Goto Naviagation👇

જૂનાગઢમાં નાગર ભક્ત બાઉબાના ત્રિવિધ મનોરથ જાણી અંતર્યામી શ્રીહરિ અણબોલાવ્યા જમવા પધાર્યા, નવી ત્રાંબાકૂંડીમાં સ્નાન કરી નવું પીળું પિતાંબર પહેરી થાળ જમી તેમના સમગ્ર કુટુંબને અક્ષરધામના અધિકારી બનાવ્યા.

મુકતરાજ જીણાભાઈના આગ્રહથી ભગવાન શ્રીહરિ અવારનવાર સંતો-હરિભક્તો સાથે જૂનાગઢ પધારતા. એ સત્સંગ યોગે જૂનાગઢમાં પાંચુબા, બાઉબા વગેરે અનેક નાગર સ્ત્રીભક્તો એકાંતિક સ્થિતિને પામ્યાં હતાં. તેઓએ જ્ઞાતિજનો અને કુટુંબના ભારે વિરોધ વચ્ચે પણ શ્રી સહજાનંદ સ્વામીને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણી પંચવર્તમાન દ્રઢ રાખ્યા હતા.

એક વખત શ્રીજીમહારાજ જૂનાગઢ પધાર્યા હતા. તે સમયે નાગર જ્ઞાતિનાં બાઉબા હજુ પાકાં સત્સંગી થયાં ન હતાં, પરંતુ શ્રીહરિનાં અગણિત ઐશ્વર્ય, સામર્થ્ય અને પરચાઓની ચર્ચા સાંભળીને તેમના મનમાં દ્રઢ સંકલ્પ થયો: “જો સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન હોય, તો મારા મનની ગુપ્ત ઇચ્છા જાણીને, કોઈ પણ પ્રકારના આમંત્રણ કે નોતરા વિના, મારે ઘેર થાળ જમવા પધારે; મારે ઘેર આવીને નવી ત્રાંબાકૂંડી માંગીને તેમાં ગરમ પાણીએ સ્નાન કરે; અને નવું પીળું રેશમી પિતાંબર માંગીને તે પહેરીને જ થાળ જમવા બેસે… તો જ હું તેમને સાચા ભગવાન માનું!”

જે દિવસે બાઉબાએ થાળ બનાવવાનો આ સંકલ્પ કર્યો, તે દિવસે અંતર્યામી શ્રીહરિએ સવારે જ મુળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી દીધી, “બ્રહ્મચારીજી! આજે ઉતારે થાળ બનાવશો નહીં!” બ્રહ્મચારીજીએ કહ્યું, “ભલે મહારાજ! આપ જ્યારે કહેશો ત્યારે જ રસોઈ કરીશું.” બીજી બાજુ બાઉબાએ સવારે વહેલાં ઊઠી સ્વાદિષ્ટ થાળ તૈયાર કર્યો. બપોર સુધી તેઓ પતિ અંબાશંકરભાઈ સાથે ઓસરીએ બેસી વિચારતાં હતાં કે જો પ્રભુ આજે વણબોલાવ્યા આવે તો જ તેમની ભગવત્તા સાચી!

બપોરે સભા વિસર્જન થતાં જીણાભાઈએ પૂછ્યું, “મહારાજ! આજે આપે બ્રહ્મચારીજીને થાળ બનાવવાની ના કેમ પાડી? કોઈ હરિભક્તનું આમંત્રણ તો આવ્યું નથી!” શ્રીહરિએ મંદ મંદ હસીને ધીરા સાદે કહ્યું, “આજે તો બાઉબાએ અમારા માટે અતિ સ્નેહથી રસોઈ બનાવી છે, એટલે અમારે એમના ઘેર જમવા જવાનું છે!” એમ કહી મુળજી બ્રહ્મચારી અને પાર્ષદ ભગૂજીને સાથે લઈ શ્રીહરિ અંબાશંકરભાઈના ઘેર પહોંચ્યા અને ખડકી ખખડાવી સાદ કર્યો, “બાઉબા! ખડકી ખોલો, અમે આજે તમારે ઘેર જમવા આવ્યા છીએ!” બાઉબાએ દોડીને ખડકી ખોલી અહોભાવથી પ્રભુને આવકાર્યા.

