ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધ નિમિત્તે મુળજી બ્રહ્મચારીને પવિત્ર વિપ્ર જાણી પ્રથમ જમાડવા, ઘેલા કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીને માનજી લૂલા દ્વારા તેડાવી મોટો ત્રાસ ભરી દૂધપાક પીરસી ચોરાશી પૂર્ણ કરવી.
ગામ ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં ભક્તિમાતાના શ્રાદ્ધનો રૂડો પાવન અવસર આવ્યો. રસોડામાં દૂધપાક, પૂરી, શાક આદિક વિવિધ મિષ્ટાન્ન-વાનગીઓ તૈયાર થઈ ગઈ હતી. સંતો-ભક્તોની પંક્તિઓ ગોઠવાઈ ગઈ હતી. શ્રીજીમહારાજે કહ્યું, “સંતો ! અમારે આજે શ્રાદ્ધ નાંખતાં પહેલાં કોઈ એક અતિ પવિત્ર બ્રાહ્મણને જમાડવો છે.”
સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મુળજી બ્રહ્મચારી સામે આંગળી ચીંધીને વિનંતી કરી: “હે મહારાજ ! આ બ્રહ્મચારી જેવા પરમ પવિત્ર બ્રાહ્મણ આ લોકમાં બીજા ક્યાં મળવાના!” શ્રીહરિએ બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! આજે અમારાં માતુશ્રી ભક્તિમાતાનું શ્રાદ્ધ છે, માટે આપ પહેલાં જમી લ્યો, પછી અમે શ્રાદ્ધ અર્પણ કરીએ.” મુળજી બ્રહ્મચારી એકદમ હાથ જોડી બોલ્યા, “અરે મહારાજ ! એ વાત કેમ બને? આપ મારા ઇષ્ટદેવ છો, આપને જમાડ્યા વિના સેવકથી પહેલાં કેમ જમાય? સૂરજ પશ્ચિમમાં ઊગે તોય મારાથી આપના પહેલાં ન જમાય!” શ્રીહરિ હસીને ઓસરીની કોરે બેસી ગયા. સર્વ પંક્તિ તૈયાર હતી પણ બ્રહ્મચારીના નિયમને લીધે શ્રાદ્ધ અટક્યું. છેવટે ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યું: “બ્રહ્મચારીજી ! મહારાજની આજ્ઞા એ જ આપણું સર્વસ્વ ધર્મ છે, તમારા વિના ચોરાશી અટકી છે.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા, “અલ્યા વૈકુંઠિયા ! લાવ્ય મારું પત્તર, આ મહારાજ અમથા મારી કેડ્ય નહીં મેલે!” મહારાજે સ્વહસ્તે દૂધપાક અને રોટલી પીરસ્યાં. બ્રહ્મચારીએ પ્રભુનું મન રાખવા બે કોળિયા જમી ચળું કરી લીધું.
ત્યારબાદ શ્રીહરિએ દૂધપાક-રોટલીનો ગ્રાસ બનાવી ઉત્તરાદા બારના ઓરડાના નેવા ઉપર શ્રાદ્ધ અર્પણ કર્યું, જે પ્રસાદ લેવા ઇન્દ્રાદિક દેવતાઓ પણ પધાર્યા. પછી સર્વ સંતોને પ્રેમથી પંક્તિએ પંક્તિએ પીરસીને તૃપ્ત કર્યા. ભોજન પૂરું થયા પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી ! અમારાં માતુશ્રીનું શ્રાદ્ધ કેવું રહ્યું?” મુક્તાનંદ સ્વામીએ નમ્રતાપૂર્વક કહ્યું: “હે મહારાજ ! ગામમાં મોટી ચોરાશી થાય અને જો એક બ્રાહ્મણ પણ ભૂખ્યો રહી જાય તો ચોરાશી અધૂરી કહેવાય ને? ઓલા સચ્ચિદાનંદ સ્વામીને નાની ભૂલ માટે ત્રણ દિવસથી કાઢી મેલ્યા છે અને તેઓ ઘેલા નદીના સામા કાંઠે ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા બેઠા છે! હવે પ્રભુ દયા કરો!”
