સદગુરુ વિધાત્રાનંદ સ્વામી ગઢપુર આવ્યા ત્યારે ઘેલા કાંઠે શ્રીહરિએ ભેટીને અક્ષરધામના દિવ્ય દર્શન કરાવ્યા. અંતકાળે મુક્તો તેડવા આવ્યા છતાં ‘શ્રીહરિ સ્વયં આવશે ત્યારે જ જઈશ’ નો ટેક રાખ્યો અને શ્રીહરિ સ્વયં આવી ધામમાં તેડી ગયા.
એક વખત સદગુરુ વિધાત્રાનંદ સ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડે ગામડે સત્સંગ વિચરણ કરી ગઢપુર પરત આવ્યા. દરબારગઢમાં કોઈ ભક્તે સમાચાર આપ્યા એટલે શ્રીહરિ તાત્કાલિક આસન પરથી ઊભા થઈ ઉતાવળા પગલે સામા ચાલ્યા! સંતો હજુ ઘેલા નદીના કાંઠે પહોંચ્યા હતા ત્યાં તો શ્રીહરિએ દોડીને સૌ સંતોને પ્રેમથી બાથમાં ઘાલીને ભેટ્યા.
તે સમયે શ્રીહરિ સાથે દ્રષ્ટિ મળતાં જ વિધાત્રાનંદ સ્વામીને દિવ્ય સાક્ષાત્કાર થયો: જેમના એક એક રોમકૂપમાં અનંત કોટિ બ્રહ્માંડો અણુ સમાન ઊડતાં ફરે છે તેવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે, અને કરોડો મુક્તો તથા અનંત અવતારો તેમની સ્તુતિ કરી રહ્યા છે! આ પરમ ઐશ્વર્ય નિહાળી વિધાત્રાનંદ સ્વામી ભાવસમાધિમાં ગરકાવ થઈ ગયા. સ્વામીની નસેનસમાં શ્રીહરિના સર્વોપરીપણાનો દિવ્ય નશો છવાઈ ગયો હતો.
સંવત ૧૯૦૭માં સદગુરુ વિધાત્રાનંદ સ્વામી ગઢપુર લક્ષ્મીવાડીમાં બિરાજતા હતા ત્યારે એમનો અંતકાળ નજીક આવ્યો. તે વખતે શ્રીહરિએ અક્ષરધામમાંથી દિવ્ય મુક્તોને વિમાન લઈને સ્વામીને તેડવા મોકલ્યા. સ્વામીએ મુક્તોને પ્રણામ કરીને પોતાની અડગ ખુમારી પ્રગટ કરતાં કહ્યું: “હે મુક્તો! જબ સર્વોપરી માધુરી મૂર્તિ શ્રીહરિ સ્વયં પધારશે, તબ હી હમ અક્ષરધામ ચલેંગે!”
તે જ સમયે જૂના સાવરના પરમ ભક્તરાજ જીવણા ખુમાણ ગઢપુર મંદિરે દર્શન કરી લક્ષ્મીવાડી પાસે પરમાનંદ સ્વામીના દર્શને આવ્યા. પરમાનંદ સ્વામીએ પૂછ્યું: “દરબાર! લક્ષ્મીવાડીએ બીમાર સંતોની ખબર કાઢી?” જીવણા ખુમાણે કહ્યું: “સ્વામી! હું હમણાં જ વિધાત્રાનંદ સ્વામી પાસે ગયો હતો; ત્યાં અક્ષરધામના મુક્તો વિમાન લઈને તેમને તેડવા આવ્યા હતા, પરંતુ સ્વામી કહે છે કે સાક્ષાત શ્રીહરિ સ્વયં તેડવા આવે ત્યારે જ હું ધામમાં આવીશ!”
