મહારાજ મને તો કોઈ ધામની ઈચ્છા નથી, મને તો મૂળજી બ્રહ્મચારી ને રતનજી - મિયાજી, ભગુજી જેવી નિરંતર તમારા ચરણની સેવા આપો.

Audio

Swaminarayan Charitra

music-cover

Gujarati

જીણાભાઇ નો દેહત્યાગ અને સમજણ નો પ્રસંગ 🎉

જૂનાગઢ જીણાભાઈ માંદા થયા તે શ્રીહરિને કાગળ લખ્યો, હે પૃભુ દર્શન દેવા આવજો. શ્રીહરિ બન્ને આચાર્યો, દાદાખાચર, સોમલાખાચર, સુરાખાચર વિગેરે સાથે જૂનાગઢ ગયા. મેડી પર ઝીણાભાઈનો ખાટલો હતો. મહારાજ પહોંચતા ઝીણાભાઈનાં માં તો હરખઘેલા થઇ ગયાને બોલ્યા કે “હે મહારાજ, હે દિનદયાળ તમે પધાર્યા ત્યારે મારો ઝીણો હવે સાજા થઈ જશે.”

શ્રીહરિ કહે બાં અમે એને નખમાંય રોગ નહિ રહેવા દઈએ.શ્રીહરિએ જીણાભાઈ પાસે ખબર અંતર પુછયા ને વાતો કરી કહ્યું કે

“દરબાર તમે વર માંગો. ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ જયાં રહેવું હોય ત્યાં તમને મૂકું ને તમે સ્વઇચ્છાએ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરો એવું ઐશ્વર્ય ને અધિકાર આપું.”

ત્યારે સ્થિતપ્રજ્ઞ એવા મુકતરાજ ઝીણાભાઈ બોલયા કે

“હે મહારાજ મને તો કોઈ ધામની ઈચ્છા નથી, મને તો મૂળજી બ્રહ્મચારી ને રતનજી - મિયાજી, ભગુજી જેવી નિરંતર તમારા ચરણની સેવા આપો. આ મારી મેડી ને દરબાર છે ત્યાં સુંદર રુડું મંદિર કરો એટલે અમારા ફળીયા મા કાયમ તમારા સંતો નિવાસ કરીને રેય ને દેવના દર્શન કરવા લાખો મુમુક્ષુ પધારે.”

શ્રીહરિ એ રાજી થઇને વર આપ્યો, ને પછી પોતાની મુર્તી નો મહિમા કહ્યો. પોતાની મૂર્તિમા જોડી દેહ ત્યાગ કરાવ્યો ને પોતાના અક્ષરધામના અધિકારી કર્યા. શ્રીહરિએ પોતે પોતાના ખંભે કાંધ આપીને પોતાના ભક્ત ની નનામી ઉપાડી ને અંતિમસંસ્કાર કરયા.

બીજે દા'ડે ત્યાંથી ગઢડે પધાર્યા. એ સાંભળીને સર્વે સંત-હરિજન મહારાજ સન્મુખ સામૈયે આવ્યા. મહારાજ દાદા ખાચરના દરબારમાં ગાદી-તકિયા સહિત ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ને જે રીતે ઝીણેભાઈએ દેહ મેલ્યો તે વાર્તા સવેને કહી. તે સમે દેવરામભાઈએ ઊઠીને શ્રીહરિને પગે લાગીને કહ્યું કે “હે મહારાજ…! મારે ને ઝીણાભાઇને એકબીજાને એમ કોલ છે જે, જો પ્રથમ તમે દેહત્યાગ કરો તો મને તેડવા આવજો, ને જો હું પ્રથમ દેહત્યાગ કરું તો હું તમને તેડવા આવું. તે આજ અરધી રાત્રીએ હું દેહ ત્યાગ કરીશ. ને ઝીણોભાઈ મને તેડવા આવશે.” ત્યારે શ્રીજીમહારાજ એમ બોલ્યા કે..,બહુ સારું, તમે ભગવાનના મોટાભકત સાથે જીવ બાંધ્યો છે, એ…., આજ તો ઘડિયાળી માંડજો'. ” એમ કહીને નારાયણજીભાઇને આજ્ઞા કરી જે, “તું આજે દેવરામભગત પાહે રહે.” ને બે પાળાને આજ્ઞા કરી જે, “તમે બે જણા પણ દેવરામભગત પાસે રહેજો.” એમ કહીને મહારાજ પોતાના ઉતારે અક્ષરઓરડી એ પધાર્યાં. પછી કલાકે કલાકે બે પાળાને દેવરામભાઈ પાસે ખબર કાઢવાને મોકલે. પછી દશ વાગે દેવરામભાઈને મહારાજનાં અલૌકિક દર્શન થયાં. તે ભેળે ઝીણાભાઈનાં પણ દર્શન થયાં. પછી તે દેવરામભાઈ મહારાજની અતિ સ્તુતિ કરીને એમ બોલ્યા કે હે મહારાજ, હે અખિલ વિશ્વાધાર..! હે પતિત પાવન, હે અધમ ઓધારણ..! હે કર્મફળપૃદાતા..! તમે આવા મોટા છો ! તે હું આવો તમારો અલૌકિક મહિમા જાણતો નો'તો. મને તો ઝીણાભાઇ એ તમારો મહીમાં કહ્યો છે. “ આમ મહિમા ભરી પૃાર્થના કહીને અર્ધી રાત્રીએ દેહ ત્યાગ કરીને ઝીણાભાઇ ભેળા અક્ષરધામમાં ગયા. એવી રીતે ઝીણાભાઈ અને દેવરામના ધામમાં જવાના કોલને શ્રીહરિએ સત્ય કર્યા.

સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામી ની વાતો.. 🙏

Goto Naviagation👇


Hindi

जीनाभाई नो देहत्याग अने समझन नो प्रसंग🎉

जूनागढ जीणाभाई मांदा थया ते श्रीहरिने कागळ लख्यो, हे पृभु दर्शन देवा आवजो. श्रीहरि बन्ने आचार्यो, दादाखाचर, सोमलाखाचर, सुराखाचर विगेरे साथे जूनागढ गया. मेडी पर झीणाभाईनो खाटलो हतो. महाराज पहोंचता झीणाभाईनां मां तो हरखघेला थइ गयाने बोल्या के “हे महाराज, हे दिनदयाळ तमे पधार्या त्यारे मारो झीणो हवे साजा थई जशे.”

श्रीहरि कहे बां अमे एने नखमांय रोग नहि रहेवा दईए.श्रीहरिए जीणाभाई पासे खबर अंतर पुछया ने वातो करी कह्युं के

“दरबार तमे वर मांगो. गोलोक, वैकुंठ, अक्षरधाम जयां रहेवुं होय त्यां तमने मूकुं ने तमे स्वइच्छाए अनेक ब्रह्मांडनी उत्पत्ति, स्थिति, प्रलय करो एवुं ऐश्वर्य ने अधिकार आपुं.”

त्यारे स्थितप्रज्ञ एवा मुकतराज झीणाभाई बोलया के

“हे महाराज मने तो कोई धामनी ईच्छा नथी, मने तो मूळजी ब्रह्मचारी ने रतनजी - मियाजी, भगुजी जेवी निरंतर तमारा चरणनी सेवा आपो. आ मारी मेडी ने दरबार छे त्यां सुंदर रुडुं मंदिर करो एटले अमारा फळीया मा कायम तमारा संतो निवास करीने रेय ने देवना दर्शन करवा लाखो मुमुक्षु पधारे.”

श्रीहरि ए राजी थइने वर आप्यो, ने पछी पोतानी मुर्ती नो महिमा कह्यो. पोतानी मूर्तिमा जोडी देह त्याग कराव्यो ने पोताना अक्षरधामना अधिकारी कर्या. श्रीहरिए पोते पोताना खंभे कांध आपीने पोताना भक्त नी ननामी उपाडी ने अंतिमसंस्कार करया.

बीजे दा'डे त्यांथी गढडे पधार्या. ए सांभळीने सर्वे संत-हरिजन महाराज सन्मुख सामैये आव्या. महाराज दादा खाचरना दरबारमां गादी-तकिया सहित ढोलिया उपर बिराजमान थया. ने जे रीते झीणेभाईए देह मेल्यो ते वार्ता सवेने कही. ते समे देवरामभाईए ऊठीने श्रीहरिने पगे लागीने कह्युं के “हे महाराज…! मारे ने झीणाभाइने एकबीजाने एम कोल छे जे, जो प्रथम तमे देहत्याग करो तो मने तेडवा आवजो, ने जो हुं प्रथम देहत्याग करुं तो हुं तमने तेडवा आवुं. ते आज अरधी रात्रीए हुं देह त्याग करीश. ने झीणोभाई मने तेडवा आवशे.” त्यारे श्रीजीमहाराज एम बोल्या के..,बहु सारुं, तमे भगवानना मोटाभकत साथे जीव बांध्यो छे, ए…., आज तो घडियाळी मांडजो'. ” एम कहीने नारायणजीभाइने आज्ञा करी जे, “तुं आजे देवरामभगत पाहे रहे.” ने बे पाळाने आज्ञा करी जे, “तमे बे जणा पण देवरामभगत पासे रहेजो.” एम कहीने महाराज पोताना उतारे अक्षरओरडी ए पधार्यां. पछी कलाके कलाके बे पाळाने देवरामभाई पासे खबर काढवाने मोकले. पछी दश वागे देवरामभाईने महाराजनां अलौकिक दर्शन थयां. ते भेळे झीणाभाईनां पण दर्शन थयां. पछी ते देवरामभाई महाराजनी अति स्तुति करीने एम बोल्या के हे महाराज, हे अखिल विश्वाधार..! हे पतित पावन, हे अधम ओधारण..! हे कर्मफळपृदाता..! तमे आवा मोटा छो ! ते हुं आवो तमारो अलौकिक महिमा जाणतो नो'तो. मने तो झीणाभाइ ए तमारो महीमां कह्यो छे. “ आम महिमा भरी पृार्थना कहीने अर्धी रात्रीए देह त्याग करीने झीणाभाइ भेळा अक्षरधाममां गया. एवी रीते झीणाभाई अने देवरामना धाममां जवाना कोलने श्रीहरिए सत्य कर्या.

