પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીહરિએ પ્રકરણ ફેરવી ખોરી જારના રોટલા જમવાનો નિયમ કર્યો, અલૈયા ખાચરની પ્રકૃતિ, શ્રીહરિનું વાત્સલ્ય અને અલૈયા ખાચરના વિરહ કીર્તનની અદ્ભુત લીલા.
એકવખતે શ્રીહરિ પંચાળા ગામે પરમભક્ત ઝીણાભાઈ દરબારને ઘેર સંતો અને કાઠી હરિભક્તો સાથે પધાર્યા હતા. તે સમયે શ્રીહરિએ સંતો-ભક્તોની વૈરાગ્ય અને ઇન્દ્રિયનિગ્રહની પરીક્ષા કરવા સારું એક નવું ત્યાગમય પ્રકરણ ફેરવ્યું. શ્રીહરિએ સર્વને નિયમ લેવરાવ્યો કે હવેથી કોઈએ મનગમતું ભોજન જમવું નહીં, પરંતુ જીભના સ્વાદનો ત્યાગ કરીને શરીરને પ્રતિકૂળ હોય તેવું રુક્ષ અન્ન જમવું.
ત્યારે સૌ સંતો-હરિભક્તોએ અલગ-અલગ નિયમ લીધા. કોઈ કહે હું બાવટો ખાઈશ, કોઈ કહે કોદરાનો રોટલો જમીશ, કોઈ કહે બંટી ખાઈશ, તો કોઈ કહે હું ખોરી (સ્વાદહીન-કડવી) જારની બાટી ખાઈશ. આ સાંભળી ઝીણાભાઈએ હાથ જોડી શ્રીહરિ આગળ વિનંતી કરી, “હે પ્રભુ ! સૌ કોઈ જુદું જુદું અન્ન માંગે છે, તો મારે આટલી બધી જાતનું અનાજ ક્યાંથી લાવવું અને કેવી રીતે તૈયાર કરવું ?”
ત્યારે સર્વજ્ઞ શ્રીહરિએ ઉપાય બતાવતાં કહ્યું, “ઝીણાભાઈ ! સૌને એકસરખું ભોજન—ખોરી જારના રોટલા બનાવીને જમાડો!” ઝીણાભાઈએ આજ્ઞા પ્રમાણે ખોરી જારના રોટલા તૈયાર કરાવી સર્વ સંતો-ભક્તોને પીરસ્યા. સંતો-હરિભક્તો પ્રભુની આજ્ઞા માની હોંશે હોંશે તે કડવા-રુક્ષ રોટલા આરોગવા લાગ્યા. પરંતુ ઝીંઝાવદરના મુક્તરાજ અલૈયા ખાચરને તે ખોરી જારનો રોટલો ગળે ઊતર્યો નહીં! તેઓ કોળિયો ગળવા જાય ત્યાં ઉબકા આવવા લાગ્યા.
ભક્તવત્સલ શ્રીહરિ આ જોઈ ગયા. તેમણે દયાવાન થઈને અલૈયા ખાચર માટે પ્રેમપૂર્વક ઘઉં-બાજરાનો મિષ્ટ રોટલો તૈયાર કરાવીને પીરસાવ્યો. અલૈયા ખાચરે તે રોટલો જમી લીધો, પરંતુ પાછળથી તેમને અંતરમાં તીવ્ર પશ્ચાત્તાપ થયો: “અરેરે ! સમગ્ર સભા અને સદ્ગુરુ સંતોએ પ્રભુના નિયમ પ્રમાણે કષ્ટ સહન કર્યું, અને મારી જીભના સ્વાદની પ્રકૃતિના કારણે મારા ઇષ્ટદેવ શ્રીહરિને મારે સારું અલગ રોટલો કરાવવો પડ્યો! મારા જેવો કોઈ અભાગી નથી.”
