Goto Naviagation👇

શ્રીજીમહારાજે જોધા ભરવાડ સાથે છાશ વલોવી, હાથ ધોઈ સંતોની ઝોળીઓમાં સ્વહસ્તે રોટલા અને શાકનું અન્નદાન કરી પરમ તૃપ્ત કર્યા.

પરબ્રહ્મ શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં બિરાજમાન હતા. એક દિવસ સવારના પહોરમાં વાસુદેવનારાયણના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. ત્યાંથી ઊભા થઈને મહારાજ ઓસરીમાં આવ્યા, જ્યાં જોધો ભરવાડ અને બિજલ ભરવાડ સામસામે બેસીને મોટી ગોળીમાં છાશ વલોવવા સારુ નેતરાં તાણી રહ્યા હતા.

શ્રીહરિએ આવીને બિજલને વહાલપૂર્વક કહ્યું, “લાવો બિજલ! નેતરું અમને આપો, આજે અમે વલોણું વલોવીએ!” એમ કહી મહારાજે બિજલના હાથમાંથી નેતરું લઈ લીધું અને જોધા ભરવાડની સામસામે બેસીને ઉત્સાહભેર છાશ વલોવવા લાગ્યા.

થોડીવાર થઈ ત્યાં જોધાભગતનું ધ્યાન જરાક આઘુંપાછું થયું એટલે શ્રીહરિએ રમત કરતાં વલોણાના ડેર (રવૈયા) ને ઊંધો ફેરવી નાખ્યો! ડેર ફરી જવાથી માખણ બંધાય જ નહીં. જોધાભગતે ફરી ફરીને જોયું, આમ પાંચ-છ વખત થયું એટલે જોધાભગતે શ્રીહરિ સામે બારીકાઈથી નજર કરી અને પકડી પાડીને હસતાં હસતાં કહ્યું, “મહારાજ! આ તો તમારાં જ તોફાન દેખાય છે! જો હવે કાંઈ આઘુંપાછું કરશો તો પગ પકડીને પછાડીશ!” શ્રીહરિ ખડખડાટ હસી પડ્યા અને પુનઃ નેતરાં ખેંચવા લાગ્યા.

નેતરાં ખેંચતાં ખેંચતાં શ્રીહરિના સુંદર મુખારવિંદ પર પરસેવાનાં બુંદ છવાઈ ગયાં. આ જોઈ જોધાભગત સ્નેહથી બોલ્યા, “મહારાજ, હવે રહેવા દો! બિજલ, દોડી આવ, મહારાજ થાકી જશે!” પરંતુ શ્રીહરિએ કહ્યું, “ના, અમે જ વલોણું વલોવશું, બિજલને નથી આપવું.”

થોડીવાર પછી જોધાભગતે કહ્યું, “મહારાજ! હવે છાશ વલોવાઈ ગઈ છે અને માખણ ઉપર આવી ગયું છે.” શ્રીહરિએ નેતરું છોડ્યું અને ગોળીમાં હાથ નાખીને જોયું તો બોલ્યા, “જોધા! આમાં તો માખણ દેખાતું નથી!” જોધાભગત બોલ્યા, “મહારાજ! ગોરસમાં ઠંડું પાણી રેડશું એટલે માખણ તરત ઉપર તરી આવશે.”

તે જ સમયે દરબારગઢના ચોકમાં પરમહંસ સંતો ઝોળી માંગવા પધાર્યા અને “નારાયણ હરે… સચ્ચિદાનંદ પ્રભો!” નો દિવ્ય સાદ કર્યો. શ્રીહરિનો જમણો હાથ કોણી સુધી છાશ અને માખણથી ખરડાયેલો હતો, છતાં એ જ સ્થિતિમાં મહારાજ ચોકમાં આંબલીના વૃક્ષ સુધી દોડ્યા. મુળજી બ્રહ્મચારી દોડતા આવ્યા અને બોલ્યા, “આ જોધો ક્યાં મર્યો હતો તે મહારાજનો હાથ કોણી સુધી છાશવાળો કરી મૂક્યો!” શ્રીહરિ મંદ મંદ હસ્યા.

