Goto Naviagation👇

કારિયાણીમાં સાંબેલાધારે વરસાદ વચ્ચે ભીંજાયેલા વસ્ત્રે શ્રીહરિનું મીણબાઈના ઘરે પધારવું, રસોડાનો ચૂલો પલળી જતાં માટલું ફોડી સગડી બનાવવી અને ઘી-ગોળ-દહીં સાથે પ્રેમપૂર્વક રોટલો જમાડવો.

એક સમયે શ્રીજીમહારાજ કારિયાણી પધાર્યા હતા. ચોમાસાની ઋતુ હતી અને અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયાં. વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે અનરાધાર વરસાદ તૂટી પડ્યો. રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા અને નેવાંની ધારાઓથી ફળિયામાં પાણી સમાતું નહોતું.

આવા મુશળધાર વરસાદમાં શ્રીજીમહારાજ પલળતાં વસ્ત્રે અચાનક પરમ ભક્ત મીણબાઈના ઘેર પધાર્યા. મીણબાઈએ પ્રભુને ભીંજાયેલા જોઈ આશ્ચર્યથી કહ્યું: “અરેરે મહારાજ ! અમે સંસારીઓ તો લોભ-મોહમાં રઝળીએ, પણ આપને ક્યાં સંસારના વૈભવ ઊભા કરવા છે તે આવા તોફાની વરસાદમાં પલળતાં નીકળ્યા છો? જીવ પર આટલી બધી દયા વરસાવો છો, ઘડીક નિરાંતે બેસો ને!”

શ્રીહરિએ હસીને કહ્યું: “મીણબાઈ ! અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો શરીરનું પોષણ તો જોઈએ ને? ઉતારે ઇન્દ્રરાજાએ તોફાન મચાવ્યું અને અમને ભૂખ લાગી, એટલે તમારું ઘર નજીક ભાળી દોડતા આવ્યા છીએ!”

મીણબાઈએ કોરો ખેસ આપી મહારાજનું શરીર લૂછાવ્યું અને ખાટલી પર બેસાર્યા. પરંતુ રસોડામાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ચૂલો સાવ પલળી ગયો હતો. મીણબાઈએ ક્ષણનોય વિચાર કર્યા વગર પાણિયારે જઈ પાણી ભરેલું માટલું ખાલી કરી તેને વચ્ચેથી ફોડી નાખ્યું! નીચેના અર્ધા ભાગમાં છાણાં અને દેવતા મૂકી ઘરમાં જ દેશી સગડી તૈયાર કરી લીધી!

શ્રીહરિએ કહ્યું, “મીણબાઈ ! આ શું કર્યું? હવે પાણીયારે પાણી કેમ ભરાશે?” મીણબાઈએ પ્રેમભીના સાદે કહ્યું: “મહારાજ ! કુંભારનું ઘર ક્યાં દૂર છે? સવારે નવું માટલું લઈ આવીશ. પણ આપ જેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મારે ઘેર ભૂખ્યા આવે એવો રૂડો અવસર ફરી ક્યાંથી મળવાનો? નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે!”

મીણબાઈએ લીલવાણી બાજરાના લોટનો દડા જેવો ફૂલેલો ગરમાગરમ રોટલો શેકી, તેમાં કાણાં પાડી ધીંગું ઘી ભર્યું અને તાજું દહીં, માખણનો વાટકો અને અથાણું પીરસી મહારાજને હેતથી જમાડ્યા. ભક્તના આ નિર્મળ પ્રેમથી શ્રીહરિ તૃપ્ત થઈ ગયા.

  • પ્રેમીજનને વશ પાતળિયોમાંથી…

Goto Naviagation👇

Hindi

कारियाणी में मूसलाधार वर्षा में मीणबाई का अनन्य समर्पण और मटका फोड़कर चूल्हा बनाना

कारियाणी में मूसलाधार वर्षा के मध्य श्रीजीमहाराज भीगते हुए परम भक्त मीणबाई के घर पहुंचे और भूख लगने की बात कही। मीणबाई ने देखा कि रसोई का चूल्हा वर्षा के पानी से भीग चुका है।

बिना संकोच किए मीणबाई ने पानी का नया मटका फोड़कर घर के भीतर ही सुंदर चूल्हा तैयार कर लिया। प्रभु ने जब पूछा कि पानी किसमें भरोगी, तो मीणबाई ने कहा, “प्रभु ! मटका तो कल कुम्हार से नया मिल जाएगा, किंतु आप जैसा भगवान घर पर भूखा पधारे ऐसा अवसर बार-बार नहीं मिलता!”

मीणबाई ने गरमागरम बाजरे का रोटला, शुद्ध घी, दही और मक्खन परोसकर प्रभु को तृप्त किया। भक्त के इस अनन्य प्रेम के वशीभूत होकर श्रीहरि अत्यंत प्रसन्न हुए।

Goto Naviagation👇

English

Kariyani: Minbai’s Supreme Devotion - Breaking Water Pot in Torrential Rain to Feed Shreehari

During His stay in Kariyani, the monsoon season brought an unprecedented deluge. Dark, thunderous clouds engulfed the skies, unleashing torrential rains accompanied by deafening lightning. Pathways turned into surging torrents.

In the midst of this furious downpour, Shreeji Maharaj arrived drenched at the humble doorstep of His devoted disciple, Minbai. Astonished to see the Lord soaking wet, Minbai exclaimed: “O Maharaj! We householders wander restlessly out of worldly greed, but what worldly wealth do You need to amass that You roam in such a storm? Pray sit comfortably and rest!”

Shreehari replied with playful tenderness: “Minbai! Having assumed a human frame, the body requires sustenance! The rains flooded Our lodging and hunger struck Us; spotting your hut nearby, We ran here!”

Minbai offered a dry cloth and seated Maharaj upon a cot. However, rainwaters had seeped into the kitchen, extinguishing the clay hearth. Without a moment’s hesitation, Minbai emptied a large earthen water pot (matlu) and split it in half, filling the base with dried cow dung and embers to fashion an improvised indoor stove!

Seeing this, Shreehari remarked: “Minbai! What have you done? How will you fetch water without your pot?” Minbai replied with boundless love: “O Lord! The potter’s house is nearby; I can buy another pot tomorrow morning. But where will I ever find this blessed opportunity of feeding Purna Purushottam Narayan at my humble home? Wealth can always be regained, but such a divine moment never returns!”

Minbai prepared a piping-hot, fluffy bajra rotlo, made deep impressions filled with rich melted ghee, and served it with fresh curd, sweet butter, and pickles. Overwhelmed by her unadulterated love, Shreehari relished the feast with supreme joy.