શ્રીજીમહારાજે મોટાભાઇનુ રીહાવા નુ કારણ પુછયુ તો મુકતાનંદ સ્વામી કહે હે મહારાજ..! ગાડામા વળતી વખતે આવતા તો અમે બને તમારા લીલા ચરિત્રોની વાત્યુ કરતા હતા એમા રીહાવા નુ કારણ પુછવુ તો રઇ જ ગયું.
Gujarati
હો રસિયા મેતો શરણ તિહારી 🎉
ગઢપુર મા દેવો ને વીરો નામે બે કણબી ભાઇઓ ખેતીનું કામ કરતા, એ બને ભાઇઓ નો ઉતારો શ્રીજીમહારાજના મોટાભાઇ રામપૃતાપભાઇ ના ઉતારા ને અડી ને જ હતો. રામપૃતાપભાઇ ને દૂકડ વગાડીને કિરતન ગાવા નો નિયમ તે રોજ રાતયે કિરતન કરે. આ દેવા ને વિરો બેઉ ભાઇ આંખો દિવસ ખેતીકામ કરે ને રાતયે સુવાટાણે જ આ દૂકડ સાથે ગાવણુ શરુ થાય એટલે પુરતી નિંદર નો થાય એટલે યુકિત ગોતતા હતા. બને ભાઇઓ ને પુરતી નિંદર ન થાય તે શરીરે થાક વરતાય, તે એકદિવસ રામપૃતાપભાઇ પાસે જઇને કીધુ કે મહારાજે અમ ભેગો સંદેશ કીધો છ કે તમારે રાતે ગાવણુ નો કરવું. આ વાત્ય સાંભળતા તો મોટાભાઇએ દૂકડ બાંધી દીધા ને રીસાઇ ને ગઢડે થી કોઇને કીધા વગર જ જાતા રયા. દેવો ને વિરો તો એ રાતયે નિરાંતે સુઇ રયા. મોટાભાઇ તો ઉગામેડી જઇને ત્યાં કોઇ કણબી ના ઘરે હાથે રસોઇ કરી જમીને નીકળવા ની તૈયારી કરતા હતા ત્યાં શ્રીજીમહારાજને ખબર પડતા એમણે સદગુરુ મુકતાનંદ સ્વામીને મનાવી ને તેડી લાવવા મોકલ્યા.
રામપૃતાપભાઇ ગાડા મા બેહીને નીકળવા તૈયારી કરતા હતા ત્યાજ સદગુરુ મુકતાનંદ સ્વામી આવ્યા ને બહુ સમજાવી મનાવી ને ગઢપુર પાછા આવવા સંમત કર્યા. સ્વામી ને મોટાભાઇ બને ગાડા મા બેસી પાછા મહારાજની લીલાની વાતો કરતા ગઢપુર આવ્યા. શ્રીજીમહારાજે મોટાભાઇનુ રીહાવા નુ કારણ પુછયુ તો મુકતાનંદ સ્વામી કહે હે મહારાજ..! ગાડામા વળતી વખતે આવતા તો અમે બને તમારા લીલા ચરિત્રોની વાત્યુ કરતા હતા એમા રીહાવા નુ કારણ પુછવુ તો રઇ જ ગયું.
મહારાજ કહે હવે મોટાભાઇ પાહે રીહાવાનુ કારણ જાણવા કોઇ જાશે ? એટલે સદગુરુ પ્રેમાનંદ સ્વામી જાવા તૈયાર થયા. પ્રેમાનંદ સ્વામી એ જઇને રામપૃતાપભાઇના ઉતારે જઇને કિરતન નુ ગાવણુ કર્યું ને રામપૃતાપભાઇ એ દૂકડ વગાડ્યા.
