એકસમે શ્રીજીમહારાજ ભૂજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા.
Gujarati
ભુજના મલ્લો અને શ્રીજી મહારાજનું ઐશ્વર્ય
એકસમે શ્રીજીમહારાજ ભૂજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા તે સર્વે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને ગામધણી દરબાર પેટિયું નથી આપતા ? ને જો આપતા હોય તો એ ભોજન જમો છો કે નથી જમતા ? ત્યારે મલ્લે કહ્યું જે, ગામધણી દરબાર તો મનમાન્યાં પેટિયાં આપે છે. અને અમેય મનમાન્યું જમીએ છીએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જમતા હો તો બળ ક્યાં ગયું ? જોર કરીને પગને ચાંપો. ત્યારે તે સર્વ મલ્લ છ જણે ભેળામળીને ખૂબ જોર કરીને ચરણ ચાંપવા માંડ્યા ને પરસેવે કરીને એમના પહેર્યાનાં વસ્ત્ર સર્વે પલળી ગયાં, ને થાકી ગયા. તો પણ મહારાજને તો કાંઇ પણ જણાયું નહીં ને હસતા હતા. ત્યારે મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં ? ને આજ અમારાં ઉપર બહુ દયા કરીને અમને તો તમે બહુજ મોટો પરચો આપ્યો. અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ તમારું દિવ્યચરિત્ર અમને સાંભળશે. હે પ્રભું, અંત સમયે અમારી સહાય કરજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે તો અમારા જ છો, તે તમારી સર્વે પ્રકારે રક્ષા કરીશું. આમ, શ્રીજીમહારાજ ભુજનગરમાં રહ્યા થકા પોતાનું અનેક પ્રકારનું ઐશ્વર્ય ભક્તજનોને જણાવતા, અને હમીર સરોવરમાં નિત્ય પ્રત્યે સ્નાન કરવા પધારતા.
એક દિવસે સુતાર સુંદરજીભાઇને શ્રીજીમહારાજે ભગવાનના ધ્યાનની વાત કરી ને શીખવવા લાગ્યા. તે જેવી રીતે શ્રીજીમહારાજે ધ્યાનની રીત શીખવી તેવી રીતે સુંદરજીભાઇ ધ્યાન કરવા લાગ્યા. તે સુંદરજીભાઇ પોતાના ઉત્તરાદા ઓરડામાં જઇને હાથ પગ ધોઇને પવિત્ર થઇને આસને બેસીને ઉત્તરાદે મુખે ધ્યાન કરવા બેઠા. ત્યારે શ્રીજીમહારાજ તો એમના ડેલામાં વિરાજમાન હતા ત્યારે શ્રીજીમહારાજ ને સુંદરજીભાઇના વચમાં પાંચ ભીંતો આડી હતી. તે પાંચે ભીંતોમાંથી શ્રીજીમહારાજનાં દર્શન થયાં. ત્યારે સુંદરજીભાઇએ વિચાર કર્યો જે, મારે કાંઇ નિદ્રા પણ નથી, ને સ્વપ્ન પણ નથી. પણ હું જ્યારે મહારાજ પાસે બેઠો હતો ત્યારે બીજા સત્સંગી બેઠા હતા, ને મહેતા ગણપતરામ ન હતા. ને હમણાં તેઓ બોરીનો ચોફાળ ઓઢીને બેઠા છે. હવે હું અહીંથી ઊઠીને શ્રીજીમહારાજની પાસે જાઉં, ને જો ગણપતરામ હોય તો શ્રીજીમહારાજને કહું જે, આવી રીતે ધ્યાન કરે તેને દ્રષ્ટિ આડું આવરણ કાંઇ ન આવે તે વાત યથાર્થ કહેવાય. પછી સુંદરજીભાઇ શ્રીજીમહારાજની પાસે આવીને પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજીમહારાજ સુંદરજીભાઇ સામું જોઇને હસ્યા. ને સુંદરજીભાઇને કહ્યું જે, કેમ છે ? ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, ‘હે મહારાજ, જેમ કોઇક પુરુષના હાથમાં ચિંતામણી આવ્યો હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પદાર્થ પ્રાપ્ત થાય છે. તો ચિંતામણી ને કલ્પવૃક્ષને વિષે જે ઐશ્વર્ય છે ને દૈવત છે તે ભગવાનનું આપેલું છે. તે ભગવાન અમને પ્રગટ મળ્યા છો ને બેઠા બેઠા અમને દર્શન દ્યો છો, અમને ભગવાન ભજવાની રીતિ ને ધ્યાન કરવાની રીતિ તે પણ સર્વ શીખવો છો અને અમારા સર્વે મનોરથ પૂર્ણ કરો તેમાં શું આશ્ચર્ય છે ? અને જ્યારે અમે સંભારીએ ત્યારે દર્શન આપજો. ને હે મહારાજ ! તમારે વિષે જેવો આજ સ્નેહ છે તેવો નિરંતર સ્નેહ રહે એમ વર માગું છું.’ ત્યારે શ્રીજીમહારાજે વર આપ્યો જે, સારું રહેશે.
