Goto Naviagation👇

ઉનાના ગણેશ શેઠને શ્રીહરિએ પોતાની પૂજામાંથી પ્રસાદીના લાલજી પુત્ર તરીકે પૂજવા આપ્યા. શેઠે ૪૦ હજાર રાળ (લાખ રૂપિયા) સહિત સમગ્ર મિલકત લાલજીના નામે કરી દીધી. સંવત ૧૯૬૮માં નારાયણદાસ સ્વામીએ ઉનામાં સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું.

ઉના નગરમાં ગણેશ શેઠ નામે એક અત્યંત પ્રતિષ્ઠિત અને શ્રીમંત હરિભક્ત રહેતા હતા. સદગુરુ વ્રજયાનંદ સ્વામીના યોગથી તેમને સત્સંગની પ્રાપ્તિ થઈ હતી. એક વખત વ્રજયાનંદ સ્વામી ઉત્થાપનની માનસીપૂજામાં શ્રીહરિને ડોલર અને મોગરાનાં પુષ્પો ધરાવતા હતા, ત્યારે ગદગદ કંઠે ધરાવેલી એ માનસીપૂજાની દિવ્ય સુગંધનો પ્રત્યક્ષ અનુભવ થતાં ગણેશ શેઠને શ્રીહરિના પૂર્ણ પરબ્રહ્મપણાનો અચળ નિશ્ચય થયો અને સંતો પ્રત્યે અપાર હેત બંધાયું.

ગણેશ શેઠ વ્યવહારે ઘણા સંપન્ન હતા. તેઓ અવારનવાર ગઢપુર, કારિયાણી, પંચાળા વગેરે તીર્થધામોમાં શ્રીહરિના દર્શને જતા અને હજારો રૂપિયાની સખાવત કરી પ્રભુનો રાજીપો મેળવતા. સંસારમાં તેમને પુત્ર ન હોવાથી એક વખત શ્રીહરિએ એમની ભાવના જાણીને પૂછ્યું: “ગણેશ શેઠ! તમને મરી જાય એવો લૌકિક દીકરો આપીએ કે ક્યારેય નાશ ન પામે એવો અમર દીકરો આપીએ?” બુદ્ધિમાન ગણેશ શેઠ પ્રભુના મર્મને પામી ગયા અને કરજોડીને કહ્યું: “હે મહારાજ! મને ક્યારેય નાશ ન પામે તેવો અમર દીકરો આપો!”

શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને મૂળજી બ્રહ્મચારી પાસે પોતાની નિત્યપૂજામાંથી પ્રસાદીના ‘લાલજી’ (બાળસ્વરૂપ ઠાકોરજી) મંગાવીને સ્વહસ્તે ગણેશ શેઠને અર્પણ કર્યા અને કહ્યું: “આ લાલજીને તમારા પુત્ર સમાન જાણી નિત્ય પૂજન-અર્ચન કરજો!” ગણેશ શેઠે આગળ જતાં પોતાની વ્યાપારી પેઢીનું નામ પણ ‘લાલજી ગણેશની પેઢી’ રાખ્યું. એટલું જ નહીં, પોતાની તમામ મિલકતો, રોકડ અસ્કયામતો અને ચાલીસ હજાર રાળ (તે સમયના આશરે એક લાખ રૂપિયા) લાલજીના નામે વારસાઈ કરી દીધી! પોતાના એક બંગલામાં પવિત્ર બ્રાહ્મણ રાખી નિત્ય થાળ અને સેવા-સુશ્રૂષાની સુંદર વ્યવસ્થા કરી પોતે નિવૃત્ત થઈ ભજનમાં લીન થયા. આમ શ્રીહરિના સમયથી જ ઉનામાં ગણેશ શેઠના નિવાસે મંદિર જેવી સેવા ચાલતી હતી.

સમય જતાં ઉના મંદિરની આર્થિક સ્થિતિ નબળી થઈ. સંવત ૧૯૪૦માં આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ ઉના પધાર્યા ત્યારે સ્થાનિક હરિભક્તોએ સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીના મંડળને ત્યાં મોકલવા વિનંતી કરી. મહારાજશ્રીની આજ્ઞાથી બાલમુકુંદદાસ સ્વામીએ ચાર વર્ષ સુધી ઉના વિસ્તારમાં ભજન અને કથાવાર્તાની અલખ જગાવી અનેક મુમુક્ષુઓને એકાંતિક ભક્ત બનાવ્યા.

