Goto Naviagation👇

સમઢિયાળાના શૂરવીર હરિભક્ત વીરાભાઈ શેલડીયાની અજોડ ખુમારી, ઘર બળી જતાં આપેલું અલૌકિક ઉત્તર, ઊંધા તપસ્વી સામે સત્ય વચન અને સંવત ૧૮૭૯ના ભીષણ દુષ્કાળમાં સંતોની સેવા.

ખાંભા તાલુકાના ગામ ઓઢાના સમઢિયાળામાં વીરાભાઈ શેલડીયા નામે એક કણબી શૂરવીર હરિભક્ત રહેતા હતા. સદ્ગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી અને ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોના યોગથી સત્સંગી થયેલા આ પૂર્વજન્મના મુમુક્ષુ વીરાભગતની દ્રઢ નિષ્ઠા, પ્રગટ પ્રભુની પ્રાપ્તિનો મહિમા અને સત્સંગની ખુમારી અજોડ હતી.

તેઓ ગઢપુર મહારાજનાં દર્શને આવીને કંઠી-વર્તમાન ધારણ કરી ઘેર ગયા. થોડા દિવસ પછી તેઓ સીમમાં ખેતીકામ કરતા હતા ત્યારે અચાનક તેમના ઘરનાં ખોરડાં આગમાં બળીને ખાખ થઈ ગયાં! સાંજે જ્યારે તેઓ ખેતરેથી ઘેર આવ્યા ત્યારે ગામના ચોરે બેઠેલા આગેવાનો મશ્કરી કરતાં બોલ્યા, “વીરા ! તારો સત્સંગ ફળીભૂત થયો જો, તારાં રહેઠાણનાં ખોરડાં બળી ગયાં!”

તે સાંભળી વીરા પટેલે ખુમારીથી પ્રત્યુત્તર આપ્યો: “અમારાં પંડ્યનાં પાપ તો સ્વામિનારાયણ ભગવાને મુકાવ્યાં હતાં, પણ અમારા પૂર્વજોએ કે અમે ઘરમાં જે અણહકનું ભેગું કર્યું હશે તે જો ખાત તો એ પાપ અમને વળગત! હવે સીમમાં જે પાક ઊભો છે તેનો નવો કાટમાળ લાવીને નવાં ખોરડાં ચણાવશું અને ઘરમાં નવું પવિત્ર અન્ન ભરશું. આમ સ્વામિનારાયણ ભગવાને અમારાં ખોરડાંનાં પાપ પણ બાળીને ભસ્મ કરી દીધાં! માટે સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન છે.” ચોરામાં બેઠેલા સર્વે ડાયરાના લોકો બોલી ઊઠ્યા કે વીરો પટેલ સાચો સ્વામિનારાયણનો ભગત છે, એને પ્રભુ પર અડગ ભરોસો છે.

એક વખતે ગામના ચોરે બેઠેલા લોકોએ વીરાભગતની મશ્કરી કરતાં કહ્યું, “વીરાભગત ! આજ ગઢડેથી એક ગઢવી આવ્યો છે, તે સમાચાર લાવ્યો છે કે સ્વામિનારાયણ તો ત્રણ સ્ત્રીઓને લઈને ભાગી ગયા છે!” ત્યારે વીરા પટેલે સહજ પૂછ્યું, “ત્રણ જ ?” લોકો બોલ્યા, “કેટલી લઈ જાય ?” વીરા પટેલે ગર્જના કરતાં કહ્યું, “સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ રાખે ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન જેવા કહેવાય, અને જો એનાથી પણ વધારે લઈ જાય તો જ હું એમની અલૌકિક મોટપ જાણીશ!” કાઠી દરબારો આશ્ચર્ય પામી બોલ્યા કે વીરો કોઈ ખોટી વાત માનતો જ નથી.

