શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા.

Gujarati

ગોપાલજી અને નંદરામ (સુંદરીયાણા) નો પ્રસંગ

શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા. શ્રીહરિના કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીદ્વારિકાધિશ પ્રભું અને સર્વ તીર્થો સાથે પધાર્યા હોવાની સર્વ વાત સહુંને વિગતે કરી. શ્રીહરિએ તુંરત સહુંને ફૂલદોલના ઉત્સવમાં વરતાલ સહુ બાઇભાઇ આવજો એમ કંકોત્રીઓ લખાવીને તેડાવ્યા. શ્રીહરિ બીજે દાદાખાચર, લાડુંબા-જીવુંબાં તેમજ સર્વ ધર્મકુળ વગેરે સહુને સાથે લઇને સંઘમાં વરતાલ જવા વળતે દિવસે સવારે નીકળ્યા. ગઢપુરથી નીકળીને સારંગપુર અને સુંદરીયાણા જઇને રાત્ય રહ્યા. હેમરાજશાં શેઠે સહુની અતિ ભાવે કરીને આગતા સ્વાગતા કરી અને રસોઇઓ કરાવડાવીને જમાડ્યા.

સવારે ત્યાંથી સહું સાથે સંઘમાં ચાલ્યા તે ડોઢ પહોર ચડતા ગાંફ-પચ્છમ અને ખસતા ગામના તરભેંટે સર-પીપરીયા ગામે તળાવના કાંઠે પીંપરના ઝાડની નીચે સહું રોકાયા. સહુંકોઇ તળાવે નાહીને નિત્ય ક્રીયા પતાવીને ભાતું જમવા બેઠા. શ્રીહરિએ પોતાના સ્વહસ્તે સહું સંઘના ભકતોને બરફી પીરસીને હેતે જમાડયા. ધર્મકુળ ના સહું પણ સાથે હતા એટલે શ્રીહરિ એ અયોધ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવિરજી મહારાજને પણ બરફીની પ્રસાદી દીધી. આ વખતે ગોપાલજી અને નંદરામને પણ સહુના સાથે પ્રસાદી આપી પરંતું તેઓને પોતાના લાલજીને જમાડીને જ જમવાનો નિયમ હતો, એટલે તેઓ ચંદન ઘસવા બેઠા. જયારે ચંદન-પુષ્પ લઇને લાલજીનું પુજન કરવા તૈયાર થયા ત્યારે યાદ આવ્યું કે એમના એ લાલજી તો સવારે પ્રાતઃપુજા કરી એ જગ્યાએ જ સુંદરિયાણા ગામે ભૂલી ગયા.

પછી સંપુટ લાલજી કેરાં, ન જડ્યાં બેયે શોધ્યાં ઘણેરાં..! પછિ તો ચિત્ત માંહિ વિચાર્યા, એ તો સુંદરિયાણે વિચાર્યા..!

જયાં સુધી લાલજીની પુજા ન થાય ત્યાં સુધી જમાય નહી એ નિયમ સારું તુંરત જ સુંદરિયાણા ગામ લગભગ ૩૦કીમી જેટલું છેટું હતું, તે અસવાર ને લાલજીની પુજાની પેટી લેવા સારું શ્રીજીમહારાજે તુંરત જ મોકલ્યો.

આ વખતે ગોપાળજીને શ્રીજીમહારાજના પ્રગટપણાનો બહું મહીમાં હતો, અને તેઓ શ્રીજીમહારાજ ને સર્વઅવતારના અવતારી જાણતા એટલે એમણે તો પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણને પુજવાનું મનોમન નકકી કરીને શ્રીજીમહારાજનું એ તૈયાર કરેલ ચંદન પુષ્પથી પુજન કર્યુ અને દંજવત પ્રણામ કરીને બરફીની પ્રસાદી જમ્યા.

ચિત્તે વિચાર્યું ગોપાળજીએ, પ્રભુ પ્રત્યક્ષને જ પૂજીએ…! એ છે અવતારના અવતારી, નથી એથિ અધિક સુખકારી..! પછિ ચંદન પુષ્પ લઈને, પૂજ્યા પ્રગટ પ્રભુને જઈને..! નેહથી નાથને પગે નમ્યા, પછિ બરફિ પ્રસાદિની જમ્યા..!

પરંતુ એમના ભાઇ નંદરામ ને મનમાં સંશય થયો અને ગોપાલજીને કહ્યું કે ‘તમે તમારા ઉપાસ્ય લાલજીને ભોગ જમાડયા વગર જમ્યા એ સારું ન કર્યું. તમે ભલેને જમ્યા પરંતું હુ તો સાત દિવસના ભલેને ઉપવાસ થાય, લાલજી આવશે ત્યારે એમને જમાડીને જ હું તો જમીશ..!’ એ સુણીને ગોપાલજીએ નંદરામ ને કહ્યું કે ‘હું તો શ્રીજીમહારાજને જ લાલજીનું પ્રગટ સ્વરુપ જાણું છું અને એમને જમાડીને જ પ્રસાદ લીધો.’

