સંવત્ ૧૯૧૬ ની સાલમાં એક વખત હાલારના ગામ મોડામાં શ્રીહરિના પરમ એકાંતિક એવા સત્સંગી સોની અજાભાઈને શરીરે અવસ્થા થતા મંદવાડ થયો.
Gujarati
મોડાના અજા સોનીનું અક્ષરધામ ગમન
સંવત્ ૧૯૧૬ ની સાલમાં એક વખત હાલારના ગામ મોડામાં શ્રીહરિના પરમ એકાંતિક એવા સત્સંગી સોની અજાભાઈને શરીરે અવસ્થા થતા મંદવાડ થયો. જયારે અંતકાળ આવ્યો ને એમને દેહ મેલવાનો વખત થયો ત્યારે શ્રીજીમહારાજ પોતાના અનંત મુકતો સાથે રથ લઈને એમને તેડવા સારું અક્ષરધામથી પધાર્યા.
તે વખતે મોડા ગામમાં દરબારગઢમાં ગોહેલવાડનાં મહેમાન કોઇ પ્રસંગોપાત્ત આવેલા હોવાથી જાડેજા દરબાર શ્રીવીરાજી તથા કુંભાજીની ડેલીયે આઠ દસ માણસ રાત્રીને સમે ડાયરો કરીને બેઠાં હતાં. તેમણે તે સહુએ ત્યાં રથના પૈડાંનો ઘરેરાટ સાંભળ્યો ત્યારે સહુ ત્યાં બેઠેલા હતા એ મનમાં વિચાર કરવા માંડ્યા જે, ‘આ સમયે આવો રથના પૈડા ના પાટા ગાજતા હોય એવો ઘરેરાટ વળી ક્યાં થયો હશે ?'
ત્યારે જાડેજા દરબારશ્રી વીરોજી બોલ્યા જે, આપણા ગામના સત્સંગી મહાજન એવા અજા સોની હમણા થોડાદિવસથી શરીરે માંદા છે, તે રખેને એમને શ્રીજીમહારાજ તેને તેડવા આવ્યા હોય.’ એમ સહુંને હજું વાત કરે છે તેવામાં અજા સોનીએ દેહ મેલ્યો ને સોની ફળીયામાં પોકરાણ પડ્યું તે સહુએ ત્યાં બેઠેલા ઓ એ સાંભળ્યું. ત્યારે ગોહિલવાડથી આવેલા સહું મહેમાનોને પણ મનમાં એમ પ્રતિતી થઇ જે, ‘ભગવાન સ્વામિનારાયણનો ધર્મ સાચો છે. આવો પ્રગટ પરચો તો આમ કોઈને ક્યાંય બીજે જણાતો નથી.’ . એમ સહું ને ત્યાં ઘણો ગુણ આવ્યો.
તે જ વખતે જામનગર શહેર માં અજા સોનીનાં બેન રતનબાઈ સાસરે હતા. તેમને પણ શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને જણાયું જે શ્રીજીમહારાજ મારા અદાભાઈને હાલ પોતાના અક્ષરધામમાં તેડી ગયા. ત્યારે તેણે સવારે ઉઠીને ઘરમાં સહુને વાત કરી જે, ‘ગઈ રાત્રીએ એમણે પોતાના સાસરીયામાં પરિવારજનો ને કહ્યુ જે ‘આજે રાતે મોડામાં મારા અજાભાઈએ દેહ મેલ્યો છે ને અક્ષરધામ સીધાવ્યા છે, એમને ગઇરાતે શ્રીજીમહારાજ પોતાના ધામમાં તેડી ગયા છે, એવા મને દર્શન થયા છે’, પછી વળતે દિવસે પિયરમાંથી અજાભાઇ ધામમાં ગયાના સમાચાર આવ્યા. એવી રીતે શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પરચો આપીને પોતાના ભક્તને અક્ષરધામમાં તેડી ગયા.
-શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી….
🙇🏻♂️🙏