’s Illness, Midnight Jalebi, and Humble Torch Service
Located approximately 45 kilometers from Junagadh, the village of Varjang Jaliya was home to Hirabhai Thakkar (Kachhela), the esteemed administrative officer (Karbhari) of the local principality and a deeply devoted follower of Bhagwan Swaminarayan.
In Samvat 1870, Shreeji Maharaj willed to assume the pastime of severe illness. While other devotees hesitated, fearing they could not bear to see the Lord suffer, Hirabhai and his devout wife Kaluben joyfully embraced the opportunity to nurse Him. For twelve consecutive days following the full-moon day of Aso, Shrihari manifested severe sickness at their home. Despite continuous bouts of vomiting, the loving couple attended to His needs day and night without the slightest revulsion.
Late one night, Maharaj expressed a desire to eat hot, freshly fried jalebis. Undeterred by the midnight hour, Hirabhai and Nagabhai Babariya journeyed 15 kilometers through pitch-dark wilderness to Bhayavadar, woke up a confectioner, had fresh jalebis fried, and rushed back to feed Shrihari. Soon after, Maharaj bathed in cool waters drawn from the Venu River and recovered His health. The sanctified bullock cart in which Maharaj traveled from Jaliya remains preserved for darshan in the Junagadh mandir to this day.
Hirabhai was remarkably humble despite his noble rank. During an evening assembly, when a barber refused to hold the torch (mashal) out of caste stubbornness, King Jinabhai of Panchala immediately volunteered to hold it. Hirabhai intervened, saying, “Your Highness, it is improper for a king to hold a torch; I shall hold it!” Jinabhai countered, “You are the senior dignitary of this village; why should I be deprived of this rare fortune of holding a light before Shrihari?” Witnessing the king and the chief administrator humbly competing for such menial service, the barber felt deeply remorseful and took up the torch. Delighted by their absolute egolessness, Shrihari showered blessings upon them.
Sadguru Nishkulanand Swami extolled Hirabhai Thakkar’s saintly devotion in verse 60 of chapter 113 of the sacred Bhakta Chintamani.
- From the contemplative accounts of Bhakta Chintamani… 🙇🏻♂️🙏