નંદરામે ત્યાં એમ ઉચ્ચાર્યું, જમ્યા તે તમે નવ કર્યું સારું…! ઉપવાસ ભલે સાત થાય, લાલજી પૂજ્યાવીણ ન જમાય..! કહે ગોપાળજી શું વખાણું, હું તો લાલજી શ્રીજીને જાણું..! લાલજીને હું પૂજું છું જેહ, રૂપ શ્રીજીનું જાણિને તેહ..! માટે શ્રીજીનું પૂજન કીધું, પછી અશન પ્રસાદીનું લીધું..!

આમ વાત જાણીને નંદરામ જ્યારે લાલજીનું ધ્યાન કરવા બેઠા ત્યારે એમના ઉપાસ્ય લાલજીએ નંદરામજીને દર્શન દીધું અને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પુજન કરીને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમણે કાંઇ ખોટું કર્યું નથી.’ ધ્યાન માં લાલજી દર્શન પામીને અંતર્ધ્યાન થઇ ગયા. ધ્યાનમાંથી જાગીને નંદરામજીએ પણ શ્રીહરિને સર્વોપરી જાણીને અતિભાવથી પુજન કર્યું, અને પોતે પછી પ્રસાદીની બરફી જમ્યા.

સુંદરીયાણા ગામે થી લાલજીની પેટીઓ (સંપૂટ) લઇને અસવાર મોડેકથી આવ્યો અને ગોપાલજી અને નંદરામજીને એ પેટીઓ આપી. ગોપાલજી અને નંદરામે જ્યારે એમની પેટીઓમાંથી લાલજીને પુજન કરવા બહાર કાઢવા પેટીઓ ખોલી તો સહું કોઇ અચરજ પામ્યા. જે ચંદનપુષ્પથી શ્રીજીમહારાજનું પુજન કરેલું એજ ચંદન-પુષ્પથી લાલજીનું પેટીઓમાં પુજન થયેલ મળ્યું. આમ શ્રીહરિએ પ્રગટ પરચો પુર્યો અને નંદરામ ને પોતાના સ્વરુપ માં પરિપુર્ણ નિશ્ચય કરાવ્યો.

લૈને સંપુટ આવીયો સ્વાર, આપ્યાં બેયને તે તેહ વાર..! જોયાં સંપુટ ઉઘાડી જ્યારે, તાજાં પુષ્પ ચંદન દીઠાં ત્યારે…! ચડાવ્યાં હતાં શ્રીજીને જેહ, દીઠાં લાલજી ઊપર તેહ…! જાણ્યું પૂજ્યા શ્રીવૃષકુળરાયા, તેથી લાલજી દીસે પૂજાયા…!

  • શ્રીહરિલીલામૃતમ્ કળશ ૮ વિશ્રામ ૪૩માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

गोपालजी और नंदराम (सुंदरियाना) का प्रसंग

श्रीहरि दादा खाचर का विवाह संपन्न कराकर गढ़पुर लौटे। उसी समय धर्मकुल तथा सच्चिदानंद स्वामी आदि भी फाल्गुन शुक्ल षष्ठी के दिन द्वारका की पावन यात्रा पूर्ण कर गढ़पुर वापस आए। श्रीहरि के निर्देश पर सच्चिदानंद स्वामी ने श्रीद्वारिकाधीश प्रभु तथा समस्त पवित्र तीर्थों के साथ पधारने का अलौकिक वृत्तांत सबको सुनाया।

श्रीहरि ने तुरंत ही वड़ताल में आयोजित होने वाले रंगोत्सव (फुलदोल उत्सव) में सम्मिलित होने हेतु सभी भक्तों को निमंत्रण-पत्र (कंकू-पत्रिकाएँ) लिखवाकर बुलवाया। अगले दिन प्रातःकाल श्रीहरि दादा खाचर, लाडुबा, जीवूबा तथा समस्त धर्मकुल को साथ लेकर विशाल संघ के साथ वड़ताल जाने हेतु निकले। गढ़पुर से प्रस्थान कर वे सारंगपुर और सुंदरियाना पहुँचे और वहाँ रात्रि-विश्राम किया। हेमराज शाह सेठ ने अत्यंत भावपूर्वक सभी का आतिथ्य-सत्कार किया और उत्तम रसोई बनवाकर सबको भोजन कराया।