હજુ આ વાત ચાલતી હતી ત્યાં તો આકાશમાંથી સૂર્ય જેવા કરોડો તેજના અંબાર પથરાયા અને સ્વયં શ્રીહરિ અનંત મુક્તો સાથે દિવ્ય વિમાનો લઈને લક્ષ્મીવાડી તરફ પધાર્યા! સિદ્ધયોગી પરમાનંદ સ્વામીને સાક્ષાત દર્શન થયા. શ્રીહરિએ હસીને કહ્યું: “સ્વામી! અમે અમારા લાડીલા વિધાત્રાનંદ સ્વામીને અક્ષરધામમાં તેડી જવા આવ્યા છીએ!”
પરમાનંદ સ્વામી, જીવણા ખુમાણ અને અન્ય ભક્તો લક્ષ્મીવાડી દોડી આવ્યા. સૌએ આકાશમાંથી ઉતરતા દિવ્ય તેજ અને વિમાનના સાક્ષાત દર્શન કર્યા. શ્રીહરિએ પ્રેમપૂર્વક વિધાત્રાનંદ સ્વામીનો હાથ પકડ્યો અને સ્વામી હસતાં મુખે પંચભૌતિક દેહ ત્યજી શ્રીહરિ સાથે અક્ષરધામમાં સિધાવ્યા.
- સદગુરુ શ્રી વિધાત્રાનંદ સ્વામીના જીવનચરિત્રમાંથી…
Hindi
सद्गुरु विधात्रानन्द स्वामी की अटल निष्ठा और श्रीहरि द्वारा अक्षरधाम ले जाने के दिव्य दर्शन
एक समय सद्गुरु विधात्रानन्द स्वामी अपने संत-मंडल के साथ सुदूर गाँवों में सत्संग-प्रचार कर गढड़ा लौटे। दरबारगढ़ में ज्यों ही समाचार मिला, त्यों ही श्रीहरि आसन से उठकर तीव्र गति से सामने दौड़े! संत अभी घेला नदी के तट पर पहुँचे ही थे कि श्रीहरि ने आगे बढ़कर सभी संतों को सप्रेम हृदय से लगा लिया।
उस क्षण श्रीहरि से नयन मिलते ही विधात्रानन्द स्वामी को अलौकिक साक्षात्कार हुआ: जिनके एक-एक रोम-कूप में अनंत कोटि ब्रह्मांड रजकण के समान उड़ते फिरते हैं, वे साक्षात पूर्ण पुरुषोत्तम नारायण दिव्य अक्षरधाम में रत्नजड़ित सिंहासन पर विराजमान हैं और कोटि-कोटि मुक्त तथा अनंत अवतार उनकी वंदना कर रहे हैं! यह दिव्य ऐश्वर्य देखकर स्वामीजी भाव-विभोर हो गए। उनके रोम-रोम में श्रीहरि के सर्वोपरि स्वरूप की अनन्य निष्ठा व्याप्त हो गई।
संवत् १९०७ में गढड़ा की पावन लक्ष्मीवाड़ी में जब स्वामीजी का अंतकाल निकट आया, तब श्रीहरि ने अक्षरधाम से दिव्य मुक्तों को विमान लेकर स्वामीजी को लाने भेजा। स्वामीजी ने मुक्तों को प्रणाम कर अपनी अनन्य टेक प्रकट की: “हे मुक्तो! जब सर्वोपरि माधुरी मूर्ति साक्षात श्रीहरि स्वयं पधारेंगे, तभी हम अक्षरधाम चलेंगे!”
उसी समय जूना सावर के भक्तराज जीवणा खुमाण गढड़ा मंदिर में दर्शन कर सिद्धयोगी परमानन्द स्वामी के पास आए। परमानन्द स्वामी ने पूछा: “दरबार! क्या आप लक्ष्मीवाड़ी में अस्वस्थ संतों का कुशलक्षेम पूछने गए थे?” जीवणा खुमाण बोले: “स्वामी! मैं अभी विधात्रानन्द स्वामी के पास गया था; वहाँ मुक्तगण उन्हें लेने आए हैं, किंतु स्वामीजी कहते हैं कि जब तक स्वयं श्रीहरि नहीं आते, वे नहीं जाएँगे!”
