ગામ ઝીંઝાવદર માં ભોજાભગત ટાંક અને એમના પત્નિ સાવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા.

Gujarati

ઝીંઝાવદરના ભોજાભગત અને સાવલબાઇનો પ્રસંગ

ગામ ઝીંઝાવદર માં ભોજાભગત ટાંક અને એમના પત્નિ સાવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. ગામધણી દરબાર અલૈયાખાચરના દરબારગઢમાં શ્રીહરિ અને સંતો-ભકતો અવારનવાર પધારતા હોય, આ દોઉં દંપતિ શ્રીહરિના દર્શન અને સંતો તેમજ સાંખ્યયોગી બાઇઓના સમાગમ કરવા અવારનવાર ગઢપુર પણ જતા. પોતે સામાન્ય પરિસ્થિતિ ના હોવા છતાં નાનીમોટી સેવા કરીને સહુને રાજી કરતા હતા.

એકસમયે શ્રીહરિ ગઢપુરથી વરતાલ જવા સહું સંતો-ભકતો ને પાર્ષદો સાથે પરીયાણ કર્યું. ગઢપુરથી સંધમાં ચાલતા ઝીંઝાવદર પધાર્યા અને દરબારશ્રી અલૈયા ખાચરના દરબારગઢમાં સહુનો ઉતારા કરાવ્યા. શ્રીહરિ પધાર્યા ના સમાચાર જાણીને ભોજા ટાંક અને સાવલબાઇ બેઉ શ્રીહરિના દર્શને દોડતા આવ્યા. સાંવલબાઇએ શ્રીહરિને પંચાંગ પ્રણામ કરીને હાથ જોડીને પ્રાર્થના કરતા કહ્યું “હે પ્રભું, આજ તો આપ સંઘના સહુ સંતો-ભકતો પાર્ષદો સાથે અમારે ઘર પધારો અને અમારો સહુને રસોઇ બનાવીને જમાડવાની સંકલ્પ પુર્ણ કરો.” શ્રીહરિ કહે આજ તો વરતાલની વાટે ચાલવું છે, પણ જો વહેલાસર સહુને જમાડો તો અમે બપોરપછી તુંરત જ વાટે ચાલીશું.” આમ, શ્રીહરિની અનુમતિ મળતા સાંવલબાંઇ તો અતિ હરખભર્યા પોતાને ધરે ગયા અને ગામના બ્રાહ્મણને બોલાવીને અતિ પવિત્રપણે રસોઇ તૈયાર કરીને શ્રીહરિને તથા સહું સંતો-ભકતોને જમવા તેડી લાવ્યા.

ભોજ ટાંક નામે ભલા ભક્ત, અતિશે હરિચરણે આસક્ત..! તેની સુંદરી સાવલબાઈ, સતસંગી તે તેથી સવાઈ..! તેહ દંપતિએ શુભ પેર, તેડ્યા જમવાને જીવન ઘેર…! સાથે લૈ સહુ પાર્ષદ સંત, તેને ભવન ગયા ભગવંત..! શુદ્ધ બ્રાહ્મણે કીધી રસોઈ, જમ્યા જીવન સદ્‌ભાવ જોઈ…!

