અમદાવાદમાં રઘુનાથદાસના કુપ્રચાર સામે રામાનંદ સ્વામીના વરિષ્ઠ શિષ્ય ભાઈરામદાસ સ્વામી ગુરુવચનમાં અડગ રહ્યા અને શ્રીહરિએ વિરોધીનું પણ ભલું ઇચ્છવાની અજોડ દયા દર્શાવી.
સદગુરુ રામાનંદ સ્વામી અક્ષરધામ સિધાવ્યા ત્યારે તેમના તમામ વરિષ્ઠ શિષ્યોએ ગુરુદેવની અંતિમ આજ્ઞા માથે ચડાવીને વયમાં નાના એવા શ્રી સહજાનંદ સ્વામીને પોતાની સર્વે મોટાઈ ત્યાગીને પોતાના ઈષ્ટદેવ અને ગુરુ તરીકે પૂર્ણ નિષ્ઠાથી સ્વીકાર્યા.
એ સમયગાળામાં શ્રીહરિએ રામાનંદ સ્વામીના સૌથી વરિષ્ઠ શિષ્ય અને ગુરુબંધુ એવા પૂજ્ય ભાઈરામદાસ સ્વામીને અમદાવાદ ખાતે સત્સંગ પ્રચાર અર્થે મોકલ્યા. ભાઈરામદાસ સ્વામી અમદાવાદ પધારી હરિભક્તોને મળ્યા અને સત્સંગની વૃદ્ધિ કરી રહ્યા હતા. એ જ સમયે સત્સંગમાંથી બહિષ્કૃત થયેલો રઘુનાથદાસ રામાનંદ સ્વામીના જૂના શિષ્યોને શ્રીહરિ વિરુદ્ધ ભડકાવવાના ઇરાદે અમદાવાદમાં ફરી રહ્યો હતો. ગુરુભાઈ હોવાના નાતે રઘુનાથદાસ ભાઈરામદાસ સ્વામી પાસે આવ્યો અને કાન ભંભેરણી કરતાં બોલ્યો, “સ્વામી! આપ તો સદગુરુ રામાનંદ સ્વામીના સર્વપ્રથમ અને સૌથી વરિષ્ઠ શિષ્ય છો. આખા સત્સંગમાં આપની મોટાઈ સર્વોપરી છે. આપણે બંને સાથે મળીને સત્સંગ ચલાવીએ! આ નાનો સહજાનંદ તમને ક્યારેય મોટાઈ નહીં આપે; જે રીતે મને સત્સંગમાંથી કાઢી મૂક્યો, તેમ સમય આવ્યે તમને પણ બહિષ્કૃત કરશે!”
રઘુનાથદાસની કુટિલ વાતો સાંભળી સમર્થ સંત ભાઈરામદાસ સ્વામી ગંભીર અને શાંત વાણીમાં બોલ્યા, “રઘુનાથદાસ! આપણા ગુરુદેવ રામાનંદ સ્વામીએ ધામમાં જતાં પૂર્વે આપણને સર્વેને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ‘આ સહજાનંદ સ્વામીને જ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ગુરુ માનજો; જેવો ભાવ અને પ્રેમ મારી પૂજામાં રાખતા હતા તેવો જ ભાવ એમની સેવામાં રાખજો.’ ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું હતું કે જે આ સહજાનંદ સ્વામીની આજ્ઞા નહીં માને તે સત્સંગમાંથી બહિષ્કૃત થશે!”
પોતાની ચાલ નિષ્ફળ જતાં રઘુનાથદાસે અવનવી દલીલો કરીને ભાઈરામદાસ સ્વામીની નિષ્ઠા ડગાવવા ખૂબ પ્રયાસ કર્યા. પરંતુ અડગ હિમાલય જેવા ભાઈરામદાસ સ્વામી જરાય વિચલિત ન થયા અને બોલ્યા, “જ્યારે ગુરુદેવે આ આજ્ઞા કરી ત્યારે સભામાં આપણે સાઠ જેટલા ગુરુભાઈઓ સાક્ષી હતા. ગુરુવચન પ્રમાણે હું તો શ્રી સહજાનંદ સ્વામીનો દાસાનુદાસ થઈને જ સત્સંગમાં રહ્યો છું અને આજીવન રહીશ!” આ સાંભળી રઘુનાથદાસ ક્રોધિત થઈ અપમાનજનક શબ્દો બોલી ત્યાંથી ચાલ્યો ગયો.
