મહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે ભગત..! શરીર ની નાડીઓમાં લોહી ને પાણીનું વહન કોણ કરે છે? કૂવા-નદી ના પાણીને કોણ વહાવડાવે છે ? ગમે એટલા કૂવે કોશ હાંકો ને પાણી વાપરો છો તોય ખૂટતા નથી તે કોણ પુરા કરતું હશે? 🤔

Gujarati

મહારાજ ની અમદાવાદ માં પધરામણી 🎉

શ્રીહરિ અમદાવાદ ભક્તો ને સુખ આપીને સૌ સાથે અશ્લાલી જતા હતા. મારગ મા ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ..! આજે મકર સંક્રાંતિ નો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઇએ..! શ્રીજીમહારાજ ની સંમતિ થતા સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા. રસ્તે ચાલતા ચાલતા ગોવિંદસ્વામી મહારાજ ને કહે મહારાજ..! તમે કચ્છ થી પધાર્યા નહી ને અમને જગન કરવા મા બહુ દાખડો થઇ પડ્યો, તમે પધાર્યા હોત ને તો અમને બહુ સરળતા રેત ને..!

મહારાજ કહે ગોવિંદસ્વામી એમા શુ ? જગન તો અમે ચપટી વજાડતા કરીએ હો..! ગોવિદસ્વામી તરત બોલ્યા કે હે મહારાજ..! તમે ભગવાન રયા એટલે વેવારની વાત્ય જાજી તમને ખબર નો હોય..! શ્રીજીમહારાજ હસ્યા 😄 ને સ્વામીને નિશ્ચય કરાવવા બોલ્યા કે સ્વામી આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ તો કેમ રેહે?

મહારાજ નો બૃાહ્મણ જમાડવાનો સંકલ્પે સૌએ વચાળે આવતા બધાય ગામના બૃાહ્મણોને નોતરા દીધા. જેતલપુર ના મહોલ મા બૂંગણ બાંધીને સમીયાણો તૈયાર કર્યો ને સૌ સીધું-ઘી-તેલ-મસાલા-દાળ-ભાત વગેરે એકઠા કરવા મંડયા. દહ કુડલા ઘી એકઠું થયું, એકહારા નો ઘઉનો લોટ, તે મુજબ દાળ-ભાત આવી ગયા. દહ મણ ઘી ના કૂડલા જોઇને મુળજીભગત કહે કે હે મહારાજ..! આટલા ઘીએ કેમ કરીને સૌને પુરુ થાહે? 🤔

મહારાજ મંદ મંદ હસ્યા 🙂 ને બોલ્યા કે ભગત..! શરીર ની નાડીઓમાં લોહી ને પાણીનું વહન કોણ કરે છે? કૂવા-નદી ના પાણીને કોણ વહાવડાવે છે ? ગમે એટલા કૂવે કોશ હાંકો ને પાણી વાપરો છો તોય ખૂટતા નથી તે કોણ પુરા કરતું હશે? મુળજીભગત તમે મૂંજાવ નહી ને ઘીના કૂડલા ત્રાંસા રાખીને નીચે તપેલા મુકી ને ભરાય એટલે બહાર લાવી લાવી ને સીધું સૌને દેજો. શ્રીજીમહારાજના વચને દહ મણ ઘી હતું એ વાપર્યું પણ અખંડ નીસર્યુ ને રોજ રોજ પાંચસો માણહને જોઇ એટલું સીધું દીધું ને અઢાર દિવસ સુધી આજુબાજુ ના બધાય ગામડાઓના બૃાહ્મણો ને રોજ જમાડ્યા. 😮

ગોવિંદસ્વામી બોલ્યા કે શ્રીજી મહારાજ તો પુર્ણ પુરુષોત્તમ છે એને વાદ કોણ કરી શકે..! પોતે અનંત કોટી બ્રહ્માંડ ના અવતારી છે ને જીવ ને ઇશ્વર કણેથું પુરુ કરે છે. એના આશરે આપડે ગમે એટલું પીરહઇ તો પણ ન ખૂટે..!

