ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો.

Gujarati

ગઢડા મંદિરની મંજૂરી અને ભાવનગરના રાજા વજેસિંહ

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, ‘‘હજુ મારી પાસે કાગળો આવ્યા નથી, આવશે એટલે તરત મંજૂર કરી મોકલી દઈશ. થોડા દિવસ રાહ જુવો.’’ દાદા તો વિશ્વાસુ પણ એવા તે ગઢપુર પાછા આવ્યા. થોડા દિવસ જતાં કાગળ ન મળ્યા, એટલે શ્રીજીમહારાજ કારિયાણી હતા ત્યાંથી કારભારી લાધા ઠક્કરને ભાવનગર જવા આજ્ઞા આપી. તે ગયા ત્યારે દરબારની કચેરીમાંથી કહેવાયું કે, ‘‘દરબાર સાહેબને મળો.’’ કારભારી ઠાકોર વજેસિંહજીને મળ્યા. તો તેને પણ બારોબાર જવાબ આપ્યો કે ‘‘તમતમારે કામ ચાલુ કરો, મંજૂરી હું થોડા સમયમાં મોકલી દઈશ.’’ એટલે કારભારી પણ ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા. એ જાણી શ્રીજી મહારાજે થોડા દિવસ રાહ જોયા પછી પોતે જવા નિર્ણય કર્યો ને બોલ્યા, ‘‘આવું તે કાંઈ રેઢિયાળ જેવું રાજતંત્ર ચાલે ? છ-છ મહિના થયા, છતાં મંજૂર ન થયા.’’ શ્રીજીમહારાજ ભાવનગર જાય છે, તેની ખબર પુરીબાઈને પડતા, તેણે ઢેબરા બનાવી નાજા જોગિયાને ડબ્બો ભરી આપ્યો. ઉમરાળા આવતા નદીના પટમાં શ્રીજીમહારાજે કહ્યું, ‘‘લ્યો ! પેલા લીંબડાને છાંયડે બપોરા કરી લઈએ. નાજા જોગિયા ! લાવો ભાતાનો ડબ્બો.’’ નાજા જોગિયાએ બેસીને ડબ્બો ખોલી ઢેબરા કાઢયા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, ‘‘નાજા જોગિયા ! એ ઉપરના ઢેબરા તમે લઈ લ્યો, અમે અમારા ઢેબરા ઓળખીએ છીએ.’’ એમ કહી ડબ્બો પોતા તરફ ખેંચીને નીચેથી ઢેબરા કાઢયા. તે જોઈ નાજા જોગિયા બોલ્યા, કે ‘હં… હં… મહારાજ ! થોભો, જુવો તો ખરા આ ઢેબરું એકતરફ તો કાચું છે !’’   ‘હા… હા… અમે જાણીએ છીએ. તેમાં બનાવનારનો પ્રેમ નીતર્યો તે કાચું રહી ગયું છે.’’ તે વખતે કારિયાણીના રવજીની દીકરી ઉમરાળાએ સાસરે હતી, તે લુગડાં ધોવા આવતાં તેની નજર નાજા જોગિયા પર પડતાં તે તેને ઓળખીને નજીક આવતા બોલી કે ‘અરે… નાજાબાપું ! તમે અહીં ક્યાંથી ?’’ નાજા જોગીયા કહે કે ‘બાઈ ! તમે મને ઓળખો છો ?’’ તે બાઇ કહે કે ‘હા… હા… નાજા બાપુ ! તો જ તમને બોલાવું ને ? હું રવજીની દીકરી. અહીં મારું સાસરું છે ! પણ તમે અહીં બેસીને આ શું લુખા થેપલા ખાશો ? હાલો મારા ઘેર…!’’ નાજા જોગીયા બોલ્યા કે ‘દીકરી ! આજ તો તારે ઘેર આવવાની વેળા નથી. અમારે ભાવનગર વે’લા પહોંચવું છે.’’ તે સુણી ને બાઇ બોલી કે ‘બાપુ, તમને ઝાઝા ખોટી નહીં કરું, છતાંય હમણાં જમવાનું થોભજો.’’ એમ કહી મેલાં લુગડાંનો ગાંસડો મેલી તે હડી કાઢતી ઘેર પહોંચી ને દહીંનો પાટિયો અને ગાજરનું અથાણું લઈ આવી. ‘લે દીકરી ! આટલું બધું તે શે ખૂટશે ?’’ નાજા જોગિયાએ કહ્યું. એ દીકરી બોલી કે ‘ખૂટે જ ને ! વગડાના વા ખાઈને ભૂખ તો બવ લાગે. વળી ભાવનગરમાં કામમાં ક્યાં ધડો છે ? કેટલેક વખતે પૂરું થાય ?! રાત્રે કવેળા પાછા ફરવું પડે તો ? પેટમાં પડયું હશે તો ઠીક રે’શે.’’ એમ પરાણે આગ્રહ કરી જમાડી, બાઈ લુગડાં ધોવા બેઠી. શ્રીજીમહારાજ અને નાજા જોગિયા જમી, જળપાન કરી થોડી વારે હાલતા થયા ત્યારે બાઈએ કહ્યું, ‘‘પાછા વળો ત્યારે મારા ઘેર જરૂર રોકાઈ રે’જો. પાદરમાં જ ઘર છે.’’ બાઈનો આગ્રહ જોઈ શ્રીજીમહારાજ કહે, ‘‘નાજા જોગિયા ! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !’’ ત્યારે નાજા જોગીયા હાથ જોડી ને કહે કે ‘હા…! ખરું હોં મહારાજ ! પણ તમારી માયા ક્યાં કોઈને સુખ લેવા દીએ છે. એમની જોરાવરી ને અવળાઈ સામે માણસનું નહીં ચાલે. એ તો તમારો કે સાધુનો આશરો મળે તો જ છાનીમાની છેટે રહે, નકર તો કૂતરાને ગીંગોડી વળગે તેમ વળગી રહે.’’ આમ પંથે વાતું કરતાં કરતાં ભાવનગર આવ્યું અને રૂપાભાઈ તથા રાજાભાઈને ત્યાં ઉતારો કર્યો. નિત્યક્રમથી પરવારી દરબારમાં પધાર્યા, ત્યારે દરબાર વજેસિંહજી મળતા બોલ્યા, ‘‘કેમ દરબાર ! ગઢડા મંદિરનો લેખ કરવો છે કે આમ અમને સહુને ધક્કા જ ખવડાવવા છે ? હા… કહો કાં ના કહો, એટલે અમને ખબર પડે. ના પાડો તો બીજે ગામ જઈ મંદિર કરીએ.’’ દરબારે શ્રીજીમહારાજને ખુરશી એ બેસાડયા અને ઊભા ઊભા કાગળ તૈયાર કરાવી મ્હોર મારી નીચે સહી કરીને કહ્યું, ‘‘મહારાજ ! ઘણું મોડું થયું એટલે માફી માગું છું. આ રાજના કામનો બોજો બવ રહે છે, તે તમારું કામ ભૂલી જવાતું હતું.’’ શ્રીજીમહારાજ અને નાજા જોગિયા ગઢપુર તરફ હાલતા થયા. રોંઢો થયો ને ઉમરાળીના પાદરે પુગ્યા ત્યાં ગઢડાના ભાવસારે મહારાજને દીઠા અને બોલ્યો, ‘‘અરે મહારાજ ! તમે ?’’ એમ કહી ઘોડેથી ઊતરી દંડવત્ કરવા માંડયા. શ્રીજીમહારાજે કહ્યું, ‘‘રાખો દંડવત, પણ તમે અહીં ?’’ ભાવસાર કહે કે ‘હા, મહારાજ ! આ ઉમરાળી સુધી જ આવ્યો હતો, સગાને ત્યાં કામે.’’ તે સુણીને શ્રીહરિએ પુછ્યું કે ‘મંદિર કરવાનું કામકાજ કેવુંક ચાલે છે ?’’ ભાવસાર કહે કે ‘મહારાજ ! સવારે ત્યાંથી જ નીકળ્યો હતો. સૌ સંત-હરિભક્તો ઠરાવ પ્રમાણે રાતે રાતે કામ કરે છે ને દિ’એ ઘરકામ કરે છે.’’ શ્રીહરિ કહે કે ‘સારું લ્યો, બેથી ત્રણ થયા.’’ તે એમ કહી મહારાજે ઘોડીનું ચોકડું ઢીલું કર્યું ને ઘોડી હાંકીને ચાલતા ચાલતા વાત કરતા કહ્યું, ‘‘લ્યો ! હવે તો રાત-દિ’ કારખાનું ચાલુ રાખી ઝડપથી મંદિર પૂરું કરવું છે. જુવો અમે તેનો લેખ ભાવનગરથી કરાવીને લાવ્યા છીએ.’’ ભાવસારના મોંઢા પર આનંદની રેખા પથરાઈ ગઈ અને સંધ્યા ઢળુઢળુ થતા તો શ્રીહરિ, નાજા જોગીયા અને ગઢપુરના ભાવસાર ત્રણેય સાથે ગઢડા આવ્યા.