બ્રહ્મચારીજીએ અબખોરાથી શ્રીહરિના હાથ ધોવરાવવા પાણી રેડ્યું. ચોકમાં ઊભેલા સાધુઓ દોડીને હેઠે ખોબો ધરીને શ્રીહરિના કરકમળના પ્રક્ષાલન જળને અમૃત સમાન માની માથે ચડાવવા લાગ્યા. મહારાજે હસતાં હસતાં કહ્યું, “સાધુરામ! આ જળ પીશો નહીં, આ તો અણગળ છે!” સંતોએ એ ચરણામૃત-પ્રક્ષાલનજળને માથે ચડાવી ધન્યતા અનુભવી.

ત્યારપછી શ્રીહરિએ સાદ પાડ્યો, “આ સાધુઓ ઝોળીએ આવ્યા છે, જે કાંઈ રોટલા હોય તે સત્વરે લાવો!” બાજુમાં ઉમરેઠ ગામનો સંઘ ઉતરેલો હતો, તેમણે ચૂલે બનાવેલા ગરમાગરમ રોટલાનો મોટો થપ્પો લાવીને મહારાજના હાથમાં આપ્યો. મહારાજ સ્વહસ્તે સંતોની ઝોળીઓમાં રોટલા પધરાવવા લાગ્યા.

ત્યાંથી મહારાજ ધર્મકુળના વંડામાં પધાર્યા. શ્રી રઘુવીરજી મહારાજનાં પત્ની વિરજયાદેવીએ વડાંનો ભરેલો થાળ બદરીનાથજી દ્વારા મોકલ્યો, તે મહારાજે સાધુઓની ઝોળીમાં પધરાવ્યો. સુવાસિની ભાભીએ ગોપાલજી અને અયોધ્યાપ્રસાદજી મહારાજ સાથે થાળ મોકલ્યો, તે પણ સંતોને અર્પણ કર્યો. દરબારગઢમાં પાંચુબાઈએ રોટલા અને સુવાની ભાજીનો થાળ દીધો, લાડુબાએ રોટલા અને સાકરકોળાના શાકનો થાળ દીધો, રાજબાઈએ રોટલા આપ્યા, અને મોટીબાએ અડદની દાળ તથા રોટલા આપ્યા. મહારાજે કહ્યું, “આ દાળ અમે તપેલા સહિત સાધુઓને આપીએ છીએ, તપેલું પરત આવી જશે.” મોટીબાએ હાથ જોડીને પંચાંગ પ્રણામ કરી આજ્ઞા સ્વીકારી.

શ્રીજીમહારાજે તે દિવસે સ્વહસ્તે અન્નદાન કરીને સર્વે સંતોની ઝોળીઓ છલકાવી દીધી. ત્યારબાદ મુળજી બ્રહ્મચારીએ પ્રભુના ચરણકમળ ધોઈને રુમાલથી લૂછી ચાખડી પહેરાવી, અને શ્રીહરિ અલબેલી ચાલે અક્ષરઓરડીમાં પધાર્યા.

  • શ્રીહરિની લીલામાંથી…

Goto Naviagation👇

Hindi

गढ़पुर में जोधा भरवाड़ के साथ छाछ मथने की लीला और साधुओं की झोली में अन्नदान

परब्रह्म श्रीजीमहाराज गढ़पुर में दादा खाचर के दरबार में विराजमान थे। एक दिन प्रातःकाल वासुदेव नारायण के कमरे की ओसरी में ढोलिए पर विराजे थे। वहाँ से उठकर श्रीहरि ओसरी में आए, जहाँ जोधा भरवाड़ और बिजल भरवाड़ आमने-सामने बैठकर मथानी से छाछ मथ रहे थे।

श्रीहरि ने बिजल से प्रेमपूर्वक कहा, “लाओ बिजल, नेतरा (रस्सी) हमें दो, आज हम छाछ मथेंगे!” ऐसा कहकर मथानी की रस्सी अपने हाथ में ले ली और जोधा भरवाड़ के सामने बैठकर मथानी खींचने लगे।