अगली सुबह संघ वहाँ से आगे बढ़ा। लगभग डेढ़ प्रहर बीतने पर गांफ, पच्छम और खस गाँव के संगम पर स्थित सर-पीपलिया गाँव के सरोवर तट पर पीपल के वृक्ष के नीचे पूरा संघ विश्राम हेतु रुका। सभी ने सरोवर में स्नान कर नित्यकर्म संपन्न किया और कलेवा करने बैठे। श्रीहरि ने अपने करकमलों से संघ के सभी भक्तों को बर्फी की प्रसादी प्रेमपूर्वक परोसी। धर्मकुल के सभी सदस्य भी साथ थे, अतः महाराज ने अयोध्याप्रसादजी महाराज और रघुवीरजी महाराज को भी बर्फी की प्रसादी दी।

उस समय गोपालजी और नंदराम नामक दो भाइयों को भी प्रसादी दी गई; परंतु उनका यह दृढ़ नियम था कि वे अपने इष्टदेव लालजी (श्रीकृष्ण मूर्ति) को भोग लगाए बिना स्वयं कभी अन्न ग्रहण नहीं करते थे। अतः वे चंदन घिसकर पूजा की तैयारी करने लगे। जब वे चंदन और पुष्प लेकर लालजी की पूजा करने बैठे, तब उन्हें स्मरण हुआ कि वे अपने लालजी की संपुट (पूजा की पेटी) तो सुंदरियाना गाँव में जहाँ प्रातःपूजा की थी, वहीं भूल आए हैं!

लालजी की पूजा किए बिना भोजन न करने के उनके नियम को ध्यान में रखते हुए, श्रीजी महाराज ने तुरंत एक घुड़सवार को लगभग ३० किलोमीटर दूर सुंदरियाना गाँव पूजा की पेटी लाने हेतु भेजा।

उस समय गोपालजी के हृदय में श्रीजी महाराज के प्रत्यक्ष परब्रह्म स्वरूप की अपार महिमा थी। वे श्रीजी महाराज को ही सर्व अवतारी पूर्ण पुरुषोत्तम नारायण जानते थे। अतः उन्होंने प्रत्यक्ष प्रकट परमात्मा की पूजा करने का मन में दृढ़ संकल्प किया। उन्होंने तैयार किए गए चंदन और पुष्पों से साक्षात् श्रीजी महाराज का भावपूर्ण पूजन किया, दंडवत प्रणाम किए और बर्फी की प्रसादी ग्रहण कर ली।

परंतु उनके भाई नंदराम के मन में संशय उत्पन्न हुआ। उन्होंने गोपालजी से कहा, “आपने अपने इष्टदेव लालजी को भोग लगाए बिना भोजन कर लिया, यह सर्वथा अनुचित किया! आप भले ही खा लें, परंतु मुझे चाहे सात दिन का उपवास क्यों न करना पड़े, जब तक लालजी नहीं आएँगे और मैं उन्हें भोग नहीं लगाऊँगा, तब तक मैं अन्न का एक कण भी ग्रहण नहीं करूँगा!”

गोपालजी ने शांत भाव से समझाया, “भाई! मैं तो साक्षात् श्रीजी महाराज को ही लालजी का प्रत्यक्ष स्वरूप जानता हूँ। मैंने उन्हीं की पूजा कर उन्हें भोग लगाया और फिर प्रसादी ग्रहण की है।”

जब नंदराम लालजी का ध्यान करने बैठे, तब उनके इष्टदेव लालजी ने उन्हें ध्यान में प्रत्यक्ष दर्शन दिए और कहा, “आपके भाई गोपालजी ने श्रीहरि को सर्व अवतारी जानकर उनका पूजन किया और प्रसादी ली, यह सर्वथा उचित है; उन्होंने कोई अनुचित कार्य नहीं किया!” इतना कहकर लालजी अंतर्धान हो गए।

ध्यान से जागृत होकर नंदराम का संशय सदा के लिए दूर हो गया। उन्होंने भी श्रीहरि को सर्वोपरि मानकर अत्यंत प्रेम से उनका पूजन किया और बर्फी की प्रसादी ग्रहण की।

कुछ समय पश्चात वह घुड़सवार सुंदरियाना से लालजी की पेटियाँ लेकर पहुँचा और दोनों भाइयों को सौंप दीं। जब गोपालजी और नंदराम ने पूजा हेतु पेटियाँ खोलीं, तो वहाँ उपस्थित सभी लोग महान आश्चर्य में डूब गए! जिस ताज़े चंदन और पुष्पों से गोपालजी ने श्रीजी महाराज का पूजन किया था, ठीक वही चंदन और पुष्प बंद पेटियों के भीतर विराजमान लालजी की मूर्तियों पर सुशोभित मिले!

