ગામ કારિયાણીમાં વીરદાસ નામે કરીને કણબી ભગત હતા અને તે ગામના પટેલ હતા. પછી તે નદીએ નહાવા ગયા હતા.
Gujarati
કારીયાણીના વીરદાસ પટેલ અને મહારાજની કૃપા
ગામ કારિયાણીમાં વીરદાસ નામે કરીને કણબી ભગત હતા અને તે ગામના પટેલ હતા. પછી તે નદીએ નહાવા ગયા હતા. ત્યાં ગામના કોઈ માણસે આવીને ખારાથી(ધોવામાં અને સાબુ બનાવામાં ઉપયોગ થતો ખારો પદાર્થ; ખારા પ્રદેશમાં થતો ક્ષાર) તેને વાંસો ચોળીને નવરાવ્યા. પછી વીરદાસભગત બોલ્યા જે, “તું મને ભગત જાણીને નવરાવે છે કે ગામનો પટેલ જાણીને ?” ત્યારે તે માણસે કહ્યું જે, “તમને ભગત જાણીને નવરાવું છું.” પછી તેણે દેહ મેલ્યો ત્યારે તેને મહારાજ તેડવા પધાર્યા. ત્યારે તે બોલ્યો જે, “સ્વામિનારાયણ ! તમે કેમ ?” મહારાજ કહે, “તે અમારા વીરદાસભગતને શરીર ચોળીને નવરાવ્યા હતા, તે સારુ તને તેડવા આવ્યા છીએ; માટે તૈયાર થા.” પછી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા.
- સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ૨૨૩માંથી…
🙇🏻♂️🙏