ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા.
Gujarati
ધોરાજીના માવજી દવેના પુત્રો અને શ્રીજી મહારાજ
ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા. ધોરાજી ગામમાં સ્વામીએ સદાવ્રત પણ ચાલું કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાઘુ-સંત અભ્યાગતો ને કાયમ અતિ મહીમાંથી જમાડતા. શ્રીહરિ ગાદીએ બેઠા પછી પોતે પણ અવારનવાર ધોરાજી પધારતા ને લાલવડે સભાઓ કરતા. અનેક ઐશ્વર્ય પરચાઓથી સર્વ મુમુક્ષુંઓને પોતાના પુરુષોત્તમપણા નો નિશ્ચય પણ કરાવતા.
એકવખતે શ્રીહરિ સંઘમાં સદગુરુ મુકતાનંદ સ્વામી આદિક સંતો-ભકતો સાથે ધોરાજી પધાર્યા અને ગામના ખીમાણી દરબારોએ અતિભાવથી શ્રીહરિને રોક્યા, સભામાં એ વખતે શ્રીહરિના દર્શને માવજી દવેના વિધવા બહેન ગંગાબેન પોતાની સાથે ચારેય ભત્રીજાઓને લઇને દર્શને આવ્યા. શ્રીહરિને પગે લગાડીને ગંગાબાઇ બોલ્યા કે “હે પ્રભું, હું તો હવે ખડ્યું પાન છું, મારો દેહ હવે જાજું રહેશે નહી, આ મારા માવજીભાઇ ના ચારેય દિકરા હરજીવન, રાઘવજી, વાલજી અને કેશવજી છે. મારા ભાઇ તો ધામમાં ગયા તે હવે આ ચારેય ને હું ઉછેરી ને મોટા કરું છું, હવે તમે પ્રભું આજ પધાર્યા છો તો તમારા ચરણે એને સોંપું છું, મારો દેહ રહે ન રહે તમે એનું ધ્યાન રાખજો.” ત્યારે શ્રીહરિ ચારેય ભાઇઓ ઉપર અમિદ્રષ્ટિ કરતા કહે કે “જુઓ ગંગાબેન, જે અમારા થાય એની ફિકર અમને કાયમ રહે, માવજી દવે તો ગુરુદેવ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા, માટે તમે કોઇ ચિંતા ન કરશો.” એમ કહીને શ્રીહરિએ નાના નાના છોકરાવને પુછયું કે “તમે કાંય ભણ્યા છોવ? ત્યારે સૌથી મોટા બાર વરહના હરજીવન એકે માથું ધુણાવીને ‘હા’ કહી અને બીજા ત્રણ નાનાઓ ‘ના’ કહી.
શુ ભણ્યા છો વેદ કે પુરાણ, તમે બોલો કઇક ગીરવાણ..!
શ્રીહરિએ તુરંત જ સદગુરુ મુકતાનંદ સ્વામીને કહ્યું કે ‘સ્વામી, તમારા પાસે કોઇ પુસ્તક નું પાનું હોય તો આ છોકરાવને ભેંટ દઇએ..!’ એ વખતે સ્વામી પોતે વાંચતા હતા એ રામાયણની હસ્તલીખીત પ્રત ના ચાર કાંડ મંગાવ્યા. શ્રીહરિએ મોટા હરજીવન ને બાદ કરીને નાના ત્રણેય છોકરાવને એક-એક કાંડ હાથમાં દીધા. ત્યારે સભામાં બેઠેલા સૌ કોઇ વિસ્મય પામ્યા ને ગણગણાટ થયો કે ‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છ તે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’ આમ વાત કરે છે ત્યારે શ્રીહરિએ કહેતા એ ત્રણેય નાના છોકરાઓ રામાયણ નો ચોપાઇઓ કડકડાટ બોલવા મંડયા.
પછી બોલ્યા કડેડાટ પાઠ, જોઇ રાજી થયા પોતે નાથ..! એવી રીતે બોલ્યા ભણ્યા વિના, જોઇ સભા સર્વે થઇ લીના…!!