ત્યારબાદ સંવત ૧૯૬૮માં સદગુરુ નારાયણદાસજી સ્વામીના મંડળનો વારો આવ્યો ત્યારે બાલમુકુંદદાસ સ્વામીએ તેમને આજ્ઞા કરી: “ઉનામાં બંગલા ઘાટનું સુંદર મંદિર બનાવી પ્રસાદીના લાલજી અને વર્ણીવેષના શાલિગ્રામ ભગવાનને વિધિવત પધરાવજો!” નારાયણદાસ સ્વામીએ ગુરુના આશીર્વાદ શિરોમાન્ય કરી આર્થિક સંકડામણ વચ્ચે પણ પોતાની અનોખી સૂઝબૂઝથી કમાનો, થાંભલીઓ અને પ્રદક્ષિણાવાળા ભવ્ય મંદિરનો નકશો તૈયાર કરી નિર્માણ કરાવ્યું. શ્રીહરિની પ્રસાદીના લાલજી અને નીલકંઠ વર્ણી પૂજિત શાલિગ્રામ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી, જે મૂર્તિઓ આજે પણ ઉના મંદિરે દર્શન આપતાં સૌ ભક્તોને પાવન કરે છે.

  • સદગુરુ નારાયણદાસજી સ્વામીના જીવનવૃત્તાંતમાંથી…

Goto Naviagation👇

Hindi

ऊना के परमभक्त गणेश सेठ की अनन्य भक्ति और श्रीहरि के प्रसादी लालजी की सेवा

ऊना नगर में गणेश सेठ नामक एक अत्यंत प्रतिष्ठित एवं धनाढ्य हरिभक्त निवास करते थे। सद्गुरु व्रजयानन्द स्वामी के सत्संग से उन्हें स्वामिनारायण संप्रदाय की प्राप्ति हुई थी। एक बार व्रजयानन्द स्वामी उत्थापन की मानसी-पूजा में श्रीहरि को मोगरा और चमेली के पुष्प अर्पित कर रहे थे; उस समय गद्गद भाव से समर्पित उस मानसी-पूजा की दिव्य सुगंध का प्रत्यक्ष अनुभव पाकर गणेश सेठ को श्रीहरि के परिपूर्ण परब्रह्म स्वरूप का अटल निश्चय हो गया तथा संतों के प्रति अगाध प्रेम उत्पन्न हुआ।

गणेश सेठ सांसारिक दृष्टि से अत्यंत संपन्न थे। वे प्रायः गढड़ा, कारियाणी, पंचाल आदि तीर्थस्थानों में श्रीहरि के दर्शन हेतु जाते और सहस्रों रुपयों की सेवा कर प्रभु की प्रसन्नता प्राप्त करते थे। गृहस्थ जीवन में उन्हें पुत्र न होने के कारण एक बार श्रीहरि ने उनसे पूछा: “गणेश सेठ! आपको ऐसा पुत्र दें जो एक दिन मृत्यु को प्राप्त हो जाए, या ऐसा पुत्र दें जिसका कभी नाश न हो?” विवेकशील गणेश सेठ प्रभु के गूढ़ मर्म को समझ गए और हाथ जोड़कर बोले: “हे महाराज! मुझे ऐसा पुत्र दीजिए जिसका कभी नाश न हो!”

श्रीहरि अति प्रसन्न हुए और ब्रह्मचारीजी से अपनी नित्यपूजा में से प्रसादी के ‘लालजी’ (बालकृष्ण स्वरूप) मँगवाकर अपने करकमलों से गणेश सेठ को सौंपते हुए कहा: “इन लालजी को अपना सुपुत्र मानकर नित्य इनकी सेवा-पूजा करना!” गणेश सेठ ने अपनी प्रसिद्ध व्यापारिक पेढ़ी का नाम भी ‘लालजी गणेश की पेढ़ी’ रखा। इतना ही नहीं, अपनी समस्त अचल संपत्ति, स्वर्ण-रजत के आभूषण तथा चालीस हजार राल (उस काल के लगभग एक लाख रुपये) समस्त धन-संपदा लालजी के नाम समर्पित कर दी! अपने एक भव्य बंगले में एक पवित्र ब्राह्मण को नियुक्त कर लालजी के नित्य थार, पूजन और सेवा का सुंदर प्रबंध किया और स्वयं निवृत्त होकर भगवद्भजन में लीन हो गए।