ભોજે ટાંક અને સાંવલબાઇએ શ્રીહરિ ને પોતાના ઘરની ઓંસરીમાં બાજોઠ ઢાળીને જમવા બેસાર્યા, શ્રીહરિ પોતાના ભકતનો ભાવ જાણીને ઘણું જમ્યા ને ચળું કરી. શ્રીહરિએ મુખવાસ ગ્રહણ કર્યો અને સહું સંતોને ઓસરી તેમજ ફળીયા માં પંકિત કરીને પોતાના હાથે પીરસી ને જમાડયા. સહું જમી રહ્યા કેડે ફળીયામાં લીમડાના વૃક્ષ છાંયડે ઢોલીયે શ્રીહરિ બીરાજ્યા અને સન્મુખ સહુ સંતો-ભકતોની સભા થઇ. ભોજાભગતે શ્રીહરિને ગૌરકપોળમાં ચંદન ચર્ચ્યું અને મધ્યમાં કુમકુમ નો ચાંદલો કરીને પુજન કર્યું. સદગુરુ મુકતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સહુ સંતોને ચંદન ચર્ચીને ભોજાભગતે પુજન કર્યું. એ વખતે શેષ વધેલા ચંદનનાં વાટકાને શ્રીહરિએ પોતાના હાથમાં લીધો અને પોતે ઢોલીયે થી ઉભા થઇને એ લીંબવૃક્ષના થડ ઉપર ચંદન ચર્ચ્યું અને ચાંદલા કીધા. આ વખતે સન્મુખ સભામાં બેઠેલા સહુંને અચરજ થયું તે સદગુરુ મુકતાનંદ સ્વામીએ શ્રીહરિને પુછ્યું કે હે પ્રભું, આજ આપે વધેલા ચંદનથી આપના હાથે કેમ આ લીંબવૃક્ષનું પુજન કર્યું ? ત્યારે શ્રીહરિ હસતા થકા કહે કે “સ્વામી, આ લીંબવૃક્ષનો આત્મા તે પુર્વે મોટા યોગી હતા, પરંતું એ યોગી પોતાના ઘર્મથી ભ્રષ્ટ થતા એમને વૃક્ષયોનિમાં આ લીંબવૃક્ષ રુપે અવતરણ થયેલું છે, એમનો યોગીનો પવિત્ર આત્મા ને પુર્વજન્મની કમાઇ જાણીને અમે આજે સ્વહસ્તે એમનું પુજન કર્યું છે, એમને આજે અમારા દર્શન અને તમ સહું સંતો-ભકતોના દર્શન થયા તે હવે આ વૃક્ષયોનિમાં થી એમનો છૂટકારો થશે, એ આજના યોગથી સત્સંગ માં ફેર જન્મધારણ કરીને અક્ષરધામના અધિકારી થશે.” આમ, લિંબવૃક્ષના પુર્વજન્મની વાત સુણીને સહું ઘણા આશ્ચર્ય ને પામ્યા.

પછી સંતની પંગત થઈ, પીરસ્યું પ્રભુએ પોતે જઈ..! ફળીયા વચે લીંબડા તળે, સભા સારી સજી તેહ પળે…! ભોજે પૂજિયા શ્રીભગવંત, શેષ ચંદને અર્ચિયા સંત..! વધ્યું ચંદન પાત્રમાં જેહ, હરિએ લીધું હાથમાં તેહ…! અરચા કરી તે લીંબડાને, સંતે પૂછિ તે વાત વાલાને..! કેમ ઝાડને અરચા કરી, સુણી હેતથી બોલિયા હરિ…! જોગી જોગથી ભ્રષ્ટ થયેલો, તેથી વૃક્ષનો દેહ ધરેલો..! પૂજ્ય જાણીને પૂજિયો એહ, થાશે મુક્ત જ્યારે તજે દેહ…! સુણિ સૌ જન વિસ્મિત થયા, પછી શ્રીહરિ ઉતારે ગયા..! ઝીંઝાવદરમાં તેહ કાળે, ઘણી લીલા કરિ છે કૃપાળે..!

શ્રીહરિ એ દિવસે ભોજા ટાંક અને સાંવલબાઇનો થાળ જમાડવાનો સંકલ્પ પુર્ણ કરીને લીંબવૃક્ષ રુપે રહેલા યોગભ્રષ્ટ આત્માનું કલ્યાણ કરીને થોડીવાર પોતાની અમૃતવચનો કહીને ફરીને દરબારગઢ પધાર્યા અને બપોરપછી સહું સંતો-ભકતો સાથે સંઘમાં વરતાલ જવા ચાલ્યા તે સાંજે સારંગપુર જીવાખાચરના દરબારગઢમાં પધાર્યા.

  • શ્રીહરિલીલામૃત કળશ ૭ વિશ્રામ ૨૩માંથી….

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

झींझावदर के भोजाभगत और सावलबाई का प्रसंग

झींझावदर गाँव में भोजाभगत टांक और उनकी धर्मपत्नी सावलबाई नाम के श्रीहरि के प्रति अनन्य प्रीति रखने वाले निष्ठावान हरिभक्त रहते थे। गाँव के अधिपति दरबार अलैया खाचर के दरबारगढ़ में श्रीहरि तथा संतों-भक्तों का बारंबार पदार्पण होता रहता था। यह पुण्यात्मा दंपती श्रीहरि के दर्शन करने तथा संतों एवं सांख्ययोगी बाइयों का समागम करने के लिए प्रायः गढ़पुर भी जाया करते थे। यद्यपि वे एक साधारण आर्थिक स्थिति के परिवार से थे, फिर भी यथाशक्ति छोटी-बड़ी सेवा करके सदा सभी को प्रसन्न (राजी) रखते थे।