થોડે દિવસે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે હવે માનકૂવે જવું છે. આ વાત સાંભળીને સુંદરજીભાઇને તાવ આવી ગયો. પછી તે વાત હીરજીભાઈએ મહારાજને કરી જે, હે મહારાજ ! તમોએ માનકૂવે જવાનું કહ્યું તેથી સુંદરજીભાઇને તાવ આવી ગયો છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે તમે જઇને સુંદરજીભાઇને કહો જે, મહારાજ માનકૂવે નહીં પધારે. ત્યારે હીરજીભાઇએ સુંદરજીભાઇને કહ્યું જે, મહારાજ માનકુવે નહીં જાય, ત્યારે તાવ ઉતરી ગયો. આમ જ્યારે જ્યારે મહારાજ ચાલવાનું નામ લે ત્યારે સુંદરજીને તાવ આવી જાય. એમ કરતા થકા પોતે પોતાનું અનેક પ્રકારે કરીને ઐશ્વર્ય જણાવતા થકા પોતાના ભક્તજનોને ઘણેક પ્રકારે કરીને સુખ આપ્યું હતું. એવી રીતે બે માસ પર્યંત રહ્યા ત્યાર પછી મહારાજ માનકૂવે પધાર્યા.
- શ્રીકચ્છલીલા અધ્યાય ૩૮માંથી…
🙇🏻♂️🙏
Hindi
भुज के मल्ल और श्रीजी महाराज का ऐश्वर्य
एक समय श्रीजी महाराज भुजनगर में सुतार हीरजीभाई के घर पाट पर विश्राम कर रहे थे। उस समय जेठी गंगाराम मल्ल तथा पाँच-छह अन्य नामी पहलवान वहाँ उपस्थित थे। वे सभी मिलकर श्रीजी महाराज के चरणारविंद और शरीर को दबाने (मालिश करने) लगे।
तब श्रीजी महाराज ने विनोदपूर्वक पूछा, “क्या गाँव के दरबार आप लोगों को खुराक (भोजन-भत्ता) नहीं देते? और यदि देते हैं, तो क्या आप भरपेट भोजन करते हैं या नहीं?”
मल्लों ने कहा, “महाराज! दरबार तो मनचाही खुराक देते हैं, और हम भी छककर पौष्टिक भोजन करते हैं।”
तब श्रीजी महाराज ने कहा, “यदि भरपेट भोजन करते हो, तो आपका बल कहाँ चला गया? थोड़ा जोर लगाकर चरण दबाइए!”
तब उन सभी छह पहलवानों ने मिलकर अपनी पूरी शक्ति लगाकर महाराज के चरण दबाने शुरू किए। जोर लगाते-लगाते वे पसीने से तरबतर हो गए, उनके सारे वस्त्र भीग गए और वे बुरी तरह थक गए; परंतु महाराज को लेशमात्र भी दबाव का अनुभव नहीं हुआ और वे मंद-मंद मुस्कुराते रहे।
तब सभी मल्लों ने हाथ जोड़कर गद्गद कंठ से कहा, “हे महाराज! आप साक्षात् भगवान प्रत्यक्ष पुरुषोत्तम नारायण हैं! आपकी अनंत सामर्थ्य के सम्मुख हमारी क्या बिसात? आज आपने हम पर अपार कृपा कर यह महान चमत्कार दिखाया है। जब तक हम जीवित रहेंगे, आपके इस अलौकिक चरित्र का स्मरण करते रहेंगे। हे प्रभु! हमारे अंतकाल में हमारी सहायता कीजिएगा।”
तब श्रीजी महाराज ने आश्वासन दिया, “आप हमारे ही हैं; हम हर प्रकार से आपकी रक्षा करेंगे।” इस प्रकार श्रीजी महाराज भुज में रहकर भक्तों को अपना विविध ऐश्वर्य दिखाते और हमीरसर सरोवर में नित्य स्नान करने पधारते थे।
एक दिन श्रीजी महाराज ने सुतार सुंदरजीभाई को भगवान के दिव्य ध्यान की विधि समझाई और सिखाना प्रारंभ किया। जिस प्रकार श्रीजी महाराज ने ध्यान की रीति बताई, सुंदरजीभाई उसी प्रकार ध्यान करने लगे। सुंदरजीभाई अपने उत्तराभिमुख (उत्तर दिशा के) कक्ष में जाकर, हाथ-पैर धोकर पवित्र होकर आसन पर उत्तर दिशा की ओर मुख कर ध्यान में बैठ गए।
उस समय श्रीजी महाराज बाहर आँगन (डेले) में विराजमान थे। महाराज और सुंदरजीभाई के बीच पाँच पक्की दीवारें आड़े थीं। परंतु ध्यान में बैठते ही उन पाँचों दीवारों के पार सुंदरजीभाई को साक्षात् श्रीजी महाराज के प्रत्यक्ष दर्शन होने लगे!