શ્રીહરિ કહે કે ‘ગંગાબેન, આ છોકરાવ રામાયણ વાંચતા આવડે છે, એટલે તેઓને હવે પોતાનો વ્યવહાર સુખેથી ચાલશે.’ ત્યારે ગંગાબાઇ એ હાથ જોડીને પ્રણામ કર્યા.
સદગુરુ મુકતાનંદ સ્વામી એ હાથ જોડ્યા કે ‘હે પ્રભું, આપની કળા તો અચરજ હોય, અમ પામરના કળ્યા માં ન આવે, તમે આ નાના ત્રણેયને રામાયણ દઇને આશીર્વાદ દીધા ને આ મોટા હરજીવનને કેમ કોરો રાખ્યો ? ત્યારે શ્રીહરિ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે ‘સ્વામી, અમને જે યોગ્ય લાગે એમ કર્યુ.’ આ સુણીને મુકતાનંદ સ્વામી પણ મનમાં વિચાર્યું કે ‘ધણીનો વળી ધણી કોણ..! જે મહારાજ કહે ને કરે એજ આપણે જીવનમંત્ર, સંશય કરનાર આપણે કોણ…?’ આમ, એ દિવસે માવજીદવેના દિકરાઓને આશીર્વાદ દીધા અને ગંગાબાઇ ના મનની ચીંતાને હરી લીધી.
આઠ-દસ મહીના વિત્યે વળી શ્રીહરિ વરજાંગ જાળિયા થઇને મુકતાનંદ સ્વામી સાથે ફરીને ધોરાજી પધાર્યા. એ વખતે રાઘવજી શ્રીહરિના દર્શને આવ્યા ને દંડવત પ્રણામ કરીને સન્મુખ બેઠા, ત્યારે સર્વસુજાણ શ્રીહરિએ સર્વસ્વ જાણતા હોવા છતા એમને પુછેયું કે ‘રાઘવજી, તમારા મોટા હરજીવન શું કરે છે? ત્યારે નાના એવા રાઘવજી કહે કે ‘હે મહારાજ, ગયા વખતે તમે આંહી પધાર્યા ને છ મહીના પછે મોટાભાઇ હરજીવન તમારા ધામમાં સીધાવ્યા.’ આ સુણીને શ્રીહરિ એ તુરંતજ સદગુરુ મુકતાનંદ સ્વામી સન્મુખ જોયું એટલે સ્વામી તુંરતજ એ સમાના સંશય નો અર્થ પામી ગયા અને શ્રીહરિને નમન કરી ને પોતાના રચિત છત્રીસ પદાની સાખી બોલ્યા કે…
મોકું સંશય ભયે વિકરાળા, કહો શુકમુનિ પરમદયાળા..! મુકતાનંદ કે પ્રભું કી વડાઇ, બિન જાને પુછયો વરજાંઇ..!!
આ માવજી દવેના પુત્ર વિપ્રભાઇઓ રાઘવજી અને લાલજીને શ્રીહરિએ જેતલપુરમાં યજ્ઞ પ્રસંગે ખાસ કંકોત્રીઓ લખીને તેડાવ્યા હતા, પરંતું ત્યાં સુબાની આડોડાઈને લીધે શ્રીહરિ એ ડભાણમાં યજ્ઞ નું નકકી કર્યું. રાઘવજી અને વાલજી શ્રીહરિ ના આમંત્રણથી તુંરત જ નીસર્યા ને જેતલપુર ગયા પરંતું શ્રીહરિ એ ડભાણ માં યજ્ઞનું આયોજન કરેલ હોય તેઓ બંને ત્યાં ગયા ને યજ્ઞની વેદી ઉપર બેઠેલા શ્રીહરિના દર્શન પામી ને ધન્ય થયા. શ્રીહરિ પણ એમના ઉપર અતિ રાજી થયા અને પોતાના હાથે થી એક એક વેઢ કાઢીને બંને ભાઇઓને રાજી થઇને દીધો હતો. રાઘવજી અને વાલજી બેઉ ભાઇઓ શ્રીહરિના હાથે કૃપા પ્રસાદી પામીને ધન્ય થયા. ડભાણમાં એ મહાવિષ્ણુંયાગના દર્શન કરીને ધોરાજી આવ્યા હતા.
- શ્રીહરિલીલામૃતમ્ માંથી….
