હેબતપુરના કવિવર ગજા ગઢવી શ્રીહરિની મનમોહક અલૌકિક ચાલ જોઈ સર્વસ્વ ત્યજી સાધુ થયા અને પૂર્ણાનંદ સ્વામી બન્યા. ગઢપુરમાં દર્શન ન મળતાં સિતારના તારે ‘તારા વિરહના બાણે વેંધાણી’ કીર્તન ગાતાં શ્રીહરિ પડદો હઠાવી ભેટી પડ્યા.
સંવત ૧૮૬૦માં મેમકા ગામથી મૂળજી શેઠ કારિયાણી શ્રીહરિના દર્શને પધાર્યા અને શ્રીહરિને પોતાને ગામ પધારવા વિનંતી કરી. શ્રીહરિ મુક્તાનંદ સ્વામી આદિ સંતો સહિત કૂંડળ થઈને મેમકા પધાર્યા. મૂળજી શેઠે મેથાણ ગામે અજા પટેલને સમાચાર મોકલ્યા કે: “ભગવાન શ્રી સ્વામિનારાયણ અમારે ઘેર પધાર્યા છે, માટે દર્શને આવજો.”
સમાચાર મળતાં જ અજા પટેલ જવા તૈયાર થયા. તે વખતે વિરમગામ પાસેના હેબતપુર ગામના તેજસ્વી ચારણ યુવાન કવિવર ગજા ગઢવી (ગજાભાઈ દાદાભાઈ ગઢવી) મેથાણમાં અજા પટેલને ત્યાં મહેમાન હતા. અજા પટેલે તેમને પણ સાથે લીધા. બંને મેમકા પહોંચ્યા ત્યારે શ્રીહરિ કૂવા તરફ સ્નાન કરવા પધારી રહ્યા હતા. શ્રીહરિની ચટકંતી, અલૌકિક ગજગતિ ચાલ નિહાળી પિંગળશાસ્ત્ર અને સામુદ્રિકશાસ્ત્રના જ્ઞાતા ગજા ગઢવી મુગ્ધ થઈ ગયા! તેમના અંતરમાં દ્રઢ નિશ્ચય થયો કે: ‘આવી મનોહર ચાલ કોઈ સાધારણ મનુષ્યની હોઈ જ ન શકે; આ તો અખિલ બ્રહ્માંડના અધિપતિ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે!’
કૂવે પહોંચી મૂળજી શેઠે ઓળખાણ કરાવી. શ્રીહરિએ પૂછ્યું: “ભાઈ, જ્ઞાતિએ કેવા છો અને ક્યાંના રહેવાસી છો?” ગજા ગઢવીએ હાથ જોડી કહ્યું: “મહારાજ! જાતે ચારણ (દેવીપુત્ર) છું, મારું નામ ગજાભાઈ ગઢવી છે અને હેબતપુરનો રહેવાસી છું.” શ્રીહરિ સાથે આટલો સંવાદ થતાં જ ગજા ગઢવીએ પ્રભુના ચરણોમાં સર્વસ્વ સમર્પી દેવાનો સંકલ્પ કરી લીધો! તે જ સમયે ભરજુવાનીમાં સંસાર, રાજપાટ અને વૈભવને ઠોકર મારી તેમણે શ્રીહરિ સમક્ષ સાધુદીક્ષા ગ્રહણ કરી. પૂર્ણ પુરુષોત્તમનો પરિપૂર્ણ નિશ્ચય કરી સાધુ થયા તેથી શ્રીહરિએ તેમનું નામ ‘પૂર્ણાનંદ સ્વામી’ રાખ્યું. દીક્ષા લેતાં જ શીઘ્રકવિ પૂર્ણાનંદ સ્વામીએ પદ રચ્યું: “સૈયર સમાણી હું લલચાણી, ચાલમાં ચિત્ત લીધું તાણી રે..! સૈયર…”
પાછળથી એક વખત સદગુરુ પૂર્ણાનંદ સ્વામી ઝાલાવાડમાં વિચરણ કરતા હતા. શ્રીહરિના દર્શનની તીવ્ર તાલાવેલી થતાં તેઓ ગઢપુર દરબારગઢ આવ્યા. તે સમયે શ્રીહરિ આથમણા બારના ઓરડામાં જાંબુડાના વૃક્ષ પાસે એકાંતમાં બિરાજતા હતા અને કોઈને અંદર જવાની રજા નહોતી. પાર્ષદોએ સ્વામીને રોક્યા. દર્શન ન થતાં વિરહથી વ્યાકુળ થયેલા પૂર્ણાનંદ સ્વામી પરદા પાછળ બેસી ગયા અને સિતારના તાર ઝણઝણાવી પરજ રાગમાં ચારણી શૈલીએ હૃદયદ્રાવક કીર્તન ઉપાડ્યું: “તારા વિરહના બાણે વેંધાણી, જાણીને મુને માર્યા મોહનજી..! છાતલડીમાં છેદ કર્યા તમે, મુજ પર મેર ન આણી..! જાણીને મુને.. પ્રીતમજી હવે પીડા અમારી, જાણો ડોલરીયા દાણી..! જાણીને મુને… પૂર્ણાનંદ કહે આવી જો પીડ્યે, પીડશોમાં કોઈ પ્રાણી..! જાણીને મુને…!”