कालांतर में संवत् १९४० में जब आचार्यश्री विहारीलालजी महाराज ऊना पधारे, तब स्थानीय भक्तों ने सद्गुरु बालमुकुंददासजी स्वामी के मंडल को वहाँ भेजने की प्रार्थना की। महाराजश्री की आज्ञा से बालमुकुंददास स्वामी ने चार वर्षों तक ऊना क्षेत्र में भ्रमण कर सत्संग की ज्योति जलाई।

तदनंतर संवत् १९६८ में जब सद्गुरु नारायणदासजी स्वामी का ऊना क्षेत्र में भ्रमण का अवसर आया, तब बालमुकुंददास स्वामी ने विशेष आज्ञा दी: “ऊना में सुंदर शिखरबद्ध बंगला-शैली का मंदिर निर्माण कर प्रसादी के लालजी तथा नीलकंठ वर्णी पूजित शालिग्राम भगवान को स्थापित करना!” नारायणदास स्वामी ने आर्थिक कठिनाइयों के मध्य भी अपनी अद्वितीय शिल्पकला और सूझबूझ से भव्य मंदिर का निर्माण कराया और प्रसादी के लालजी की विधिपूर्वक प्राण-प्रतिष्ठा कराई। वे दिव्य विग्रह आज भी ऊना मंदिर में भक्तों को अलौकिक दर्शन प्रदान करते हैं।

  • सद्गुरु नारायणदासजी स्वामी के जीवन-वृत्तांत से…

Goto Naviagation👇

English

The Unsurpassed Devotion of Ganesh Sheth of Una and the Worship of Shri Hari’s Sacred Murti Lalji

In the coastal town of Una, there lived an affluent and highly respected merchant named Ganesh Sheth. He was introduced to the Satsang fellowship through the divine contact of Sadguru Vrajyanand Swami. Once, while Vrajyanand Swami was engrossed in internal mental worship (mansi puja), offering jasmine and mogra flowers to Shri Hari with an overflowing heart, Ganesh Sheth directly experienced the divine, heavenly fragrance emanating from that subtle contemplation. This miraculous realization instilled within him unshakeable conviction regarding Shri Hari’s supreme divinity and boundless affection for the holy sadhus.

Ganesh Sheth was remarkably wealthy in his worldly affairs. He frequently traveled to holy pilgrimage hubs like Gadhada, Kariyani, and Panchala to have darshan of Shri Hari, donating thousands of rupees in selfless service to earn the Lord’s divine pleasure. Because he had no male heir in his family, Shri Hari once asked him with gentle insight: “Ganesh Sheth! Shall We grant you a worldly son who will eventually die, or an immortal son who will never perish?” The discerning merchant grasped the Lord’s spiritual hint and prayed with folded hands: “O Maharaj! Grant me that immortal son who shall never perish!”

Deeply pleased, Shri Hari instructed Mulji Brahmachari to bring forth the sanctified brass murti of ‘Lalji’ (infant Krishna) from His personal daily worship altar and presented it into Ganesh Sheth’s hands, commanding: “Regard this Lalji as your own beloved son, and worship Him daily with loving devotion!” Thereafter, Ganesh Sheth formally christened his commercial trading firm as ‘Lalji Ganesh Firm’. Moreover, he legally bequeathed his entire vast fortune—comprising several properties, gold and silver heirlooms, and forty thousand raal (equivalent to one hundred thousand silver rupees at the time)—in the name of Lalji! Appointing a pure-hearted Brahmin in one of his grand bungalows to perform daily rituals, food offerings (thal), and adoration for Lalji, Ganesh Sheth retired from worldly commerce to spend his days in unceasing prayer.

Decades later, in Samvat 1940, when Acharya Shri Viharilalji Maharaj visited Una, local devotees expressed a desire to build a public temple. With the Acharya’s permission, Sadguru Balmukunddas Swami spent four years touring the region, inspiring numerous souls towards an upright spiritual life.

Subsequently in Samvat 1968, when Sadguru Narayandas Swami was assigned to tour the Una district, Balmukunddas Swami gave him a clear directive: “Erect a splendid temple in bungalow architecture at Una, and consecrate the sanctified Lalji and the Shaligram deity once worshipped by Nilkanth Varni!” Undaunted by financial stringency, Narayandas Swami applied exceptional architectural ingenuity, drafting plans with elegant arches, solid stone pillars, and pradakshina passageways. He successfully constructed a magnificent temple and ceremoniously installed the sacred murti of Lalji and the Shaligram, which continue to bestow divine blessings upon pilgrims to this day.

  • From the biography of Sadguru Shri Narayandas Swami…