મોટાભાઇ રાજી થયા તે સ્વામી ને કાંઇક માંગવા નુ કહ્યું તે સ્વામી એ રીહાવા નુ કારણ પુછી લીધું. સ્વામીએ આવીને એ વાત્ય મહારાજ ને કરી. મહારાજે મોટાભાઇ ને કહ્યું કે અમે કયા કિરતન ગાવાની ના કહી છે. મહારાજે તપાસ કરાવતા જાણવા મળ્યું કે દેવો ને વિરો બેઉ ભાઇએ યુકિત એ કરીને મોટાભાઇ ને ના કહેલી. મોટાભાઇ ખીજાયા ને બોલ્યા કે કા મને રાખો ને આ બંને ને રાખો. મહારાજે છાની રીતે દેવા ને વીરાને સમજાવી ને માંડવધાર મોકલી દીધા.
બે ત્રણ દિવસે રામપૃતાપભાઇ ઘેલે નાવા ગયા ત્યાં એક માછીમાર માછલા પકડતો હતો. એને જોઇને ભાઇને વિચાર આવ્યો કે ભગવાનથી વિમુખ જીવ પેટને અર્થે કેટકેટલાય પાપ કરે છે. એમ જ દેવા ને વિરા ને વિમુખ કર્યા છ તો એ પણ કાંક પાપ કરતા હશે તો એમનુ બહુ ભૂંડું થાહે.
એમ વિચારતા દરબારગઢ મા આવી ને મહારાજ બોલ્યા કે તમે ઝટ દઇને બંને ભાઇઓ ને પાછા બોલાવો ને પછે માછીમારની વાત્ય કરી. મહારાજે માણસ મોકલીને બને ભાઇને પાછા તેડાવ્યા. બે-ચાર દિવસે દેવો ને વિરો બેઇ ભાઇ ગઢપુર આવ્યા ને મહારાજને પગે લાગ્યા ને રામપૃતાપભાઇ ને માફી માંગીને દંડવત કર્યા. મોટાભાઇ એ પુછયુ કે કયા ગયા હતા તે બોલ્યા કે અમે તો સાલેમાળ પર્વત ઉતારીને આગળ વયા ગયા હતા.
મહારાજ બને ભાઇની આ વાતે બહુ હસ્યા ને બને ભાઇએ રસોઇ આપીને રામપૃતાપભાઇને જમાડ્યા.
- સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતો 🙏
Hindi
हो रसिया मेतो शरण तिहारी 🎉
गढपुर मा देवो ने वीरो नामे बे कणबी भाइओ खेतीनुं काम करता, ए बने भाइओ नो उतारो श्रीजीमहाराजना मोटाभाइ रामपृतापभाइ ना उतारा ने अडी ने ज हतो. रामपृतापभाइ ने दूकड वगाडीने किरतन गावा नो नियम ते रोज रातये किरतन करे. आ देवा ने विरो बेउ भाइ आंखो दिवस खेतीकाम करे ने रातये सुवाटाणे ज आ दूकड साथे गावणु शरु थाय एटले पुरती निंदर नो थाय एटले युकित गोतता हता. बने भाइओ ने पुरती निंदर न थाय ते शरीरे थाक वरताय, ते एकदिवस रामपृतापभाइ पासे जइने कीधु के महाराजे अम भेगो संदेश कीधो छ के तमारे राते गावणु नो करवुं. आ वात्य सांभळता तो मोटाभाइए दूकड बांधी दीधा ने रीसाइ ने गढडे थी कोइने कीधा वगर ज जाता रया. देवो ने विरो तो ए रातये निरांते सुइ रया. मोटाभाइ तो उगामेडी जइने त्यां कोइ कणबी ना घरे हाथे रसोइ करी जमीने नीकळवा नी तैयारी करता हता त्यां श्रीजीमहाराजने खबर पडता एमणे सदगुरु मुकतानंद स्वामीने मनावी ने तेडी लाववा मोकल्या.