सुंदरजीभाई ने मन में विचार किया, “मुझे न तो नींद आई है और न ही यह कोई स्वप्न है। परंतु जब मैं बाहर महाराज के पास बैठा था, तब अन्य सत्संगी तो थे, परंतु मेहता गणपतराम नहीं थे; और अभी ध्यान में वे कंबल ओढ़कर बैठे दिखाई दे रहे हैं। अब मैं यहाँ से उठकर बाहर श्रीजी महाराज के पास जाता हूँ; यदि गणपतराम सचमुच वहाँ उपस्थित हों, तो यह सिद्ध हो जाएगा कि जो इस प्रकार ध्यान करता है, उसकी दृष्टि के आगे संसार का कोई आवरण नहीं टिकता।”
सुंदरजीभाई बाहर आए और श्रीजी महाराज के चरणों में प्रणाम कर बैठ गए। श्रीजी महाराज ने सुंदरजीभाई की ओर देखकर मधुर मुस्कान बिखेरी और पूछा, “कहिए, क्या स्थिति है?”
तब सुंदरजीभाई ने हाथ जोड़कर कहा, “हे महाराज! जैसे किसी व्यक्ति के हाथ में चिंतामणि आ जाए, तो वह जिस-जिस वस्तु की इच्छा करता है वह उसे प्राप्त हो जाती है। चिंतामणि और कल्पवृक्ष में जो सामर्थ्य और प्रभाव है, वह भगवान का ही दिया हुआ है। वे साक्षात् भगवान आज हमें प्रत्यक्ष मिले हैं और यहाँ बैठकर हमें दर्शन दे रहे हैं! आप हमें भजन और ध्यान की सच्ची रीति सिखा रहे हैं और हमारे समस्त मनोरथ पूर्ण कर रहे हैं, तो इसमें क्या आश्चर्य है? हे महाराज! हम जब भी आपका स्मरण करें, आप हमें दर्शन दीजिएगा; और आपके प्रति जो अनन्य प्रेम आज मेरे हृदय में है, वह सदैव बना रहे—यही वरदान माँगता हूँ।”
तब श्रीजी महाराज ने वरदान दिया, “तथास्तु! ऐसा ही रहेगा।”
कुछ दिनों पश्चात श्रीजी महाराज ने कहा, “अब हमें मानकुवा जाना है।” यह सुनते ही सुंदरजीभाई को विरह की आशंका से तेज ज्वर (बुखार) चढ़ गया। हीरजीभाई ने महाराज से निवेदन किया, “हे महाराज! आपके मानकुवा जाने की बात सुनकर सुंदरजीभाई को तेज बुखार आ गया है।”
तब श्रीजी महाराज ने मुस्कुराकर कहा, “जाकर सुंदरजीभाई से कह दीजिए कि महाराज मानकुवा नहीं जाएँगे।” हीरजीभाई ने जैसे ही यह समाचार दिया, उनका बुखार तुरंत उतर गया! इस प्रकार जब-जब महाराज प्रस्थान की बात करते, सुंदरजीभाई को ज्वर चढ़ जाता। इस प्रकार श्रीहरि ने अपने भक्तों को अनेक प्रकार से अलौकिक सुख प्रदान किया और दो माह तक भुज में रहकर फिर मानकुवा पधारे।
- श्रीकच्छलीला अध्याय ३८ में से…
🙏
English
The Wrestlers of Bhuj and Shriji Maharaj’s Divine Majesty
Once, Shriji Maharaj was resting upon a wooden cot at the home of carpenter Hirjibhai in Bhujnagar. At that time, Jethi Gangaram and five to six other prominent wrestlers were present. They gathered together and began massaging Shriji Maharaj’s lotus feet and body.
