Goto Naviagation👇

પરબ્રહ્મ શ્રીજીમહારાજ વૈશાખ વદ એકમના દિવસે જેતપુરથી મેઘપુર પધાર્યા. ગામમાં લાડકીબાઈને ઘેર ઉતારો કર્યો. લાડકીબાઈએ ચોખાથી વધાવી, પૂજન કરી સાત જાતની સુખડીનો ઉત્તમ થાળ ધરાવ્યો.

બીજે દિવસે સવારે શ્રીહરિએ ગામ બહાર બ્રાહ્મણોની ચોરાશી (સાર્વજનિક મહાભોજન) કરવાનો સંકલ્પ કર્યો. તે સમયે ગામના એક સુતાર હરિભક્તે કહ્યું: “મહારાજ! આપ જ્યાં સુધી બ્રાહ્મણોને જમાડો ત્યાં સુધી બળતણ પૂરું પાડવાની સેવા મારી!” લાડકીબાઈ અને તેમનાં દીકરી રુકમાઈબાઈએ પોતાની પાસે રહેલી દસ હજાર કોરી રોકડ શ્રીહરિના ચરણે સમર્પિત કરી દીધી! શ્રીહરિએ વંથળીથી ઘી, તેલ, ચોખા અને દાળ મંગાવ્યા અને બ્રાહ્મણોની ચોરાશી શરૂ થઈ.

આ ચોરાશી એક-બે દિવસ નહીં, પરંતુ સતત છ મહિના સુધી અવિરત ચાલી! સુતાર ભગત સુકાઈ ગયેલા આંબો અને વડનાં લાકડાં ફાડીને રોજ બળતણ પૂરું પાડતા અને શ્રીહરિ દરરોજ બ્રાહ્મણોને ઘીના લાડુ જમાડતા. આખરે સુતારે વિનંતી કરી: “પ્રભુ! બ્રાહ્મણો લાડુ ખાઈને થાક્યા છે અને અમે લાકડાં ફાડીને થાક્યા છીએ, હવે ચોરાશી પૂર્ણ કરો!” શ્રીહરિએ હસીને એક દિવસ સમગ્ર ગામને ધુવાડાબંધ જમાડીને ચોરાશી સંપન્ન કરી.

આ છ મહિના દરમિયાન પીપલાણાથી ઉગો ભગત દરરોજ ચાલતા મેઘપુર દર્શને આવતા અને શ્રીહરિ તેમને થાળની પ્રસાદી આપતા. શ્રીહરિના વરદાનથી ઉગા ભગતને અંધારાનું આવરણ ક્યારેય નડતું નહીં; ઘોર અંધારામાં સોય પડી હોય તો પણ તેઓ સ્પષ્ટ જોઈ શકતા! અને બંધ ઓરડામાંથી પણ અવરોધ વિના બહાર નીકળી શકતા એવી ઉચ્ચ સિદ્ધાવસ્થા તેઓ ધરાવતા હતા.

પ્રબોધિની એકાદશીનો ભવ્ય ઉત્સવ કરી શ્રીહરિ માણાવદર થઈને પીપલાણા નરસિંહ મહેતાને ઘેર પધાર્યા અને ભક્તોને પરમાનંદ આપ્યો.

  • શ્રી પીપલાણા મહાત્મ્યમાંથી…

Goto Naviagation👇

Hindi

मेघपुर में लाड़कीबाई की भक्ति, छह माह तक अखंड ब्राह्मण चौरासी और उगा भगत की सिद्धावस्था

श्रीहरि मेघपुर में लाड़कीबाई के घर पधारे, जिन्होंने सात प्रकार की सुखड़ी का थाल परोसा। अगले दिन प्रभु ने ब्राह्मणों की चौरासी कराने का संकल्प किया। एक सुतार भक्त ने ईंधन (लकड़ी) जुटाने का जिम्मा लिया तथा लाड़कीबाई और रुक्माईबाई ने १०,००० कोरी समर्पित कीं।

यह महाभोज लगातार छह महीने तक चला! सुतार प्रतिदिन सूखी लकड़ियाँ चीरकर लाता और ब्राह्मणों को नित्य घी के लड्‌डू परोसे जाते। अंत में संपूर्ण गाँव को धुआँधार भोजन कराकर उत्सव संपन्न हुआ।

इस दौरान पीपलाणा के उगा भगत नित्य दर्शन हेतु आते थे। प्रभु कृपा से उन्हें रात के अंधेरे का कोई आवरण नहीं रोकता था; वे घोर अंधकार में भी सुई देख लेते थे और बंद कक्ष से भी बिना बाधा निकल जाते थे। प्रबोधिनी एकादशी का उत्सव मनाकर श्रीहरि आगे पधारे।

  • श्री पीपलाणा महात्म्य से…

Goto Naviagation👇

English

Six Months of Continuous Chhorasi Feasts at Meghpur, Ladkibai’s Devotion, and Uga Bhagat’s Spiritual Vision

Arriving from Jetpur, Supreme Lord Shreeji Maharaj graced the village of Meghpur, staying at the residence of Ladkibai, who worshiped Him and offered a delicious feast of seven varieties of sukhadi.

The following morning, Shreehari announced His intention to organize a grand community feast (Chhorasi) for Brahmins. A dedicated carpenter devotee volunteered: “Maharaj! As long as You feed the Brahmins, I shall supply all the firewood!” Ladkibai and her daughter Rukmaibai joyfully surrendered their life savings of 10,000 silver koris at Shreehari’s feet. Abundant provisions of ghee, flour, rice, and spices were brought from Vanthali.

This monumental feast continued unbroken for six full months! Daily, the carpenter split dried timber from fallen mango and banyan trees, and daily Shreehari fed the Brahmins sumptuous laddus drenched in pure ghee. Finally, when the carpenter pleaded exhaustion and the Brahmins were satiated, Shreehari concluded the marathon feast with a village-wide celebratory banquet.

Throughout these six months, a realized devotee named Ugo Bhagat walked daily from Piplana to Meghpur for darshan and received sanctified meals from Maharaj. Blessed by Shreehari, physical darkness never obstructed Ugo Bhagat’s vision; he could spot a tiny needle in pitch darkness and could pass through locked doors unobstructed. Concluding with a grand Prabodhini Ekadashi festival, Shreehari traveled to Piplana to grace the home of Narsi Mehta.

— From Shree Piplana Mahatmya