अभी यह संवाद चल ही रहा था कि गगन-मंडल से कोटि सूर्यों का दिव्य प्रकाश फैला और स्वयं श्रीहरि दिव्य विमानों सहित पधारे! सिद्धयोगी परमानन्द स्वामी को साक्षात दर्शन हुए। श्रीहरि बोले: “स्वामी! हम अपने प्यारे विधात्रानन्द स्वामी को अक्षरधाम ले जाने आए हैं!”
परमानन्द स्वामी और जीवणा खुमाण तुरंत लक्ष्मीवाड़ी पहुँचे। सभी ने आकाश से उतरते उस दिव्य आलोक के साक्षात दर्शन किए। श्रीहरि ने विधात्रानन्द स्वामी का हाथ थामा और स्वामीजी हँसते-हँसते नश्वर देह त्याग कर श्रीहरि के साथ शाश्वत अक्षरधाम को प्रयाण कर गए।
- सद्गुरु श्री विधात्रानन्द स्वामी के जीवन-चरित्र से…
English
Sadguru Vidhatranand Swami’s Resolute Devotion and the Celestial Vision of His Final Departure to Akshardham
On one occasion, Sadguru Vidhatranand Swami returned to Gadhada with his assembly of sadhus after an extensive preaching tour across rural villages. The moment word reached the Darbargadh, Shri Hari leapt from His seat and rushed forward with swift steps to welcome them! The sadhus had barely crossed the banks of the Ghela River when Shri Hari embraced each of them with boundless divine affection.
At that transcendent moment, as Vidhatranand Swami’s eyes met Shri Hari’s lotus gaze, he experienced an awe-inspiring vision: the supreme Purushottam Narayan—within whose every pore infinite billions of cosmic universes float like specks of dust—was reigning supreme in Akshardham upon an ornate golden throne, worshipped by millions of liberated souls and divine incarnations! Beholding this cosmic majesty, Vidhatranand Swami was utterly immersed in samadhi, every fiber of his being intoxicated with the supreme glory of Lord Swaminarayan.
In Samvat 1907, as Sadguru Vidhatranand Swami lay ailing in Lakshmi Vadi in Gadhada, his final mortal hour approached. Shri Hari dispatched divine liberated souls (muktas) with celestial chariots (vimanas) from Akshardham to escort him. Offering humble prostrations to the celestial messengers, Swami asserted his resolute singular devotion: “O holy Muktas! Only when the supreme, enchanting form of Lord Shri Hari Himself arrives in person shall I depart for Akshardham!”
Precisely at that time, Darbar Jivna Khuman of Juna Savar, having completed his darshan at the Gadhada temple, came to meet the realized yogi Sadguru Parmanand Swami near Lakshmi Vadi. Parmanand Swami asked: “Darbar! Did you visit the ailing sadhus in Lakshmi Vadi?” Jivna Khuman replied: “Swami! I just came from visiting Vidhatranand Swami; celestial muktas had descended with vimanas to take him, but Swami insisted that he will only depart when Shri Hari personally comes to receive him!”
Even as they spoke, the sky blazed with celestial radiance exceeding the brilliance of millions of suns, and supreme Lord Swaminarayan Himself descended amidst divine chariots towards Lakshmi Vadi! Beholding this magnificent vision, the realized ascetic Parmanand Swami rejoiced. Shri Hari declared: “Swami! We have arrived to personally escort Our beloved Vidhatranand Swami to Our eternal abode!”
Parmanand Swami, Jivna Khuman, and numerous devotees hurried to Lakshmi Vadi, bearing witness to the descending celestial splendor. Taking Vidhatranand Swami by the hand with divine love, Shriji Maharaj escorted His beloved devotee as Swami discarded his mortal frame and ascended triumphantly to the eternal bliss of Akshardham.
- From the biography of Sadguru Shri Vidhatranand Swami…