🙇🏻♂️🙏
Hindi
धोराजी के मावजी दवे के पुत्र और श्रीजी महाराज
धोराजी गाँव में गुरुदेव रामानंद स्वामी के समय से ही सत्संग की सुदृढ़ नींव थी। गुरुदेव रामानंद स्वामी प्रायः स्वयं धोराजी पधारते और परम भक्त विप्र मावजी दवे के घर ठहरते थे। धोराजी में स्वामी ने एक सदाव्रत (अन्नक्षेत्र) भी प्रारंभ करवाया था, जिसे मावजी दवे निष्काम भाव से चलाते थे और साधु-संतों तथा अतिथियों को अत्यंत आदरपूर्वक भोजन कराते थे।
श्रीहरि के गद्दी पर आसीन होने के उपरांत, वे भी प्रायः धोराजी पधारते और लालवडे नामक स्थान पर विशाल सभाएँ आयोजित करते थे। अपने अनेक दिव्य ऐश्वर्यों और चमत्कारों से वे मुमुक्षुओं को अपने सर्वोपरि पुरुषोत्तम स्वरूप का अटल निश्चय कराते थे।
एक समय श्रीहरि सद्गुरु मुक्तानंद स्वामी आदि संतों-भक्तों के साथ संघ सहित धोराजी पधारे। गाँव के खीमाणी दरबारों ने अत्यंत भाव से श्रीहरि को अपने यहाँ ठहराया। उस समय सभा में मावजी दवे की विधवा बहन गंगाबेन अपने चारों भतीजों को लेकर श्रीहरि के दर्शन करने आईं।
श्रीहरि के चरणों में नमन कर गंगाबाई ने प्रार्थना की, “हे प्रभु! मैं तो अब सूखा पत्ता हूँ; मेरा यह शरीर अब अधिक दिन नहीं टिकेगा। ये मेरे भाई मावजीभाई के चारों पुत्र हैं—हरजीवन, राघवजी, वालजी और केशवजी। मेरे भाई तो आपके परमधाम सिधार गए, अब इन चारों का पालन-पोषण मैं कर रही हूँ। आज आप पधारे हैं, अतः मैं इन्हें आपके श्रीचरणों में सौंपती हूँ। मेरा शरीर रहे या न रहे, आप सदैव इनकी रक्षा कीजिएगा।”
तब श्रीहरि ने चारों बालकों पर कृपादृष्टि करते हुए कहा, “गंगाबेन! जो हमारे आश्रित हो जाते हैं, उनकी चिंता हम सदा वहन करते हैं। मावजी दवे तो गुरुदेव रामानंद स्वामी के अत्यंत कृपापात्र भक्त थे; अतः आप तनिक भी चिंता मत कीजिए।”
ऐसा कहकर श्रीहरि ने उन छोटे बालकों से पूछा, “क्या तुम कुछ पढ़े-लिखे हो?” तब सबसे बड़े बारह वर्षीय हरजीवन ने सिर हिलाकर ‘हाँ’ कहा, और शेष तीन छोटे भाइयों ने ‘ना’ कहा।
श्रीहरि ने तुरंत सद्गुरु मुक्तानंद स्वामी से कहा, “स्वामी! आपके पास कोई ग्रंथ हो, तो इन बालकों को भेंट दीजिए।”
उस समय स्वामी जिस हस्तलिखित रामायण का पाठ कर रहे थे, श्रीहरि ने उसके चार काण्ड मँगवाए। श्रीहरि ने बड़े पुत्र हरजीवन को छोड़कर शेष तीनों छोटे बालकों के हाथ में रामायण का एक-एक काण्ड दे दिया!
यह देखकर सभा में उपस्थित सभी लोग विस्मित रह गए और कानाफूसी होने लगी, “महाराज का चरित्र भी बड़ा विचित्र है! यह बड़ा हरजीवन पढ़ा-लिखा है तो उसे कुछ नहीं दिया, और ये तीनों छोटे बालक निरक्षर हैं तो इन्हें रामायण के काण्ड थमा दिए!”
