Goto Naviagation👇

કારિયાણીમાં અમદાવાદ મંદિર નિર્માણની પ્રેરણા આપનાર વચનસિદ્ધ સંત આનંદાનંદ બ્રહ્મચારીએ ગઢપુર ગોપીનાથજી મહારાજની આજીવન સેવા કરી અનેક ભક્તોનાં કષ્ટો નિવારી અક્ષરધામ પ્રાપ્ત કર્યું.

એક વખત શ્રીજીમહારાજ કારિયાણી ગામમાં બિરાજમાન હતા. તે સમયે મોટા સદગુરુ આનંદાનંદ બ્રહ્મચારીએ આવીને શ્રીહરિને કરબદ્ધ પ્રાર્થના કરી, “હે મહારાજ! અમદાવાદમાં મંદિર બનાવવા સારુ બ્રિટિશ સરકાર તરફથી યોગ્ય જમીન મળે તેવી કૃપા કરો!” શ્રીહરિએ તેમની પ્રાર્થના સ્વીકારી અમદાવાદમાં સર્વપ્રથમ શિખરબદ્ધ મંદિર નિર્માણનો માર્ગ પ્રશસ્ત કર્યો.

આનંદાનંદ બ્રહ્મચારીએ જૂનાગઢમાં શ્રી રાધારમણદેવની બાર વર્ષ સુધી અનન્ય ભાવે સેવાપૂજા કરી દેવોનો તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પૂર્ણ રાજીપો પ્રાપ્ત કર્યો હતો. આ અખંડ સેવાથી તેમને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. એક વખત ગઢપુરમાં બ્રહ્મચારીજીને આંખોમાં અસહ્ય પીડા ઉપડી. ભક્તવત્સલ શ્રીહરિએ લીંબુનો રસ અને વડાગરું મીઠું મંગાવી પોતાના પાવન હસ્તે તેમની આંખોમાં આંજ્યું; તે દિવસ પછી જીવનભર તેમને ક્યારેય આંખોનો કોઈ રોગ થયો નહીં.

શ્રીહરિની સેવા અને અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્યના પ્રતાપે આનંદાનંદ બ્રહ્મચારી પૂર્ણ વચનસિદ્ધ સંત હતા. ભાવનગરના છગનભાઈ ગાડી જોડી મૂકવા આવ્યા ત્યારે બ્રહ્મચારીજીએ રાજી થઈ તેમનાં વચને તેમનું દારિદ્ર્ય નાબૂદ કરી દીધું. લાઠીદડમાં અમરશી પટેલની વાડીએ સુકાઈ ગયેલો કૂવો જોઈ તેમણે કહ્યું, “ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજને થાળ ધરાવજે, જળ આવશે!” તેમના આશીર્વાદથી કૂવામાં પુષ્કળ મીઠું પાણી આવ્યું.

ઝમરાળાના બ્રાહ્મણ જેશંકર ગઢપુર દર્શને આવ્યા ત્યારે આંખોના અંધાપાને કારણે ઓસરીના થાંભલા સાથે અથડાયા. બ્રહ્મચારીજીએ પૂછતાં જેશંકરે આંખોની દ્રષ્ટિ જતી રહ્યાની વ્યથા જણાવી. બ્રહ્મચારીજીએ આશીર્વાદ આપતાં કહ્યું, “નિયમિત ગોપીનાથજી મહારાજના દર્શન કરજે; જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અંધાપો નહીં આવે!” અને જેશંકર વિપ્ર આજીવન સારી રીતે જોઈ શકતા રહ્યા. ગામ ઉમરાળાના હીરાશેઠની વિધવા પુત્રી રળિયાતબેનને આશીર્વાદ આપતાં તેમણે વિદ્વાન થવાનું વરદાન આપ્યું; નિરક્ષર હોવા છતાં રળિયાતબેન ઉદ્ધવગીતા પર પ્રકાંડ પંડિતની જેમ કથા કરતા થયાં.

ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજની આજીવન સેવા કરતાં કરતાં સંવત ૧૯૩૭ના કારતક વદ બીજના પાવન દિને, શણગાર આરતીનાં દર્શન કરી સર્વે સંતોને ‘જય શ્રી સ્વામિનારાયણ’ કહી આનંદાનંદ બ્રહ્મચારી શ્રીહરિ સાથે અક્ષરધામ સિધાવ્યા.

  • બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

Hindi

कारियाणी में आनंदानंद ब्रह्मचारी की अहमदाबाद मंदिर भूमि प्रार्थना और गढपुर में गोपीनाथजी महाराज की अखंड सेवा

एक बार श्रीजी महाराज कारियाणी में विराजमान थे। उस समय सद्गुरु आनंदानंद ब्रह्मचारी ने आकर करबद्ध प्रार्थना की, “हे महाराज! अहमदाबाद में मंदिर निर्माण हेतु सरकार से भूमि प्राप्त हो, ऐसी कृपा कीजिए!” प्रभु ने उनकी प्रार्थना स्वीकार कर अहमदाबाद मंदिर निर्माण का मार्ग प्रशस्त किया।

आनंदानंद ब्रह्मचारी ने जूनागढ़ में श्री राधारमणदेव की बारह वर्षों तक निष्काम सेवा कर सद्गुरु गुणातीतानंद स्वामी का असीम आशीर्वाद प्राप्त किया, जिससे उन्हें निरावरण दृष्टि सिद्ध हुई। एक बार गढपुर में जब उनकी आँखें अत्यंत दुखने लगीं, तो श्रीहरि ने स्वयं नींबू का रस और सेंधा नमक मँगाकर उनकी आँखों में आँज दिया; इसके बाद जीवन भर उन्हें कभी नेत्र-कष्ट नहीं हुआ।

अपने नैष्ठिक ब्रह्मचर्य एवं सेवा के बल पर वे वचनसिद्ध संत थे। लाठीदड़ में अमरशी पटेल के सूखे कुएँ में गोपीनाथजी का थाल करने की आज्ञा देकर उन्होंने अथाह जल प्रकट करवा दिया। झमराला के ब्राह्मण जयशंकर का अंधापन दूर किया तथा उमराला की निरक्षर रलियातबेन को उद्धवगीता की प्रकांड वक्ता बना दिया।

गढपुर में श्री गोपीनाथजी महाराज की अनन्य सेवा करते हुए संवत् १९३७ के कार्तिक कृष्ण द्वितीया को शृंगार आरती के दर्शनोपरांत ‘जय श्री स्वामिनारायण’ कहकर वे प्रभु के संग अक्षरधाम सिधार गए।

  • ब्रह्म के उपासक ब्रह्मचारियों से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

English

Anandanand Brahmachari’s Supplication for Ahmedabad Mandir Land in Kariyani and His Miraculous Lifetime Seva in Gadhpur

Once, while Shreeji Maharaj was residing in Kariyani, Sadguru Anandanand Brahmachari approached Him with folded hands: “O Maharaj! Please shower Your grace so that suitable land may be procured from the British authorities to construct a magnificent temple in Ahmedabad!” Shrihari granted his pious wish, paving the way for the very first pinnacled temple of the Sampradaya.

Anandanand Brahmachari served Shree Radharaman Dev in Junagadh for twelve uninterrupted years, earning the unbounded affection of Sadguru Gunatitanand Swami and attaining miraculous divine vision (niravaran drashti). Once in Gadhpur, when Anandanand Brahmachari suffered from severe eye pain, Shrihari personally prepared a remedy of lemon juice and rock salt and applied it to his eyes; from that day onward, he never experienced eye affliction again.

Endowed with spiritual power through absolute celibacy and devotional service, his words were unfailingly prophetic. When Amarshi Patel of Lathidad lamented over a dry well, the Brahmachari instructed him to offer a food offering to Gopinathji Maharaj in Gadhpur, whereupon the well overflowed with sweet water. He restored the lost vision of the blind Brahmin Jaishankar of Zamarala and blessed Raliyatben, an uneducated widow of Umrala, so that she expounded the Uddhava Gita with the eloquence of a master scholar.

After dedicating his entire life to the service of Shree Gopinathji Maharaj in Gadhpur, on the second day of the dark half of Kartik in Samvat 1937, after beholding the Shringar Aarti, Anandanand Brahmachari uttered ‘Jai Swaminarayan’ to the assembly and entered the eternal abode of Akshardham.

  • From the sacred chronicles of Brahma-Upasak Brahmacharis… 🙇🏻‍♂️🙏