આમ મહારાજે 1️⃣8️⃣ અઢારદિવસ સુધી જેતલપુરમા બૃહ્મભોજન કરાવયુ ને દિવ્ય પરચો દેખાડીને પુર્ણ નિશ્ચય કરાવ્યો.

  • શ્રીહરિચરિત્ર ચિંતામણી….. 🙏

Goto Naviagation👇


Hindi

महाराज नी अमदावाद मां पधरामणी 🎉

श्रीहरि अमदावाद भक्तो ने सुख आपीने सौ साथे अश्लाली जता हता. मारग मा गोविंदस्वामी बोल्या के हे महाराज..! आजे मकर संक्रांति नो दिवस छे तो जेतलपुर नजीक छे तो त्यां जइए..! श्रीजीमहाराज नी संमति थता सौ जेतलपुरना रस्ते चाल्या. रस्ते चालता चालता गोविंदस्वामी महाराज ने कहे महाराज..! तमे कच्छ थी पधार्या नही ने अमने जगन करवा मा बहु दाखडो थइ पड्यो, तमे पधार्या होत ने तो अमने बहु सरळता रेत ने..!

महाराज कहे गोविंदस्वामी एमा शु ? जगन तो अमे चपटी वजाडता करीए हो..! गोविदस्वामी तरत बोल्या के हे महाराज..! तमे भगवान रया एटले वेवारनी वात्य जाजी तमने खबर नो होय..! श्रीजीमहाराज हस्या 😄 ने स्वामीने निश्चय कराववा बोल्या के स्वामी आजे तो संकृात नो दिवस छे तो आपडे बृाह्मण जमाडीए तो केम रेहे?

महाराज नो बृाह्मण जमाडवानो संकल्पे सौए वचाळे आवता बधाय गामना बृाह्मणोने नोतरा दीधा. जेतलपुर ना महोल मा बूंगण बांधीने समीयाणो तैयार कर्यो ने सौ सीधुं-घी-तेल-मसाला-दाळ-भात वगेरे एकठा करवा मंडया. दह कुडला घी एकठुं थयुं, एकहारा नो घउनो लोट, ते मुजब दाळ-भात आवी गया. दह मण घी ना कूडला जोइने मुळजीभगत कहे के हे महाराज..! आटला घीए केम करीने सौने पुरु थाहे? 🤔

महाराज मंद मंद हस्या 🙂 ने बोल्या के भगत..! शरीर नी नाडीओमां लोही ने पाणीनुं वहन कोण करे छे? कूवा-नदी ना पाणीने कोण वहावडावे छे ? गमे एटला कूवे कोश हांको ने पाणी वापरो छो तोय खूटता नथी ते कोण पुरा करतुं हशे? मुळजीभगत तमे मूंजाव नही ने घीना कूडला त्रांसा राखीने नीचे तपेला मुकी ने भराय एटले बहार लावी लावी ने सीधुं सौने देजो. श्रीजीमहाराजना वचने दह मण घी हतुं ए वापर्युं पण अखंड नीसर्यु ने रोज रोज पांचसो माणहने जोइ एटलुं सीधुं दीधुं ने अढार दिवस सुधी आजुबाजु ना बधाय गामडाओना बृाह्मणो ने रोज जमाड्या. 😮

गोविंदस्वामी बोल्या के श्रीजी महाराज तो पुर्ण पुरुषोत्तम छे एने वाद कोण करी शके..! पोते अनंत कोटी ब्रह्मांड ना अवतारी छे ने जीव ने इश्वर कणेथुं पुरु करे छे. एना आशरे आपडे गमे एटलुं पीरहइ तो पण न खूटे..!

