એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો ને સુખ દેવા સારું કાળાતળાવ ગામે પધાર્યા હતા. એકદિવસે સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો.
Gujarati
કાળાતળાવમાં શ્રીજી મહારાજ અને રવજીભાઇનો પ્રસંગ
એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો ને સુખ દેવા સારું કાળાતળાવ ગામે પધાર્યા હતા. એકદિવસે સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો, ત્યારે શ્રીહરિ બોલ્યા જે, ‘આજ તો ગંગાજી આવે તો જ નાહીએ.’ ત્યારે ભીમજીએ કહ્યું જે, ગંગાજી તો આપની કયારના વાટ જોઇ રહ્યાં છે, જે શ્રીજીમહારાજ ક્યારે આજ્ઞા કરે ને હું આવું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ગંગાજીને બોલાવો ને નાહવા ઊઠીયે. પછી સુતાર ભીમજીએ બાઇઓને કહ્યું જે, શ્રીજીમહારાજને નહાવું છે, તે પાંચ સાત બેડાં લઇને વારાફરતી પાણી લાવો. પછી બાઇઓ બેડાં લઇને પાણી ભરવા ગયાં. પછી મોટો બાજોઠ લાવીને કહ્યું જે, હે મહારાજ ! નહાવા પધારો. શ્રીહરિ બાજોઠ ઉપર પલાંઠી વાળીને બેઠા. પાણીનાં બેડાં બાઇયું પાસેથી લઇને હરભમ સુતાર મહારાજને નવડાવવા લાગ્યા. નવડાવતાં નવડાવતાં પચીસ-ત્રીસ બેડાં થઇ ગયાં, ત્યારે હરભમે કહ્યું જે ગંગાજી કેવાં આવ્યાં છે ? ત્યારે શ્રીહરિ કહે જે, આજ તો ગંગાજીએ અમને સારી રીતે નવડાવ્યા. હવે ના પાડો, ત્યારે બાઇયુંને ભીમજીભાઇ એ કહ્યું, હવે પાણી નહીં જોઇએ. પછી શ્રીહરિ નાહીને કોરા વસ્ત્ર પહેરીને આસને પધાર્યા.
પછી રસોઇ તૈયાર થઇ એટલે ભીમજી સુતારે કહ્યું, મહારાજ ! થાળ તૈયાર છે જમવા પધારો. શ્રીહરિ જમવા પધાર્યા, જમીને આસને બિરાજમાન થયા. ત્યારબાદ સર્વ સાધુ, પાળા અને સત્સંગીઓને પંગતે પીરસી પીરસીને અતિ હેતે કરીને જમાડ્યા. શ્રીહરિ થોડીવાર પલંગે પોઢ્યા અને જાગીને કહ્યું જે, પાણી લાવો. મુળજી બ્રહ્મચારી જળનો લોટો ભરી લાવ્યા, તેણે કરીને શ્રીહરિએ મુખારવિંદ ધોઇને જળપાન કર્યું ને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સર્વ સંતો ભકતો શ્રીહરિના અમૃતવચનો સાંભળવા સન્મુખ સભામાં બેઠા હતા. એ સમયે અનંત બ્રહ્માંડોના અધિપતિ દેવો તથા અનંત ધામના મુક્તો એ સર્વે દિવ્ય દેહે વિમાનમાં બેસીને શ્રીહરિનાં દર્શને આવ્યા અને વાતું સાંભળવા લાગ્યા. એમ અનેક ઉપદેશ ની વાતું કરીને સર્વને સુખિયા કર્યા.