सदगुरु श्री निर्गुणदास स्वामी नी वातो.. 🙏

Goto Naviagation👇


English

Jinabhai Na Deh Tyag No Divya Prasang ane Samjan 🎉

Jūnāgaḍh jīṇābhāī māndā thayā te shrīharine kāgaḷ lakhyo, he pṛubhu darshan devā āvajo. Shrīhari banne āchāryo, dādākhāchara, somalākhāchara, surākhāchar vigere sāthe jūnāgaḍh gayā. Meḍī par zīṇābhāīno khāṭalo hato. Mahārāj pahonchatā zīṇābhāīnān mān to harakhaghelā thai gayāne bolyā ke “he mahārāja, he dinadayāḷ tame padhāryā tyāre māro zīṇo have sājā thaī jashe.”

Shrīhari kahe bān ame ene nakhamānya rog nahi rahevā daīe.shrīharie jīṇābhāī pāse khabar antar puchhayā ne vāto karī kahyun ke

“darabār tame var māngo. Goloka, vaikunṭha, akṣharadhām jayān rahevun hoya tyān tamane mūkun ne tame svaichchhāe anek brahmānḍanī utpatti, sthiti, pralaya karo evun aishvarya ne adhikār āpun.”

Tyāre sthitapragna evā mukatarāj zīṇābhāī bolayā ke

“he mahārāj mane to koī dhāmanī īchchhā nathī, mane to mūḷajī brahmachārī ne ratanajī - miyājī, bhagujī jevī nirantar tamārā charaṇanī sevā āpo. Ā mārī meḍī ne darabār chhe tyān sundar ruḍun mandir karo eṭale amārā faḷīyā mā kāyam tamārā santo nivās karīne reya ne devanā darshan karavā lākho mumukṣhu padhāre.”

Shrīhari e rājī thaine var āpyo, ne pachhī potānī murtī no mahimā kahyo. Potānī mūrtimā joḍī deh tyāg karāvyo ne potānā akṣharadhāmanā adhikārī karyā. Shrīharie pote potānā khanbhe kāndha āpīne potānā bhakta nī nanāmī upāḍī ne antimasanskār karayā.

Bīje dā’ḍe tyānthī gaḍhaḍe padhāryā. E sānbhaḷīne sarve santa-harijan mahārāj sanmukh sāmaiye āvyā. Mahārāj dādā khācharanā darabāramān gādī-takiyā sahit ḍholiyā upar birājamān thayā. Ne je rīte zīṇebhāīe deh melyo te vārtā savene kahī. Te same devarāmabhāīe ūṭhīne shrīharine page lāgīne kahyun ke “he mahārāja…! Māre ne zīṇābhāine ekabījāne em kol chhe je, jo pratham tame dehatyāg karo to mane teḍavā āvajo, ne jo hun pratham dehatyāg karun to hun tamane teḍavā āvun. Te āj aradhī rātrīe hun deh tyāg karīsha. Ne zīṇobhāī mane teḍavā āvashe.” Tyāre shrījīmahārāj em bolyā ke..,bahu sārun, tame bhagavānanā moṭābhakat sāthe jīv bāndhyo chhe, e…., āj to ghaḍiyāḷī mānḍajo'. ” em kahīne nārāyaṇajībhāine ājnyā karī je, “Tun āje devarāmabhagat pāhe rahe.” Ne be pāḷāne ājnyā karī je, “Tame be jaṇā paṇ devarāmabhagat pāse rahejo.” Em kahīne mahārāj potānā utāre akṣharaoraḍī e padhāryān. Pachhī kalāke kalāke be pāḷāne devarāmabhāī pāse khabar kāḍhavāne mokale. Pachhī dash vāge devarāmabhāīne mahārājanān alaukik darshan thayān. Te bheḷe zīṇābhāīnān paṇ darshan thayān. Pachhī te devarāmabhāī mahārājanī ati stuti karīne em bolyā ke he mahārāja, he akhil vishvādhāra..! He patit pāvana, he adham odhāraṇa..! He karmafaḷapṛudātā..! Tame āvā moṭā chho ! Te hun āvo tamāro alaukik mahimā jāṇato no’to. Mane to zīṇābhāi e tamāro mahīmān kahyo chhe. “ ām mahimā bharī pṛuārthanā kahīne ardhī rātrīe deh tyāg karīne zīṇābhāi bheḷā akṣharadhāmamān gayā. Evī rīte zīṇābhāī ane devarāmanā dhāmamān javānā kolane shrīharie satya karyā.

Sadaguru shrī nirguṇadās swāmī nī vāto.. 🙏