एक समय श्रीहरि ने संतों, भक्तों और पार्षदों के विशाल संघ के साथ गढ़पुर से वड़ताल के लिए प्रस्थान किया। मार्ग में पदयात्रा करता हुआ यह संघ झींझावदर पधारा और श्रीहरि ने सभी का मुकाम दरबार श्री अलैया खाचर के दरबारगढ़ में कराया। श्रीहरि के शुभागमन का समाचार सुनते ही भोजा टांक और सावलबाई दोनों दौड़ते हुए श्रीहरि के दर्शनार्थ पहुँचे। सावलबाई ने श्रीहरि को पंचांग प्रणाम किया और करबद्ध प्रार्थना करते हुए कहा, “हे प्रभु! आज आप संघ के समस्त संतों, भक्तों और पार्षदों सहित हमारे निर्धन गृह पर पधारिए और सबको अपने हाथों से रसोई बनाकर जिमाने का हमारा चिर-संचित संकल्प पूर्ण कीजिए।”
श्रीहरि ने मुस्कुराते हुए कहा, “आज तो हमें वड़ताल के मार्ग पर आगे बढ़ना है; किंतु यदि आप शीघ्रता से सबको भोजन करा दें, तो हम दोपहर बाद तुरंत प्रस्थान कर सकेंगे।”
श्रीहरि की सहर्ष स्वीकृति मिलते ही सावलबाई अत्यंत हर्षित होकर अपने घर लौटीं। उन्होंने गाँव के एक पवित्र ब्राह्मण को बुलाकर परम शुद्धता और भक्तिभाव से रसोई तैयार करवाई और फिर श्रीहरि तथा समस्त संतों-भक्तों को आदरपूर्वक भोजन हेतु अपने घर आमंत्रित कर लाईं।

भोज टांक नामे भला भक्त, अतिशे हरिचरणे आसक्त..!
तेनी सुंदरी सावलबाई, सतसंगी ते तेथी सवाई..!
तेह दंपतिए शुभ पेर, तेड्या जमवाने जीवन घेर…!
साथे लै सहु पार्षद संत, तेने भवन गया भगवंत..!
शुद्ध ब्राह्मणे कीधी रसोई, जम्या जीवन सद्‌भाव जोई…!

भोजा टांक और सावलबाई ने अपने घर की ओसरी (बरामदे) में सुंदर बाजोट बिछाकर श्रीजी महाराज को विराजित किया। अपने भक्तों का अनन्य प्रेमभाव देखकर श्रीहरि ने तृप्तिपूर्वक भोजन आरोग्या और चुलू किया। इसके बाद मुखवास ग्रहण कर श्रीहरि ने स्वयं ओसरी तथा आँगन में पंक्तिबद्ध बैठे सभी संतों और पार्षदों को अपने कर-कमलों से प्रेमपूर्वक परोसकर भोजन कराया।

सभी के भोजनोपरांत आँगन में खड़े नीम के वृक्ष की शीतल छाया में एक ढोलिया बिछाया गया, जिस पर श्रीहरि विराजमान हुए। प्रभु के सम्मुख समस्त संतों और भक्तों की सुंदर सभा जुट गई। भक्तराज भोजाभगत ने प्रेम-विभोर होकर श्रीहरि के गौर कपोलों पर सुगंधित चंदन का लेप किया और भाल के मध्य में कुमकुम का तिलक लगाकर विधिवत पूजन किया। तदुपरांत उसी चंदन से उन्होंने सद्गुरु मुक्तानंद स्वामी, शुकानंद स्वामी, ब्रह्मानंद स्वामी आदि समस्त संतों का भी अर्चन-पूजन किया।