બે ચાર દિવસ વિત્યે એક દિવસે સવારમાં નહાવા પધાર્યા તે નાહીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા ત્યારે શ્રીહરિ કહે, આજ તો સુતાર રવજીભાઇને ઘેર થાળ જમવો છે. ત્યારે સુતાર ભીમજીભાઇ બોલ્યા જે, રવજીભાઇ તો હમણાં નવા-સવા પરણ્યા છે. તે નવાં-નવાં બાઇને રસોઇ પણ બવ આવડતી નહિ હોય માટે ત્યાં જમવા જવું એ તમને ઠીક નહિ. ત્યારે શ્રીહરિ કહે જે, આજ તો એમનું સારું કરવું છે, એમ કહીને પોતે ઊઠ્યા તે સુતાર રવજીભાઇને ઘેર પધાર્યા. ત્યાં તો રવજી સુતાર કોઢમાં બેઠા લાકડા ઘડતા હતા, તે શ્રીહરિને આવ્યા જાણીને પડ્યું મેલીને ઊઠ્યા, ઢોલિયો ઢાળી તે ઉપર ગાદલું પાથરીને શ્રીજીમહારાજને તે ઉપર પધરાવીને પછી પોતે બાજરી લઇને દળવા બેઠા. શ્રીહરિએ એમના ઘરની સામું જોયું, ત્યારે એમની ઘરવાળું તો લાજ કાઢીને ઓરડામાં બેઠા હતા, તેને શ્રીહરિ એ કહ્યું, “રવજી સુતાર તો અમારાથી મોટા છે, અને અમે તો અવસ્થાએ નાના દિયર સમાન છીએ. તે માટે અમારી તમારે લાજ ક્યારેય ન કાઢવી. અમારા દર્શન કરીને રસોઇ કરો. અમે આંજતો તમારા ઘરે જમવા આવ્યા છીએ.” ત્યારે બાઇ શ્રીહરિને છેટે બેસીને પગે લાગી. ને રસોઇ કરવા બેઠી. પછી બાજરીના નાના નાના રોટલા કર્યા. પછી શ્રીહરિને જમવા બેસાડ્યા. બાજરીનો રોટલો, દહીં ને દૂધ ને મરચાંનું અથાણું ખૂબ સારી પેઠે જમ્યા. અને ખૂબ વખાણ કર્યા જે આવું તો અમો કોઇ દિવસ જમ્યા નથી. પછી શ્રીહરિએ ચળુ કરીને કહ્યું જે, ‘કાલે પણ તમારે ઘેર જમવા આવશું.’ ત્યારે રવજીએ કહ્યું જે, હે મહારાજ ! ભલે પધારજો. મારા ઉપર બહુ કૃપા કરી. એવી રીતે ત્રણ દિવસ સુધી જમવા પધાર્યા. એવી રીતે શ્રીહરિએ કાળાતળાવમાં ઘણીક લીલા કરી હતી.
સુતાર ભીમજીના ભાઇ રવજી તે સાધુ થયા હતા તેમનું નામ રામદાસ સ્વામી હતું જેઓ વૈદું સારું જાણતા ને માંદા સારુંને દવા ઓહડીયા વગેરે કરીને સાજા કરતા એથી તેઓ સત્સંગમાં ‘રામદાસ વૈદ્ય’ તરીકે ઘણા જાણીતા થયા હતા.
- શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૧૦ માંથી….
🙏
Hindi
कालातलाव में श्रीजी महाराज और रवजीभाई का प्रसंग
एक समय श्रीहरि कच्छ देश में अपने अनन्य भक्तों को दिव्य सुख प्रदान करने हेतु कालातलाव गाँव पधारे। एक दिन सुतार (बढ़ई) भीमजी ने श्रीहरि से विनती की, “महाराज! स्नान करने पधारिए।” तब श्रीहरि बोले, “आज तो गंगाजी आएँगी, तभी हम स्नान करेंगे।” भीमजी ने कहा, “गंगाजी तो कब से आपकी प्रतीक्षा कर रही हैं कि कब श्रीजी महाराज आज्ञा करें और वे आएँ!” तब श्रीहरि ने कहा, “तो फिर गंगाजी को बुलाओ, हम स्नान के लिए उठते हैं।”
इसके बाद भीमजी सुतार ने गाँव की भक्त-माताओं और बहनों से कहा, “श्रीजी महाराज स्नान करना चाहते हैं, अतः आप सभी पाँच-सात कलश (बेड़े) लेकर बारी-बारी से जल लाएँ।” माताएँ जल भरने चली गईं। फिर एक विशाल बाजोट (पाटा) बिछाकर प्रार्थना की गई, “हे महाराज! स्नान के लिए पधारिए।”
श्रीहरि बाजोट पर पालथी मारकर विराजित हुए। हरभम सुतार माताओं से जल के कलश ले-लेकर महाराज को स्नान कराने लगे। स्नान कराते-कराते पच्चीस-तीस कलश जल अर्पित हो गया, तब हरभम ने पूछा, “महाराज! गंगाजी कैसी आईं?” श्रीहरि ने मंद-मंद मुस्कराते हुए कहा, “आज तो गंगाजी ने हमें अत्यंत तृप्तिपूर्वक स्नान कराया! अब मना कर दो।” भीमजी ने माताओं से कहा कि अब और जल की आवश्यकता नहीं है। इसके पश्चात श्रीहरि स्नान कर श्वेत सूखे वस्त्र धारण करके अपने आसन पर पधारे।