उसी क्षण श्रीहरि के संकेत करते ही वे तीनों छोटे बालक रामायण की चौपाइयों का अत्यंत शुद्ध और धाराप्रवाह पाठ करने लगे! बिना किसी पूर्व अध्ययन के छोटे बालकों को इस प्रकार धाराप्रवाह रामायण पढ़ते देखकर पूरी सभा आश्चर्यचकित और भावविभोर हो गई।
श्रीहरि ने कहा, “गंगाबेन! इन बालकों को रामायण का पाठ करना आ गया है, अतः अब इनका सांसारिक निर्वाह सुखपूर्वक चलता रहेगा।” गंगाबाई ने हाथ जोड़कर महाराज को नमन किया।
सद्गुरु मुक्तानंद स्वामी ने हाथ जोड़कर पूछा, “हे प्रभु! आपकी लीला अलौकिक है, हम पामर जीवों की समझ से परे है। आपने इन तीनों छोटे बालकों को रामायण देकर आशीर्वाद दिया, परंतु इस बड़े हरजीवन को रिक्त क्यों रखा?”
तब श्रीहरि मंद-मंद मुस्कुराए और बोले, “स्वामी! हमें जो उचित लगा, हमने वही किया।” मुक्तानंद स्वामी ने भी मन में विचार किया कि परमेश्वर की लीला पर संशय करने वाले हम कौन होते हैं; महाराज जो करते हैं वही सर्वोत्तम है। इस प्रकार श्रीहरि ने गंगाबाई के मन की चिंता दूर कर दी।
आठ-दस माह पश्चात श्रीहरि वरजांग जाळिया होते हुए मुक्तानंद स्वामी के साथ पुनः धोराजी पधारे। उस समय राघवजी दर्शन करने आए और दंडवत प्रणाम कर सम्मुख बैठे। सर्वज्ञ श्रीहरि ने सब कुछ जानते हुए भी पूछा, “राघवजी! आपके बड़े भाई हरजीवन क्या कर रहे हैं?”
तब नन्हे राघवजी ने कहा, “हे महाराज! पिछली बार जब आप यहाँ पधारे थे, उसके छह माह पश्चात बड़े भाई हरजीवन आपके परमधाम सिधार गए!”
यह सुनते ही श्रीहरि ने तुरंत सद्गुरु मुक्तानंद स्वामी की ओर देखा। स्वामी तत्काल समझ गए कि हरजीवन की सांसारिक आयु अल्प थी, इसलिए महाराज ने उसे मोक्ष प्रदान कर अपने धाम में बुला लिया; जबकि शेष तीनों भाइयों को सांसारिक आजीविका हेतु रामायण का वरदान दिया था! मुक्तानंद स्वामी ने नतमस्तक होकर प्रभु की सर्वज्ञता की वंदना की।
कालांतर में मावजी दवे के पुत्र राघवजी और वालजी को श्रीहरि ने डभाण में आयोजित महाविष्णुयाग में आमंत्रित किया। वे दोनों डभाण पहुँचे और यज्ञवेदी पर विराजमान श्रीहरि के दर्शन कर धन्य हुए। श्रीहरि ने अत्यंत प्रसन्न होकर अपने हाथों से एक-एक सोने की अँगूठी (वेढ) निकालकर दोनों भाइयों को प्रसादी के रूप में भेंट की। दोनों भाई श्रीहरि की कृपा पाकर कृतार्थ हुए।
- ‘श्रीहरिलीलामृतम्’ में से…
🙏
English
The Sons of Mavji Dave of Dhoraji and Shriji Maharaj
In the town of Dhoraji, the foundation of Satsang had been firmly established since the era of Gurudev Ramanand Swami. Ramanand Swami frequently graced Dhoraji with his presence and stayed at the residence of his ardent Brahmin devotee, Mavji Dave. In Dhoraji, Swami had also instituted an alms-house (sadavrat), which Mavji Dave managed selflessly, feeding sadhus, pilgrims, and guests with utmost reverence.
After Shri Hari ascended the spiritual throne, He too visited Dhoraji frequently, convening large spiritual assemblies at Lalvado. Through numerous divine miracles and displays of divine majesty, He instilled unshakeable conviction of His supreme Purushottam status in the hearts of all spiritual seekers.
