સ્વામી બપોરે એક સોનીને ઘેર જમવા પધાર્યા તે સોનીએ પકવાન બનાવ્યા, ત્યારે સ્વામી કહે હવે અમથી એ નહી જમાય, દાળ રોટલા કરો તો જમી એમ કરીને દાળને રોટલો જ જમ્યા.

Audio

Swaminarayan Charitra

music-cover

Gujarati

મહારાજે રામાનંદ સ્વામીનું ભુજ માં આપેલું વચન પૂરું કર્યું 🎉

સદગુરુ રામાનંદ સ્વામી ભૂજમા હીરજી સુથાર ને ત્યા પધાર્યા હતા. સ્વામી પધાર્યા જાણી ને સુથાર ભક્તે ભાવથી પોતાના ગુરુદેવનુ વસ્ત્ર-ઘરેણા આપીને સ્વામી નુ પુજન કર્યું. સ્વામી ઘણા રાજી થયા ને બોલ્યા કે ભગત આ ઘરેણા હમણાં તમારા પટારામા સાચવી ને રાખો. તમે બહુ ભાવિક છો, જે તમારા ઘરે આવી ને તમારા પાસે સામેથી આ ઘરેણાને વસ્ત્રો માંગે એને ભગવાન જાણજો. તમને એ દર્શન દેવા અહીયા ચોક્કસ પધારશે. ત્યારે સુથાર ભગત બોલ્યા કે હે સ્વામી એ તો અમે તમારા સારુ અમારા ગુરુ જાણીને બનાવ્યા છે. જો ભગવાન અમ ઘરે આવશે તો અમે ફરીને નવા વસ્ત્ર ઘરેણા એમને ધરાવીશું. એટલે આ વસ્ત્ર ઘરેણા તમે રાખો. આમ ઘણી ઘણી વિનંતી કરી પણ સદગુરુ રામાનંદ સ્વામી માન્યા જ નહી ને બોલ્યા કે અમ સાધુને આવા કિમતી વસ્ત્ર ઘરેણા ન શોભે.

સ્વામી બપોરે એક સોનીને ઘેર જમવા પધાર્યા તે સોનીએ પકવાન બનાવ્યા, ત્યારે સ્વામી કહે હવે અમથી એ નહી જમાય, દાળ રોટલા કરો તો જમી એમ કરીને દાળને રોટલો જ જમ્યા.

જમીને સોની ભગતે પુજન કરવા સારુ એક ડાબલીમા સ્વામીને પહેરાવવા સારુ સોનાનો વેઢ ધર્યો. ત્યારે સ્વામી કહે એ ઘરેણા તમે ખુદ ભગવાન પધારે ત્યારે એમને ધરાવજો. હાલ એ લોજમા પધારી ચુકયા છે. એ પોતે તમારા ઘરે પધારશે ને અંતર્યામીપણે તમ પાહેથી માંગશે. ત્યારે તમે એમને પહારાવજો ને ભગવાન જાણીને એમનો આશરો કરજયો. તમારું કલ્યાણ થશે. અમે તો હવે લોજ જઇને જ થાળ જમીશું.

પછે સમય જતા સહજાનંદ સ્વામી કચ્છ દેશ પધાર્યા ત્યારે સામેથી એ વેઢ ને વસ્ત્ર-ઘરેણા માંગીને બેઉ ના સંકલ્પ મનોરથ પુરા કરેલા.

સમય જતા રામાનંદ સ્વામી લોજ-પીપલાણા પધાર્યા ને સર્વેશ્વર શ્રીહરિ સંપ્રદાયની ગાદી એ જેતપુરમા બેઠાને, સદગુરુ રામાનંદ સ્વામી થોડેક સમયે અક્ષરધામ સીધાવયા.

ગામ સરધાર મા સ્વામીની પેલી વર્ષી નો દિવસ આવ્યો. ત્યારે શ્રીહરિ કહે કાલે અમારા ગુરુદેવની વર્ષીનો દિવસ છે તો અમારે બૃાહ્મણો ની ચોરાશી કરવી છે. માટે સૌને ભાવથી નોતરા આપજો. જે કાય ખર્ચ થશે તે અમે કરીશુ. ત્યારે સરધાર ના રાજા બોલ્યા કે હે મહારાજ, અમે તમારા સેવક છીએ ને અમારુ જે કાય છે એ પણ તમારું જ છેને..! તે સમયે ગામમાં રહેનારા શ્યામદાસ કરીને વૈરાગી સાધુ હતા તે પણ પગે લાગીને બોલ્યા એ સહજાનંદ સ્વામી..! તમારા ગુરુ એ અમારા હોતન ગુરુ છે હો..! એમના મુખ્ય શીષ્ય એ તમારા મુકતાનંદ સ્વામીને અમે તો આપેલા છે. જે દિવસ થી એમને રામાનંદ સ્વામીએ પોતાની સાથે રાખવા નુ વચન દીધું છે ત્યારથી અમે પણ એમના શીષ્ય જ થયા છઇ. એ ન્યાયે અમે હવે તમારા પણ શીષ્ય થયા છીએ તો કાલ્ય નુ ચોરાશી નુ તમામ ખર્ચ અમે દેશુ, ને આ અમારુ મંદિર અમે મુકતાનંદ સ્વામી ને લખી દીધું છે તો હવે અમે પણ તમારા જ થયા. એમા અમારુ હવે કાય નથી.