વળી, એક વખત સમઢિયાળા ગામના ચોરે એક બાવાજી પગ ઊંચા બાંધીને ઊંધે માથે કઠોર તપ કરતા હતા. આખું ગામ કૌતુક જોવા ભેગું થયું હતું. લોકોએ પૂછ્યું, “વીરાભગત ! આ બાવાજી કેવા મોટા તપસ્વી કહેવાય ?” વીરા પટેલે હસતાં હસતાં કહ્યું, “આ હેઠલો માળ છે તે નીચે રાખવા જેવો છે, અને ઊંધે માથે થતાં હેઠલો માળ ગળે આવ્યો—એટલે પૂંઠ અને ગળું બેય સરખાં થયાં! એમાં વળી મોટપ શેની ?” એમ કહી બાવા સામે માથું નમાવ્યા વગર ચાલ્યા ગયા.

સંવત ૧૮૭૯ના ભયાનક દુષ્કાળમાં સમઢિયાળાના વીરાભાઈ શેલડીયા, બારપટોળીના કાળુભાઈ વાવડીયા અને પીઠવાજાળના ખીમાભાઈ ડોબરીયા—એ ત્રણેય ભક્તોએ ગઢપુર આવી શ્રીજીમહારાજ પાસે સંતોની સેવા માંગી લીધી. અન્નની ભારે તંગી હોવા છતાં આ ભક્તોએ ચાર-ચાર મહિના વારાફરતી સદ્ગુરુ કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિક બાર સંતોના મંડળને પોતાને ઘેર રાખી પ્રેમથી સંતસેવા અને સત્સંગ કર્યો હતો.

સદ્ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણી ગ્રંથના પ્રકરણ ૧૧૪ની ૩૯મી કડીમાં વીરાભાઈનું સ્મરણ કરતાં લખ્યું છે: વીરો નારણ કણબી કહીએ, ભક્ત સારા સમઢીયાળે લહીએ…! શેઠ દ્રારકો આંબો વિઠ્ઠલ, વસે ઝિંઝૂડે જન અવલ..!!

Goto Naviagation👇

Hindi

समढियाला के वीराभाई शेलडिया की खुमारी, जले हुए घर और अकाल में संत सेवा

खांभा तालुका के ओढा-समढियाला गांव में वीराभाई शेलडिया नामक एक पराक्रमी एवं दृढ़निश्चयी पाटीदार हरिभक्त रहते थे। सद्गुरु राघवानंद स्वामी, कृपानंद स्वामी और गुणातीतानंद स्वामी के पावन सत्संग से रंगकर वे अनन्य भक्त बने थे।

वे गढपुर जाकर श्रीजीमहाराज से कंठी-वर्तमान ग्रहण कर लौटे ही थे कि कुछ ही दिनों बाद, जब वे खेत में कार्य कर रहे थे, उनके घर में भीषण आग लग गई और झोपड़ियां जलकर राख हो गईं! शाम को जब वे लौटे, तो चौपाल पर बैठे ग्रामीणों ने उपहास करते हुए कहा, “वीरा ! तुम्हारा स्वामिनारायण सत्संग बहुत फलीभूत हुआ, देखो तुम्हारे घर-बार जल गए!”

वीरा पटेल ने निर्भीक स्वर में कहा, “हमारे शरीर के पाप तो भगवान स्वामिनारायण ने पहले ही छुड़ा दिए थे, किंतु पूर्व में हमारे घर में जो भी अधर्म का संचय रहा होगा, यदि हम उसका उपभोग करते तो पुनः पाप लगता! अब खेत में खड़ी पवित्र फसल से नया काष्ठ लाकर नए घर बनाएंगे और पवित्र अन्न भरेंगे। प्रभु ने हमारे घर के पापों को भी जलाकर पवित्र कर दिया! अतः स्वामिनारायण ही साक्षात भगवान हैं।” यह सुनकर सभी ग्रामीण उनकी अटूट निष्ठा के कायल हो गए।

एक बार ग्रामीणों ने उपहास करते हुए वीराभगत से कहा, “गढड़ा से समाचार आया है कि स्वामिनारायण तीन स्त्रियों को लेकर भाग गए हैं!” वीराभाई ने शांत भाव से पूछा, “केवल तीन ही ?” ग्रामीणों ने कहा, “तो कितनी ले जाएं ?” वीराभाई बोले, “सोलह हजार एक सौ आठ तक तो श्रीकृष्ण भगवान जैसे कहलाएंगे, और यदि उससे भी अधिक ले जाएं तब मैं उनकी पूर्ण पुरुषोत्तमता की महिमा समझूंगा!”

