Goto Naviagation👇

શ્રીહરિના અંતર્ધ્યાન પછી ૨૮ વર્ષે વિરહમાં ઝૂરતા સદગુરુ આધારાનંદ સ્વામીએ સર્વોપરી શ્રીહરિના અનંત લીલાચરિત્રોને સમાવતા ૧ લાખ ચોપાઈના ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ મહાગ્રંથનું ૧૩ વર્ષથી વધુ સમય લેખન કરી સત્સંગને અમૂલ્ય ભેટ આપી.

સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના અનંત દિવ્ય ઐશ્વર્યથી માત્ર ૪૯ વર્ષના અલ્પ સમયગાળામાં દેવ, આચાર્ય, મંદિર, શાસ્ત્ર, સંત અને હરિભક્ત એમ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીહરિના સ્વધામગમન પછી લગભગ ૨૭-૨૮ વર્ષનો સમય વીતી ગયો હતો. એ સમગ્ર સમય દરમિયાન શ્રીહરિના વિરહમાં ઝૂરતા સદગુરુ આધારાનંદ સ્વામી પોતાના પ્રાણપ્યારા પ્રભુનાં દિવ્ય લીલાચરિત્રોનું સ્મરણ કરી કીર્તનો અને નાના-મોટા ગ્રંથોની રચના કરતા હતા.

સંવત ૧૯૧૪માં તેઓ વડતાલ મંદિરે બિરાજતા હતા ત્યારે તેમના પવિત્ર અંતઃકરણમાં એક દિવ્ય સંકલ્પ સ્ફુર્યો: ‘સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતોના મુખે નિત્ય સાંભળવા મળે છે કે શ્રીજીમહારાજ જેવા અવતાર આ પૃથ્વી પર ક્યારેય થયા નથી અને તેઓ સર્વ અવતારોના અવતારી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશના ૩૨મા પ્રકારમાં ગાયું છે કે: “આ વારનો જે અવતાર રે, એવો થાય ન વારંવાર રે..!” પૂર્વના અવતારો વિશે જેટલું વિસ્તૃત લખાયું છે તેટલું જ સંસારમાં પ્રચલિત થયું છે. માટે શ્રીહરિના અગાધ મહિમા, ઐશ્વર્ય અને લીલાચરિત્રોને એક મહાગ્રંથમાં ગૂંથીને એક લાખ ચોપાઈઓનો ગ્રંથ પ્રગટ કરું.’

આધારાનંદ સ્વામીએ આચાર્યશ્રી રઘુવિરજી મહારાજ તથા વરિષ્ઠ સંતો સમક્ષ ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ ગ્રંથ રચવાનો વિચાર રજૂ કર્યો. સૌના આશીર્વાદ અને રાજીપો પ્રાપ્ત કરી સંવત ૧૯૧૪ના જેઠ સુદ આઠમે વડતાલ મંદિરના બૂરજ નીચેના ઓરડામાં આ મહાગ્રંથનું લેખનકાર્ય શરૂ કર્યું. ગ્રંથના મંગલાચરણમાં જ તેમણે સંકલ્પ કર્યો: “સર્વોપરી ગ્રંથ બિન તાકે, પ્રમાણ કબહુ ન હોવત વાંકે..! લક્ષ શ્લોક હોવે જહા લગહું, ઔર અવતાર સમ તીહા લગહું..!!”

આધારાનંદ સ્વામી ગ્રંથલેખન કરતા ત્યારે તેઓને શ્રીહરિની લીલાઓ સાક્ષાત પ્રત્યક્ષ ભાસતી હતી. એક વખત એક સંતે આવીને કહ્યું: “સ્વામી! તમે આ પૂર(પ્રકરણ)માં લખ્યું છે કે શ્રીહરિ હાથીની અંબાડીએ બેઠા હતા, પરંતુ એ નગરયાત્રા વખતે તો શ્રીહરિ ઘોડેસવાર હતા અને હું ત્યાં હાજર હતો!” ત્યારે સ્વામીએ સહજ ભાવે ઉત્તર આપ્યો: “ભાઈ! મને તો તે સમયથી આજ સુધી શ્રીહરિ હાથીની અંબાડીએ પ્રત્યક્ષ દર્શન દેતા હોય તેવો જ સાક્ષાત્કાર થાય છે, એટલે મેં એમ લખ્યું છે. તમને જેમ દર્શન થયાં હોય તેમ તમે લખજો!” આવો સ્વામીનો અખંડ અપરોક્ષ દર્શનભાવ હતો.