અતિશય ગ્લાનિ અને શોકમાં ડૂબેલા અલૈયા ખાચર પંચાળા ગામની બહાર સરોવરની પાળે જઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. આ વાતની જાણ દરબારગઢમાં થતાં શ્રીહરિએ તુરંત ઝીણાભાઈને મોકલી તેમને મનાવીને તેડાવી લીધા. શ્રીહરિએ અલૈયા ખાચરને હૃદય સરસા ચાંપીને શાંત પાડ્યા અને કહ્યું, “અલૈયાબાપુ ! તમે તો અમારા અનન્ય સ્નેહી છો, શોક કરશો નહીં.”
આ પ્રસંગ પછી અલૈયા ખાચરના અંતરમાં શ્રીહરિ પ્રત્યે અનહદ પ્રેમવિરહ પ્રગટ્યો. તેઓ વિરહાવસ્થામાં આંસુ સારતાં સદાય આ કીર્તન ગાતા: “મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય… ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા, મારી પળ એક જુગુની જાય, સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય…”
શ્રીહરિએ પોતાના આવા પરમ પ્રેમી ભક્તને આપેલા વચન મુજબ અંતકાળે હાથીની અંબાડીએ દિવ્ય સ્વરૂપે પધારી અક્ષરધામમાં તેડી લીધા હતા. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૫ની કડી ૧૯માં અલૈયા ખાચરની મુક્ત દશાનું સ્મરણ કર્યું છે: રામજોગીયો જન સુજાણ, આવ્યા તેડ્યે પ્રભુ તજ્યાં પ્રાણ..! જેઠસુર અલૈયો ખાચર, લાખો ભક્ત એ ઝીંઝાવદર..!!
Hindi
पंचाला में प्रकरण परिवर्तन, खारी ज्वार की रोटी और अलैया खाचर का प्रेम-विरह
एक समय श्रीहरि पंचाला गांव में परमभक्त झीणाभाई दरबार के निवास पर संतों और काठी भक्तों सहित पधारे। वहां श्रीहरि ने भक्तों की वैराग्य वृत्ति और स्वाद-विजय की परीक्षा लेने हेतु एक नया प्रकरण चलाया। प्रभु ने सभी से नियम दिलवाया कि अब से कोई भी मनपसंद भोजन नहीं करेगा, अपितु स्वाद त्यागकर जो अन्न रुचिकर न लगे, वही ग्रहण करेगा।
सभी संतों-भक्तों ने भिन्न-भिन्न संकल्प लिए—किसी ने बंटी, किसी ने कोदरा, किसी ने बावटा तो किसी ने कड़वी खारी ज्वार खाने का नियम लिया। यह देखकर झीणाभाई ने हाथ जोड़कर प्रभु से प्रार्थना की, “हे प्रभु ! सब अलग-अलग अन्न मांग रहे हैं, मैं इतनी प्रकार की सामग्री कहां से लाऊं ?”
तब अंतर्यामी श्रीजीमहाराज ने समाधान किया, “झीणाभाई ! सबको एकसमान खारी ज्वार की मोटी रोटियां बनाकर परोस दीजिए!” झीणाभाई ने आज्ञानुसार खारी ज्वार की रोटियां तैयार करवाईं। सभी संत व भक्त प्रभु की आज्ञा मानकर वह रुखा-सूखा भोजन आनंद से आरोगने लगे। किंतु झिंझावदर के मुक्तराज अलैया खाचर के गले से वह कड़वी ज्वार की रोटी नीचे न उतरी; वे कौर मुंह में लेते ही उबकाई करने लगे।
भक्तवत्सल प्रभु ने यह देखा तो उनके लिए प्रेमपूर्वक बाजरी की मीठी रोटी बनवाकर परोसवाई। अलैया खाचर ने वह रोटी खा तो ली, किंतु बाद में उनके हृदय में गहरा पश्चाताप हुआ: “हाय ! समस्त संत-मंडल ने प्रभु की आज्ञा में रहकर कष्ट सहा, और मेरी जिह्वा की आसक्ति के कारण मेरे इष्टदेव श्रीहरि को मेरे लिए अलग भोजन बनवाना पड़ा!”
