Goto Naviagation👇

ઊંટવાળામાં જોઈતા પગીને શ્રીહરિએ પોતાની મોજડી પ્રસાદીમાં આપી; બુધેજમાં હઠીસિંહનાં પત્નીના મનના સંકલ્પ મુજબ અર્ધો શેર ઘી વધારી શ્રીહરિએ પરચો પૂર્યો.

પરબ્રહ્મ શ્રીજીમહારાજ સંતો-પાર્ષદો સાથે વિચરણ કરતાં કરતાં નાર થઈને ઊંટવાળા ગામે પધાર્યા. ગામના પ્રેમી હરિભક્ત જોઈતા પગીને પ્રભુના આગમનની જાણ થતાં જ તેઓ દોડી આવ્યા અને શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. ઉત્તમ થાળ જમાડી, આરતી ઉતારી પૂજન કર્યું. જોઈતા પગીએ વિનંતી કરી: “હે પ્રભુ! આપના વિરહમાં પૂજન કરવા આપની કોઈ દિવ્ય પ્રસાદી આપવાની કૃપા કરો!” શ્રીહરિએ અતિ પ્રસન્ન થઈ પોતાના ચરણકમળમાંથી પવિત્ર મોજડી ઉતારીને જોઈતા પગીને પ્રસાદીરૂપે આપી.

બીજે દિવસે સવારે શ્રીહરિ બુધેજ પધાર્યા. ગામધણી હઠીસિંહ દરબાર અને તેમના પુત્રો ખોડાભાઈ તથા તેજાભાઈ વાજતે-ગાજતે સામૈયું કરી શ્રીહરિને દરબારગઢમાં લઈ ગયા અને જલેબી-મોતૈયાના થાળ જમાડ્યા. સંધ્યાકાળે લીમડા નીચે વિશાળ સભા થઈ, જેમાં શ્રીહરિએ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ગહન ઉપદેશ આપ્યો.

હઠીસિંહ દરબારે અગાઉ વડતાલમાં શ્રીહરિના દિવ્ય સ્વરૂપની પ્રતીતિ કરી વર્તમાન ધારણ કર્યા હતા. તેમણે પોતાની પત્નીને પણ સત્સંગી થવા કહેલું. ત્યારે પત્નીએ શરત રાખેલી કે: “મારી ભેંસના દૂધમાંથી અઢી શેર ઘી થાય છે, જો ત્રણ શેર ઘી થાય તો જ હું સ્વામિનારાયણને ભગવાન માનું!” તે મુજબ સંકલ્પ કરી વલોણું કરતાં તે દિવસે પૂરા ત્રણ શેર ઘી થયું! બાઈએ અર્ધો શેર વધારાનું ઘી તપેલીમાં અલગ સાચવી રાખ્યું.

આ ગુપ્ત સંકલ્પ સભામાં પ્રગટ કરવા માટે શ્રીજીમહારાજે હઠીસિંહના પુત્ર ખોડાભાઈને કહ્યું, “અમે નાના હતા ત્યારે રોજ શેર ઘી પી જતા; અત્યારે ક્યાંયથી અર્ધો શેર ચોખ્ખું ઘી હોય તો લાવો!” ખોડાભાઈ ઘેરથી ઘી લાવ્યા, પણ મહારાજે કહ્યું, “આ સારું નથી!” બીજી વાર લાવ્યા તો પણ નકાર્યું. આમ ત્રણ-ચાર વખત ધરમધક્કા થયા.

આખરે હઠીસિંહનાં પત્ની રોષે ભરાઈને સભા પાસે આવ્યાં અને બોલ્યાં: “મહારાજ! તમારી થાપણ મેં ઓળવી નથી! મારા દીકરા ખોડાને શા માટે ધક્કા ખવરાવો છો? તમારું અર્ધો શેર ઘી મેં તપેલીમાં જુદું રાખ્યું છે તે માંગી લો ને!”

શ્રીજીમહારાજે સ્મિત સાથે પૂછ્યું, “આ બાઈ શું કહે છે?” ત્યારે હઠીસિંહે સમગ્ર સભા સમક્ષ પત્નીના અર્ધા શેર ઘીના સંકલ્પની વાત કહી સંભળાવી. શ્રીહરિ ખડખડાટ હસીને બોલ્યા, “અમે તો અર્ધા શેર ઘીના ભગવાન છીએ! જો એ અર્ધો શેર ઘી વધારે ન થયું હોત તો શું અમે ભગવાન ન મનાત?”

