સંવત ૧૮૭૮માં ફાગણ સુદી ત્રીજના દિવસે શ્રીહરિએ અમદાવાદ માં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને પાંચમ ના દિવસે બ્રાહ્મણોની ચોરાશી કરી.
Gujarati
આધારાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની છબીઓ
સંવત ૧૮૭૮માં ફાગણ સુદી ત્રીજના દિવસે શ્રીહરિએ અમદાવાદ માં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને પાંચમ ના દિવસે બ્રાહ્મણોની ચોરાશી કરી. એ વખતે બહુ મોટી સંખ્યા માં સંતો-ભકતો શ્રીનરનારાયણ દેવની મુર્તિપ્રતિષ્ઠા ના ઉત્સવમાં પધાર્યા હતા. એ સમયે શ્રીહરિએ પોતાના સ્વહસ્તે જ સહુને શ્રીરાધાકૃષ્ણદેવ તથા શ્રી નરનારાયણ દેવની છાપો સહુને પુજવા સારું આપી. આ સમયે સદગુરુ આધારાનંદ સ્વામી સાથે હતા, એમને મનમાં થયું જે ‘મને શ્રીહરિએ ચિતારાની કળા આપી છે તો હું પણ તકની સેવા કરું’ એમ વિચારીને શ્રીહરિ સભામાં બેઠા હતા એ મનોહર મુરતના દર્શન ને અંતરમાં ધારી લીધી અને હુંબહું ચિત્રછબી તૈયાર કરી. બીજેદિવસે શ્રીહરિ પાસે લાવી ને હાથોહાથ આપી ને સૌને એ ચિત્રછબી આપવા શ્રીહરિ ને પ્રાર્થના કરી, પ્રભું અતિ રાજી થયા ને સ્વામીને ભેટ્યા. એ ચિત્રછબીનું લાકડાનું બીબું નારાયણજીભાઇ સુતારે તૈયાર કર્યું અને છબીઓ બનાવીને સૌને નિત્ય પુજામાં રાખવા સારું આપી. આમ, સૌપ્રથમ વખત શ્રીહરિએ પોતાની મુર્તિની સ્વહસ્તે પ્રસાદી આપી.
ગઢપુરમાં વસંતપંચમીના ઉત્સવમાં સદગુરુ આધારાનંદ સ્વામીની વિશેષ કલાકુશળતા જોઇને શ્રીહરિએ મુર્તિઓ બનાવવાની આજ્ઞા કરી હતી.
આવિ પંચમી જ્યારે વસંત, આવ્યા ગઢપુર સંઘ અનંત…! નવ મૂર્તિની છાપો તૈયાર, લાવ્યા ત્યાં નારાયણજી સુતાર…! રીઝ્યા જોઇને ધર્મદુલારો, આપ્યો તેહને સરપાવ સારો..! એહ સર્વે મારાં રૂપ જાણી, નિત્ય પૂજજો ઉર ભાવ આણી…! આધારાનંદને છાપો આપી, કહ્યું કાગળમાં દેજો છાપી..! મુનિએ મૂર્તિયો છાપી દીધી, પ્રેમે પૂજવા સૌ જને લીધી…!
- શ્રીહરિલીલામૃત કળશ ૮ વિશ્રામ ૩૬
સંવત ૧૮૮૧ માં અમદાવાદ માં શ્રીહરિએ જ્યારે ફુલદોલ ઉત્સવ કર્યો ત્યારે મંદિરમાં હનુમાનજી પધરાવવાના બાકી હતા, આ વખતે શ્રીહરિએ જયપુરના હિરાજી સલાટને હનુમાનજીની મુર્તિ બનાવવા કહ્યું ત્યારે તેઓ બોલ્યા કે ‘પ્રભું, મને ચિત્ર દોરી ને અપાવો તો હું એવી મુર્તિ બનાવું,’ તે વખતે પણ શ્રીહરિએ આધારાનંદ સ્વામીને પોતે જેમ પાટ્ય ઉપર બેઠા હતા એ પ્રમાણે જ કાગળમાં ખહરો બનાવરાવ્યો અને હીરાજી સલાટને આપ્યો. જે ચિત્ર પ્રમાણે હીરાજીએ હનુમાનજીની મુર્તિ બનાવી જે હાલ કાળુંપુર મંદિર માં દર્શન આપે છે. કાગદમે મુર્તિ કરાયે જીમીં, કરહી જોઇ કે હમહીં તીમી..! આધારાનંદ મુનિ હી તિનકું, બોલાઇ સબ કહેઉં ઉનકું..!!
- શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર ૨૮ તરંગ ૧૮
સંવત ૧૮૮૧ માં શ્રીહરિ સુરત પધાર્યા હતા, આ વખતે મુનિબાવા પોતાના શિષ્ય ચિતારા દૂલેરામને લઇને શ્રીહરિની પાસે આવ્યા અને દૂલેરામે મુનિબાવા ની પ્રતિમા દોરી હતી એ બતાવી, તે જોઇને શ્રીહરિ ઘણા રાજી થયા અને દૂલેરામને શ્વેતદ્વિપપતિ વાસુદેવભગવાનની મુર્તિ દોરવા કહ્યું, એ સમયે એને શ્રીભગવાનની મૂરત ખબર ન હોય શ્રીહરિએ કહ્યું જે શ્રીવાસુંદેવ ભગવાન જમણો પગ અને બંને ભૂજાઓ ઉંચી કરીને તપ કરતા હોય અને બંને બીજું એક એક મુક્ત સેવામાં ઉભા હોય એવી મુર્તી દોરવા કહ્યુ, આ વખતે સદગુરુ આધારાનંદ સ્વામી ને રાખ્યા હતા. એ સમયે અરદેશર કોટવાળને મુર્તિ બનાવવાની ઇચ્છા હોય તેઓ નવાબના ચિતારા મીઠારામને નારાયણજીભાઇ પાસે મોકલ્યો. આ મીઠારામ શ્રીહરિ પાસે આવ્યા ત્યારે શ્રીહરિએ થાળ જમીને મળવા કહ્યું. જ્યારે તેઓ આવ્યા ત્યારે એને પણ ‘શ્વેતદ્વિપના પતિ એવા વાસુદેવનારાયણની મુર્તિ દોરવા કહ્યુ અને એક બાજુ નર અને બીજી બાજું નારાયણ ભગવાનની બે મુર્તિ ચિતરવા કહ્યું અને આધારાનંદ સ્વામીને સાથે રાખજો’ એમ કહીને સ્વામીને પહેલી મુર્તિ તૈયાર થાય ત્યારે લઇને ગઢપુર આવવા કહ્યું. શ્રીહરિએ રાજી થઇને મીઠારામને પાઘ બંધાવીને દસ રુપીયા અપાવ્યા. જ્યારે ફાગણ માસ બેઠો ત્યારે આધારાનંદ સ્વામી અને ધર્માત્માનંદ સ્વામી એ મુર્તિ લઇને ગઢપુર આવ્યા, એ સમે શ્રીહરિ બપોરટાણે સંતોની પંકિતએ પીરસતા હતા. બંને સંતોને ભેટ્યા અને પંગતે જમવા બેસાડી ત્રણ-ત્રણ લાડું અતિ હેતે પીરસીને જમાડ્યા. સાંજે સભામાં મુર્તિ મંગાવી પટકવર ખોલીને જોઇને શ્રીહરિ રાજી થતા થકા બોલ્યા જે “શ્રીવાસુદેવનારાયણ ની ધામની મુર્તિ અને આ મુર્તિમાં એક રોમનો ફેર નથી, શાસ્ત્રમાં જેવું વર્ણન છે એવી જ આ મુર્તિ છે.” આમ, સ્વામી ઉપર અતિ રાજી થયા. આ મુર્તિ શ્રીહરિ કાયમ પોતા પાસે રાખતા અને નડિયાદ માં જ્યારે બિશપ હેબર ને મળ્યા ત્યારે એમને પણ આ મુર્તિ બતાવેલી. એક સમે જ્યારે સુરતના ભકતો ગઢપુર આવ્યા ત્યારે શ્રીહરિએ એમને આ મુર્તિ રાજી થઇને આપેલી, જે મહાપ્રસાદીની મુર્તી હાલ રામપુરા મંદિરે દર્શન આપે છે.
ઐસે પટ જો જેહ આધારાનંદ મુનિ યહ..! પાસ રખાયે તેહ શ્રીહરિ એક જો વર્ષ લગ..!
- શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર ૨૮ તરંગ ૧૮
એકવખતે શ્રીહરિ એ વડોદરા મંદિરમાં પધરાવવા મુર્તિઓ તૈયાર કરવા સારું ફતેજી સલાટ સાથે આધારાનંદ સ્વામીને મોકલ્યા, એ વખતે કેશવાનંદ સ્વામીને સાથે જોડ્ય માં મોકલ્યા. સ્વામી તો ચાલ્યા એટલે શ્રીહરિ બોલ્યા એ ભલામણ કરી કે ચારેય ધાતુંની મુર્તિ ઓ બનતા સમય લાગશે તો પ્રબોધની એકાદશી સુધી રોકાજો અને પૈસાનો વહીવટ નાથભકત સાથે કરજયો.” આમ કહી સ્વામી ને મોકલ્યા. એ પછી થોડેસમયે શ્રીહરિ રંગોત્સવ કરવા અમદાવાદ પધાર્યા અને ત્યાં નાથભકત વડોદરા થી આવ્યા અને ઘેબરની રસોઇ દીધી. શ્રીહરિ એ વખતે સહું સંતોને પંગત માં બે-બે ઢેફલાં પીરસતા પીરસતા નિષ્કુળાનંદ સ્વામી અને કપિલેશ્વરાનંદ સ્વામી પાસે પહોંચ્યા હતા, એ વખતે એ બેઉને ચાર-ચાર ઘેબરના ઢેફલાં પીરસ્યા. ત્યારે કોઇએ કહ્યું કે “હે મહારાજ, આવો પીરસવા માં અન્યાય કેમ કરો છો?” શ્રીહરિ થોડીવાર ઉભા રહીને બોલ્યા જે “આધારાનંદ સ્વામી ને મુર્તિઓ બનાવવા સારું વડોદરા મોકલ્યા છે, એ અમારા વચને પરિશ્રમ વેઠીને ગયા છે, એમને ખાવા-પીવાનું ઠેકાણું રહેશે નહી, તમે તો સહુ આહી ઘેબર જમો છો, એ અમારા આધારાનંદ ને યાદ કરીને બે-બે ઢેફલાઓ વધારે પીરસ્યા છે.” પછી જ્યારે સ્વામી ગઢપુર આવ્યા ત્યારે પોતાના કંઠનો ગુલાબનો કાઢીને એમને પહેરાવ્યો અને અતિ હેત વરસાવતા બે હાથ માથે મુકીને શ્રીહરિ બોલ્યા કે “નાથભકતે, અમદાવાદ ઘેબરની રસોઇ દીધી ત્યારે તમને સંભારીને અને નિષ્કુળાનંદ સ્વામીને અને કપિલ સ્વામીને જમાડ્યા હતા.”
આધારાનંદ તાંકે હિતા, ઘેબર દિને હરિ કે પ્રિતા..!
- શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર ૨૮ તરંગ ૧૦૬માંથી…
🙇🏻♂️🙏