ગામ સાતપડાના ભગોભગત હતા. તેણે એવો સંકલ્પ કર્યો જે, “હું સ્વામિનારાયણના દર્શને જાઉં અને તેમની ડૂંટી ઉપર રૂપિયો મેલવા દે તો ભગવાન ખરા.'

Gujarati

સાતપડાના ભગોભગત અને શ્રીજી મહારાજનો પરચો

ગામ સાતપડાના ભગોભગત હતા. તેણે એવો સંકલ્પ કર્યો જે, “હું સ્વામિનારાયણના દર્શને જાઉં અને તેમની ડૂંટી ઉપર રૂપિયો મેલવા દે તો ભગવાન ખરા.’ પછી તે ગઢપુર આવ્યો અને સભાથી છેટે લીમડા નીચે ઊભો રહ્યો. પછી શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા તે આડે પડખે થયા.

ત્યારે મુક્તાનંદસ્વામી બોલ્યા જે, “મહારાજ ! કેમ આડે પડખે થયા ?” મહારાજે કહ્યું, “આ ઓલ્યો ભગલો ક્યારનો ઊભો ઉભો સંકલ્પ કરે છ કે ‘સ્વામિનારાયણ ડૂંટી ઉપર રુપીયો મેલવા દીયે તો ભગવાન સાચા’. આવ ભગલા, મેલ મારી ડૂંટી ઉપર રૂપિયો.” પછી ભગાભગતે આવી મહારાજની ડૂંટી ઉપર રૂપિયો મેલ્યો. પછી મહારાજને કહ્યું જે, “તમે ભગવાન ખરા, માટે મને વર્તમાન ધરાવો.” પછી વર્તમાન ધારી સત્સંગી થયો.

  • સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ૧૯૬માંથી…

🙇🏻‍♂️🙏