આ નિર્દોષ હાસ્ય અને અંતર્યામી પરચાથી સમગ્ર સભા આનંદમાં ગરકાવ થઈ ગઈ. હઠીસિંહનાં પત્ની સહિત ગામની અનેક બહેનોએ શ્રીહરિને સાક્ષાત પરબ્રહ્મ માની વર્તમાન ધારણ કર્યા.

  • સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…

Goto Naviagation👇

Hindi

ऊंटवाळा में जोइता पगी को मोजड़ी प्रसादी और बुधेज में हठीसिंह की पत्नी को आधा सेर घी का चमत्कार

श्रीहरि ऊंटवाळा गाँव में पधारे तो प्रेमी भक्त जोइता पगी ने प्रभु को अपने घर ठहराकर उत्तम भोजन कराया और चरण-प्रसादी के रूप में महाराज की पवित्र मोजड़ी प्राप्त की।

अगले दिन प्रभु बुधेज पधारे। दरबार हठीसिंह और उनके पुत्रों ने सामैया कर जलेबी-मोतीचूर का थाल खिलाया। हठीसिंह पहले से सत्संगी थे, किंतु उनकी पत्नी ने शर्त रखी थी: “यदि मेरी भैंस के दूध से ढाई सेर के बदले तीन सेर घी निकले, तो मैं स्वामीनारायण को भगवान मानूँगी!” संकल्प के अनुसार तीन सेर घी निकला और उन्होंने आधा सेर घी अलग रख दिया।

इस गुप्त बात को प्रकट करने हेतु महाराज ने हठीसिंह के पुत्र खोडाभाई से आधा सेर शुद्ध घी मँगवाया, किंतु ३-४ बार यह कहकर अस्वीकार कर दिया कि “यह घी शुद्ध नहीं है।”

अंततः पत्नी ने आकर झुँझलाकर कहा, “महाराज! आपकी अमानत मैंने नहीं दबाई है, मेरे बेटे को क्यों भगा रहे हैं? आपका आधा सेर घी अलग रखा है, उसे ले लीजिए!” श्रीहरि हँसकर बोले, “तो क्या हम केवल आधा सेर घी के ही भगवान हैं?” इस विनोद से सब हँस पड़े और हठीसिंह की पत्नी ने साक्षात परब्रह्म का निश्चय कर सत्संग अंगीकार किया।

  • सद्गुरु श्री अद्भुतानंद स्वामी की बातों से…

Goto Naviagation👇

English

Joita Pagi Receives Sacred Footwear at Untwala and the Half-Seer Ghee Miracle for Hathisinh’s Wife at Budhej

Travelling with His paramhansas, Supreme Lord Shreeji Maharaj visited Untwala, where His beloved devotee Joita Pagi lovingly hosted Him with a royal feast and performed His aarti. Longing for a sacred sanctified keepsake to worship in times of spiritual longing, Joita Pagi prayed for prasadi. Immensely pleased, Shreehari removed His own sanctified traditional footwear (mojadi) and gifted it to Joita.

The next morning, Shreehari arrived in Budhej. Village chieftain Hathisinh Darbar and his sons, Khodabhai and Tejabhai, welcomed Maharaj with a musical procession, serving rich jalebis and motaiya sweets. In the evening assembly under a neem tree, Maharaj delivered an inspiring discourse on Dharma, Jnana, Vairagya, and Bhakti.

Hathisinh was already a devout disciple from Vadtal and had encouraged his wife to embrace Satsang. She had laid down a private condition: “My buffalo’s milk regularly yields two and a half seers of ghee; if it yields three seers of ghee, only then shall I acknowledge Swaminarayan as God!” The next morning, her churning yielded exactly three seers! Stunned, she stored the extra half-seer of ghee separately in a small pot.

To reveal this hidden miracle, Shreehari instructed Hathisinh’s son Khodabhai: “In Our youth, We drank a seer of pure ghee daily; bring Us half a seer of pure ghee.” Khodabhai brought ghee from home, but Maharaj dismissed it: “This is not pure!” Khodabhai brought ghee from another house, but Maharaj rejected it again, repeating this 3-4 times.

Exasperated by her son being sent repeatedly, Hathisinh’s wife marched near the assembly and declared: “Maharaj! I have not embezzled your property! Why do you exhaust my son Khodabhai? Your half-seer of ghee is set aside in the pot, take it!”

Shreeji Maharaj smiled innocently: “What is this mother saying?” Hathisinh then revealed the secret condition of the half-seer of ghee to the entire assembly. Shreehari burst into laughter: “So We are worth only half a seer of ghee! Had that half-seer not yielded extra, would We not be God?” The assembly erupted in delightful laughter, and Hathisinh’s wife, along with many village women, accepted the moral vows of Satsang with unshakeable faith.

— From the discourses of Sadguru Shree Adbhutanand Swami