શ્રીહરિ ઓસરીએ પધાર્યા ત્યારે બાઉબાએ કહ્યું, “મહારાજ! ગરમ જળ તૈયાર છે, સ્નાન કરી લો!” એમ કહી પોતાના સંકલ્પની કસોટી કરવા જાણીજોઈને જૂની ત્રાંબાકૂંડીમાં પાણી રેડવા લાગ્યાં. ઘટઘટના જાણહાર શ્રીહરિએ તરત કહ્યું, “અમે તો તમારા સંકલ્પ પ્રમાણે નવી ત્રાંબાકૂંડીમાં જ સ્નાન કરીશું, માટે એ લાવો!” આ સાંભળતાં જ બાઉબા હરખઘેલાં થઈ ગયાં અને નવી ત્રાંબાકૂંડી લાવી પ્રભુને સ્નાન કરાવ્યું. સ્નાન પછી પ્રભુએ નવું પિતાંબર માંગ્યું. બાઉબાએ પૂજન કરી સ્વાદિષ્ટ થાળ પીરસ્યો. મુળજી બ્રહ્મચારીએ વીંઝણો ઢોળ્યો અને શ્રીહરિ પ્રેમવશ થઈ ખૂબ જમ્યા.

ભોજન પછી બાઉબાએ દંડવત કરી પ્રાર્થના કરી, “મહારાજ! આપે મારો સંકલ્પ સિદ્ધ કરી મને કૃતાર્થ કરી!” શ્રીહરિએ કહ્યું, “પ્રેમી ભક્તોના સંકલ્પ પૂરા કરવા એ જ અમારા અવતાર ધરવાનું પ્રયોજન છે! માગો, આજે જે માગશો તે આપીશું!” બાઉબાએ બે હાથ જોડી કહ્યું, “પ્રભુ! આપના સ્વરૂપની સાચી ઓળખાણ થઈ એ જ મારું પરમ ભાગ્ય છે; મારા ચારેય પુત્રો રૂપશંકર, શિવશંકર, જટાશંકર અને માધવરાયનું તથા સ્વર્ગે ગયેલા બે પુત્રોનું કલ્યાણ કરજો! આ લોકનો બીજો કોઈ પદાર્થ મારે જોઈતો નથી.” શ્રીહરિએ તથાસ્તુ કહી સમગ્ર પરિવારને અક્ષરધામના અધિકારી બનાવ્યા.

  • શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

Hindi

जूनागढ़ में बाऊबा का संकल्प: बिना बुलाए पधारे श्रीहरि का नई ताम्रकुंडी में स्नान और पीतांबर धारण

मुक्तराज जीणाभाई के आग्रह से भगवान श्रीहरि संतों सहित जूनागढ़ पधारते थे। वहाँ पाँचूबा, बाऊबा आदि अनेक नागर महिला भक्तों ने कठिन सामाजिक विरोध के मध्य भी श्रीहरि में अनन्य निष्ठा रखी थी।

एक बार नागर ज्ञाति की बाऊबा ने मन में तीन गुप्त संकल्प किए: “यदि स्वामिनारायण साक्षात् परमात्मा हैं, तो बिना किसी निमंत्रण के वे मेरे घर भोजन पधारें; घर आकर नई तांबे की कुंडी (ताम्रकुंडी) माँगकर उसमें स्नान करें; और नया पीला पीतांबर पहनकर ही थाल आरोगें… तभी मैं उन्हें सत्य मानूँगी!”

