Goto Naviagation👇

ગાંફ ગામે ગોવિંદ પટેલની કજિયાખોર પત્નીને શ્રીહરિએ તેના પિતાના સગા બની સાત પેઢીની ઓળખાણ આપી ભાવવિભોર કરી; લાકડી લઈને દોડનારી પટલાણીએ હેતથી કંસાર બનાવી પ્રભુનું આતિથ્ય કર્યું.

શ્રીજીમહારાજ એક વખત ભાલ પંથકમાં વિચરણ કરતાં કરતાં પરમભક્ત વસ્તા રાવળના ગામ ગાંફ પધાર્યા. ગામના પાદરે આવેલા કૂવા પાસે માણકી ઘોડીને પાણી પાવા પ્રભુ ઊભા રહ્યા. બરાબર તે જ સમયે ગામના સરળ હરિભક્ત ગોવિંદ પટેલ પોતાના બળદોને પાણી પાવા કૂવે આવ્યા. અચાનક સાક્ષાત્ શ્રીજીમહારાજના દર્શન થતાં ગોવિંદ પટેલ હર્ષઘેલા થઈ ગયા! તેમણે દોડીને પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા અને કરગરીને વિનંતી કરી: “હે મહારાજ! આપ આજે મારા ઘરે પધારી મને મહેમાનગતિનો લહાવો આપો!”

શ્રીજીમહારાજે કહ્યું, “પટેલ! આજે અમને વડતાલ પહોંચવાની ઉતાવળ છે, માટે ફરી ક્યારેક આવીશું.” પરંતુ ગોવિંદ પટેલે ખૂબ જ કાકલૂદી કરી, એટલે ભક્તવત્સલ શ્રીહરિ તેમના ઘરે પધારવા સંમત થયા. ગોવિંદ પટેલ આગળ બળદો દોરીને ચાલ્યા અને પાછળ માણકી પર અસવાર શ્રીહરિ તેમના ઘરે પધાર્યા. ઓસરીમાં ખાટલો ઢાળી નવું ગોદડું પાથરી પ્રભુને બિરાજમાન કર્યા. ઘોડીને ફળિયામાં બાંધી જોગાણ દીધું.

ગોવિંદ પટેલે ઘરમાં જઈ પોતાની પત્નીને હરખથી કહ્યું, “પટલાણી! આજે લાપશી કર, સાક્ષાત્ શ્રીજીમહારાજ આપણા આંગણે પધાર્યા છે!” પરંતુ પટલાણીનો સ્વભાવ અત્યંત કજિયાખોર અને કલોગો હતો. પોતાના પતિ સાથે રોજ ઝઘડો કરતી. તે હાથમાં ધોકો લઈને બહાર દોડી અને ત્રાડ પાડી, “મારા પીટ્યા! તું તો જેને-તેને જ્યાંથી પકડીને ઘરમાં લઈ આવે છે! હું કંઈ નવરી છું તે રોજ-રોજ લાપશી રાંધું?”

ગોવિંદ પટેલ શરમથી નીચું જોઈ ગયા. શ્રીહરિ તો અંતર્યામી હતા, બધું જાણી ગયા. મહારાજે હસીને પૂછ્યું, “પટેલ! તમારો સંસાર કેવો ચાલે છે?” ગોવિંદ પટેલે દુઃખી થઈને કહ્યું, “હે મહારાજ! આપનાથી શું અજાણ્યું છે? મારું ઘરવાળું અત્યંત ઝઘડાખોર છે, અમારે તો રોજની આ જ રામાયણ છે!”

શ્રીજીમહારાજે ભક્તના ઘરનો કંકાસ કાયમ માટે ટાળવાનો મનોમન સંકલ્પ કર્યો. પ્રભુ સ્વયં ઊભા થઈ ઘરની અંદર ગયા અને પટલાણી સામે સ્નેહભરી નજરે જોઈને બોલ્યા, “પટલાણી! તમે તો અમારા મિત્ર કેશવ પટેલના દીકરી થાવ, એટલે અમારાં પણ દીકરી જ થાવ ને! તમારા પિતા કેશવ પટેલ તો અમારા પરમ સ્નેહી હતા!” એમ કહીને શ્રીહરિએ પટલાણીના પિયરની પાંચ-સાત પેઢીના વડવાઓના સાચાં નામ અને ગામ બોલી બતાવ્યાં!