સ્વામીના ગદગદ કંઠે વહેતા વિરહના આ સૂર સાંભળી અંતર્યામી શ્રીહરિથી રહેવાયું નહીં! તેઓ ઓરડામાંથી દોડતા આવ્યા, આડો પરદો સ્વહસ્તે દૂર કરી દીધો અને પૂર્ણાનંદ સ્વામીને સિતાર સહિત બાથમાં ઘાલીને ભેટી પડ્યા! શ્રીહરિએ સ્વામીના મસ્તક પર હાથ મૂકી પ્રેમવશ થઈ અનહદ રાજીપો વરસાવ્યો. આ પ્રસાદીનો સિતાર આજે પણ હેબતપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે સચવાયેલો છે.
(શ્રી સ્વામિનારાયણ સંહિતા ચિંતામણિ, વાત ૧૮૦)
- શ્રી પૂર્ણાનંદ કાવ્યમાંથી…
Hindi
मेमका गाँव में गजा गढवी (सद्गुरु पूर्णानन्द स्वामी) की दीक्षा और श्रीहरि के प्रति विरह-भक्ति
संवत् १८६० में मेमका गाँव के मूलजी सेठ कारियाणी में श्रीहरि के दर्शनार्थ आए और प्रभु से मेमका पधारने की प्रार्थना की। श्रीहरि मुक्तानन्द स्वामी आदि संतों सहित कुंडल होते हुए मेमका पधारे। मूलजी सेठ ने मेथाण गाँव में अजा पटेल को समाचार भेजा कि: “भगवान स्वामिनारायण हमारे घर पधारे हैं, अतः दर्शन हेतु पधारें।”
समाचार पाते ही अजा पटेल चलने को तत्पर हुए। उस समय विरमगाम के समीप हेबतपुर गाँव के तेजस्वी चारण युवक कविकुल-भूषण गजा गढवी (गजाभाई दादाभाई गढवी) मेथाण में अजा पटेल के अतिथि थे। अजा पटेल उन्हें भी साथ ले आए। जब दोनों मेमका पहुँचे, तब श्रीहरि बावड़ी (कुएँ) की ओर स्नान हेतु पधार रहे थे। श्रीहरि की मस्तानी, चित्ताकर्षक गजगति चाल देखकर पिंगलशास्त्र और सामुद्रिकशास्त्र के पारंगत गजा गढवी मुग्ध हो गए! उनके अंतःकरण में अटल निश्चय हुआ: ‘ऐसी अनुपम चाल किसी मर्त्य मानव की नहीं हो सकती; ये साक्षात अखिल भुवनपति पूर्ण पुरुषोत्तम नारायण ही हैं!’
कुएँ के समीप मूलजी सेठ ने परिचय कराया। श्रीहरि ने पूछा: “आप किस जाति से हैं और कहाँ के निवासी हैं?” गजा गढवी ने हाथ जोड़कर कहा: “महाराज! जाति से चारण (देवीपुत्र) हूँ, मेरा नाम गजाभाई गढवी है और हेबतपुर का निवासी हूँ।” श्रीहरि के दर्शन मात्र से उन्होंने प्रभु के श्रीचरणों में सर्वस्व न्योछावर करने का संकल्प कर लिया। भरी जवानी में राज-सम्मान, वैभव और संसार को ठुकराकर उन्होंने उसी क्षण श्रीहरि के हाथों साधु-दीक्षा ग्रहण कर ली। पूर्ण पुरुषोत्तम का परिपूर्ण निश्चय होने के कारण श्रीहरि ने उनका नाम ‘पूर्णानन्द स्वामी’ रखा। दीक्षा लेते ही उन्होंने आशु-कवि के रूप में तुरंत कीर्तन रचा: “सैयार समाणी हूँ ललचाणी, चालमाँ चित्त लीधु ताणी रे..! सैयार…”
कालांतर में एक समय सद्गुरु पूर्णानन्द स्वामी झालावाड़ क्षेत्र में विचरण कर रहे थे। श्रीहरि के दर्शन की तीव्र उत्कंठा जाग्रत होने पर वे गढड़ा दरबारगढ़ पहुँचे। उस समय श्रीहरि जामुन के वृक्ष वाले कक्ष में एकांत में विराजे थे और किसी को भी भीतर जाने की अनुमति नहीं थी। द्वारपाल पार्षदों ने स्वामीजी को रोक दिया। दर्शन न मिलने से विरह में व्याकुल पूर्णानन्द स्वामी परदे के पीछे बैठ गए और अपनी सितार पर परज राग में चारणी शैली में विरह-गीत छेड़ा: “तारा विरहना बाणे वेँधाणी, जाणीने मुने मार्या मोहनजी..! छातलडीमा छेद कर्या तमे, मुज पर मेर न आणि..! जाणीने मुने.. प्रीतमजी हवे पीड़ा हमारी, जाणो डोलरिया दाणी..! जाणीने मुने… पूर्णानन्द कहे आवी जो पीड़्ये, पीड़शोमाँ कोई प्राणी..! जाणीने मुने…!”