आम महाराजे 1️⃣8️⃣ अढारदिवस सुधी जेतलपुरमा बृह्मभोजन करावयु ने दिव्य परचो देखाडीने पुर्ण निश्चय कराव्यो.

  • श्रीहरिचरित्र चिंतामणी….. 🙏

Goto Naviagation👇


English

mahārāj nī amadāvād māan padharāmaṇī 🎉

Shrīhari amadāvād bhakto ne sukh āpīne sau sāthe ashlālī jatā hatā. Mārag mā goviandaswāmī bolyā ke he mahārāja..! Āje makar sankrāanti no divas chhe to jetalapur najīk chhe to tyāan jaie..! Shrījīmahārāj nī sanmati thatā sau jetalapuranā raste chālyā. Raste chālatā chālatā goviandaswāmī mahārāj ne kahe mahārāja..! Tame kachchha thī padhāryā nahī ne amane jagan karavā mā bahu dākhaḍo thai paḍyo, tame padhāryā hot ne to amane bahu saraḷatā ret ne..!

Mahārāj kahe goviandaswāmī emā shu ? Jagan to ame chapaṭī vajāḍatā karīe ho..! Govidaswāmī tarat bolyā ke he mahārāja..! Tame bhagavān rayā eṭale vevāranī vātya jājī tamane khabar no hoya..! Shrījīmahārāj hasyā 😄 ne swāmīne nishchaya karāvavā bolyā ke swāmī āje to sankṛuāt no divas chhe to āpaḍe bṛuāhmaṇ jamāḍīe to kem rehe?

Mahārāj no bṛuāhmaṇ jamāḍavāno sankalpe saue vachāḷe āvatā badhāya gāmanā bṛuāhmaṇone notarā dīdhā. Jetalapur nā mahol mā būangaṇ bāandhīne samīyāṇo taiyār karyo ne sau sīdhuan-ghī-tela-masālā-dāḷa-bhāt vagere ekaṭhā karavā manḍayā. Dah kuḍalā ghī ekaṭhuan thayuan, ekahārā no ghauno loṭa, te mujab dāḷa-bhāt āvī gayā. Dah maṇ ghī nā kūḍalā joine muḷajībhagat kahe ke he mahārāja..! Āṭalā ghīe kem karīne saune puru thāhe? 🤔

Mahārāj manda manda hasyā 🙂 ne bolyā ke bhagata..! Sharīr nī nāḍīomāan lohī ne pāṇīnuan vahan koṇ kare chhe? Kūvā-nadī nā pāṇīne koṇ vahāvaḍāve chhe ? Game eṭalā kūve kosh hāanko ne pāṇī vāparo chho toya khūṭatā nathī te koṇ purā karatuan hashe? Muḷajībhagat tame mūanjāv nahī ne ghīnā kūḍalā trāansā rākhīne nīche tapelā mukī ne bharāya eṭale bahār lāvī lāvī ne sīdhuan saune dejo. Shrījīmahārājanā vachane dah maṇ ghī hatuan e vāparyuan paṇ akhanḍa nīsaryu ne roj roj pāanchaso māṇahane joi eṭaluan sīdhuan dīdhuan ne aḍhār divas sudhī ājubāju nā badhāya gāmaḍāonā bṛuāhmaṇo ne roj jamāḍyā. 😮

Goviandaswāmī bolyā ke shrījī mahārāj to purṇa puruṣhottam chhe ene vād koṇ karī shake..! Pote ananta koṭī brahmāanḍa nā avatārī chhe ne jīv ne ishvar kaṇethuan puru kare chhe. Enā āshare āpaḍe game eṭaluan pīrahai to paṇ n khūṭe..!

Ām mahārāje 1️⃣8️⃣ aḍhāradivas sudhī jetalapuramā bṛuhmabhojan karāvayu ne divya paracho dekhāḍīne purṇa nishchaya karāvyo.

  • shrīharicharitra chiantāmaṇī….. 🙏