Goto Naviagation👇

બોટાદ પાસેના લાઠીદડ ગામે ભક્ત સામબાઈના પિતાના કારજમાં શ્રીહરિએ સ્વયં પધારી સુખડીની પ્રસાદી આપી અને સગાં-સંબંધીઓ પર જળ છાંટી પંચવર્તમાન ધરાવી અક્ષરધામનું અદ્ભુત વરદાન આપ્યું.

બોટાદ પાસે આવેલા લાઠીદડ ગામે કણબી જ્ઞાતિમાં સામબાઈ નામે શ્રીહરિના એક અનન્ય અને પરમ નિષ્ઠાવાન સ્ત્રીભક્ત રહેતા હતા. ઉત્સવ-સમૈયામાં તેઓ નિયમિત ગઢપુર દર્શને આવતા અને લાડુબા, જીવુબા, રાજબા જેવા મુક્તોના નિકટના સંગે સત્સંગના રંગે રંગાયેલા હતા.

એક સમયે સામબાઈના પિતાનું અવસાન થતાં તેમના ભાઈએ પિતાના કારજ (પાણીઢોળ) નિમિત્તે સમસ્ત નાત-જ્ઞાતિજનોને જમણવાર માટે આમંત્રિત કર્યા. સામબાઈના મોટાભાઈ પાળિયાદના વિસામણ ભગતના અનુયાયી હોવાથી તેમણે પાણીઢોળના પ્રસંગે પોતાના ગુરુ વિસામણ ભગતને પધારવા તેડાવ્યા. આ જોઈને સામબાઈ પોતાના ભાઈ સમક્ષ બોલ્યા, “ભાઈ! બાપુજીના પાણીઢોળમાં તમે તમારા ગુરુદેવને તેડાવ્યા છે, તો મારે પણ મારા પ્રાણપ્યારા ઇષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીને બોલાવવા છે. જો આપ સહમત થાઓ તો શ્રીહરિને તેડવા માણસ મોકલું.” ભાઈએ રાજીપો દર્શાવ્યો એટલે માણસ દોડાવી શ્રીહરિને ગઢપુર પ્રાર્થના પહોંચાડી.

ભક્તવત્સલ શ્રીજીમહારાજ ગઢપુરથી સેવકની પુકાર સાંભળતાં જ લાઠીદડ પધાર્યા. શ્રીહરિના પધારવાથી સામબાઈનો પિતૃશોક પણ વિસરાઈ ગયો અને હૈયે અપરંપાર હર્ષ છવાઈ ગયો. ગામમાં આવેલા તમામ મહેમાનો અને જ્ઞાતિજનો સમક્ષ શ્રીહરિના બેસવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી. શ્રીજીમહારાજ કારજના જમણવાર સારુ તૈયાર થયેલી રસોઈ જોવા ઊભા થયા. ઓરડામાં સમસ્ત નાત સારુ સુખડી બનાવીને રાખેલી હતી; ત્યાં શ્રીહરિ પધાર્યા અને સુખડી હાથમાં લઈને થોડી આરોગી. પછી હસતાં હસતાં રમુજ કરતાં બોલ્યા, “એલાવ! તમારાં લૂગડાંય જાડાં ને ખાણાય જાડાં હો!” એમ કહી સ્નેહથી સહુને સુખડીની પ્રસાદી વહેંચી.

તે રાત્રે શ્રીહરિ લાઠીદડમાં રોકાયા અને સમસ્ત સભા સમક્ષ દિવ્ય ઉપદેશ આપતાં કહ્યું, “તમામ વ્યસનો ત્યાગીને પંચવર્તમાન દ્રઢ રાખજો; અંતકાળે જીવનું કલ્યાણ ભગવાનના ભજનથી જ થાય છે.” શ્રીહરિના મુખેથી અમૃતવાણી સાંભળી અને તેમનાં તેજોમય દર્શન થતાં જ સામબાઈના તમામ મુમુક્ષુ સગાંઓનાં હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ અને સહુએ શ્રીહરિ પાસે વર્તમાન ધારણ કરવાની ઇચ્છા પ્રગટ કરી.

બીજે દિવસે પ્રભાતે શ્રીહરિ ગાડામાં ઢાળેલા ખાટલા પર બિરાજમાન થયા. ઝાલાવાડ તરફથી આવેલા તમામ કણબી સગાંઓને વર્તમાન ધરાવવા શ્રીહરિએ પાણીનું મોટું તપેલું ભરાવીને ગાડા પાસે મંગાવ્યું. ગાડામાં બેઠા બેઠા જ શ્રીજીમહારાજે તાંસળી ભરીને સહુ ઉપર જળની અંજલિઓ ઉડાડતાં કહ્યું, “જેમના જેમના ઉપર આ પવિત્ર જળ પડ્યું તે સહુ અમારાં પંચવર્તમાન ધારણ કર્યા જાણજો અને અમારું અખંડ ભજન કરજો. તમારા અંતકાળે અમે સ્વયં વિમાન લઈને તેડવા આવીશું અને અમારા દિવ્ય અક્ષરધામમાં લઈ જઈશું!” આમ, એક ભક્તના ભાવે સમગ્ર કુટુંબ અને જ્ઞાતિજનોનું કલ્યાણ કરી શ્રીહરિએ અક્ષરધામના અધિકારી બનાવ્યા.

  • સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

Hindi

लाठीदड़ की सामबाई के पिता के कारज में श्रीहरि का आगमन और स्वजनों को अक्षरधाम का वरदान

बोटाद के समीप लाठीदड़ गाँव में पाटीदार (कणबी) समाज की सामबाई नाम की श्रीहरि की एक अनन्य एवं निष्ठावान भक्त थीं। गढपुर के उत्सवों में आकर वे लाडूबा, जीवूबा और राजबा जैसी परम एकांतिक सखियों के संग में सत्संग के दिव्य रंग में रंगी हुई थीं।

एक समय उनके पिता का देहावसान हुआ, तो उनके भाई ने पिता के कारज (श्राद्ध-प्रीतिभोज) के अवसर पर समस्त स्वजनों को आमंत्रित किया। सामबाई के बड़े भाई पालियाद के विसामण भगत के अनुयायी थे, अतः उन्होंने अपने गुरु को निमंत्रित किया। यह देखकर सामबाई ने भाई से विनम्रतापूर्वक कहा, “भाई! पिताजी के कारज में आपने अपने गुरु को बुलाया है, तो मुझे भी अपने इष्टदेव भगवान श्री सहजानंद स्वामी को आमंत्रित करना है।” भाई की सहमति मिलते ही गढपुर समाचार भेजा गया।

भक्तवत्सल श्रीहरि अपने सेवक का आर्तभाव जानकर तुरंत लाठीदड़ पधारे। प्रभु के दर्शन मात्र से सामबाई का संपूर्ण शोक विलीन हो गया। गाँव में पधारे समस्त अतिथियों के मध्य श्रीहरि का यथायोग्य सत्कार किया गया। श्रीजी महाराज ने रसोई का निरीक्षण किया, जहाँ भोजन के लिए गुड़-घी की सुखड़ी रखी हुई थी। प्रभु ने स्वयं अपने करकमलों में सुखड़ी लेकर आरोगी और हास्य-विनोद करते हुए बोले, “अरे भाई! तुम्हारे वस्त्र भी मोटे और भोजन भी भारी!” यह कहकर प्रभु ने अपने हाथों से सबको सुखड़ी की प्रसादी वितरित की।

उस रात्रि श्रीहरि लाठीदड़ में ही ठहरे और सब को व्यसनमुक्ति तथा पंचवर्तमान पालन का दिव्य उपदेश दिया। प्रभु की अलौकिक वाणी और तेजपुंज स्वरूप के दर्शन कर सामबाई के सभी रिश्तेदारों का हृदय पिघल गया और वे सभी सत्संगी बनने को लालायित हो उठे।

अगले दिन प्रातःकाल श्रीहरि एक बैलगाड़ी पर बिछाई गई खाट पर विराजमान हुए। झालावाड़ से आए समस्त पाटीदार स्वजनों को वर्तमान ग्रहण कराने हेतु प्रभु ने जल का एक पात्र मँगवाया। गाड़ी में बैठे-बैठे ही श्रीजी महाराज ने कटोरी में जल भरकर सब पर छिड़कते हुए अभयदान दिया, “जिन-जिन पर यह जल पड़ा है, वे सब हमारे पंचवर्तमान के धारक बन गए हैं। अब हमारा नित्य भजन करना; तुम्हारे अंतकाल में हम स्वयं तुम्हें लेने आएँगे और अपने दिव्य अक्षरधाम में ले जाएँगे!” इस प्रकार एक निष्ठावान भक्त सामबाई के कारण प्रभु ने समूचे परिवार और समाज का आत्यंतिक कल्याण कर दिया।

  • सद्गुरु श्री अक्षरानंद स्वामी की बातों से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

English

Shrihari’s Divine Visit to Lathidad for Devotee Sambai’s Father’s Memorial and the Promise of Akshardham

In the village of Lathidad near Botad, there lived a devoted female follower named Sambai belonging to the Patidar (Kanbi) community. She regularly attended festive assemblies in Gadhpur and had imbibed pure devotion in the association of spiritually elevated female devotees like Laduba, Jivuba, and Rajba.

When her father passed away, her elder brother organized the traditional post-funeral feast and memorial (Karaj) for their extended community. Since her brother followed Saint Visaman Bhagat of Paliyada, he invited his spiritual teacher. Seeing this, Sambai affectionately requested her brother, “Brother, you have invited your guru for father’s memorial; allow me to invite my beloved Ishtadeva, Lord Shree Sahajanand Swami as well.” With his consent, a messenger was dispatched to Gadhpur.

Knowing the pure devotion of His devotee, Bhaktavatsala Shrihari immediately arrived at Lathidad. Upon the Lord’s arrival, Sambai’s grief transformed into unbounded spiritual joy. An honorable seat was arranged for Maharaj amidst the gathering. Shrihari toured the kitchen where Sukhdi (a traditional sweet made of wheat flour, ghee, and jaggery) was prepared in large quantities. The Lord tasted some with relish and playfully remarked to the assembly, “Lo, your garments are sturdy, and your food is equally hearty!” Shrihari then lovingly distributed the blessed sweet to everyone present.

Maharaj stayed the night in Lathidad, delivering a profound spiritual discourse on renouncing addictions, upholding moral precepts (Panch Vartman), and leading a virtuous life. Captivated by Shrihari’s divine persona and sweet teachings, Sambai’s relatives from the Jhalawad region felt deep faith and prayed to be initiated into Satsang.

The following morning, Shrihari sat upon a cot placed inside a bullock cart. To bestow vows upon the assembly, He had a large vessel of sanctified water brought. Sitting in the cart, Shrihari sprinkled consecrated water over all the assembled relatives with a brass vessel and blessed them, “Consider everyone upon whom these sacred droplets have fallen as initiated into our fold. Meditate upon God with unbroken faith. At the end of your earthly lives, I personally shall come to receive you and lead you to the divine Akshardham!” Thus, pleased by Sambai’s unshakable devotion, Shrihari redeemed an entire clan.

  • From the divine talks of Sadguru Shree Aksharanand Swami… 🙇🏻‍♂️🙏