પોતાના પિયરના વડીલોની આવી ચોક્કસ ઓળખાણ સાંભળી પટલાણીનું હૃદય પલટાઈ ગયું! તેને લાગ્યું કે સાક્ષાત્ મારા પિતાના મોભી મારા ઘરે પધાર્યા છે! તે બોલી ઊઠી, “અરે બાપજી! આપ તો મારા પિયરના સ્વજન છો, અને આ મારો પીટ્યો ધણી મને વગોવીને કહે છે કે હું ઝઘડાખોર છું!” પટલાણી તો આનંદાવેશમાં આવી ગઈ. તેણે પાડોશમાંથી બે-ચાર બહેનોને બોલાવી આંગણે ચોખા-ઘીનો સુગંધીદાર કંસાર રાંધવા માંડ્યો! પટારામાંથી ઉત્તમ ગાદલાં-ઓશીકાં કાઢી ઓસરીમાં પ્રભુ માટે ઢોલીયો સજાવ્યો. શ્રીજીમહારાજ ગોવિંદ પટેલ સામે જોઈને મંદ-મંદ હસતા રહ્યા. થાળ તૈયાર થતાં પ્રભુએ પ્રેમપૂર્વક કંસાર જમ્યો.

પટલાણીના આગ્રહથી શ્રીહરિ એક આખો દિવસ રોકાયા. બીજે દિવસે વિદાય લેતી વખતે પટલાણીએ કહ્યું, “બાપજી! જ્યારે જ્યારે આ ગામની ભાગોળેથી નીકળો ત્યારે મારા ઘેર પધારવાનું ભૂલતા નહીં!” શ્રીહરિએ હસીને વચન આપ્યું અને વિદાય લીધી. પાદર સુધી વળાવવા આવેલા ગોવિંદ પટેલે હાથ જોડી કહ્યું, “હે મહારાજ! આપે મારા સાસરીવાળાના નામ દઈને મારા કજિયાખોર ઘરવાળાને પિયરનો પ્રેમ આપી સુધારી લીધી, આપની આ લીલા અદ્ભુત છે!” શ્રીહરિએ હસતાં-હસતાં કહ્યું, “પટેલ! આ વખતે તો અમે પાર પાડ્યું, પણ હવે ફરી એ રાજી ન હોય તો આવું કરશો નહીં!” એમ કહી પ્રભુ વડતાલ તરફ પધાર્યા.

  • દ્વિશતાબ્દી ગ્રંથમાળામાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

Hindi

गांफ के गोविंद पटेल का पारिवारिक प्रसंग और पटलानी के मायके वाले बनकर श्रीहरि का कंसार भोजन

श्रीजी महाराज एक बार भाल क्षेत्र में विचरण करते हुए परमभक्त वस्ता रावल के गाँव गांफ पधारे। गाँव के पादर स्थित कुएँ पर माणकी घोड़ी को जल पिलाने हेतु वे रुके। उसी समय गाँव के निष्कपट हरिभक्त गोविंद पटेल अपने बैलों को पानी पिलाने कुएँ पर आए। अचानक साक्षात् श्रीजी महाराज के दर्शन पाकर गोविंद पटेल आनंदविभोर हो गए! उन्होंने दौड़कर प्रभु के चरणों में साष्टांग प्रणाम किया और करबद्ध विनती की: “हे दयालु! आज मेरे घर पधारकर इस दीन को आतिथ्य का सौभाग्य प्रदान कीजिए!”