इस पश्चाताप में डूबे अलैया खाचर गांव से बाहर सरोवर की पाल पर जाकर फूट-फूटकर रोने लगे। जब यह समाचार दरबारगढ़ पहुंचा, तब श्रीहरि ने तुरंत झीणाभाई को भेजकर उन्हें आदरसहित बुलवाया। प्रभु ने अलैया खाचर को अपने आलिंगन में लेकर सांत्वना दी। इस घटना के पश्चात अलैया खाचर के हृदय में श्रीहरि के प्रति विरह की अविरल धारा बह निकली और वे नित्य प्रेमाश्रु बहाते हुए यह पद गाते: “मोळा वाला ! सेजानंद सामी वन्या, घडीये रयो नो जाय… भणे अलैयो कां जऊंने भणुं वाला, मोळा सामीने भणजो ! मोळा वाला, मारी पळ एक जुगुनी जाय, सेजानंद सामी वन्या, घडीये रयो नो जाय…”
प्रभु स्वामिनारायण ने अपने इस अनन्य भक्त को दिए वचन के अनुसार अंत समय में हाथी की अंबारी पर दिव्य रूप में पधारकर उन्हें अक्षरधाम में विराजमान किया। सद्गुरु निष्कुलानंद स्वामी ने ‘श्रीभक्तचिंतामणि’ के ११५वें प्रकरण की १९वीं कड़ी में अलैया खाचर का गुणगान किया है।
English
The Penance of Coarse Jowar at Panchala and Alaiya Khachar’s Tears of Love
On one occasion, Shreehari arrived at the court of the staunch devotee Jhinabhai Darbar in the village of Panchala, accompanied by a large assembly of sadhus and Kathi devotees. To test and elevate the devotees’ detachment and mastery over the palate, Shreehari instituted a rigorous spiritual discipline (prakaran): everyone was to renounce palatable food and resolve to consume only that which the tongue normally disliked.
Hearing this divine decree, each saint and devotee volunteered different austere grains—some opted for wild millets like banti or bavto, others chose coarse kodra, while others vowed to eat only bitter, coarse jowar (sorghum). Perplexed by these diverse culinary requests, Jhinabhai humbly prayed to Shreehari, “O Lord! Everyone is requesting completely different grains; how and where shall I arrange so many disparate preparations?”
Omniscient Shreehari smiled and resolved the dilemma: “Jhinabhai! Prepare one uniform meal for everyone—bake coarse jowar rotlas and serve them to all!” Following the divine command, Jhinabhai had coarse jowar rotlas baked. The sadhus and devotees happily partook of the dry, bitter bread out of obedience to the Lord. However, Muktaraj Alaiya Khachar of Zhinzavadar simply could not swallow the coarse grain; every attempt to swallow induced immediate gagging.
Seeing His devotee struggle, compassionate Shreehari affectionately arranged a fresh, warm bajra rotlo specially for him. Alaiya Khachar ate the bread, but soon overwhelming remorse overtook his heart: “Alas! All the holy sadhus and devotees embraced austerity according to the Lord’s command, whereas because of my unrefined palate, my beloved Ishtadev had to prepare a special meal for me! What a wretched devotee I am!”
Consumingly grieved by repentance, Alaiya Khachar retreated to the embankment of the village lake and wept inconsolably. Informed of his distress, Shreehari immediately dispatched Jhinabhai to console him and escort him back. Shreehari embraced Alaiya Khachar lovingly, wiped away his tears, and dispelled his sorrow with gentle affection.
From that day forward, an intense fire of divine love and longing (prem-virah) ignited within Alaiya Khachar’s heart. He continually sang heartfelt devotional verses steeped in tears: “Mola vala! Sejanand sami vanya, ghadiye rayo no jaya… Bhane Alaiyo ka jau ne bhanu vala, mola samine bhanjo! Mola vala, mari pala eka juguni jaya, Sejanand sami vanya, ghadiye rayo no jaya…” (“O my beloved Lord! Without Sahajanand Swami, I cannot endure even a single moment! Each second passes like an epoch without my Master!”)
True to His divine promise, Shreehari personally arrived at the end of Alaiya Khachar’s life mounted upon an ambari-clad elephant to welcome him to Akshardham. Sadguru Nishkulanand Swami celebrated Alaiya Khachar’s exalted stature in Chapter 115, verse 19 of the ‘Shree Bhaktachintamani’.