इस प्रकार श्रीहरि ने प्रत्यक्ष चमत्कार दिखाकर नंदराम को अपने सर्वोपरि स्वरूप का पूर्ण और अटल निश्चय करा दिया।

  • श्रीहरिलीलामृतम् कलश ८ विश्राम ४३ में से…

🙏

Goto Naviagation👇


English

Gopalji and Nandram of Sundariyana

After solemnizing the wedding of Dada Khachar, Shri Hari returned to Gadhpur. Around the same time, on the sixth day of the bright half of Fagun (Fagun Sud 6), Dharmakul, along with Sachchidanand Swami and others, returned to Gadhpur after completing their sacred pilgrimage to Dwarka. At Shri Hari’s behest, Sachchidanand Swami narrated to all the divine accounts of how Lord Dwarkadhish and all holy pilgrimage places had manifested alongside them.

Shri Hari immediately had invitation letters dispatched inviting devotees from far and wide to participate in the joyous Fuldol (festival of colors) celebrations in Vadtal. The following morning, Shri Hari, accompanied by Dada Khachar, Laduba, Jivuba, and all members of Dharmakul, set out in a grand congregation (sangh) toward Vadtal. Departing Gadhpur, they traveled through Sarangpur and halted for the night at Sundariyana. Sheth Hemraj Shah extended lavish hospitality to the entire party, preparing delicious feasts and serving everyone with supreme affection.

The next morning, the congregation resumed their journey. After about three to four hours of travel, they halted for rest under the shade of a pipal tree beside the lake in the village of Sar-Pipariya, located at the crossroads of Ganf, Pachham, and Khas. Everyone bathed in the lake, completed their daily spiritual rites, and sat down to take breakfast. Shri Hari personally served fresh barfi prasad to all the devotees with boundless love. Since the members of Dharmakul were present, Maharaj also lovingly offered barfi prasad to Ayodhyaprasadji Maharaj and Raghuvirji Maharaj.

At that time, the barfi prasad was also offered to two devout brothers, Gopalji and Nandram. However, they observed a strict religious vow never to partake of any food without first performing puja and offering the meal to their personal deity, Lalji (Shri Krishna). Therefore, they sat down to grind fresh sandalwood paste for worship. But when they prepared the sandalwood paste and flowers to begin the puja, they suddenly realized with dismay that they had left the small sacred chests (samput) containing their Lalji murtis behind at the very spot in Sundariyana where they had performed their morning puja!

Because their vow forbade eating without first worshipping Lalji, and Sundariyana was nearly thirty kilometers away, Shriji Maharaj immediately dispatched a horseman to retrieve the boxes containing the murtis.

At that moment, Gopalji was blessed with profound realization of Shriji Maharaj’s supreme divine manifest presence (Pragat Purushottam). Recognizing Shriji Maharaj as the ultimate source of all divine incarnations (Avatarna Avatari), Gopalji resolved in his heart to worship the living God manifest before his very eyes. Using the fragrant sandalwood paste and fresh flowers he had prepared, Gopalji reverently worshipped Shriji Maharaj, offered prostrations, and joyfully partook of the sanctified barfi prasad.

However, his brother Nandram was filled with doubt and said to Gopalji, “You have done wrong by eating before offering food to our beloved Lalji! You may eat if you wish, but even if I must fast for seven days, I shall not consume a single morsel until Lalji arrives and I have worshipped Him!”

Gopalji replied with calm conviction, “Brother! I recognize Shriji Maharaj Himself as the manifest living form of Lalji. Having worshipped Him, I have partaken of His sanctified prasad.”

When Nandram sat down in meditation to pray to Lalji, his beloved deity Lalji appeared before him in a divine vision and said, “Your brother Gopalji recognized Shri Hari as the Source of all incarnations, worshipped Him, and accepted His prasad; what he did was entirely proper, and he committed no mistake whatsoever!” Saying this, Lalji vanished from the vision.

Awakening from his meditation, all of Nandram’s doubts were completely eradicated. Realizing Shri Hari’s supreme divinity, he too worshipped Maharaj with deep devotion and joyfully partook of the barfi prasad.

Later in the day, the horseman returned from Sundariyana bearing the sacred boxes and handed them to the two brothers. When Gopalji and Nandram opened the boxes to take out the murtis of Lalji for puja, everyone gathered was astounded! The very same fresh flowers and fragrant sandalwood paste that Gopalji had offered to Shriji Maharaj hours earlier were found adorning the sacred murtis of Lalji inside the sealed boxes!

In this miraculous manner, Shri Hari performed a direct divine wonder, instilling complete and unshakeable conviction of His supreme manifest divinity in Nandram’s heart.

  • From ‘Shri Hari Leelamrutam’, Kalash 8, Vishram 43…

🙏