સનાળાના બ્રાહ્મણ મૂળજી મહારાજની સમાધિ, શ્રીહરિએ આપેલું વચન, બપોરે બાર વાગ્યે પૂર્વનિર્ધારિત અક્ષરધામગમન, દિવ્ય દર્શન અને સમગ્ર ગામનું સત્સંગી થવું.
એકવાર ગામ સનાળામાં પરમ હરિભક્ત વિપ્ર મૂળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી ત્રીજે દિવસે મૂળજીભાઈ પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દિવ્ય દર્શન થયાં. દર્શન થતાં જ તેમની વૃત્તિ મહારાજની દિવ્ય મૂર્તિમાં જોડાઈ ગઈ અને તેઓ સમાધિમાં અક્ષરધામ પહોંચી ગયા!
અક્ષરધામમાં તેમણે શ્રીજીમહારાજને દિવ્ય સિંહાસન પર બિરાજમાન જોયા અને આસપાસ અનંતકોટી મુક્તોને બેઠેલા દીઠા. પોતાની વૃત્તિ મહારાજમાં પરોવાઈ ગઈ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “હે મૂળજી ! તું પાછો દેહમાં જા અને ત્યાં સર્વે ગામજનોને સત્સંગ કરાવજે. તને ત્યાં બેઠાં બેઠાં અનંત ધામો અને મારી મૂર્તિનું અખંડ દર્શન થશે. અને આજથી આઠમે દિવસે બપોરે બાર વાગ્યે હું તને તેડવા આવીશ!”
સમાધિમાંથી જાગ્યા પછી મૂળજીભાઈએ આ વાત ગામના કાઠી દરબાર, લીંબો પટેલ, ગીલો ઠક્કર અને દેવચંદ ઠક્કર વગેરેને કરી. ત્યારે સહુએ અશ્રદ્ધાથી કહ્યું, “તું કહે છે તેમ જો આઠમે દિવસે તું ધામમાં જાય, તો અમે સર્વે તારા ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધીને સત્સંગી થઈએ!” મૂળજીભાઈએ કહ્યું, “ચોક્કસ, આઠમે દિવસે મહારાજ મને તેડી જશે.”
આઠમે દિવસે કાકા હીરજી વિપ્રનું કારજ (અગિયારમું) હતું. મૂળજીભાઈએ સવારમાં જ તમામ બ્રાહ્મણોને બોલાવી કહ્યું, “આજે બપોરે બાર વાગ્યે મારે દેહ મેલવો છે, માટે કણબીની ડેલીમાં મોટું ફળિયું છે ત્યાં વહેલા રાંધીને બાર વાગ્યા પહેલાં જમીને પરવારી જજો.” કેટલાક બ્રાહ્મણોએ મશ્કરી કરી કે, ‘તે શું ભીષ્મપિતામહ થઈ ગયો છે કે ઇચ્છામૃત્યુથી બાર વાગ્યે દેહ છોડશે!’ છતાં સહુ અગિયાર વાગ્યે જમીને પરવારી ગયા અને સ્ત્રી-પુરુષ સહુ મૂળજીભાઈ પાસે આવીને બેઠા.
ગામના કાઠી દરબાર, લીંબો પટેલ, દેવચંદ ઠક્કર વગેરે પણ આ કૌતુક જોવા આવ્યા. મૂળજી મહારાજે સર્વે પાસે પ્રેમથી ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ’ મહામંત્રની અખંડ ધૂન કરાવી. પછી સગાંવહાલાંને કહ્યું, “મારી પાછળ કોઈ રોશો નહીં, પણ સાકર અને ટોપરું વહેંચજો! કારણ કે જો આ સનાળા ગામનો ગરાસ મળે તો તમે રાજી થાઓ ને ? અને વડોદરાનું મોટું રાજ્ય મળે તો અતિ રાજી થાઓ ને ? મને તો આજે અનંત વડોદરાના રાજ્યો કરતાં પણ શ્રેષ્ઠ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે!”
વાત કરતાં કરતાં બરાબર બાર વાગ્યાનો ટકોરો પડ્યો. મૂળજી મહારાજે સર્વ સભાજનોને ‘જય સ્વામિનારાયણ’ કહીને કહ્યું, “જુઓ, આ સ્વામિનારાયણ ભગવાન તથા ગોપાળાનંદ સ્વામી આદિક અનેક મુક્તો મને તેડવા આવ્યા છે, હું તેમની સાથે ધામમાં જાઉં છું!” એમ કહી બોલતાં ચાલતાં તેમણે પંચભૌતિક દેહ છોડી દીધો!
તે જ ક્ષણે સભામાં બેઠેલા અન્ય અનેક માણસોને પણ શ્રીજીમહારાજ તથા સંતોનાં દિવ્ય દર્શન અને દિવ્ય પ્રકાશની અનુભૂતિ થઈ! આ અદ્ભુત પરચો નજરે જોઈ ગામના દરબાર, લીંબો પટેલ, ગીલો ઠક્કર, દેવચંદ ઠક્કર અને સમસ્ત સનાળા ગામના લોકોએ મસ્તક નમાવીને ભગવાન શ્રીસ્વામિનારાયણની કંઠી બાંધી અનન્ય સત્સંગી બન્યા.
- શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી…
Hindi
सनाल के विप्र मूलजी महाराज की समाधि, दोपहर बारह बजे अक्षरधाम गमन और गांव का सत्संग
एक बार सनाल गांव में परम हरिभक्त विप्र मूलजी महाराज के काका हीरजी महाराज का देहांत हुआ। उसके तीसरे दिन मूलजी अपनी ओसरी की मुंडेर पर बैठकर दातून कर रहे थे। उसी समय उन्हें श्रीजीमहाराज के साक्षात दर्शन हुए और वे समाधि में चले गए।
अक्षरधाम में उन्होंने श्रीजीमहाराज को दिव्य सिंहासन पर विराजमान और अनंत कोटि मुक्तों से घिरे देखा। प्रभु ने उनसे कहा, “मूलजी ! तुम पुनः देह में जाओ और गांव के लोगों को सत्संग कराओ। तुम्हें देह में रहते हुए भी अखंड मेरे धाम और स्वरूप के दर्शन होंगे। और आज से आठवें दिन दोपहर बारह बजे मैं तुम्हें अपने परमधाम ले जाऊंगा!”
समाधि से लौटकर मूलजी ने जब यह बात गांव के काठी दरबार, लिम्बो पटेल, गीलो ठक्कर और देवचंद ठक्कर आदि को बताई, तो उन्होंने शर्त रखी, “यदि तुम कहे अनुसार आठवें दिन देहत्याग कर धाम जाओ, तो हम सब स्वामिनारायण की कंठी बांधकर सत्संगी बन जाएंगे!”
आठवें दिन काका का श्राद्ध-भोज था। मूलजी ने सभी ब्राह्मणों से कहा कि वे दोपहर बारह बजे से पहले भोजन संपन्न कर लें क्योंकि वे ठीक बारह बजे देहत्याग करेंगे। कुछ लोगों ने उपहास किया कि क्या वह भीष्म पितामह हैं जो समय तय करके प्राण त्यागेंगे! किंतु सभी ग्यारह बजे तक भोजन कर मूलजी के पास एकत्र हो गए।
गांव के दरबार और प्रमुख जन भी उपस्थित हुए। मूलजी ने सभी से ‘स्वामिनारायण… स्वामिनारायण’ महामंत्र का कीर्तन करवाया। फिर परिजनों से कहा, “मेरे जाने पर रोना मत, मिश्री और नारियल बांटना! क्योंकि यदि वड़ोदरा का राज्य मिले तो प्रसन्नता होती है, मुझे तो आज करोड़ों वड़ोदरा से भी श्रेष्ठ दिव्य अक्षरधाम मिल रहा है!”
ठीक बारह बजते ही मूलजी ने सबको ‘जय स्वामिनारायण’ कहा और पुकारा, “देखो, प्रभु स्वामिनारायण और गोपालनंद स्वामी आदि मुक्त मुझे लेने पधारे हैं, मैं उनके साथ जा रहा हूं!” ऐसा कहकर उन्होंने सहजता से देह त्याग दी। उसी क्षण सभा में उपस्थित अन्य लोगों को भी प्रभु और संतों के दिव्य दर्शन हुए। यह प्रत्यक्ष चमत्कार देखकर दरबार, लिम्बो पटेल, देवचंद ठक्कर सहित पूरे गांव ने कंठी धारण कर सत्संग अंगीकार किया।
English
Mulji Vipra of Sanala: Samadhi, Departure at Noon, and Village Transformation
In the village of Sanala, three days after the passing of uncle Hirji, the devout Brahmin Mulji Maharaj was cleaning his teeth on his veranda. Suddenly, he was blessed with the transcendental vision of Shreeji Maharaj, and his consciousness merged into profound samadhi in Akshardham!
In Akshardham, he beheld Shreeji Maharaj enthroned upon a resplendent divine seat, surrounded by infinite liberated souls. Shreehari instructed him: “Mulji! Return to your mortal frame and inspire the villagers towards the path of Satsang. While residing in your body, you shall continuously perceive My divine form and abodes. And on the eighth day from today, precisely at twelve o’clock noon, I shall personally arrive to escort you to Akshardham!”
Returning from samadhi, Mulji revealed this divine prediction to the local Kathi ruler, Limbo Patel, Gilo Thakkar, and Devchand Thakkar. Skeptical, they declared: “If you indeed depart for Akshardham at noon on the eighth day as predicted, our entire village will embrace the Swaminarayan faith and wear the sacred kanthi!”
On the eighth day, which coincided with his uncle’s memorial feast, Mulji requested all attending Brahmins to prepare and finish lunch before noon, as he would depart at twelve sharp. Some scoffed, asking whether he was Bhishma Pitamah to control his moment of death; nonetheless, everyone finished by eleven and gathered around him.
The ruler and prominent villagers assembled in large numbers. Mulji led everyone in continuous chanting of the holy name ‘Swaminarayan’. He consoled his family: “Do not mourn my passing; distribute sweets and coconut! If one inherits the kingdom of Vadodara, would you not celebrate? Today I am receiving the eternal realm of Akshardham, infinitely superior to millions of earthly empires!”
As the clock struck exactly twelve noon, Mulji greeted everyone with ‘Jai Swaminarayan’ and proclaimed: “Behold, Bhagwan Swaminarayan, Gopalanand Swami, and celestial muktas have arrived to receive me; I am departing with them!” Speaking these words calmly, he discarded his mortal body. At that very instant, several assembled onlookers witnessed the dazzling divine light and celestial darshan of Shreehari and the holy saints! Astounded by this undeniable manifestation of divinity, the village Darbar, Limbo Patel, Devchand Thakkar, and numerous villagers surrendered at the Lord’s feet and embraced the Satsang fellowship.