ત્યારબાદ શ્રીહરિ જેતલપુર પધાર્યા અને રઘુનાથદાસની વાતોમાં આવી ગયેલા હરિભક્તોને સાચી સમજણ આપી અમદાવાદ પધાર્યા. ભાઈરામદાસ સ્વામીએ શ્રીહરિને રઘુનાથદાસ સાથે થયેલી સમગ્ર ઘટના જણાવી. શ્રીહરિએ મંદ મંદ હસતાં કહ્યું, “સ્વામી! ગુરુદેવ રામાનંદ સ્વામીના વચનમાં તમારી આવી દ્રઢ નિષ્ઠા અને વિશ્વાસભાવને ધન્ય છે! સત્સંગમાં તો ભગવાનની જેમ મરજી હશે તેમ જ થશે; આપણો ધર્મ એ છે કે તેનું પણ કોઈ પ્રકારે ભૂંડું ન થાય તે જોવું!”
શ્રીહરિના આવા પરમ ક્ષમાભાવપૂર્ણ શબ્દો સાંભળી ભાઈરામદાસ સ્વામી ગદ્ગદ થઈ વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ પ્રભુનો આટલો દ્રોહ કરે છે, તેનું પણ શ્રીહરિ અહિત ઇચ્છતા નથી! આવી અગાધ દયા અને ક્ષમા સાક્ષાત્ પરબ્રહ્મ સિવાય કોનામાં હોઈ શકે?
- સંત સુમન સૃજમાંથી… 🙇🏻♂️🙏
Hindi
अहमदाबाद में वरिष्ठ संत भाईरामदास स्वामी की अडिग निष्ठा और श्रीहरि का अमोघ क्षमाभाव
सद्गुरु रामानंद स्वामी के गोलोक गमन के पश्चात, उनके सभी वरिष्ठ शिष्यों ने गुरुदेव की आज्ञा शिरोधार्य कर अवस्था में अत्यंत कनिष्ठ श्री सहजानंद स्वामी को अपना इष्टदेव और गुरु स्वीकार किया।
उस कालखंड में श्रीहरि ने रामानन्द स्वामी के ज्येष्ठतम शिष्य और गुरुबंधु पूज्य भाईरामदास स्वामी को अहमदाबाद में सत्संग प्रचार हेतु भेजा। ठीक उसी समय सत्संग से निष्कासित रघुनाथदास पुराने भक्तों को श्रीहरि के विरुद्ध भड़काने के उद्देश्य से अहमदाबाद में घूम रहा था। गुरुभाई के नाते वह भाईरामदास स्वामी से मिला और बहकाने लगा, “स्वामी! आप तो पूरे संप्रदाय में सबसे बड़े हैं। हम दोनों मिलकर सत्संग का संचालन करें! यह छोटा सहजानंद आपको कभी आदर नहीं देगा। जैसे मुझे निकाला, वैसे ही आपको भी निकाल देगा।”
रघुनाथदास के कपटपूर्ण वचन सुनकर भाईरामदास स्वामी ने शांत भाव से उत्तर दिया, “रघुनाथदास! हमारे गुरुदेव रामानन्द स्वामी ने महाप्रयाण से पूर्व स्पष्ट कहा था कि ‘इस सहजानंद स्वामी को ही साक्षात् इष्टदेव मानना और जैसी निष्ठा मुझमें रखी, वैसी ही सेवा इनकी करना।’ गुरुदेव ने यह भी चेताया था कि जो सहजानंद की आज्ञा नहीं मानेगा, वह सत्संग से बहिष्कृत समझा जाए!”