उस समय कटोरी में जो चंदन शेष बच गया, उस पात्र को श्रीहरि ने स्वयं अपने हाथ में ले लिया। प्रभु ढोलिये से उठकर आँगन के उस नीम के वृक्ष के पास पहुँचे और उसके तने पर चंदन का लेप लगाकर कुमकुम के चाँदले कर दिए। यह देखकर सम्मुख सभा में बैठे सभी संतों-भक्तों को बड़ा आश्चर्य हुआ।
सद्गुरु मुक्तानंद स्वामी ने विनीत भाव से पूछा, “हे प्रभु! आज आपने इस बचे हुए चंदन से स्वयं अपने कर-कमलों द्वारा इस नीम के वृक्ष का पूजन क्यों किया?”
तब श्रीहरि ने मंद-मंद मुस्कुराते हुए दिव्य रहस्य प्रकट किया:
“स्वामी! इस नीम के वृक्ष में वास करने वाली आत्मा पूर्वजन्म में एक महान योगी थी। किंतु किसी कारणवश अपने योग-धर्म से च्युत (भ्रष्ट) हो जाने के कारण उसे वृक्ष-योनि में इस नीम के रूप में जन्म लेना पड़ा। उनके उस योगी स्वरूप की पवित्रता और पूर्वजन्म की साधना की कमाई को जानकर ही आज हमने स्वयं अपने हाथों से इनका पूजन किया है। आज इन्हें हमारे साक्षात दर्शन और आप जैसे निष्पाप संतों-हरिभक्तों के पावन दर्शन का सौभाग्य प्राप्त हुआ है। अतः अब इस वृक्ष-योनि से इनका सदा के लिए उद्धार हो जाएगा। आज के इस परम योग के प्रताप से यह जीवात्मा पुनः सत्संग में मनुष्य जन्म धारण करेगी और अंततः हमारे परमधाम अक्षरधाम की अधिकारी बनेगी।”
नीम के वृक्ष के पूर्वजन्म का यह दिव्य प्रसंग सुनकर सभी संत और भक्त आश्चर्यचकित रह गए और प्रभु की अहैतुकी करुणा पर मुग्ध हो गए।

पछी संतनी पंगत थई, पीरस्यूं प्रभुए पोते जई..!
फळीया वचे लींबडा तळे, सभा सारी सजी तेह पळे…!
भोजे पूजिया श्रीभगवंत, शेष चंदने अर्चिया संत..!
वध्युं चंदन पात्रमां जेह, हरिए लीधुं हाथमां तेह…!
अरचा करी ते लींबडाने, संते पूछी ते वात वालाने..!
केम झाडने अरचा करी, सुणी हेतथी बोलिया हरि…!
जोगी जोगथी भ्रष्ट थयेलो, तेथी वृक्षनो देह धरेलो..!
पूज्य जाणीने पूजियो एह, थाशे मुक्त ज्यारे तजे देह…!
सुणि सौ जन विस्मित थया, पछी श्रीहरि उतारे गया..!
झींझावदरमां तेह काळे, घणी लीला करि छे कृपाळे..!

उस दिन श्रीहरि ने भक्तराज भोजा टांक और सावलबाई का थाल आरोगने का मनोरथ पूर्ण किया, नीम के वृक्ष में स्थित योगभ्रष्ट जीवात्मा का आत्यंतिक कल्याण किया और कुछ समय तक अमृतोपदेश प्रदान कर पुनः दरबारगढ़ पधारे। इसके बाद दोपहर के उपरांत समस्त संतों और भक्तों के संग वड़ताल के लिए प्रस्थान कर गए और उसी संध्या वे सारंगपुर में जीवा खाचर के दरबारगढ़ में पहुँचे।

  • ‘श्रीहरिलीलामृत’ कलश ७ विश्राम २३ से…

🙏

Goto Naviagation👇


English

The Account of Bhojabhagat Tank and Savalbai of Zinzavadar

In the village of Zinzavadar lived a carpenter devotee named Bhojabhagat Tank and his wife Savalbai, who possessed boundless love and deep devotion for Shri Hari. In Zinzavadar, the village chieftain, Darbar Alaiya Khachar, frequently hosted Shri Hari and the santos and devotees at his Darbargadh. The pious couple often traveled to Gadhpur as well to have divine darshan of Shri Hari and to enjoy the holy association (samagam) of the sadhus and Sankhyayogi women devotees. Although they lived in modest economic circumstances, they delighted everyone by rendering whatever humble service they could with a pure heart.

Once, Shri Hari set out on a pilgrimage from Gadhpur to Vadtal accompanied by a large congregation (sangh) of santos, devotees, and parshads. Traveling on foot from Gadhpur, the sangh arrived at Zinzavadar, where Shri Hari arranged their lodging at Darbar Alaiya Khachar’s Darbargadh. Hearing the joyous news of Shri Hari’s arrival, Bhoja Tank and Savalbai rushed eagerly for His darshan. Savalbai offered prostrations (panchang pranam) and prayed with folded hands, “O Lord! Today, please grace our humble home along with the entire congregation of santos, devotees, and parshads, and fulfill our heartfelt desire to prepare a meal and feed everyone.”
Shri Hari smiled and replied, “Today we must journey forward toward Vadtal. However, if you can serve the meal early, we shall set out immediately after noon.”
Having received Shri Hari’s gracious consent, Savalbai returned home overjoyed. Calling a pious Brahmin cook, she prepared a pure, sanctified feast with utmost devotion and then respectfully invited Shri Hari, the santos, and the devotees to their home.