अंतर्यामी श्रीजी महाराज ने सुबह ही मूलजी ब्रह्मचारी को आश्रम में रसोई बनाने से मना कर दिया। दोपहर में सभा समाप्ति पर जीणाभाई से कहा, “आज बाऊबा ने प्रेम से रसोई बनाई है, हमें उनके घर भोजन करना है!” प्रभु मूलजी ब्रह्मचारी और भगूजी को लेकर पहुँचे और द्वार खटखटाया, “बाऊबा! द्वार खोलिए, हम आपके घर भोजन करने आए हैं!” बाऊबा दौड़कर आईं और प्रभु का स्वागत किया।

जब बाऊबा ने परीक्षा लेने हेतु पुरानी ताम्रकुंडी में पानी भरना चाहा, तो श्रीहरि ने तुरंत कहा, “हम तो आपके संकल्प के अनुसार नई ताम्रकुंडी में ही स्नान करेंगे, वही लाइए!” प्रभु की सर्वज्ञता देखकर बाऊबा मुग्ध हो गईं। उन्होंने नई कुंडी में स्नान कराकर नया पीतांबर पहनाया और प्रेमपूर्वक थाल परोसा।

तृप्त होकर भोजन करने के पश्चात जब प्रभु ने वरदान माँगने को कहा, तो बाऊबा ने करबद्ध प्रार्थना की, “महाराज! मुझे संसार की कोई वस्तु नहीं चाहिए; केवल मेरे चारों जीवित पुत्रों (रूपशंकर, शिवशंकर, जटाशंकर, माधवराय) और दिवंगत दो पुत्रों का आत्यंतिक मोक्ष कर दीजिए!” प्रभु ने प्रसन्न होकर समस्त कुल का उद्धार किया।

  • श्री सहजानंद स्वामी चरित्र से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

English

Bauba’s Devout Resolution in Junagadh: Shrihari’s Uninvited Arrival, Bath in a New Copper Tub, and Sacred Pitambar

At the affectionate behest of Muktaraj Jinabhai, Bhagwan Shree Swaminarayan frequently graced Junagadh with His divine entourage. Among the local devotees, several noble ladies of the Nagar Brahmin community, such as Panchuba and Bauba, had attained spiritually elevated states despite fierce opposition from orthodox kinfolk.

Once, while Shrihari was in Junagadh, Bauba—who had not yet fully recognized His supreme divinity—privately formed three specific mental tests in her heart: ‘If Swaminarayan is truly the Supreme Lord Almighty, He must discern my silent wish and arrive at my doorstep uninvited for lunch; upon entering, He must decline any old vessel and ask to bathe in a brand new copper tub; and He must demand to wear a newly woven yellow silk pitambar before sitting down to dine… Only then shall I embrace His divinity!’

Perceiving her inner thoughts, the omniscient Shrihari instructed Mulji Brahmachari early that morning, “Brahmachariji! Do not prepare any meal at our lodgings today!” At noon, after concluding the spiritual assembly, Shrihari informed Jinabhai, “Today, Bauba has cooked a loving feast for Us; We must dine at her home!” Accompanied by Mulji Brahmachari and personal attendant Bhaguji, Shrihari walked to her residence and knocked on the door: “Bauba! Open the door, We have come to dine at your home today!” Bauba rushed to open the doors in awe.

When Bauba deliberately brought an old copper tub to test Him further, Shrihari immediately intervened: “We shall bathe only in the brand new copper tub according to your secret resolution; bring that forth!” Astonished to her core by His omniscience, Bauba fetched the new tub and poured warm water for His bath. Shrihari then asked for the new yellow pitambar and donned it before sitting on the wooden seat. Mulji Brahmachari fanned the Lord while Bauba served the royal meal with boundless love, and Shrihari ate to His heart’s content.

After washing His hands, Shrihari graciously offered, “Bauba, We are immensely pleased with your pure love; ask for whatever boon you desire today!” Folding her hands with moist eyes, Bauba prayed, “O Lord! To recognize Your divine reality is my greatest fortune. I desire no worldly wealth; please grant eternal liberation in Akshardham to my four living sons—Rupshankar, Shivshankar, Jatashankar, and Madhavray—as well as my two departed sons!” Smiling benignly, Shrihari blessed her whole lineage with eternal salvation.

  • From the scripture Shree Sahajanand Swami Charitra… 🙇🏻‍♂️🙏