श्रीजी महाराज ने कहा, “पटेल! आज हमें वडताल पहुंचने की जल्दी है, अतः फिर कभी आएंगे।” किंतु गोविंद पटेल के अत्यधिक आग्रह को देखकर प्रभु उनके घर पधारने हेतु सहमत हो गए। गोविंद पटेल आगे बैल हाँकते चले और पीछे माणकी पर सवार श्रीहरि उनके घर पहुंचे। ओसारे में खाट बिछाकर उस पर नया बिछौना डालकर प्रभु को विराजमान किया।

गोविंद पटेल ने भीतर जाकर अपनी पत्नी से प्रसन्नता से कहा, “पटलानी! आज घर में लापसी बना, साक्षात् श्रीजी महाराज हमारे अतिथि बनकर आए हैं!” किंतु पटलानी का स्वभाव अत्यंत झगड़ालू और कटु था। वह पति से नित्य कलह करती थी। वह हाथ में डंडा लेकर बाहर दौड़ी और चीखकर बोली, “अरे मूर्ख! तू तो जिसे-तिसे कहीं से भी पकड़कर घर ले आता है! क्या मैं व्यर्थ बैठी हूँ जो नित्य लापसी बनाकर परोसती रहूँ?”

गोविंद पटेल लज्जित होकर सिर झुकाए खड़े रहे। अंतर्यामी श्रीहरि सब समझ गए। महाराज ने मुस्कुराकर पूछा, “पटेल! आपका गृहस्थ जीवन कैसा चल रहा है?” गोविंद पटेल ने व्यथित होकर कहा, “हे प्रभु! आपसे क्या छिपाना? मेरी पत्नी अत्यंत कलहप्रिय है; हमारे घर में नित्य यही महाभारत चलती है!”

श्रीजी महाराज ने भक्त के घर का कलह सदा के लिए शांत करने का संकल्प किया। प्रभु स्वयं भीतर गए और पटलानी से अत्यंत आत्मीय स्वर में बोले, “पटलानी! आप तो हमारे घनिष्ठ मित्र केशव पटेल की पुत्री हैं, अतः हमारी भी पुत्री ही हुईं! आपके पिता तो हमारे परम स्नेही थे!” इतना कहकर श्रीहरि ने पटलानी के मायके की पाँच-सात पीढ़ियों के पूर्वजों के नाम और गाँव गिना दिए!

अपने मायके के पूर्वजों की ऐसी प्रामाणिक पहचान सुनकर पटलानी का हृदय पिघल गया! उसे विश्वास हो गया कि मेरे पूज्य पिता के बड़े भाई समान बुजुर्ग मेरे घर आए हैं। वह बोल उठी, “अरे पूज्य पिताश्री! आप तो मेरे मायके के सम्मानित स्वजन हैं, और यह मेरा मूर्ख पति मुझे आपके सामने बदनाम कर रहा है कि मैं झगड़ालू हूँ!” पटलानी तुरंत उत्साह में आ गई। उसने पड़ोस से महिलाओं को बुलाकर उत्तम घी और गुड़ का स्वादिष्ट कंसार (हलुवा) बनाना प्रारंभ किया! संदूक से नए गद्दे-तकिए निकालकर ओसारे में प्रभु हेतु सजाए। श्रीजी महाराज गोविंद पटेल की ओर देखकर मंद-मंद मुस्कुराते रहे। थाल तैयार होने पर प्रभु ने अत्यंत प्रेम से कंसार का भोग लगाया।

पटलानी के भावपूर्ण आग्रह पर प्रभु पूरे दिन रुके। अगले दिन विदाई के समय पटलानी ने कहा, “पिताजी! जब भी इस मार्ग से गुजरें, अपनी बेटी के घर आना कभी मत भूलना!” प्रभु ने मुस्कुराते हुए वचन दिया। पादर तक छोड़ने आए गोविंद पटेल ने करबद्ध कहा, “हे प्रभु! आपने मेरी पत्नी के मायके का स्वजन बनकर हमारे घर का कलह मिटा दिया; आपकी यह लीला अकथनीय है!” श्रीहरि ने हंसते हुए कहा, “पटेल! इस बार तो हमने बात संभाल ली, किंतु आगे से पत्नी की असहमति में ऐसा संकट मत मोल लेना!” कहकर प्रभु वडताल की ओर प्रस्थान कर गए।