Bhoj Tank name bhala bhakta, atishe Haricharne aasakta..!
Teni sundari Savalbai, satsangi te tethi savai..!
Teh dampatiye shubha per, tedya jamvane Jeevan gher…!
Sathe lai sahu parshad sant, tene bhavan gaya Bhagwant…!
Shuddha Brahmane kidhi rasoi, jamya Jeevan sadbhaav joi…!

(Bhoja Tank was a noble devotee, deeply devoted to Hari’s lotus feet;
His virtuous wife Savalbai was an even more fervent devotee!
With pure hearts, the blessed couple invited the Life of all souls to their abode;
Taking along all parshads and santos, the Supreme Lord graced their home!
Prepared by a pure Brahmin, the Lord dined, seeing their loving devotion!)

Bhoja Tank and Savalbai spread a low wooden seat (bajoth) on their veranda (osari) and seated Shriji Maharaj. Discerning the pure love of His devotees, Shri Hari dined heartily and rinsed His hands and mouth. After accepting mouth-fresheners (mukhvas), Shri Hari personally served the meal with His own lotus hands to all the santos seated in rows across the veranda and the courtyard.

After everyone had dined, a cot (dholiyo) was placed under the cooling shade of a neem tree in the courtyard, where Shriji Maharaj presided over a divine assembly of santos and devotees. Overwhelmed with devotional joy, Bhojabhagat applied cooling sandalwood paste (chandan) upon Shri Hari’s fair cheeks and marked His forehead with an auspicious vermilion (kumkum) chandlo. Thereafter, he anointed Sadguru Muktanand Swami, Shukanand Swami, Brahmanand Swami, and all the gathered santos with sandalwood paste.

When the worship was concluded, a little sandalwood paste remained in the bowl. Shri Hari took the bowl into His hands, rose from the cot, walked over to the neem tree, and anointed its trunk with the sandalwood paste, finishing with a mark of kumkum!
Witnessing this unexpected act, everyone seated in the assembly was astonished. Sadguru Muktanand Swami enquired with folded hands, “O Lord! Why have You personally worshipped this neem tree with the remaining sandalwood paste today?”
Shri Hari smiled gently and unveiled the divine mystery:
“Swami, the soul residing within this neem tree was an exalted yogi in a previous birth. However, having faltered from his vows and fallen from his yogic dharma, he had to take birth in the plant kingdom (vriksha-yoni) as this neem tree. Recognizing the spiritual sanctity of that yogi’s soul and the merits of his past austerities, We have worshipped him today with Our own hands. Having received Our divine darshan today as well as the darshan of you pure santos and devotees, he is now freed from this tree birth. By virtue of today’s divine contact (yoga), he shall take birth once again in Satsang as a human being and become eligible for Akshardham.”
Hearing this divine revelation about the neem tree’s past life, all the santos and devotees were filled with wonder and celebrated the Lord’s boundless compassion.

Pachhi santni pangat thai, pirasyu Prabhuye pote jai..!
Phaliya vache limbada tale, sabha sari saji teh pale…!
Bhoje poojiya Shri Bhagwant, shesh chandane archiya sant..!
Vadhyu chandan paatrama jeh, Harie lidhu hathma teh…!
Archa kari te limbada ne, sante puchhi te vaat Vala ne..!
Kem jhadne archa kari, suni heththi boliya Hari…!
Jogi jogthi bhrashta thayelo, tethi vrikshano deh dharelo..!
Poojya jaanine poojiyo eh, thashe mukta jyare taje deh…!
Suni sau jan vismit thaya, pachhi Shri Hari utare gaya..!
Zinzavadarma teh kaale, ghani leela kari chhe Krupale..!

Having fulfilled the noble wish of Bhoja Tank and Savalbai and granting ultimate liberation to the fallen yogi residing in the neem tree, Shri Hari imparted nectar-like spiritual discourses and returned to the Darbargadh. After noon, He departed with the entire congregation toward Vadtal, arriving that evening at the Darbargadh of Jiva Khachar in Sarangpur.

  • From Shri Harililamrit, Kalash 7, Vishram 23…

🙏