  • શ્રીનારીરત્નોમાંથી….

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

गढ़डा मंदिर की स्वीकृति और भावनगर के राजा वजेसिंह

गढ़डा में श्रीगोपीनाथजी महाराज के भव्य मंदिर का निर्माण-कार्य प्रारंभ हो चुका था और आवश्यक निर्माण-सामग्री आने लगी थी। मंदिर की नींव भी खुद चुकी थी, परंतु भावनगर के राजा वजेसिंह दरबर से निर्माण की औपचारिक अनुमति का स्वीकृति-पत्र अभी तक प्राप्त नहीं हुआ था। इसलिए श्रीहरि ने भक्तराज दादा खाचर को व्यक्तिगत रूप से भावनगर भेजा।

दरबार ने शिष्टता से उत्तर दिया, “अभी कागजात मेरे समक्ष प्रस्तुत नहीं हुए हैं; जैसे ही आएँगे, मैं तुरंत स्वीकृत करके भेज दूँगा। कुछ दिन प्रतीक्षा कीजिए।” निष्कपट और विश्वासी दादा खाचर गढ़पुर लौट आए। कुछ दिन बीत जाने पर भी जब स्वीकृति-पत्र नहीं मिला, तब कारियाणी में विराजमान श्रीजी महाराज ने अपने मुख्य कारभारी लाधा ठक्कर को भावनगर जाने की आज्ञा दी। जब वे गए, तो दरबारी कार्यालय से कहा गया, “दरबार साहेब से मिलिए।” कारभारी ने राजा वजेसिंहजी से भेंट की। राजा ने उन्हें भी टालते हुए कहा, “आप कार्य प्रारंभ रखिए, स्वीकृति मैं शीघ्र ही भिजवा दूँगा।” कारभारी भी निराश होकर वापस लौट आए।

यह जानकर श्रीजी महाराज ने कुछ दिन और प्रतीक्षा की और फिर स्वयं भावनगर जाने का निर्णय लिया। महाराज ने कहा, “ऐसा शिथिल और लापरवाह शासन कैसे चल सकता है? छह-छह महीने बीत गए, फिर भी स्वीकृति-पत्र नहीं दिया गया!”

जब पुरीबाई को पता चला कि श्रीजी महाराज स्वयं भावनगर जा रहे हैं, तो उन्होंने प्रेमपूर्वक बाजरे के ढेबरा (मसालेदार पूड़ियाँ) बनाकर नाजा जोगिया को एक डिब्बा भर कर दिया। उमराला गाँव के निकट नदी के तट पर पहुँचकर श्रीजी महाराज ने कहा, “नाजा जोगिया! उस नीम के पेड़ की शीतल छाँव में दोपहर का भोजन कर लेते हैं; लाओ वह कलेवे का डिब्बा।” नाजा जोगिया ने बैठकर डिब्बा खोला और ढेबरा निकालने लगे।

तब श्रीजी महाराज ने कहा, “नाजा जोगिया! ऊपर-ऊपर के ढेबरा आप ले लीजिए; हम अपने ढेबरा पहचानते हैं।” ऐसा कहकर महाराज ने डिब्बा अपनी ओर खींच लिया और नीचे से ढेबरा निकाला।

यह देखकर नाजा जोगिया बोल पड़े, “अरे महाराज! ठहरिए, देखिए तो सही, यह ढेबरा तो एक तरफ से कच्चा रह गया है!”

