સારંગપુરમાં હોળીની રાત્રે ઘોડેસવાર કાઠીઓ સામે પાર્ષદોએ ગામના ઝાંપા સાચવવાની રમત રમી; ધુળેટીએ શ્રીહરિએ પ્રસન્ન થઈ સ્ત્રીભક્તોને માયાના આવરણથી મુક્ત રહેવાનો અમૂલ્ય ફગવો આપ્યો.
સારંગપુર ગામના માતરા ધાંધલ અને રાઠોડ ધાંધલ શ્રીજીમહારાજના અતિશય નિશ્ચયવાળા પ્રેમીભક્તો હતા. એક વખત હોળી-ધુળેટીના પાવન પર્વે શ્રીહરિ સારંગપુર પધાર્યા. સંધ્યાકાળે ગામના પાદરે હોલિકાદહન દર્શન કરવા શ્રીહરિ માણકી ઘોડીએ સવાર થઈ પધાર્યા અને હોળીને દૂધની ધારા આપી પૂજન કર્યું.
ત્યારબાદ કાઠી પરંપરા મુજબ ‘ગામ ભાંગવાની રમત’ રમવાનું નક્કી થયું. માતરા ધાંધલ, રાઠોડ ધાંધલ, જીવા ખાચર વગેરે કાઠી દરબારો ઘોડે ચડી ગામ બહાર ગયા અને ગામના ઝાંપા તોડવા ધસી આવ્યા; જ્યારે ગામની અંદર શ્રીહરિના શૂરવીર પાર્ષદોએ ઝાંપા સાચવી રાખ્યા! પાર્ષદોએ બહાદુરીપૂર્વક કાઠીઓને ગામમાં પ્રવેશવા ન દીધા અને શ્રીજીમહારાજને રાજી કર્યા.
બીજે દિવસે ભવ્ય રંગોત્સવ યોજાયો. રાઠોડ ધાંધલના ફળિયામાં શ્રીહરિએ સંતો-હરિભક્તો સાથે ગુલાલ અને રંગોની છોળો ઉડાડી. વચલી વંડીની પેલે પાર રહેલા સ્ત્રીભક્તોએ પ્રસાદીનો રંગ માંગતાં મહારાજે કુંડીઓ ભરીને રંગ મોકલ્યો. સ્ત્રીભક્તોએ પ્રેમપૂર્વક રંગે રમીને મહારાજ પાસે ફગવો (ભેટ) માંગ્યો. શ્રીહરિએ પ્રસન્ન થઈ કહ્યું, “આજે ધુળેટીનો દિવસ છે, જે માંગવું હોય તે માંગી લ્યો!” ત્યારે જતનબાં, વજીબાં વગેરે સ્ત્રીભક્તોએ હાથ જોડીને પ્રાર્થના કરી:
મહા બળવંત માયા તમારી, જેણે આવરિયા નરનારી..!
એવું વરદાન દીજિયે આપે, એ માયા અમને ન વ્યાપે..!
શ્રીજીમહારાજે અતિ રાજી થઈને સૌને માયામુક્તિનો અલૌકિક ફગવો આપ્યો.
- શ્રીહરિલીલામૃત અને શ્રીભક્તચિંતામણિમાંથી… 🙇🏻♂️🙏
Hindi
सारंगपुर में होली पर गाँव रक्षा की दिव्य लीला और महिला भक्तों को मायामुक्ति का फगवा
सारंगपुर के मात्रा धांधल और राठौड़ धांधल श्रीजी महाराज के अनन्य निष्ठावान भक्त थे। एक बार होली के पावन पर्व पर श्रीहरि सारंगपुर पधारे। संध्याकाल में पादर में होलिका दहन का दर्शन कर प्रभु ने दूध की धारा से पूजन किया।
तत्पश्चात काठी परंपरा अनुसार ‘गाँव जीतने की लीला’ रची गई। काठी दरबारों ने गाँव की सीमा पर धावा बोला, किंतु प्रभु के वीर पार्षदों ने गाँव के द्वारों की कुशलतापूर्वक रक्षा कर विजय प्राप्त की।
अगले दिन धुलेंडी पर भव्य रंगोत्सव हुआ। पुरुषों के साथ रंग खेलकर प्रभु ने पृथक आँगन में उपस्थित महिला भक्तों को भी प्रसादी का रंग भिजवाया। जब प्रभु ने फगवा (उपहार) मांगने को कहा, तो रतनबां, वजीबां आदि ने करबद्ध प्रार्थना की: “प्रभु! आपकी त्रिगुणात्मिका माया अत्यंत बलवान है, अतः ऐसा वरदान दीजिए कि यह माया हमें कभी स्पर्श न करे!” श्रीहरि ने प्रसन्न होकर उन्हें मायामुक्ति का दिव्य वरदान दिया।
- श्रीहरिलीलामृत एवं भक्तचिंतामणि से… 🙇🏻♂️🙏
English
Holi in Sarangpur: The Martial Game of Defending the Gates and the Supreme Boon of Maya-Mukti
In Sarangpur lived Matra Dhadhal and Rathod Dhandhal, two stalwart devotees of Shreeji Maharaj. On the auspicious festival of Holi, Shreehari arrived in Sarangpur on His mare, Manki, and offered streams of sanctified milk to the sacred bonfire.
Following local Kshatriya traditions, a mock battle of ‘conquering the village’ was staged. The mounted Kathi chieftains charged the village gates, but Shreehari’s dedicated attendants (parshads) defended the ramparts valiantly, winning the game and delighting the Lord.
The following morning, a glorious festival of colors (Dhuleti) was celebrated. After playing with sants and chieftains, Shreehari sent large vessels of consecrated colored water across the partition wall to the devout women disciples. When Maharaj offered them a festive gift (fagwa), women devotees including Jatanba and Vajiba prayed humbly: “O Lord! Your cosmic illusion (maya) is immensely formidable; grant us this supreme boon that worldly maya may never overpower our souls!” Shreehari joyfully granted their elevated prayer.
- From Harililamrut and Bhaktachintamani… 🙇🏻♂️🙏