Shriji Maharaj playfully remarked, “Does the local Darbar not provide you sufficient rations and nutritious diet? And if he does, do you eat it heartily or not?”
The wrestlers replied, “Maharaj! The Darbar generously provides ample rations, and we eat lavishly to our heart’s content.”
Shriji Maharaj challenged them with a smile, “If you eat so well, where has all your strength gone? Apply some real force and massage My feet!”
Thereupon, all six wrestlers joined forces and began massaging Maharaj’s lotus feet with all their might. Straining with all their strength, they broke into heavy sweats, their clothes became drenched, and they were thoroughly exhausted; yet Maharaj felt not the slightest pressure and simply smiled serene and untroubled.
Realizing His divine transcendence, all the wrestlers folded their hands in awe and proclaimed, “O Maharaj! You are Bhagwan Pratyaksh Purushottam Narayan Himself! Where is Your infinite majesty, and where is our petty mortal strength? Today You have shown boundless mercy by granting us this extraordinary divine revelation. As long as we live, we shall cherish the memory of this divine lila. O Lord, please protect and assist us at the time of our death!”
Shriji Maharaj blessed them, “You belong to Us; We shall protect you in every conceivable manner.” In this way, while residing in Bhujnagar, Shriji Maharaj revealed His multifarious divine glory to the devotees and bathed daily in the sacred waters of Hamirsar lake.
One day, Shriji Maharaj imparted the sacred technique of meditating upon God to carpenter Sundarjibhai. As Shriji Maharaj instructed, Sundarjibhai began to practice meditation. He retreated to his north-facing room, purified himself by washing his hands and feet, sat upon a sanctified mat facing north, and entered meditation.
At that time, Shriji Maharaj was seated outside in the courtyard. Five solid walls separated Shriji Maharaj from Sundarjibhai. Yet, the moment Sundarjibhai entered meditation, he clearly beheld the divine darshan of Shriji Maharaj through all five intervening walls!
Sundarjibhai reflected within himself, “I am neither asleep nor dreaming. But when I sat beside Maharaj earlier, other devotees were present, but Mehta Ganpatram was not there; now in my meditation, I see Ganpatram sitting there wrapped in a woolen shawl. Let me step outside to Shriji Maharaj; if Ganpatram is indeed present, it will confirm that when one meditates upon Maharaj in this manner, no physical obstacle can obstruct one’s spiritual vision.”
Sundarjibhai walked out into the courtyard and prostrated at Shriji Maharaj’s feet. Looking at Sundarjibhai, Shriji Maharaj smiled warmly and asked, “How is it with you?”
Sundarjibhai submitted with folded hands, “O Maharaj! Just as a man possessing the wish-fulfilling gem (Chintamani) obtains whatever he desires, all the power and divinity within the Chintamani and the wish-fulfilling tree (Kalpavriksha) are bestowed by God alone. That very Supreme God has manifested directly before us, granting us continuous darshan! You teach us the true way of worshipping God and meditating upon Him, and You fulfill all our inner desires; what wonder is there in this? O Maharaj! Please grant us darshan whenever we remember You, and bless me that the unalloyed love I feel for You today may remain eternal!”
Shriji Maharaj bestowed the boon, “It shall remain so.”
A few days later, Shriji Maharaj announced, “We now intend to proceed to Mankuva.” Hearing of Maharaj’s departure, Sundarjibhai was overcome with the sorrow of impending separation and developed a high fever. Hirjibhai informed Maharaj, “O Maharaj! Sundarjibhai has developed a severe fever upon hearing that You are leaving for Mankuva.”
Shriji Maharaj smiled and said, “Go and tell Sundarjibhai that Maharaj will not go to Mankuva.” The moment Hirjibhai delivered this message, Sundarjibhai’s fever vanished completely! Whenever Maharaj mentioned leaving, Sundarjibhai would be gripped by fever. In this manner, displaying His divine power and affection, Shri Hari showered boundless bliss upon His devotees and resided in Bhuj for two full months before departing for Mankuva.
- From ‘Shri Kutch Leela’, Chapter 38…
🙏