श्रीहरि ने मुस्कुराते हुए कहा, “हाँ, हम जानते हैं! इसे बनाने वाले का प्रेम इसमें इतना अधिक उमड़ पड़ा कि यह एक तरफ से कच्चा ही रह गया!”

उसी समय कारियाणी के रवजी की पुत्री, जो उमराला में ब्याही थी, नदी पर कपड़े धोने आई। उसकी दृष्टि नाजा जोगिया पर पड़ी, तो वह उन्हें पहचानकर निकट आई और बोली, “अरे नाजा बापू! आप यहाँ कहाँ?”

नाजा जोगिया ने पूछा, “बेटी! क्या तुम मुझे पहचानती हो?”

वह बोली, “हाँ बापू! पहचानती हूँ तभी तो पुकारा। मैं कारियाणी के रवजी की बेटी हूँ; यहाँ मेरा ससुराल है। परंतु आप यहाँ बैठकर यह रूखा-सूखा कलेवा क्यों कर रहे हैं? चलिए मेरे घर!”

नाजा जोगिया ने कहा, “बेटी! आज तुम्हारे घर आने का समय नहीं है; हमें शीघ्र भावनगर पहुँचना है।”

यह सुनकर वह बोली, “बापू! मैं आपको अधिक देर नहीं रोकूँगी, परंतु अभी भोजन मत कीजिए।” ऐसा कहकर उसने कपड़ों की गठरी वहीं छोड़ी और दौड़ती हुई घर गई। वह घर से ताज़े दही का सकोरा और गाजर का आचार लेकर तुरंत लौट आई।

नाजा जोगिया ने कहा, “अरे बेटी! इतना सारा हम कैसे खा पाएँगे?”

वह बोली, “क्यों नहीं खा पाएँगे? जंगल की धूप और हवा में भूख तो अधिक लगती ही है! और भावनगर में काम कब पूरा होगा, उसका क्या ठिकाना? यदि रात में असमय लौटना पड़ा तो? पेट में कुछ रहेगा तो अच्छा रहेगा।” इस प्रकार उसने आग्रहपूर्वक दोनों को भोजन कराया और फिर कपड़े धोने बैठी।

श्रीजी महाराज और नाजा जोगिया भोजन कर जल पीकर आगे बढ़े। चलते समय उस बहन ने आग्रह किया, “लौटते समय मेरे घर अवश्य पधारिएगा; गाँव के पादरे पर ही मेरा घर है।” उसका अनन्य स्नेह देखकर श्रीजी महाराज ने कहा, “नाजा जोगिया! देखो, इस बहन को अपने मायके के लोगों से कितना गहरा प्रेम है! यदि जीवात्मा का ऐसा ही निष्कपट स्नेह साक्षात् भगवान से जुड़ जाए, तो उसका बेड़ा पार हो जाए!”

तब नाजा जोगिया ने हाथ जोड़कर कहा, “सत्य है महाराज! परंतु आपकी माया किसी को सुख कहाँ लेने देती है? माया की प्रबलता और विपरीतता के आगे मनुष्य का वश नहीं चलता। वह तो जब आपका या संतों का आश्रय मिलता है तभी शांत रहती है; अन्यथा जैसे कुत्ते को चिचड़ी चिपट जाती है, वैसे ही माया जीव से चिपटी रहती है।”

इस प्रकार आध्यात्मिक चर्चा करते हुए वे भावनगर पहुँचे और रूपाभाई तथा राजाभाई के निवास पर ठहरे। नित्यकर्म से निवृत्त होकर श्रीजी महाराज सीधे राज-दरबार में पधारे। जब राजा वजेसिंहजी सामने आए, तो महाराज ने स्पष्ट शब्दों में कहा, “कहिए दरबार! गढ़डा मंदिर का स्वीकृति-पत्र देना है या केवल हमें ऐसे ही दौड़ाते रहना है? हाँ कहिए या ना कहिए, ताकि हमें स्पष्ट पता चले। यदि मना करना हो तो मना कर दीजिए, हम किसी अन्य गाँव में जाकर मंदिर बना लेंगे!”