जब रसोई तैयार हो गई, तब भीमजी सुतार ने प्रार्थना की, “महाराज! थाल तैयार है, भोजन के लिए पधारिए।” श्रीहरि ने प्रेमपूर्वक भोजन ग्रहण किया और पुनः अपने आसन पर आसीन हुए। इसके बाद सभी साधु, पाला (सेवक) और सत्संगियों को पंक्तियों में बैठाकर बड़े लाड़-प्यार से भोजन कराया गया। श्रीहरि कुछ समय पलंग पर विश्राम करने के बाद जागे और बोले, “जल लाइए।” मूलजी ब्रह्मचारी जल का लोटा लेकर आए। श्रीहरि ने अपना मुखारविंद धोकर जलपान किया और ढोलिये (चारपाई) पर विराजमान हुए। सभी संत और हरिभक्त श्रीहरि के मुख से अमृतवचन सुनने के लिए सम्मुख सभा में बैठे थे। उस समय अनंत ब्रह्मांडों के अधिपति देवता तथा अनंत धामों के मुक्त दिव्य देह धारण कर विमानों में बैठकर श्रीहरि के दर्शन करने और उनकी दिव्य कथा-वार्ता सुनने के लिए उपस्थित हुए। इस प्रकार अनेक दिव्य उपदेश देकर श्रीहरि ने सबको आनंदित किया।
दो-चार दिन बीतने के पश्चात, एक दिन प्रातःकाल स्नान करके जब श्रीहरि ढोलिये पर विराजे, तब उन्होंने कहा, “आज तो हमें सुतार रवजीभाई के घर थाल आरोगना (भोजन करना) है।”
तब भीमजी सुतार बोले, “महाराज! रवजीभाई का तो अभी नया-नया विवाह हुआ है। उनकी नवविवाहिता पत्नी को रसोई बनाना भी ठीक से नहीं आता होगा, इसलिए वहाँ आपका भोजन करने जाना उचित नहीं रहेगा।”
श्रीहरि ने कहा, “आज तो हमें उनका परम कल्याण करना है!” ऐसा कहकर श्रीजी महाराज स्वयं उठकर सुतार रवजीभाई के घर पधारे। वहाँ रवजी सुतार पशुओं के बाड़े (कार्यशाला) में बैठे लकड़ी तराश रहे थे। श्रीहरि को अचानक अपने द्वार पर पधारे देखकर वे अपना काम छोड़कर तुरंत उठ खड़े हुए। उन्होंने एक ढोलिया बिछाकर उस पर गद्दा लगाया और श्रीजी महाराज को आदरपूर्वक उस पर विराजमान किया। इसके बाद वे स्वयं बाजरा लेकर आटा पीसने बैठ गए!
श्रीहरि ने घर के भीतर देखा तो रवजीभाई की पत्नी संकोचवश घूँघट (लाज) काढ़कर कमरे में बैठी थीं। श्रीहरि ने उनसे कहा, “रवजी सुतार तो हमसे बड़े हैं और अवस्था में हम उनके छोटे देवर के समान हैं। इसलिए हमारे सम्मुख आपको कभी लाज नहीं काढ़नी चाहिए। आप हमारे दर्शन कीजिए और आनंद से रसोई बनाइए। आज तो हम विशेष रूप से आपके घर भोजन करने आए हैं।”
तब वह बहन थोड़ी दूरी पर बैठकर श्रीहरि के चरणों में नतमस्तक हुईं और रसोई बनाने लगीं। उन्होंने बाजरे के छोटे-छोटे स्वादिष्ट रोटले बनाए। फिर श्रीहरि को भोजन के लिए परोसा गया। श्रीहरि ने बाजरे का रोटला, दही, दूध और हरी मिर्च का अचार बड़े ही चाव और प्रेम से ग्रहण किया! भोजन की अत्यंत प्रशंसा करते हुए श्रीहरि बोले, “ऐसा स्वादिष्ट और प्रेमपूर्ण भोजन तो हमने कभी नहीं जीमा!”
मुखशुद्धि (आचमन) करने के पश्चात श्रीहरि ने कहा, “कल भी हम आपके घर ही भोजन करने आएँगे।” तब रवजीभाई गद्गद होकर बोले, “हे महाराज! आपका सहर्ष स्वागत है, आपने मुझ पर असीम कृपा की है।” इस प्रकार श्रीजी महाराज लगातार तीन दिनों तक उनके घर भोजन करने पधारे। श्रीहरि ने कालातलाव में ऐसी अनेक मधुर लीलाएँ की थीं।
सुतार भीमजी के भाई रवजी आगे चलकर त्यागी साधु बने, जिनका नाम ‘रामदास स्वामी’ हुआ। वे आयुर्वेद और वैद्यक विद्या के प्रकांड ज्ञाता थे और अनेक रोगियों को औषधियाँ देकर स्वस्थ करते थे; इसीलिए पूरे सत्संग में वे ‘रामदास वैद्य’ के नाम से अत्यंत प्रसिद्ध हुए।
- श्रीपुरुषोत्तमलीलामृत सुखसागर अध्याय १० से…
🙏
English
The Divine Episode of Shriji Maharaj and Ravjibhai in Kalatalav
Once, Shri Hari visited the village of Kalatalav in the Kutch region to bestow divine bliss upon His loving devotees. One morning, a carpenter named Bhimji Sutar humbly prayed to Shri Hari, “Maharaj, please come to take a holy bath.” Shri Hari playfully responded, “Today We shall bathe only if Gangaji herself comes!” Bhimji replied with deep devotion, “Gangaji has long been eagerly awaiting Your command to arrive!” Shri Hari smiled and said, “Then summon Gangaji, and We shall get ready for Our bath.”
