એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દરબારશ્રી જીવાબાપુંના દરબારગઢમાં વિરાજતા હતા, દરબારશ્રી જીવાખાચરના દરબારગઢના ઓતરાદાબારના ઓરડામાં શ્રીહરિને ઉતારો કરાવ્યો હતો.
Gujarati
એભલબાપું અને શ્રીજી મહારાજ (દૂધભાઈનો પ્રસંગ)
એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દરબારશ્રી જીવાબાપુંના દરબારગઢમાં વિરાજતા હતા, દરબારશ્રી જીવાખાચરના દરબારગઢના ઓતરાદાબારના ઓરડામાં શ્રીહરિને ઉતારો કરાવ્યો હતો. જીવાબાપુંના દિકરીઓ અમુલાબાં અને અમરબાઇને શ્રીહરિ પ્રત્યે અનન્ય હેત હતું, તેઓ શ્રીહરિને નિત્યનવા થાળ કરીને અતિભાવથી જમાડતા હતા. એકદિવસે સવારમાં શ્રીહરિ નિત્યપુજાપાઠ વગેરે પરવારી રહ્યા એટલે અમુલાબાં શ્રીહરિને શિરામણી કરવા સારું ઓસરીમાં બાજોઠ ઢાળીને શ્રીહરિ ને જમવા બેસાર્યા. સવાર માં શિરામણી સારું દુધ-ચોખા સાકર અને ભાતલું બનાવ્યું હતુ. એભલબાપું, જીવાબાપું તથા ખંભાળાથી પધારેલા મુળુંખાચર પણ પોતાનો સવારનો નિત્યકર્મ પતાવીને ઓસરીમાં શ્રીહરિ સન્મુખ એ શીરામણીના દિવ્ય દર્શન કરવા બેઠા હતા. અમુલાબાં હેતે કરીને થાળ પીરસ્યો એટલે શ્રીહરિ તાંહળીમાં દુધ-ચોખાને સાકર પીરસ્યા એટલે શ્રીહરિ જમવા લાગ્યા. શ્રીહરિએ જમતા જમતા જીવાબાપુંને એ કટોરામાંથી પ્યાલો ભરીને દુધની પ્રસાદી દીધી. જીવાબાપું કહે કે “મહારાજ, ભાંતલાનો કટકો દયો, તમ દૂધ એંઠો પ્યાલો અમથી લેવાય નહી..!” આમ જીવાખાચર ને બોલ્યા જોઇને એભલબાપું અતિ મહીમાંથી તુંરત જ બોલ્યા કે “હે મહારાજ, જીવાખાચર મર ગોટા વાળે, એ દુધનો પ્યાલો મને આપો..!” શ્રીહરિ એ દૂધનો પ્યાલો એભલબાપું ને દીધો. એભલબાપું તો શ્રીહરિના હાથે ભવ-બ્રહ્માદિક દેવોને દુર્લભ એવી મહાપ્રસાદી મળી જાણીને અતિ મહીમાંથી જમી ગયા. શ્રીહરિ શિરામણી જમી રહ્યા એટલે ચળું કરીને મુખવાસ લઇને ફળીયામાં ઢોલીયાઓ ની બેઠક હતી ત્યાં સહું સાથે બીરાજ્યા. એભલબાપું, જીવાબાપું, મુળુંખાચર તેમજ સર્વસંતો-પાર્ષદો પણ સન્મુખ બેઠા. સર્વસુજાણ શ્રીહરિ તો અંતર્યામીપણે જાણતા હોવા છંતાયે એભલબાપુંને પુછ્યું કે “એભલબાપું, દૂધના પ્યાલામાં શો બાધ? જીવાબાપુંએ કેમ દૂધ ન પીધું ને તમે પીધું?” ત્યારે જીવાખાચર બોલ્યા કે “અમ કાઠીઓમાં એમ કહેવાય છે કે જે દૂધ એંઠું ખાય એ દૂધભાઈ કહેવાય..!” એ સુણીને શ્રીહરિ કહે “તો તો જીવાબાપું, અમે હવે એભલબાપું ના દુધભાઇ ઠર્યા લયો..!” આ વખતે એભલબાપું બે હાથ જોડીને બોલ્યા કે “હે પ્રભું, જે પુર્ણપુરુષોત્મનારાયણના એંઠા પ્રસાદ સારું ખુદ બ્રહ્માજી માછલું થઇને યમુનાજીમાં વાટે ઉભા હતા, એ પ્રસાદ મને તમ હાથે મળ્યો, અને તમે તે જ પરમપિતા સર્વઅવતારના અવતારી એવા પુર્ણપુરુષોત્મનારાયણ છો, તમો તો મારા પિતા છો, મારા તો આજે તમ પ્રસાદ પામીને ભવો-ભવના પાતક બળી ગયા.” શ્રીહરિ અતિ રાજી થતા થકા બોલ્યા કે “જીવાખાચરના બોલ્યા પ્રમાણે હું તમારો ભાઇ થયો ને એટલે હવે અમારે અહી કાયમ રહેવું જોઇશે, અમે હવે તમારું ને તમારા પરિવારનું દૂધભાઇ ની રૂએ કાયમ યોગ-ક્ષેમ નું વહન કરીશું.”
- વિશ્વાસું ભકતરાજ શ્રી દાદાખાચરમાંથી….
🙇🏻♂️🙏