थोड़ी देर में जब जोधा का ध्यान भटका, तो श्रीहरि ने लीला करते हुए मथानी के डेर (रवैये) को उलटा घुमा दिया! उल्टे घूमने से मक्खन बन ही न पाता। जब पाँच-छह बार ऐसा हुआ, तो जोधा ने ध्यान से देखकर कहा, “महाराज! यह सब आपकी ही शरारत है! अब यदि आपने कुछ गड़बड़ की तो मैं आपके पैर पकड़कर पटक दूँगा!” श्रीहरि खिलखिलाकर हँस पड़े और पुनः मथने लगे।

श्रम के कारण श्रीहरि के मुखारविंद पर पसीने की बूँदें झलकने लगीं। यह देख जोधा ने स्नेह से कहा, “महाराज! अब रहने दीजिए, आप थक जाएँगे!” किंतु श्रीहरि ने कहा, “नहीं, आज हम ही मथेंगे।”

कुछ देर बाद जोधा ने कहा, “महाराज! अब छाछ तैयार हो गई है और मक्खन ऊपर आ गया है।” श्रीहरि ने मथना रोककर मटके में हाथ डाला और बोले, “जोधा! इसमें तो मक्खन दिखता ही नहीं!” जोधा ने कहा, “महाराज! ठंडा पानी डालेंगे तो मक्खन ऊपर तैरने लगेगा।”

उसी समय दरबार के आँगन में परमहंस संत झोली मांगने पधारे और “नारायण हरे… सच्चिदानंद प्रभो!” की ध्वनि की। श्रीहरि का हाथ कोहनी तक छाछ और मक्खन से भरा हुआ था, उसी अवस्था में वे आँगन में इमली के वृक्ष तक दौड़ पड़े। मुलजी ब्रह्मचारी जल लेकर दौड़े और बोले, “यह जोधा कहाँ गया था, जिसने महाराज का हाथ कोहनी तक छाछ से भर दिया!” श्रीहरि मंद-मंद मुस्कराए।

ब्रह्मचारीजी ने लोटे से जल डाला। आँगन में खड़े साधु दौड़े और नीचे अंजलि लगाकर वह जल अपने मस्तक पर चढ़ाने लगे। महाराज ने हँसकर कहा, “साधुराम! यह जल अनछना है, इसे पीजिएगा मत!” संतों ने उस चरणामृत रूपी प्रक्षालन जल को सिर पर धारण कर परम सौभाग्य माना।

इसके बाद श्रीहरि ने पुकारा, “साधु झोली लेकर आए हैं, रोटला हों तो शीघ्र लाओ!” उमरेठ गाँव का संघ आया हुआ था, उन्होंने गर्म रोटलों का ढेर लाकर महाराज को सौंपा। महाराज अपने करकमलों से संतों की झोलियों में रोटले देने लगे।

फिर महाराज धर्मकुल के बाड़े में पधारे। श्रीरघुवीरजी महाराज की पत्नी विरजादेवी ने वड़ों का थाल भेजा, वह संतों को दिया। सुवासिनी भाभी ने गोपालजी और अयोध्याप्रसादजी महाराज के हाथ से थाल भेजा, वह भी संतों की झोली में दिया। पांचूबाई ने रोटले और साग दिया, लाडूबा ने रोटले और कद्दू का साग दिया, राजबाई ने रोटले दिए, और मोटीबा ने उड़द की दाल तथा रोटले दिए। महाराज ने पतीले सहित दाल संतों को अर्पित कर दी।

इस प्रकार श्रीजीमहाराज ने स्वयं अपने हाथों से सभी संतों की झोलियाँ अन्न से परिपूर्ण कर दीं। तदुपरांत मुलजी ब्रह्मचारी ने प्रभु के चरण धोकर खड़ाऊँ पहनाईं और श्रीहरि दिव्य चाल से अक्षर ओरडी पधारे।

  • श्रीहरि की लीला से…

Goto Naviagation👇

English

Divine Lila of Churning Buttermilk with Jodha Bharwad and Abundant Alms for the Paramhansas in Gadhpur

The Supreme Lord Shreeji Maharaj was residing in the royal court of Dada Khachar in Gadhpur. One morning, while seated on a cot on the veranda outside the Vasudev Narayan room, Maharaj stepped down to watch Jodha Bharwad and Bijal Bharwad churning curd to make buttermilk with a large traditional churning rod and rope.

