સંવત ૧૮૮૫માં ભગવાન શ્રીહરિ સહુ સંતો ભકતો સાથે સારંગપુરથી નીસર્યા અને વરતેજ થઇને ભાવનગર નરેશ વજેસિંહ બાપુના આમંત્રણે એમના દરબારમાં પધરામણી અર્થે પધારવા કરવા નીસર્યા.
Gujarati
ભાવનગરના રૂપાભાઈ અને અત્તરનો પ્રસંગ
સંવત ૧૮૮૫માં ભગવાન શ્રીહરિ સહુ સંતો ભકતો સાથે સારંગપુરથી નીસર્યા અને વરતેજ થઇને ભાવનગર નરેશ વજેસિંહ બાપુના આમંત્રણે એમના દરબારમાં પધરામણી અર્થે પધારવા કરવા નીસર્યા. દાદાખાચર અને સહું સંતો ગઢપુરથી સીધા જ ભાવનગર આવ્યા અને શ્રીહરિના કહેણે કારીયાણીથી વસ્તાખાચર વગેરે સહું શ્રીહરિ સાથે જોડાયા. ભાવનગર પધારી શ્રીજીમહારાજે પોતાના સંતો-ભક્તો સાથે પોતાના ઉત્તમ અને આજ્ઞાપાલક શુરવિર ભક્ત રૂપાભાઈને ત્યાં ઉતારો કર્યો હતો. જયારે ભાવેણાં દરબાર શ્રીવજેસિંહના મહેલમાં પધરામણી કરવાની હતી. તેથી, મુકુંદબ્રહ્મચારીએ વસ્ત્ર-અલંકારો પરિધાન કરાવ્યા. શ્રીહરિએ શ્વેતવસ્ત્ર પરિધાન કર્યા અને તેના પર સુરતના પ્રેમી ભક્ત આત્મારામ દરજીએ જે પ્રેમના ગૂંથણે ગૂંથેલી ડગલી બનાવી તે ડગલી ધારણ કરી. શ્રીજીમહારાજની નયનરમ્ય મૂર્તિનાં દર્શન કરતાં સૌ સંતો-ભક્તો થાકતા ન હતા. તે શોભામાં અભિવૃદ્ધિ કરવા ભકતરાજ રૂપાભાઈએ મહારાજનાં વસ્ત્ર પર અત્તર છાંટ્યું. શ્રીહરિએ પૂછ્યું જે “રૂપાભાઈ આ શું ?” રૂપાભાઈ તો કંઈ બોલ્યા નહિ પણ રાજાભાઇ એ હાથ જોડીને કહ્યું, “હે મહારાજ ! આ તો રૂપાભાઈએ તમને અત્તર છાંટી આપ્યું. અમારા ગોહિલવાડના રજવાડાઓમાં અત્તર છાંટવાનો રિવાજ છે.” શ્રીહરિ ભકતનો ભાવ જાણીને રાજી થતા થકા હસ્યા અને સહુને હિત ઉપદેશ દેતા થકા બોલ્યા જે “ જુઓ ભકતો, અત્તરની સુગંધે સહું ના શરીર સુગંધે મઘમઘે ! પણ જો અંતર ગોબરું હોય તો? આ તો દેહ માં જે વિકારો હોય અને તે પરસેવા વાટે દુર્ગંધ મારતું હોય તેવા શરીરની ગંધને ઢાંકવા માટેની આ રીત છે.” થોડી વાર સુધી રૂપાભાઈ ને રાજાભાઈની સામું જોઈ શ્રીજીમહારાજ ફરીને બોલ્યા જે “જો અંતર વિકાર વિનાના ચોખ્ખા હોય અને આત્માને પ્રભુભક્તિના રંગથી રંગી દયો, તો આ શરીરમાંથી અત્તરને પણ ભૂલાવે તેવી સુગંધ છૂટે અને આ સુગંધ એવી તો છૂટે કે તમારી આસપાસનું વાતાવરણ ભક્તિમય બની જાય હો..!
- શ્રીઅનાદિમુકતો માંથી…
🙇🏻♂️🙏