राजा वजेसिंहजी तुरंत संकोच में आ गए। उन्होंने श्रीजी महाराज को ससम्मान कुर्सी पर बैठाया और स्वयं खड़े रहकर तुरंत स्वीकृति-पत्र तैयार करवाया, राजमुद्रा लगाई, हस्ताक्षर किए और क्षमा माँगते हुए कहा, “महाराज! बहुत विलंब हुआ, इसके लिए क्षमा चाहता हूँ। राज-काज के अत्यधिक बोझ के कारण यह कार्य विस्मृत हो जाता था।”

स्वीकृति-पत्र प्राप्त कर श्रीजी महाराज और नाजा जोगिया तुरंत गढ़पुर की ओर लौट पड़े। दोपहर ढलते-ढलते जब वे उमराली के पादरे पहुँचे, तब गढ़डा के भावसार (दर्जी) हरिभक्त ने महाराज को देखा और घोड़े से उतरकर दंडवत प्रणाम करने लगा।

महाराज ने पूछा, “दंडवत रहने दो, तुम यहाँ कैसे?”

भावसार ने कहा, “महाराज! सगे-संबंधियों के काम से उमराली तक आया था।”

श्रीहरि ने पूछा, “गढ़डा में मंदिर का कार्य कैसा चल रहा है?”

भावसार ने कहा, “महाराज! सभी संत और हरिभक्त नियमपूर्वक दिन में अपने घर-खेत का काम करते हैं और रात भर जागकर मंदिर का निर्माण-कार्य करते हैं!”

श्रीहरि ने आनंदित होकर अपनी घोड़ी की लगाम ढीली की और बोले, “लीजिए! अब तो दिन-रात निर्माण-कार्य चालू रखकर शीघ्र मंदिर पूर्ण करेंगे। देखिए, हम भावनगर से मंदिर की पक्की स्वीकृति लिखवाकर ले आए हैं!” भावसार का चेहरा आनंद से खिल उठा। संध्या होते-होते श्रीहरि, नाजा जोगिया और भावसार तीनों एक साथ गढ़डा पहुँचे।

  • ‘नारीरत्नों’ में से…

🙏

Goto Naviagation👇


English

Permission for Gadhada Mandir and King Vajesinh of Bhavnagar

The construction work of the magnificent mandir of Shri Gopinathji Maharaj in Gadhada had commenced, and necessary building materials had begun arriving. The foundations had been dug, yet the official sanction letter from King Vajesinh Darbar of Bhavnagar had not arrived. Therefore, Shri Hari dispatched Bhaktaraj Dada Khachar in person to Bhavnagar.

The king responded with polite assurances: “The documents have not been placed before me yet; as soon as they arrive, I will immediately sanction them and send them over. Please wait a few days.” The innocent and trusting Dada Khachar returned to Gadhpur. When several days passed without any letter arriving, Shriji Maharaj, who was then in Kariyani, instructed His chief administrative manager, Ladha Thakkar, to travel to Bhavnagar. Upon his arrival at the royal office, he was told, “You must meet the Darbar Saheb directly.” The manager met King Vajesinhji, who casually brushed off the matter, saying, “Go ahead with your construction work; I will send the sanction letter shortly.” The manager also returned empty-handed and disappointed.

Learning of this, Shriji Maharaj waited a few more days and then resolved to travel to Bhavnagar Himself. Maharaj remarked, “Can a kingdom be governed so carelessly? Six full months have passed, yet the official permission has not been granted!”

When Puribai learned that Shriji Maharaj was setting out for Bhavnagar, she lovingly prepared spiced millet flatbreads (dhebras) and packed a box for Naja Jogiya to carry. Reaching the riverbed near the village of Umrala around midday, Shriji Maharaj suggested, “Naja Jogiya! Let us take our lunch under the cool shade of that neem tree. Bring forth the food box.” Naja Jogiya sat down, opened the container, and began taking out the dhebras.

Shriji Maharaj intervened, “Naja Jogiya! You take those top dhebras; We recognize Our own dhebras!” Saying this, Maharaj drew the container toward Himself and pulled out a dhebra from the bottom.

