ગામ દેવધોલેરાના થડમાં એક ગાઉ છેટે ગામ નાનોદરુ છે ત્યાંના હરિભક્ત ઠક્કર ચતુરભાઈ માંદા થયા, તે પછી બીજા દિવસે તેણે પોતાના બાપને કહ્યું, “શ્રીજીમહારાજ મને દર્શન દઈને કહી ગયા છે.
Gujarati
નાનોદરુના ચતુરભાઇ ઠક્કર અને તેમનું અક્ષરધામ ગમન
ગામ દેવધોલેરાના થડમાં એક ગાઉ છેટે ગામ નાનોદરુ છે ત્યાંના હરિભક્ત ઠક્કર ચતુરભાઈ માંદા થયા, તે પછી બીજા દિવસે તેણે પોતાના બાપને કહ્યું, “શ્રીજીમહારાજ મને દર્શન દઈને કહી ગયા છે કે “પરમ દહાડે, તને તેડી જાશું, માટે દેવધોલેરામાં સાધુનું મંડળ છે તેને આંહી તેડાવો.'
પછી તે છોકરાના બાપે માણસ મોકલીને સાધુને તેડાવ્યા તે આવ્યા ત્યારે તેને માલપુવાની રસોઈ આપી ને જમાડ્યા. પછી ઘેર બોલાવ્યા ત્યારે સાધુ આગળ ચતુર બોલ્યો જે, ‘‘મને આવતી કાલે મહારાજ તેડવા આવશે, માટે હું પાંચસો રૂપિયા ધોળકાના મંદિરમાં દઉં છું ને એક હજાર રૂપિયા છે તે મારી સ્ત્રીના. એમ કહીને સાધુને ધોતીયાં ઓઢાડ્યાં ને પગે લાગ્યા ને કહ્યું, ‘મારે માથે દયા રાખજો.’’ પછી સાધુ મંદિરમાં ગયા ને ચતુરે પોતાનો ખાટલો ઓરડામાં ઢળાવ્યો ને તેના બાપને તથા ભાઈને કહ્યું, “આો ઓરડામાં કોઈ બાઈ માણસને આવવા દેશો નહિ ને મારા વાંસે ધોળકાના મંદિરમાં રસોઈ દેજો ને હે બાપા ! “આ મેં પુન્ય કર્યું છે તેથી તમે સહુ રાજી છો કે નહિ ?’’ ત્યારે તે સહુ બોલ્યા “અમે સહુ રાજી છીએ’’ પછી ચતુરે શીરો કરાવ્યો તે સહુ ભેગા બેસીને જમ્યા.
બીજે દિવસે મહારાજ તેડવા આવ્યા ત્યારે સહુ કીર્તન બોલવા માંડ્યા. તે વખતે મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચતુર દેહ મુકીને ધામમાં ગયો.
- શ્રીહરિચરિત્રચિંતામણી ભાગ - ૩/૩૧૯માંથી…
🙇🏻♂️🙏