મહારાજા સયાજીરાવને શ્રીજીમહારાજ પ્રત્યે કેવો અપૂર્વ આદર હતો તેનો પરિચય આ પત્ર માં મળે છે.
Gujarati
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને શ્રીજી મહારાજ
મહારાજા સયાજીરાવને શ્રીજીમહારાજ પ્રત્યે કેવો અપૂર્વ આદર હતો તેનો પરિચય આ પત્ર માં મળે છે. પત્ર આ પ્રમાણે હતોઃ
‘સ્વસ્તીશ્રી ગઢપુર માહાશુભ સ્થાને પતીતપાવન કૃપાસીંધુ દીનબંધુ ભક્તવલભવતસલ પ્રતીપાલક સદ્ગુરુ શ્રી સહજાનંદજી માહારાજ પ્રતે, ગામ વડોદરાથી લખાવીતંગ શ્રી सरकार ગાયકવાડના સાષ્ઠાંગ દંડવત સેવામાં અંગીકાર કરજો. બીજુ લખવા કારણ એમ જે તમારો પત્ર નારુપંથ નાના ઉપર આવો (આવ્યો). તે વાંચી સમાચાર જાણા (જાણ્યા). બીજુ લક્ષ્મીનારાયણ સંબંધી દાણમાફીનું પત્રક કરાવીને મોકલું છે તે સેવામાં અંગીકાર કરજો. બીજુ માહારાજ, હું તમારો છુ ને મને તમો મલ્યા છો તેનો તો અભીમાન આપણને છે. ને તમો લખું (લખ્યું) છે જે હમે તો ભગવાનના ભક્ત છીએ ને ભગવાનની ભજ્યાની રીતને જાણીએ છીએ તે વાસતે (માટે) હે માહારાજ, એવા જે તમો તેને શરણે હું છુ. બીજુ ઘણું શું લખીએ.
મીતી સં. ૧૮૮૩ના માઘ વદી ૬ મંદવાસરે શ્રી હાજીપંથ દક્ષણી હરફે’
પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસ લેખક જેમ્સ બર્જેસ ઈ.સ. ૧૮૭૨ની ઓરિએન્ટલ રિસર્ચ જર્નલ ‘Indian Antiquary’માં નોંધે છે : ‘Guikwad Sayajee became a disciple, and also the Raja of Gudhada.’ ‘ગાયકવાડ સયાજી અને ગઢડાના રાજા (ભગવાન શ્રીસ્વામિનારાયણના) શિષ્ય થયા હતા.’
- ઐતિહાસિક પત્રો માંથી….
🙇🏻♂️🙏