આચાર્યશ્રી રઘુવિરજી મહારાજ સંવત ૧૯૧૯માં અક્ષરધામ સિધાવ્યા ત્યાં સુધી દરરોજ સ્વામી પાસે આવીને લખાતા ગ્રંથની પૃચ્છા કરતા અને સભામાં એની કથા વંચાવતા. સંવત ૧૯૧૪ થી ૧૯૨૧ દરમિયાન સ્વામીએ એક થી સત્તાવીસ પૂર પરિપૂર્ણ કર્યા. પૂર ૨૮ના ત્રણ તરંગ લખાયા બાદ સ્વામીનું શરીર અસ્વસ્થ થતાં ચોથા તરંગની ૨૮મી પંક્તિ પછી લેખન અટક્યું. સંવત ૧૯૨૮ના માગશર સુદ સાતમે સ્વામી અક્ષરધામ પધાર્યા. તે પૂર્વે ૧૩ વર્ષ, ૫ માસ અને ૧૪ દિવસ સુધી અથાક સાધના કરી સમગ્ર સત્સંગને ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ જેવો અજોડ મહાસાગર ભેટ આપી ગયા.

  • સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીના જીવનવૃત્તાંતમાંથી…

Goto Naviagation👇

Hindi

सद्गुरु आधारानन्द स्वामी द्वारा ‘श्रीहरिचरित्रामृत सागर’ महाग्रंथ का सृजन

सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण ने अपने अनंत ऐश्वर्य से मात्र ४९ वर्षों की अल्प अवधि में देव, आचार्य, मंदिर, शास्त्र, संत और हरिभक्त—इन षडंगों से युक्त संप्रदाय की स्थापना की। श्रीहरि के स्वधाम गमन के पश्चात लगभग २७-२८ वर्ष व्यतीत हो चुके थे। उस सम्पूर्ण कालखंड में प्रभु के विरह में व्याकुल रहने वाले सद्गुरु आधारानन्द स्वामी अपने प्राणप्यारे इष्टदेव के दिव्य लीलामृत का स्मरण करते हुए पदों और ग्रंथों की रचना में संलग्न रहे।

संवत् १९१४ में वे वड़ताल मंदिर में विराजमान थे, तब उनके अंतःकरण में एक अलौकिक संकल्प उदित हुआ: ‘सद्गुरु गोपालानन्द स्वामी और गुणातीतानन्द स्वामी जैसे मूर्धन्य संतों के श्रीमुख से नित्य सुनते आए हैं कि श्रीजी महाराज के समान पूर्ण अवतार न भूतकाल में हुआ और न भविष्य में होगा; वे स्वयं सर्व अवतारी हैं। सद्गुरु निष्कुलानन्द स्वामी ने भी पुरुषोत्तम प्रकाश में गाया है: “आ वारनो जे अवतार रे, एवो थाय न वारंवार रे..!” प्राचीन काल के अवतारों का जैसा विशद वर्णन ग्रंथों में हुआ, वैसा ही जगत् में प्रचारित हुआ। अतः श्रीहरि के अपार महिमा, ऐश्वर्य और पावन चरित्रों को संजोकर एक लाख चौपाइयों का एक अमर महाग्रंथ रचूँ।’

आधारानन्द स्वामी ने आचार्यश्री रघुवीरजी महाराज एवं वरिष्ठ संतों के सम्मुख ‘श्रीहरिचरित्रामृत सागर’ नामक ग्रंथ की रचना का विचार रखा। सभी संतों का आशीर्वाद प्राप्त कर संवत् १९१४ के ज्येष्ठ शुक्ल अष्टमी को वड़ताल मंदिर के बुर्ज वाले कक्ष में इस महाग्रंथ का लेखन आरंभ किया। ग्रंथ के प्रारंभ में ही उन्होंने प्रतिज्ञा की: “सर्वोपरि ग्रंथ बिन ताके, प्रमाण कबहु न होवत वांके..! लक्ष श्लोक होवे जहा लगहूं, और अवतार सम तीहा लगहूं..!!”

ग्रंथ-लेखन के समय आधारानन्द स्वामी को श्रीहरि की प्रत्येक लीला का प्रत्यक्ष साक्षात्कार होता था। एक बार एक संत ने आकर कहा: “स्वामी! आपने इस अध्याय में लिखा है कि श्रीहरि हाथी की अंबारी पर बैठे थे, जबकि उस नगर-यात्रा में श्रीहरि अश्वारूढ़ थे और मैं वहाँ उपस्थित था!” स्वामीजी ने शांत भाव से उत्तर दिया: “भाई! मुझे तो उस समय से लेकर आज तक श्रीहरि साक्षात हाथी की अंबारी पर ही दर्शन देते प्रतीत होते हैं, इसलिए मैंने वैसा लिखा। आपको जैसा दिखा हो, आप वैसा लिखें!” ऐसा उनका अखंड प्रत्यक्ष दर्शन-भाव था।