रामपृतापभाइ गाडा मा बेहीने नीकळवा तैयारी करता हता त्याज सदगुरु मुकतानंद स्वामी आव्या ने बहु समजावी मनावी ने गढपुर पाछा आववा संमत कर्या. स्वामी ने मोटाभाइ बने गाडा मा बेसी पाछा महाराजनी लीलानी वातो करता गढपुर आव्या. श्रीजीमहाराजे मोटाभाइनु रीहावा नु कारण पुछयु तो मुकतानंद स्वामी कहे हे महाराज..! गाडामा वळती वखते आवता तो अमे बने तमारा लीला चरित्रोनी वात्यु करता हता एमा रीहावा नु कारण पुछवु तो रइ ज गयुं.
महाराज कहे हवे मोटाभाइ पाहे रीहावानु कारण जाणवा कोइ जाशे ? एटले सदगुरु प्रेमानंद स्वामी जावा तैयार थया. प्रेमानंद स्वामी ए जइने रामपृतापभाइना उतारे जइने किरतन नु गावणु कर्युं ने रामपृतापभाइ ए दूकड वगाड्या.
मोटाभाइ राजी थया ते स्वामी ने कांइक मांगवा नु कह्युं ते स्वामी ए रीहावा नु कारण पुछी लीधुं. स्वामीए आवीने ए वात्य महाराज ने करी. महाराजे मोटाभाइ ने कह्युं के अमे कया किरतन गावानी ना कही छे. महाराजे तपास करावता जाणवा मळ्युं के देवो ने विरो बेउ भाइए युकित ए करीने मोटाभाइ ने ना कहेली. मोटाभाइ खीजाया ने बोल्या के का मने राखो ने आ बंने ने राखो. महाराजे छानी रीते देवा ने वीराने समजावी ने मांडवधार मोकली दीधा.
बे त्रण दिवसे रामपृतापभाइ घेले नावा गया त्यां एक माछीमार माछला पकडतो हतो. एने जोइने भाइने विचार आव्यो के भगवानथी विमुख जीव पेटने अर्थे केटकेटलाय पाप करे छे. एम ज देवा ने विरा ने विमुख कर्या छ तो ए पण कांक पाप करता हशे तो एमनु बहु भूंडुं थाहे.
एम विचारता दरबारगढ मा आवी ने महाराज बोल्या के तमे झट दइने बंने भाइओ ने पाछा बोलावो ने पछे माछीमारनी वात्य करी. महाराजे माणस मोकलीने बने भाइने पाछा तेडाव्या. बे-चार दिवसे देवो ने विरो बेइ भाइ गढपुर आव्या ने महाराजने पगे लाग्या ने रामपृतापभाइ ने माफी मांगीने दंडवत कर्या. मोटाभाइ ए पुछयु के कया गया हता ते बोल्या के अमे तो सालेमाळ पर्वत उतारीने आगळ वया गया हता.
महाराज बने भाइनी आ वाते बहु हस्या ने बने भाइए रसोइ आपीने रामपृतापभाइने जमाड्या.
- सदगुरु अक्षरानंद स्वामीनी वातो 🙏
English
ho rasiyā meto sharaṇ tihārī 🎉
Gaḍhapur mā devo ne vīro nāme be kaṇabī bhāio khetīnuan kām karatā, e bane bhāio no utāro shrījīmahārājanā moṭābhāi rāmapṛutāpabhāi nā utārā ne aḍī ne j hato. Rāmapṛutāpabhāi ne dūkaḍ vagāḍīne kiratan gāvā no niyam te roj rātaye kiratan kare. Ā devā ne viro beu bhāi āankho divas khetīkām kare ne rātaye suvāṭāṇe j ā dūkaḍ sāthe gāvaṇu sharu thāya eṭale puratī niandar no thāya eṭale yukit gotatā hatā. Bane bhāio ne puratī niandar n thāya te sharīre thāk varatāya, te ekadivas rāmapṛutāpabhāi pāse jaine kīdhu ke mahārāje am bhego sandesh kīdho chha ke tamāre rāte gāvaṇu no karavuan. Ā vātya sāanbhaḷatā to moṭābhāie dūkaḍ bāandhī dīdhā ne rīsāi ne gaḍhaḍe thī koine kīdhā vagar j jātā rayā. Devo ne viro to e rātaye nirāante sui rayā. Moṭābhāi to ugāmeḍī jaine tyāan koi kaṇabī nā ghare hāthe rasoi karī jamīne nīkaḷavā nī taiyārī karatā hatā tyāan shrījīmahārājane khabar paḍatā emaṇe sadaguru mukatānanda swāmīne manāvī ne teḍī lāvavā mokalyā.