Once, Shri Hari arrived in Dhoraji accompanied by a congregation of devotees and senior sadhus, including Sadguru Muktanand Swami. The local Khimani Darbars lovingly hosted Shri Hari. In the assembly that day, Mavji Dave’s widowed sister, Ganga Bahen, brought her four young nephews to have darshan of Shri Hari.
Bowing at Shri Hari’s lotus feet, Ganga Bahen petitioned with folded hands, “O Lord! I am like a withered leaf; my frail body will not last much longer. These are the four sons of my late brother Mavji Dave—Harjivan, Raghavji, Valji, and Keshavji. My brother has already departed for Your divine abode, and I have raised these four orphans. Now that You have arrived today, I surrender them unto Your holy lotus feet. Whether my mortal body survives or not, please look after them eternally.”
Casting a benevolent glance upon the four brothers, Shri Hari comforted her, “Ganga Bahen! Whoever surrenders to Us, We constantly bear their protection and care. Mavji Dave was immensely dear to Gurudev Ramanand Swami; therefore, do not harbor the slightest anxiety.”
Saying this, Shri Hari asked the young boys, “Have you studied anything?” The eldest, twelve-year-old Harjivan, nodded ‘yes’, while the three younger brothers shook their heads ’no’.
Shri Hari immediately turned to Sadguru Muktanand Swami and said, “Swami, if you have a scripture with you, let us gift it to these boys.”
At that time, Muktanand Swami was reading a handwritten manuscript of the Ramayana. Shri Hari requested four sections (kands) of the epic. Excluding the eldest, Harjivan, Shri Hari placed one kand into the hands of each of the three younger boys!
Beholding this, everyone in the assembly was astonished, and murmurs broke out: “Maharaj’s ways are truly perplexing! Harjivan is educated, yet he was given nothing, whereas the three younger, uneducated boys were gifted sections of the sacred Ramayana!”
Just then, at Shri Hari’s divine command, the three unlettered young boys began reciting the chaupais of the Ramayana with flawless, fluent pronunciation! Witnessing illiterate children reciting the sacred Sanskrit and Avadhi verses with such effortless eloquence, the entire assembly was spellbound with awe.
Shri Hari proclaimed, “Ganga Bahen, these young boys now know how to recite the Ramayana fluently; therefore, their worldly livelihood will proceed smoothly and honorably.” Ganga Bahen bowed in deep gratitude.
Sadguru Muktanand Swami folded his hands and asked, “O Lord! Your divine lilas are unfathomable, beyond the comprehension of mortal beings. You blessed these three younger boys with the Ramayana, but why did You leave the eldest, Harjivan, empty-handed?”
Shri Hari smiled gently and replied, “Swami, We acted as We deemed appropriate.” Muktanand Swami reflected in his heart that God’s supreme will is beyond question; whatever Maharaj does is ultimate wisdom. In this manner, Shri Hari dispelled Ganga Bahen’s worries.
Eight to ten months later, Shri Hari revisited Dhoraji via Varjang Jaliya alongside Muktanand Swami. Young Raghavji came for darshan and offered prostrations. Omniscient Shri Hari, knowing everything within His heart, asked, “Raghavji, what is your elder brother Harjivan doing?”
Young Raghavji replied with tears, “O Maharaj! Six months after You visited us last time, elder brother Harjivan departed for Your eternal divine abode!”
Hearing this, Shri Hari immediately glanced toward Sadguru Muktanand Swami. Swami instantly understood the profound truth: Harjivan’s earthly lifespan was drawing to a close, so Maharaj had absorbed his soul directly into Akshardham; whereas the three younger brothers were destined to live long and were blessed with the recitation of the Ramayana to sustain their earthly livelihoods! Overwhelmed with reverence, Muktanand Swami bowed before the Lord, singing verses praising His omniscient wisdom.
Later, Shri Hari invited Raghavji and Valji to the grand Mahavishnuyag in Dabhan. Both brothers traveled to Dabhan and were blessed by beholding Shri Hari seated upon the sacrificial altar. Immensely pleased with their devotion, Shri Hari took off two gold rings (vedh) from His own hands and gifted one to each brother. Blessed with Shri Hari’s divine grace, both brothers returned to Dhoraji with hearts full of devotion.
- From ‘Shri Hari Leelamrutam’…
🙏