શ્રીહરિએ તરત કહ્યું, “જાઓ, સચ્ચિદાનંદ સ્વામીને કોણ તેડવા જશે?” ભક્તરાજ માનજી લૂલા દોડતા ઘેલા કાંઠે ગયા અને સાદ કર્યો, “હાલો સ્વામી, આપને મહારાજ બોલાવે છે!” આ સાંભળતાં જ સચ્ચિદાનંદ સ્વામી દેહભાન ભૂલી દોડતા દરબારગઢ આવ્યા અને મહારાજનાં ચરણોમાં દંડવત્ કરવા લાગ્યા. શ્રીહરિએ પ્રેમવશ થઈ સ્વામીને હૈયા સરસા ચાંપ્યા અને કહ્યું, “સ્વામી ! તમારા એક વિના અમારી ચોરાશી અધૂરી હતી!” મહારાજ પોતે અંદરથી મોટો કાંસાનો ત્રાસ લઈ આવ્યા, તેમાં ત્રણ આખા કડછા ભરીને દૂધપાક અને રોટલીઓનો ઢગલો પીરસીને પોતાના હાથે હેતપૂર્વક જમાડ્યા. મુક્તાનંદ સ્વામીએ સ્તુતિ કરી: “હે મહારાજ ! આપ તો પૂર્ણપુરુષોત્તમ છો, આપની સર્વ લીલાઓ પૂર્ણ જ છે, આ તો અમારા જેવા જીવોના કલ્યાણ અર્થે દિવ્ય નરનાટક કરો છો!”
- મનુષ્યલીલા રે, કરતા મંગલકારીમાંથી…
Hindi
गढपुर में भक्तिमाता के श्राद्ध पर मूलजी ब्रह्मचारी और सच्चिदानंद स्वामी पर श्रीहरि का अपार वात्सल्य
गढपुर के दरबारगढ़ में भक्तिमाता के श्राद्ध का पावन पर्व उपस्थित हुआ। रसोई में दूधपाक, पूरी और विविध मिष्टान्न तैयार थे। श्रीजीमहाराज ने कहा, “संतो ! आज श्राद्ध समर्पित करने से पूर्व हमें किसी परम पवित्र विप्र को भोजन कराना है।”
मुक्तानंद स्वामी और गोपालनंद स्वामी ने मूलजी ब्रह्मचारी की ओर संकेत किया। महाराज ने ब्रह्मचारीजी से पहले भोजन करने का आग्रह किया, किंतु मूलजी ब्रह्मचारी ने हाथ जोड़कर कहा, “प्रभु ! आप मेरे स्वामी हैं, आपको भोग लगाए बिना मैं कैसे भोजन कर सकता हूं? सूर्य भले पश्चिम से उगे, किंतु मैं आपके पूर्व कभी अन्न ग्रहण नहीं कर सकता!” तब गोपालनंद स्वामी ने समझाया कि महाराज की आज्ञा का पालन ही परम धर्म है। ब्रह्मचारीजी ने केवल दो ग्रास ग्रहण कर प्रभु का मान रखा।
तत्पश्चात श्रीहरि ने उत्तरोन्मुख कक्ष की छत पर श्राद्ध अर्पित किया और समस्त संतों को प्रेमपूर्वक परोसकर तृप्त किया। भोजनोपरांत प्रभु ने मुक्तानंद स्वामी से पूछा, “स्वामी ! माताजी का श्राद्ध कैसा रहा?” वात्सल्यमूर्ति मुक्तानंद स्वामी ने कहा, “महाराज ! विशाल चौरासी भोज में यदि एक भी विप्र भूखा रह जाए तो चौरासी अधूरी मानी जाती है। सच्चिदानंद स्वामी एक छोटी सी भूल के कारण तीन दिनों से घेला नदी के तट पर भूखे बैठे हैं। अब उन पर कृपा कीजिए!”