Affectionately approaching them, Shreehari said, “Give the churning rope to Us, Bijal; today We shall churn the buttermilk!” Taking the rope from Bijal’s hands, Maharaj sat opposite Jodha Bharwad and enthusiastically began pulling the ropes back and forth.

Whenever Jodha’s attention momentarily wavered, Shreehari playfully inverted the churning blade (der)! Because the blade was turned backward, the butter would not coalesce. When this repeated several times, Jodha scrutinized the setup, caught Maharaj red-handed, and said with rustic affection, “Maharaj! This is clearly your mischievous trick! If you fiddle with it again, I will catch your feet and knock you down!” Shreehari burst into hearty laughter and resumed churning earnestly.

Beads of perspiration soon adorned Shreehari’s radiant lotus face. Seeing this, Jodha said with deep concern, “Maharaj, please stop now! Bijal, take over before Maharaj tires!” But Shreehari insisted, “No, We shall churn it Ourselves; We won’t give it to Bijal.”

After some time, Jodha remarked, “Maharaj, the buttermilk is churned and butter has gathered on top.” Reaching his hand into the large clay pot, Maharaj stirred it and teased, “Jodha, there is no butter here!” Jodha explained, “Maharaj, once we pour in cool water, the fresh butter will float right to the top.”

At that very moment, wandering paramhansas entered the courtyard seeking alms, chanting the traditional call: “Narayan Hare… Sachchidanand Prabho!” With His right arm drenched in buttermilk up to the elbow, Shreehari spontaneously ran into the courtyard near the tamarind tree to greet them. Mulji Brahmachari rushed over with water to wash Maharaj’s hands, exclaiming, “Where was this Jodha that he let Maharaj’s arm become covered in buttermilk!” Shreeji Maharaj smiled gently.

As Brahmachari poured water from a vessel over Shreehari’s arm, the sadhus eagerly stepped forward, cupping their hands underneath to catch the sacred washings upon their heads. Maharaj cautioned them with a smile, “O holy sadhus! Do not drink this water, as it is unfiltered.” The ascetics sanctified their foreheads with the divine washings, regarding it as the highest blessing.

Shreehari then called out loudly, “The holy sadhus have arrived with their begging pouches (zolis); bring whatever rotlas are ready!” Devotees from the Umreth pilgrimage group promptly brought a large stack of fresh rotlas, which Maharaj personally distributed into the sadhus’ pouches.

Maharaj then proceeded to the Dharmakul quarter. Virjayadevi, the consort of Acharya Raghuvirji Maharaj, sent a platter of freshly fried vadas through Badrinathji, which Maharaj placed into the pouches. Suvasini Bhabhi sent delicious dishes through Gopalji and Ayodhyaprasadji Maharaj, which were also given. Panchubai offered rotlas and greens; Laduba offered rotlas and pumpkin curry; Rajbai contributed rotlas; and Motiba presented a pot of urad dal along with rotlas. Maharaj handed the entire pot of dal to the sadhus, promising that the utensil would be returned. Motiba joyfully prostrated and accepted Maharaj’s wish.

In this divine manner, Shreeji Maharaj personally filled the begging pouches of all the paramhansas to overflowing with sanctified food. Mulji Brahmachari then washed Maharaj’s lotus feet, dried them with a fine cloth, and offered wooden sandals (padukas), and Shreehari retired to the Akshar Ordi with His majestic gait.

— From the Lilas of Bhagwan Shree Swaminarayan