स्वामीजी के आंसुओं और विरह से भरे इस स्वर को सुनकर अंतर्यामी श्रीहरि व्याकुल हो उठे! वे दौड़ते हुए बाहर आए, अपने हाथों से परदा हटाया और पूर्णानन्द स्वामी को सितार सहित अपने वक्षःस्थल से लगा लिया! श्रीहरि ने स्वामीजी के मस्तक पर वरदहस्त रखकर असीम वात्सल्य बरसाया। वह प्रसादी की सितार आज भी हेबतपुर गाँव के स्वामिनारायण मंदिर में दर्शनार्थ सुरक्षित है।
- श्री पूर्णानन्द काव्य से…
English
The Renunciation of Gaja Gadhavi as Sadguru Purnanand Swami at Memka and His Poignant Virah Kirtan with the Sitar
In Samvat 1860, Mulji Sheth of Memka traveled to Kariyani to have darshan of Shri Hari and cordially invited Him to visit Memka. Accompanied by Muktanand Swami and other sadhus, Shri Hari journeyed via Kundal to Memka. Mulji Sheth sent word to Aja Patel in the village of Methan: “Lord Swaminarayan has graced our home in Memka; please come for darshan.”
Receiving the news, Aja Patel prepared to leave immediately. At that time, a brilliant young poet from the Charan bardic community named Gaja Gadhavi (Gajabhai Dadabhai Gadhavi) of Hebatpur near Viramgam was staying as a guest at Aja Patel’s house. Aja Patel invited him along. When they reached Memka, Shri Hari was walking towards the well for His morning bath. Beholding Shri Hari’s majestic, mesmerizing gait resembling that of a royal elephant (gajagati), Gaja Gadhavi—an expert scholar of Sanskrit prosody (pingal shastra) and bodily physiognomy (samudrika shastra)—was spellbound! A firm conviction ignited within his heart: ‘Such an enchanting, transcendental gait cannot belong to any mortal human; this is undeniably the supreme Lord of all the cosmos, Purushottam Narayan Himself!’
At the well, Mulji Sheth introduced them. Shri Hari asked: “Brother, what is your community and where do you reside?” Gaja Gadhavi bowed with folded hands: “Maharaj! I belong to the Charan community, my name is Gajabhai Dadabhai Gadhavi, and I reside in Hebatpur.” Within those few moments of communion, Gaja Gadhavi made an irrevocable internal vow to surrender his entire life at Shri Hari’s lotus feet! In the prime of his youth, casting aside worldly honor, princely patronage, and family wealth, he accepted monastic initiation (diksha) directly from Shriji Maharaj. Because he had recognized the supreme Purushottam with absolute fullness, Shri Hari conferred upon him the ascetic name ‘Purnanand Swami’. Improvised on the spot, the gifted poet composed his first devotional lyric: “O companion! I am thoroughly enchanted, His divine gait has captivated my soul..!”
Later, while touring the villages of Jhalavad, Sadguru Purnanand Swami was overcome by an intense, burning ache of separation (virah) to behold Shri Hari. Rushing to the Darbargadh in Gadhada, he found Shri Hari secluded in the western room by the jambu tree, having given strict orders that no one be permitted inside. When the attendants stopped him at the doorway, the heartbroken poet sat outside behind the cloth curtain. Tuning his sitar, he began singing an agonizing hymn in the Paraj melody with intense poetic fervor: “Pierced by the arrows of Your separation, knowingly have You struck me, O Mohanji..! You have pierced my very chest, showing no mercy unto me..! O Beloved Lord, recognize my inner anguish, O generous Master..! Purnanand prays, with such unbearable torment, torment not any soul, O Lord..!”
Hearing the sorrow-drenched, tearful melody pouring from Swami’s heart, the all-knowing Lord could no longer restrain Himself! Leaping from His seat, Shri Hari rushed out, tore aside the curtain with His own hands, and embraced Purnanand Swami tightly against His chest along with the sitar! Showering divine affection, the Lord placed His sanctified hands upon Swami’s head in boundless delight. That sacred, sanctified sitar touched by Shri Hari’s divine embrace is reverently preserved for darshan at the Swaminarayan temple in Hebatpur to this day.
- From Shri Purnanand Kavya…