श्रीहरि ने तुरंत मानजी लूला को भेजा। संदेश मिलते ही सच्चिदानंद स्वामी देह-भान भूलकर दौड़े आए और प्रभु चरणों में गिर पड़े। श्रीहरि ने उन्हें हृदय से लगा लिया और कहा, “स्वामी ! आपके बिना हमारी चौरासी अधूरी थी।” महाराज ने एक विशाल थाल में तीन बड़े कड़छे दूधपाक और रोटियां परोसकर अपने हाथों से उन्हें तृप्त किया। यह देखकर मुक्तानंद स्वामी ने प्रभु की दिव्य लीला की मुक्तकंठ से स्तुति की।
English
Gadhpur: Shreehari’s Boundless Love for Mulji Brahmachari and Sachchidanand Swami on Bhaktimata’s Shraddha
In the holy town of Gadhada, the sacred occasion of Mother Bhaktimata’s annual shraddha arrived at the royal courtyard of Dada Khachar. The kitchens were replete with fragrant doodhpak, puris, delicacies, and vegetable preparations. Pious assemblies of saints were seated in orderly rows. Shreeji Maharaj declared, “Saints! Before offering the sacred shraddha oblation today, We wish to feed an exceptionally pure and virtuous Brahmin.”
Sadguru Muktanand Swami and Sadguru Gopalanand Swami gestured toward Mulji Brahmachari: “O Lord! Where in this universe could another Brahmin as immaculate and holy as Brahmachariji be found?” Shreehari lovingly urged him, “Brahmachari! Today is Our revered mother Bhaktimata’s shraddha. Kindly take your meal first, after which We shall offer the shraddha.” Mulji Brahmachari folded his hands in resolute humility: “O Maharaj! How can that ever happen? You are my supreme Master and worshipful Lord. How could a humble servant eat before his Master? Even if the sun were to rise in the west, I would never eat before You!” Shreehari smiled and sat quietly at the edge of the veranda. The entire feast was paused because of Brahmachari’s unyielding principle. Eventually, Gopalanand Swami intervened: “Brahmachariji! Obeying Maharaj’s divine command is our supreme dharma. Because of your refusal, the entire sacred banquet is halted.” Conceding to divine command, Brahmachari took a plate, ate two small morsels to fulfill Maharaj’s wish, and completed the ritual sip of water.
Shreehari then prepared a sacred oblation of doodhpak and rotli, offering it atop the northern room’s eaves, where Indra and celestial deities descended to receive the divine prasad. Shreeji Maharaj then personally served all the paramhansas and devotees with boundless love. After the feast concluded, Shreehari approached Muktanand Swami and asked, “Swami! How was Our Mother’s shraddha feast?” Compassionate Muktanand Swami softly submitted: “O Maharaj! If a grand choryasi banquet takes place in a town and even a single Brahmin remains starving, the entire sacrifice remains incomplete. Sachchidanand Swami has been banished for a minor lapse and has been fasting on the opposite bank of the Ghela river for three days. Pray bestow Your grace upon him!”
Omniscient Shreehari immediately instructed, “Go, who will summon Sachchidanand Swami?” Devotee Manji Lula sprinted to the riverbank and called out across the water: “Come, Sachchidanand Swami, Maharaj is summoning you!” Hearing this, Sachchidanand Swami ran oblivious to physical discomfort, entered the darbargadh, and prostrated at Shreehari’s lotus feet. Overwhelmed with divine love, Shreehari embraced him tightly and exclaimed: “Swami! Without you, Our choryasi feast was incomplete!” Maharaj personally fetched a large brass platter, poured three generous ladles of sweet doodhpak along with a heap of warm rotlis, and sat beside him, feeding him with fatherly affection. Muktanand Swami joyfully praised: “O Lord! You are Purna Purushottam Narayan; all Your divine deeds are eternally perfect. You enact these sweet human leelas purely to redeem fallen souls!