Seeing this, Naja Jogiya exclaimed, “Wait, Maharaj! Look closely, this dhebra is half-cooked on one side!”

Shri Hari smiled warmly and replied, “Indeed, We know! The cook poured so much overflowing devotional love into it that it remained half-cooked!”

At that moment, the daughter of Ravji from Kariyani, who was married in Umrala, came down to the river to wash clothes. Spotting Naja Jogiya, she recognized him, approached, and exclaimed, “O Naja Bapu! What brings you here?”

Naja Jogiya asked, “Sister, do you know me?”

She replied, “Of course, Naja Bapu! Why else would I address you? I am the daughter of Ravji from Kariyani, married here. But why are you sitting here eating dry flatbreads? Come to my house!”

Naja Jogiya explained, “Daughter, there is no time to visit your home today; we must reach Bhavnagar urgently.”

Hearing this, she insisted, “Bapu, I shall not delay you long, but please pause your meal for a moment.” Leaving her laundry bundle behind, she sprinted home and quickly returned with a bowl of fresh curd and carrot pickle.

Naja Jogiya said, “Dear child, how will we ever finish so much food?”

She replied affectionately, “Why not? Traveling in the open wilderness stirs a hearty appetite! Moreover, who knows when your royal business in Bhavnagar will conclude? What if you must return late at night? It is best to have a wholesome meal in your belly.” Persuading them affectionately, she served them and then returned to wash her clothes.

Having finished their meal and drunk water, Shriji Maharaj and Naja Jogiya resumed their journey. As they departed, the devoted lady pleaded, “When you return, you must surely stop by my house; it is right at the outskirts of the village.” Witnessing her genuine warmth, Shriji Maharaj observed, “Naja Jogiya! Look at the profound love this sister holds for people from her maternal homeland! If a soul cultivates such pure, unalloyed affection for God, its ultimate liberation is assured!”

Naja Jogiya folded his hands and responded, “Indeed, Maharaj! But where does Your maya allow anyone true peace? Human strength is powerless against the ferocious grip of maya. Only when one secures refuge in You or the holy Sant does maya remain subdued; otherwise, it clings to the soul just as a tick clings stubbornly to a dog.”

Engaged in such spiritual discourse, they reached Bhavnagar and lodged at the home of Rupabhai and Rajabhai. After completing His afternoon routines, Shriji Maharaj proceeded directly to the royal court. As King Vajesinhji stepped forward to greet Him, Maharaj confronted him candidly: “Well, Darbar! Do you intend to issue the deed for the Gadhada mandir, or will you keep making us run around endlessly? Give us a clear yes or no! If you refuse, we shall build the temple in another village!”

Deeply embarrassed by his own neglect, King Vajesinhji respectfully seated Shriji Maharaj upon a royal chair. Standing up himself, the king had the official decree drawn up immediately, affixed his royal seal, signed it, and apologized humbly: “Maharaj! I beg Your forgiveness for this grave delay. The heavy burden of administrative duties caused me to forget this matter repeatedly.”

Having secured the sanction deed, Shriji Maharaj and Naja Jogiya immediately set out on their return journey toward Gadhpur. By late afternoon, reaching the outskirts of Umrali, a Bhavsar (tailor) devotee from Gadhada caught sight of Maharaj, dismounted from his horse, and prostrated before Him.

Maharaj asked, “Arise from prostrations; what brings you here?”

The Bhavsar replied, “Maharaj, I came as far as Umrali on family business.”

Shri Hari inquired, “How is the temple construction progressing in Gadhada?”

The Bhavsar replied, “Maharaj! All the sadhus and devotees are working tirelessly—attending to their household chores by day, and laboring through the night to build the temple!”

Shri Hari smiled radiantly, loosened the reins of His mare, and declared, “Splendid! Now we shall keep the construction work going day and night to complete the temple swiftly. Behold, We have brought the official sanctioned deed from Bhavnagar!” The Bhavsar’s countenance lit up with joy. As dusk descended, Shri Hari, Naja Jogiya, and the Bhavsar devotee entered Gadhada together in triumph.

  • From ‘Nari Ratno’…

🙏