મુકતરાજ દરબાર શ્રી જીવાબાપું ના કારજમાં બહારવટે ચડેલા ગામ આંબરડીના જોગીદાસ ખુમાણ કરીને કાઠી હતા, તે ગઢપુર આવ્યા હતા.
Gujarati
જોગીદાસ ખુમાણ અને તેમની અદ્ભુત મર્યાદા
મુકતરાજ દરબાર શ્રી જીવાબાપું ના કારજમાં બહારવટે ચડેલા ગામ આંબરડીના જોગીદાસ ખુમાણ કરીને કાઠી હતા, તે ગઢપુર આવ્યા હતા, તેઓ સભામાં શ્રીજીમહારાજનાં દર્શને આવ્યા. પછી મહારાજે સભામાં તેને પૂછ્યું જે, “જોગીદાસ ખુમાણ ! તમારે પરસ્ત્રી સામું જોવાયું ત્યારે આંખમાં મરચું ભરેલ તેનું કારણ શું ?” ત્યારે ખમીરવંતા જોગીદાસ ખુમાણ કહે, “હે મહારાજ, મારી માએ મારું નામ જોગીદાસ ખુમાણ પાડ્યું છે; તે હું જોગીઓનો દાસ કહેવાઉં. તે મારાથી તો પરસ્ત્રી સામું કેમ જોવાય ? અને જોઉં તો મારી માંનુ ધાવણ લાજે, એટલે આંખ્યને દંડ કરવા સારું આંખમાં મરચું નાંખેલ ”. પછી શ્રીજીમહારાજે સૌ સંતને કહ્યું જે, “જુઓ, આને કેટલી બધી લાજ છે જે, “હું જોગીઓનો દાસ કહેવાઉં !’ એમ સહુ લાજ રાખે તો ધર્મ પળે, નહીં તો ધર્મ પળે નહીં.”
- સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો-૧૬૭માંથી…
🙇🏻♂️🙏