  • द्विशताब्दी ग्रंथमाला से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇

English

Govind Patel of Ganf: Shrihari Playing the Kinsman to Soothe the House and Relish Sweet Kansar

While touring the arid Bhal region, Shreeji Maharaj arrived in the village of Ganf, the hometown of the prominent devotee Vasta Raval. The Lord paused near the village entrance well to water His mare, Manki. At that very moment, a simple-hearted farmer devotee named Govind Patel arrived with his pair of oxen to draw water. Beholding Shreeji Maharaj in person, Govind Patel was ecstatic with joy! Falling prostrate at the Lord’s lotus feet, he pleaded with overflowing affection: “O Maharaj! Please grace my humble home today and grant me the privilege of serving You!”

Shreeji Maharaj said gently, “Patel, today We must hurry to reach Vadtal on time; We shall visit another day.” However, Govind Patel pleaded with such heartfelt desperation that the compassionate Lord consented. Leading his bullocks, Govind Patel led the way while Shreehari rode behind on Manki. Reaching the cottage, Govind Patel laid a clean cot on the veranda, spread a fresh quilt, and seated the Lord comfortably while tying the mare in the courtyard.

Rushing inside, Govind Patel joyfully called to his wife: “Patlani! Prepare sweet lapsi today; Bhagwan Shreeji Maharaj Himself has graced our home as an honored guest!” However, Govind Patel’s wife was notorious for her fierce temper and perpetual quarreling. Running out brandishing a heavy wooden staff, she screamed furiously: “You scoundrel! You drag any stranger off the street into our home! Do you think I have nothing better to do than cook lavish sweets every single day?”

Humiliated, Govind Patel hung his head in sorrow. Being omniscient, Shreehari perceived the situation instantly. Smiling gently, Maharaj asked, “Patel! How fares your domestic life?” With tears in his eyes, Govind Patel confessed: “O Lord! What is hidden from You? My wife is perpetually cantankerous; this domestic storm is my daily affliction!”

Shreeji Maharaj resolved to dissolve the marital discord permanently. Stepping gracefully into the kitchen, the Lord addressed the furious woman with maternal warmth: “Dear daughter! You are the daughter of our dear friend Keshav Patel, making you our own beloved daughter! Your father was our most trusted associate!” Without missing a beat, Shreehari effortlessly recited the names, villages, and histories of seven generations of her maternal ancestors!

Hearing the intimate genealogical details of her revered ancestral lineage, the woman was utterly disarmed and deeply humbled! She thought to herself: “This revered elder is a patriarch of my own father’s family, yet my foolish husband maligns me in front of Him!” Her anger evaporated instantly into eager hospitality. Calling neighborhood women to assist her, she cooked a magnificent feast of fragrant sweet wheat kansar enriched with pure ghee! She unlocked her wooden chest to bring out luxurious handwoven quilts and pillows to furnish the veranda cot. Shreeji Maharaj exchanged amused glances with Govind Patel as He savored the loving feast of sweet kansar.

Moved by her hospitality, Shreehari halted overnight. When departing the following morning, the transformed wife bowed reverently: “Respected father! Whenever You pass by our village outskirts, You must never bypass Your daughter’s home!” Shreehari smilingly granted her wish and mounted His horse. Walking alongside to the village outskirts, Govind Patel folded his hands in awe: “O Maharaj! By adopting the persona of my wife’s maternal kin, You dissolved her bitter anger and restored peace to my household; Your divine compassion is beyond comprehension!” Shreehari chuckled: “Patel! We rescued you this time, but never invite guests without your wife’s cheerful consent in the future!” With these humorous words, the Lord departed toward Vadtal.

  • From the Bicentennial Scripture Series… 🙇🏻‍♂️🙏