બીજે દિવસે શ્યામદાસ વૈરાગીએ શ્રીહરિને રાજી કર્યા ને ગામોગામના બૃાહ્મણો ને જમાડી ને ચોરાશી કરીને પ્રેમે સૌને જમાડ્યા.

શ્રીહરિચરિત્રામૃતસાગર

🙏

Goto Naviagation👇


Hindi

महाराजे रामानंद स्वामीनुं भुज मां आपेलुं वचन पूरुं कर्युं 🎉

सदगुरु रामानंद स्वामी भूजमा हीरजी सुथार ने त्या पधार्या हता. स्वामी पधार्या जाणी ने सुथार भक्ते भावथी पोताना गुरुदेवनु वस्त्र-घरेणा आपीने स्वामी नु पुजन कर्युं. स्वामी घणा राजी थया ने बोल्या के भगत आ घरेणा हमणां तमारा पटारामा साचवी ने राखो. तमे बहु भाविक छो, जे तमारा घरे आवी ने तमारा पासे सामेथी आ घरेणाने वस्त्रो मांगे एने भगवान जाणजो. तमने ए दर्शन देवा अहीया चोक्कस पधारशे. त्यारे सुथार भगत बोल्या के हे स्वामी ए तो अमे तमारा सारु अमारा गुरु जाणीने बनाव्या छे. जो भगवान अम घरे आवशे तो अमे फरीने नवा वस्त्र घरेणा एमने धरावीशुं. एटले आ वस्त्र घरेणा तमे राखो. आम घणी घणी विनंती करी पण सदगुरु रामानंद स्वामी मान्या ज नही ने बोल्या के अम साधुने आवा किमती वस्त्र घरेणा न शोभे.

स्वामी बपोरे एक सोनीने घेर जमवा पधार्या ते सोनीए पकवान बनाव्या, त्यारे स्वामी कहे हवे अमथी ए नही जमाय, दाळ रोटला करो तो जमी एम करीने दाळने रोटलो ज जम्या.

जमीने सोनी भगते पुजन करवा सारु एक डाबलीमा स्वामीने पहेराववा सारु सोनानो वेढ धर्यो. त्यारे स्वामी कहे ए घरेणा तमे खुद भगवान पधारे त्यारे एमने धरावजो. हाल ए लोजमा पधारी चुकया छे. ए पोते तमारा घरे पधारशे ने अंतर्यामीपणे तम पाहेथी मांगशे. त्यारे तमे एमने पहारावजो ने भगवान जाणीने एमनो आशरो करजयो. तमारुं कल्याण थशे. अमे तो हवे लोज जइने ज थाळ जमीशुं.

पछे समय जता सहजानंद स्वामी कच्छ देश पधार्या त्यारे सामेथी ए वेढ ने वस्त्र-घरेणा मांगीने बेउ ना संकल्प मनोरथ पुरा करेला.

समय जता रामानंद स्वामी लोज-पीपलाणा पधार्या ने सर्वेश्वर श्रीहरि संप्रदायनी गादी ए जेतपुरमा बेठाने, सदगुरु रामानंद स्वामी थोडेक समये अक्षरधाम सीधावया.

गाम सरधार मा स्वामीनी पेली वर्षी नो दिवस आव्यो. त्यारे श्रीहरि कहे काले अमारा गुरुदेवनी वर्षीनो दिवस छे तो अमारे बृाह्मणो नी चोराशी करवी छे. माटे सौने भावथी नोतरा आपजो. जे काय खर्च थशे ते अमे करीशु. त्यारे सरधार ना राजा बोल्या के हे महाराज, अमे तमारा सेवक छीए ने अमारु जे काय छे ए पण तमारुं ज छेने..! ते समये गाममां रहेनारा श्यामदास करीने वैरागी साधु हता ते पण पगे लागीने बोल्या ए सहजानंद स्वामी..! तमारा गुरु ए अमारा होतन गुरु छे हो..! एमना मुख्य शीष्य ए तमारा मुकतानंद स्वामीने अमे तो आपेला छे. जे दिवस थी एमने रामानंद स्वामीए पोतानी साथे राखवा नु वचन दीधुं छे त्यारथी अमे पण एमना शीष्य ज थया छइ. ए न्याये अमे हवे तमारा पण शीष्य थया छीए तो काल्य नु चोराशी नु तमाम खर्च अमे देशु, ने आ अमारु मंदिर अमे मुकतानंद स्वामी ने लखी दीधुं छे तो हवे अमे पण तमारा ज थया. एमा अमारु हवे काय नथी.