आचार्यश्री रघुवीरजी महाराज संवत् १९१९ में देवलोक गमन तक नित्य स्वामीजी के पास आकर ग्रंथ के लेखन की प्रगति पूछते और सभा में उसकी कथा कराते थे। संवत् १९१४ से १९२१ तक स्वामीजी ने १ से २७ ‘पूर’ (भाग) पूर्ण किए। पूर २८ के तीन तरंग लिखने के उपरांत अस्वस्थता के कारण चतुर्थ तरंग की २८वीं पंक्ति पर लेखनी रुक गई। संवत् १९२८ के मार्गशीर्ष शुक्ल सप्तमी को स्वामीजी अक्षरधाम सिधारे। उन्होंने १३ वर्ष, ५ माह और १४ दिन तक अविरत साधना कर संपूर्ण सत्संग जगत् को ‘श्रीहरिचरित्रामृत सागर’ रूपी अनमोल महासागर भेंट किया।

  • सद्गुरु श्री आधारानन्द स्वामी के जीवन-चरित्र से…

Goto Naviagation👇

English

The Creation of the Epic Scripture ‘Shri Haricharitamrut Sagar’ by Sadguru Adharanand Swami

Supreme Parabrahman Bhagwan Swaminarayan established the six-fold foundation of His divine fellowship (Satsang)—incorporating deities (dev), spiritual preceptors (acharya), monumental shrines (mandir), revealed scriptures (shastra), ascetic saints (sant), and devout householders (haribhakt)—within an astonishingly brief earthly manifestation of forty-nine years. Nearly twenty-seven to twenty-eight years had elapsed since Shri Hari’s departure to His eternal abode. Throughout this prolonged period of heart-wrenching separation (virah), Sadguru Adharanand Swami spent his days recollecting the divine exploits of his beloved Lord, composing devotional lyrics and theological treatises.

In Samvat 1914, while residing at the Vadtal temple, a sublime inspiration blossomed within his pure heart: ‘From the sacred discourses of great luminaries like Sadguru Gopalanand Swami and Gunatitanand Swami, it is proclaimed that there has never been an incarnation equal to Shriji Maharaj; He is the supreme source of all avatars (sarva-avatari). Sadguru Nishkulanand Swami has also immortalized in Purushottam Prakash: “Such an incarnation as manifested this time, does not occur again and again..!” Furthermore, past incarnations are celebrated in the world precisely in proportion to the extensive scriptures penned about them. Therefore, I must weave the boundless majesty, divine splendors, and enthralling pastimes of Shri Hari into a monumental scripture comprising one hundred thousand rhymed verses (chopais).’

Adharanand Swami placed his inspired proposal to author the ‘Shri Haricharitamrut Sagar’ before Acharya Shri Raghuvirji Maharaj and the senior assembly of sadhus. Receiving their wholehearted blessings, he inaugurated the sacred composition on Jeth Sud 8, Samvat 1914, in a room beneath the tower of the Vadtal mandir. At the outset of the text, he recorded his lofty objective: “Without a supreme scripture, divine authenticity can never be firmly anchored..! Until a work reaches one hundred thousand verses, it remains on par with ordinary incarnations..!!”

While writing, Adharanand Swami experienced continuous, unmediated visions of Shri Hari’s pastimes as if they were transpiring live before his physical eyes. Once, a contemporary sadhu pointed out: “Swami! You have recorded in this chapter that Shri Hari rode upon the canopy of an elephant, whereas during that royal procession Shri Hari was mounted upon a horse, and I was physically present there!” Swami serenely answered: “Brother! Ever since that day until this very moment, Shri Hari manifests to my eyes directly upon the elephant’s canopy, hence I have recorded it as I see Him. You may write according to how He appeared to you!” Such was Swami’s perpetual communion with the living form of the Lord.

Until his departure to Akshardham in Samvat 1919, Acharya Raghuvirji Maharaj visited Swami daily to inquire after the manuscript and arranged for its regular recitation in the holy assembly. Between Samvat 1914 and 1921, Swami completed twenty-seven voluminous volumes (purs). In the twenty-eighth volume, after three waves (tarangs) and twenty-eight lines of the fourth wave were penned, failing health curtailed further writing. Swami departed for Akshardham on Margashirsha Sud 7, Samvat 1928, having devoted thirteen years, five months, and fourteen days to present the immortal epic ‘Shri Haricharitamrut Sagar’ as an eternal treasure to the Satsang.

  • From the biography of Sadguru Shri Adharanand Swami…