रघुनाथदास ने अनेक तर्क देकर स्वामी को डिगाने का यत्न किया, किंतु हिमालय की भाँति अटल भाईरामदास स्वामी ने सिंहनाद किया, “उस सभा में हम साठ गुरुभाई साक्षी थे। गुरुदेव के वचनानुसार मैं तो सहजानंद स्वामी का दास बनकर ही सत्संग में रहा हूँ और सदैव रहूँगा!” हताश होकर रघुनाथदास अपशब्द कहकर चला गया।
कालांतर में श्रीहरि अहमदाबाद पधारे। जब भाईरामदास स्वामी ने यह सारा वृत्तांत सुनाया, तो श्रीहरि ने मंद स्मित के साथ कहा, “स्वामी! गुरुदेव के वचनों में आपकी ऐसी अनन्य निष्ठा धन्य है! सत्संग में वही होगा जो भगवान की इच्छा है; हमारा कर्तव्य यह है कि उसका भी अहित न हो, यह देखें।”
अपने घोर विरोधी और द्रोही के प्रति भी प्रभु का ऐसा असीम क्षमाभाव देखकर भाईरामदास स्वामी भावविभोर हो गए कि साक्षात् पूर्णब्रह्म परमात्मा के अतिरिक्त ऐसा करुणासागर दूसरा कौन हो सकता है!
- संत सुमन सृज से… 🙇🏻♂️🙏
English
Senior Sadguru Bhairamdas Swami’s Unflinching Conviction and Shrihari’s Divine Compassion in Ahmedabad
Following the divine departure of Sadguru Ramanand Swami, all his senior disciples humbly surrendered their pride and faithfully accepted the young Shree Sahajanand Swami as their divine Master and supreme Ishtadeva in strict accordance with their Guru’s command.
During this pivotal period, Shrihari dispatched Ramanand Swami’s foremost senior disciple, Sadguru Bhairamdas Swami, to Ahmedabad to propagate Satsang. Around the same time, Raghunathdas, who had been excommunicated from the fellowship due to his rebellious pride, was touring Ahmedabad attempting to mislead devotees against Shrihari. Leveraging their bond as fellow disciples, Raghunathdas approached Bhairamdas Swami with cunning flattery: “Swami! You are Ramanand Swami’s very first and most senior disciple, revered above all in this fellowship. Let us unite to lead Satsang! This young Sahajanand will never grant you your rightful honor; just as he expelled me, he will eventually cast you aside as well.”
Hearing these deceitful words, the spiritually resolute Bhairamdas Swami calmly replied, “Raghunathdas! Prior to entering Akshardham, our Gurudev Ramanand Swami commanded us unequivocally: ‘Look upon this Sahajanand Swami as the Supreme Lord Purushottam Himself, and serve Him with the very same love and devotion you offered to me.’ Gurudev even declared that anyone failing to obey Sahajanand Swami should be deemed outcast from Satsang!”
Raghunathdas attempted to shake the Swami’s resolve with contentious arguments, but Bhairamdas Swami remained as unyielding as a rock, proclaiming: “Nearly sixty of us guru-brothers were direct witnesses in that assembly. In obedience to our Guru’s word, I have remained a servant of Shree Sahajanand Swami, and so shall I remain forever!” Infuriated by his failure, Raghunathdas hurled insults and stormed away.
Later, Shrihari arrived in Ahmedabad and met Bhairamdas Swami, who narrated the entire encounter. With a serene and gentle smile, Shrihari said, “Swami! Blessed is your unwavering conviction and absolute faith in Gurudev Ramanand Swami’s words! In Satsang, whatever God wills shall unfold; our foremost duty is to ensure that no harm befalls even him.”
Hearing Shrihari’s boundless forgiveness and compassion towards someone who actively harbored hostility against Him, Bhairamdas Swami was moved to tears, reflecting that such unconditional grace can belong to none other than the Supreme Lord Himself.
- From the scripture Sant Suman Sruj… 🙇🏻♂️🙏