Bhimji Sutar requested the women devotees, “Shriji Maharaj wishes to bathe, so please fetch five to seven pots (beda) of water turn by turn.” The women went to fetch fresh water. A large wooden seat (bajoth) was set up, and they prayed, “O Maharaj! Please come to bathe.”
Shri Hari sat cross-legged upon the bajoth. Taking the water pots from the women, Harbham Sutar began bathing Maharaj. As twenty-five to thirty pots of water were poured, Harbham asked, “Maharaj, how did Gangaji arrive?” Shri Hari chuckled and said, “Today Gangaji has bathed Us most thoroughly! Now ask them to stop.” Bhimjibhai informed the women that no more water was required. After bathing, Shri Hari donned fresh, clean garments and returned to His holy seat.
When the meal was ready, Bhimji Sutar prayed, “Maharaj! The thaal is ready, please come to dine.” Shri Hari graced the meal and then returned to His seat. Afterward, all the holy sadhus, attendants (palas), and satsangis were seated in rows and lovingly served with great affection. Shri Hari rested on the cot (palang) for a short while, and upon waking asked for water. Mulji Brahmachari brought a pot of fresh water, with which Shri Hari washed His lotus face, drank water, and sat upon the cot (dholiyo). All the saints and devotees gathered before Him in an assembly to listen to His nectar-like discourses. At that moment, the sovereign deities of countless universes and the liberated souls of infinite divine realms arrived in celestial chariots (vimans) to behold Shri Hari’s divine darshan and listen to His divine words. Delivering numerous uplifting discourses, Shri Hari filled everyone with immense joy.
A few days later, one morning after bathing and sitting on the cot, Shri Hari declared, “Today We wish to dine (thaal) at the home of carpenter Ravjibhai.”
Bhimjibhai Sutar said, “Maharaj, Ravjibhai has married only recently. His young bride may not even know how to cook well; therefore, going there to dine may cause inconvenience to You.”
Shri Hari firmly replied, “Today We wish to shower Our ultimate grace upon them!” Saying so, He stood up and walked directly to Ravjibhai Sutar’s home. There, Ravji Sutar was sitting in the workshop shed chiseling wood. Learning that Shri Hari had personally arrived at his doorstep, he dropped everything, set up a cot, laid a comfortable mattress upon it, and respectfully seated Shriji Maharaj. He then immediately took pearl millet (bajra) and began grinding the flour himself!
Looking toward the house, Shri Hari noticed that Ravjibhai’s wife was sitting inside the room observing a veil (laaj). Shri Hari called out to her, “Ravji Sutar is older than Us, and by age We are like a younger brother-in-law (diyor) to you. Therefore, you should never observe a veil before Us! Have Our divine darshan and cook with joy. Today We have specifically come to dine at your home.”
The devotee woman sat at a respectful distance, bowed reverently at Shri Hari’s lotus feet, and began preparing the meal. She made delicious small bajra rotlas (millet flatbreads). Shriji Maharaj was seated for the meal and relished the fresh bajra rotlas, curd, milk, and spicy green chilli pickle with immense delight! Praising the meal generously, Shri Hari said, “We have never relished such a wonderfully satisfying meal anywhere!”
After rinsing His mouth, Shri Hari said, “Tomorrow as well, We shall come to dine at your house.” Ravjibhai was overcome with emotion and said, “O Maharaj! You are most welcome! You have showered boundless mercy upon me.” In this manner, Shriji Maharaj went to dine at their home for three consecutive days. Thus, Shri Hari performed many endearing and divine lilas in Kalatalav.
Ravji Sutar, the brother of Bhimji Sutar, later renounced worldly life and was initiated as a sadhu named Ramdas Swami. He possessed extensive knowledge of Ayurvedic medicine (vaidu) and cured many ailing people with herbal remedies, becoming widely renowned throughout the Satsang fellowship as ‘Ramdas Vaidya’.
— From Shri Purushottam Leelamrut Sukhsagar, Chapter 10…
🙏