बीजे दिवसे श्यामदास वैरागीए श्रीहरिने राजी कर्या ने गामोगामना बृाह्मणो ने जमाडी ने चोराशी करीने प्रेमे सौने जमाड्या.

श्रीहरिचरित्रामृतसागर

🙏

Goto Naviagation👇


English

mahārāje rāmānanda swāmīnun bhuj mān āpelun vachan pūrun karyun 🎉

Sadaguru rāmānanda swāmī bhūjamā hīrajī suthār ne tyā padhāryā hatā. Svāmī padhāryā jāṇī ne suthār bhakte bhāvathī potānā gurudevanu vastra-ghareṇā āpīne swāmī nu pujan karyun. Svāmī ghaṇā rājī thayā ne bolyā ke bhagat ā ghareṇā hamaṇān tamārā paṭārāmā sāchavī ne rākho. Tame bahu bhāvik chho, je tamārā ghare āvī ne tamārā pāse sāmethī ā ghareṇāne vastro mānge ene bhagavān jāṇajo. Tamane e darshan devā ahīyā chokkas padhārashe. Tyāre suthār bhagat bolyā ke he swāmī e to ame tamārā sāru amārā guru jāṇīne banāvyā chhe. Jo bhagavān am ghare āvashe to ame farīne navā vastra ghareṇā emane dharāvīshun. Eṭale ā vastra ghareṇā tame rākho. Ām ghaṇī ghaṇī vinantī karī paṇ sadaguru rāmānanda swāmī mānyā j nahī ne bolyā ke am sādhune āvā kimatī vastra ghareṇā n shobhe.

Svāmī bapore ek sonīne gher jamavā padhāryā te sonīe pakavān banāvyā, tyāre swāmī kahe have amathī e nahī jamāya, dāḷ roṭalā karo to jamī em karīne dāḷane roṭalo j jamyā.

Jamīne sonī bhagate pujan karavā sāru ek ḍābalīmā swāmīne paherāvavā sāru sonāno veḍh dharyo. Tyāre swāmī kahe e ghareṇā tame khud bhagavān padhāre tyāre emane dharāvajo. Hāl e lojamā padhārī chukayā chhe. E pote tamārā ghare padhārashe ne antaryāmīpaṇe tam pāhethī māngashe. Tyāre tame emane pahārāvajo ne bhagavān jāṇīne emano āsharo karajayo. Tamārun kalyāṇ thashe. Ame to have loj jaine j thāḷ jamīshun.

Pachhe samaya jatā sahajānanda swāmī kachchha desh padhāryā tyāre sāmethī e veḍh ne vastra-ghareṇā māngīne beu nā sankalpa manorath purā karelā.

Samaya jatā rāmānanda swāmī loja-pīpalāṇā padhāryā ne sarveshvar shrīhari sanpradāyanī gādī e jetapuramā beṭhāne, sadaguru rāmānanda swāmī thoḍek samaye akṣharadhām sīdhāvayā.

Gām saradhār mā swāmīnī pelī varṣhī no divas āvyo. Tyāre shrīhari kahe kāle amārā gurudevanī varṣhīno divas chhe to amāre bṛuāhmaṇo nī chorāshī karavī chhe. Māṭe saune bhāvathī notarā āpajo. Je kāya kharcha thashe te ame karīshu. Tyāre saradhār nā rājā bolyā ke he mahārāja, ame tamārā sevak chhīe ne amāru je kāya chhe e paṇ tamārun j chhene..! Te samaye gāmamān rahenārā shyāmadās karīne vairāgī sādhu hatā te paṇ page lāgīne bolyā e sahajānanda swāmī..! Tamārā guru e amārā hotan guru chhe ho..! Emanā mukhya shīṣhya e tamārā mukatānanda swāmīne ame to āpelā chhe. Je divas thī emane rāmānanda swāmīe potānī sāthe rākhavā nu vachan dīdhun chhe tyārathī ame paṇ emanā shīṣhya j thayā chhai. E nyāye ame have tamārā paṇ shīṣhya thayā chhīe to kālya nu chorāshī nu tamām kharcha ame deshu, ne ā amāru mandir ame mukatānanda swāmī ne lakhī dīdhun chhe to have ame paṇ tamārā j thayā. Emā amāru have kāya nathī.

Bīje divase shyāmadās vairāgīe shrīharine rājī karyā ne gāmogāmanā bṛuāhmaṇo ne jamāḍī ne chorāshī karīne preme saune jamāḍyā.

Shrīharicharitrāmṛutasāgara

🙏