Goto Naviagation👇

કચ્છના કાળાતળાવ ગામે પાણીની તંગી વખતે કૂવામાં શ્રીહરિએ ચરણ લટકાવતાં જળ પ્રવાહ ઊંચે આવવો, કથામાં ઝોલું ખાતા મુક્તાનંદ સ્વામી આદિક સંતોને બહાર મોકલી એકાગ્રતા અને દશ હજાર જીવોના કલ્યાણનો નિયમ આપવો.

ભુજનગરમાં જેઠી ગંગારામના ઘરે રોકાયા પછી શ્રીજીમહારાજ દોઢસો સંતો સાથે કચ્છના કાળાતળાવ ગામે પધાર્યા. ગામના સુથાર રવજી, ભીમજી, હરભમ અને મનજી વાજતે-ગાજતે સામૈયું કરી મહારાજને પોતાના ઘેર પધરાવ્યા અને સંતો તળાવના કાંઠે ઊતર્યા.

ગામલોકોએ શ્રીહરિ આગળ કરગરીને વિનંતી કરી: “હે મહારાજ ! અમારા ગામમાં એક જ કૂવો છે અને તેમાં પણ પાણી ખૂટી જતાં ગ્રામજનોને પીવાના પાણીનું ભારે સંકટ વેઠવું પડે છે!” ભક્તોનું દુઃખ જાણી દયાળુ શ્રીહરિ સભામાંથી ઊભા થઈ તળાવના કૂવે પધાર્યા. કૂવાના થાળા પર બેસી પ્રભુએ પોતાના બન્ને ચરણારવિંદ કૂવાની અંદર લટકાવ્યાં.

તે જ ક્ષણે પ્રભુના દિવ્ય ઐશ્વર્યથી પાતાળમાંથી શીતળ નિર્મળ જળનો પ્રવાહ ઉછળીને ઉપર આવ્યો અને શ્રીહરિના પાવન ચરણકમળને સ્પર્શ કર્યો! આ અદ્ભુત પરચો જોઈ સમસ્ત ગામજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને પોકારી ઊઠ્યા કે સ્વામિનારાયણ સાક્ષાત્ સર્વાવતારી પરમેશ્વર છે! ગામજનોએ નિયમ કર્યો કે સવારે પ્રથમ સંતો માટે પાણી ભરી લીધા પછી જ ગ્રામજનો પાણી ભરશે.

એક દિવસે સભામાં કથા ચાલતી હતી ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીને ઝોલું આવ્યું. મહારાજે તુરંત કહ્યું, “કથામાં જે ઊંઘે તેનું કામ નહીં, માટે સ્વામી ! આપ ગામ બહાર ભાગોળે જાઓ.” મુક્તાનંદ સ્વામી તુરંત ઊભા થઈ ચાલ્યા ગયા. ત્યારબાદ માધવાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામીને પણ ઊંઘ આવતાં મહારાજે તેમને બહાર મોકલ્યા. મુક્તાનંદ સ્વામી ભાગોળે ગોદડી ઓઢીને સૂઈ રહ્યા, જ્યારે અન્ય સંતોએ પશ્ચાત્તાપ કર્યો.

બપોરે રસોઈ થયા પછી મહારાજે સૌને જમવા તેડાવ્યા અને હસીને કહ્યું: “શાસ્ત્રોમાં મોટા મોટા પુરુષોએ ઘણી વાતો લખી છે પણ તેનું પાલન બહુ ઓછા કરાવે છે. અમારે શાસ્ત્રની મર્યાદાનું યથાવત્ પાલન કરાવવું છે! કથામાં ક્યારેય ઊંઘવું નહીં.” ત્યારબાદ શ્રીહરિએ પ્રત્યેક સંતને દશ-દશ હજાર જીવોનું કલ્યાણ કરવાનો દિવ્ય નિયમ આપ્યો!

  • શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય-૬૦ માંથી…

Goto Naviagation👇

Hindi

कालातलाव के कुएं में चरणारविंद से जलवृद्धि और कथा में एकाग्रता की शिक्षा

कच्छ के कालातलाव गांव में भीषण जल संकट था। ग्रामीणों की प्रार्थना पर श्रीजीमहाराज कुएं की मुंडेर पर बैठे और अपने चरण भीतर लटकाए। तत्क्षण पाताल से जलधारा उमड़ पड़ी और प्रभु चरणों का स्पर्श करने लगी! यह चमत्कार देख सबने प्रभु की जयकार की।

अगले दिन कथा में जब मुक्तानंद स्वामी को झपकी आई, तब नियम की दृढ़ता सिखाने हेतु महाराज ने उन्हें गांव के बाहर जाने का आदेश दिया। मुक्तानंद स्वामी ने तत्क्षण आज्ञा का पालन किया। दोपहर में भोजन पर बुलाकर प्रभु ने स्पष्ट किया कि शास्त्रों की मर्यादा का पालन कराना ही उनका उद्देश्य है। तत्पश्चात प्रभु ने प्रत्येक संत को दस-दस हजार जीवों का कल्याण करने का संकल्प दिया।

Goto Naviagation👇

English

Kalatalav: Water Surges from Dry Well by Touch of Holy Feet and Lessons in Spiritual Vigilance

Accompanied by one hundred and fifty sadhus, Bhagwan Swaminarayan arrived at Kalatalav village in Kutch, where devout artisan brothers Ravji, Bhimji, Harbham, and Manji welcomed Him with joyful celebrations.

The villagers placed an urgent plea before Shreehari: “O Lord! Our village possesses only a single well, and its water has completely dried up, plunging the population into dire hardship!” Moved by their plight, compassionate Shreehari walked to the lake well, sat upon the parapet, and extended His divine lotus feet into the deep well.

Instantly, through His divine omnipotence, subterranean currents surged upward until sweet, crystalline water rose to touch Shreehari’s lotus feet! Witnessing this astounding miracle, the entire village rejoiced in awe, acknowledging Bhagwan Swaminarayan as the Supreme Incarnation. They pledged that every morning, pure water would first be drawn for the holy sadhus before household use.

During an assembly the following day, Sadguru Muktanand Swami dozed off momentarily during the spiritual discourse. Shreeji Maharaj immediately checked him: “One who slumbers during spiritual katha has no place in the assembly; Swami, kindly proceed outside the village boundary!” Muktanand Swami instantly rose and complied. When Madhavanand Swami and Atmanand Swami also felt drowsy, Maharaj sent them outside as well.

At noon, Maharaj summoned them for lunch and explained with a smile: “Great spiritual masters have written extensive treatises, but few enforce rigorous discipline. We intend to ensure that scriptural injunctions are lived meticulously! Never yield to slumber during sacred katha.” Shreehari then conferred upon each sadhu the holy mission of liberating ten thousand souls!