Rāmapṛutāpabhāi gāḍā mā behīne nīkaḷavā taiyārī karatā hatā tyāj sadaguru mukatānanda swāmī āvyā ne bahu samajāvī manāvī ne gaḍhapur pāchhā āvavā sanmat karyā. Svāmī ne moṭābhāi bane gāḍā mā besī pāchhā mahārājanī līlānī vāto karatā gaḍhapur āvyā. Shrījīmahārāje moṭābhāinu rīhāvā nu kāraṇ puchhayu to mukatānanda swāmī kahe he mahārāja..! Gāḍāmā vaḷatī vakhate āvatā to ame bane tamārā līlā charitronī vātyu karatā hatā emā rīhāvā nu kāraṇ puchhavu to rai j gayuan.
Mahārāj kahe have moṭābhāi pāhe rīhāvānu kāraṇ jāṇavā koi jāshe ? Eṭale sadaguru premānanda swāmī jāvā taiyār thayā. Premānanda swāmī e jaine rāmapṛutāpabhāinā utāre jaine kiratan nu gāvaṇu karyuan ne rāmapṛutāpabhāi e dūkaḍ vagāḍyā.
Moṭābhāi rājī thayā te swāmī ne kāanik māangavā nu kahyuan te swāmī e rīhāvā nu kāraṇ puchhī līdhuan. Svāmīe āvīne e vātya mahārāj ne karī. Mahārāje moṭābhāi ne kahyuan ke ame kayā kiratan gāvānī nā kahī chhe. Mahārāje tapās karāvatā jāṇavā maḷyuan ke devo ne viro beu bhāie yukit e karīne moṭābhāi ne nā kahelī. Moṭābhāi khījāyā ne bolyā ke kā mane rākho ne ā banne ne rākho. Mahārāje chhānī rīte devā ne vīrāne samajāvī ne māanḍavadhār mokalī dīdhā.
Be traṇ divase rāmapṛutāpabhāi ghele nāvā gayā tyāan ek māchhīmār māchhalā pakaḍato hato. Ene joine bhāine vichār āvyo ke bhagavānathī vimukh jīv peṭane arthe keṭakeṭalāya pāp kare chhe. Em j devā ne virā ne vimukh karyā chha to e paṇ kāanka pāp karatā hashe to emanu bahu bhūanḍuan thāhe.
Em vichāratā darabāragaḍh mā āvī ne mahārāj bolyā ke tame zaṭ daine banne bhāio ne pāchhā bolāvo ne pachhe māchhīmāranī vātya karī. Mahārāje māṇas mokalīne bane bhāine pāchhā teḍāvyā. Be-chār divase devo ne viro bei bhāi gaḍhapur āvyā ne mahārājane page lāgyā ne rāmapṛutāpabhāi ne māfī māangīne danḍavat karyā. Moṭābhāi e puchhayu ke kayā gayā hatā te bolyā ke ame to sālemāḷ parvat utārīne āgaḷ vayā gayā hatā.
Mahārāj bane bhāinī ā vāte bahu hasyā ne bane bhāie rasoi āpīne rāmapṛutāpabhāine jamāḍyā.
- sadaguru akṣharānanda swāmīnī vāto 🙏