एक अन्य अवसर पर गांव के चौराहे पर एक साधु उल्टा लटककर तपस्या कर रहा था। लोगों ने पूछा, “वीराभगत ! यह तपस्वी कितना बड़ा है ?” वीराभाई ने तुरंत कहा, “जो निचला भाग नीचे रखने योग्य है, वह उल्टा होने से गले तक आ गया—अर्थात पीठ और गला दोनों बराबर हो गए! इसमें बड़प्पन कैसा ?” ऐसा कहकर वे बिना शीश झुकाए वहां से चले गए।

संवत १८७९ के भीषण अकाल के समय समढियाला के वीराभाई शेलडिया, बारपटोली के कालुभाई वावड़िया और पीठवाजाल के खीमाभाई डोबरिया ने गढपुर जाकर श्रीहरि से संतों के मंडल की सेवा मांगी। अकाल की विकट परिस्थितियों में भी इन तीनों अनन्य भक्तों ने चार-चार महीने सद्गुरु कृपानंद स्वामी व गुणातीतानंद स्वामी आदि बारह संतों के मंडल को अपने घर रखकर अनन्य भाव से सेवा की।

सद्गुरु निष्कुलानंद स्वामी ने ‘श्रीभक्तचिंतामणि’ ग्रंथ के ११४वें प्रकरण की ३૯वीं कड़ी में वीराभाई का गुणगान करते हुए लिखा है: वीरो नारण कणबी कहीए, भक्त सारा समढीयाळे लहीए…! शेठ द्वारको आंबो विट्ठल, वसे झिंझूडे जन अवल..!!

Goto Naviagation👇

English

Vira Bhagat Sheldiya of Samadhiyala: Unshakable Faith, Burned Huts, and Famine Seva

In the village of Odha-Samadhiyala in the Khambha region resided Vira Bhagat Sheldiya, a farmer devotee of valorous spirit and unwavering faith. Having entered the Satsang fold through the association of Sadguru Raghavanand Swami, Krupanand Swami, and Gunatitanand Swami, Vira Bhagat possessed extraordinary conviction in the supreme divinity of Bhagwan Swaminarayan.

Soon after he received initiating vows (vartaman) from Shreeji Maharaj in Gadhada, a catastrophic fire broke out while he was working in his fields, reducing his residential huts to ashes. When he returned in the evening, the villagers gathered at the village square mocked him: “Vira! Your Swaminarayan faith has borne great fruit—your entire home has burned down!”

Vira Patel responded with radiant conviction: “Bhagwan Swaminarayan had already cleansed the sins of our souls, but whatever unearned or tainted possessions our ancestors or we might have accumulated in that dwelling would have brought sin upon us had we consumed them! Now, with the fresh, righteous harvest from our fields, we shall bring new timber, erect clean dwellings, and store sanctified grain. Bhagwan Swaminarayan has mercifully incinerated the sins of our house as well! Therefore, Swaminarayan is undeniably the Supreme Lord.” Awed by his answer, the villagers acknowledged that Vira was a true devotee with unshakeable reliance on God.

On another occasion, villagers attempted to mock him by spreading false rumors: “Vira! A traveler from Gadhada brought news that Swaminarayan has eloped with three women!” Vira casually asked, “Only three?” They retorted, “How many should He take?” Vira proclaimed boldly, “Up to 16,108 He is like Shri Krishna Bhagwan; if He takes even more, only then shall I recognize His superior, unprecedented divine glory!” Dumbfounded by his profound understanding, the skeptics fell silent.

At another time, an ascetic was performing austere penance in the village square hanging upside down by his feet. Spectators asked Vira, “Bhagat, how exalted do you consider this ascetic?” Vira humorously remarked, “That which is designed to remain at the bottom has reached the neck—meaning his back and neck have become equal! What greatness is there in mere bodily contortions?” Refusing to bow to shallow showmanship, he walked away.

During the catastrophic famine of Samvat 1879, Vira Sheldiya of Samadhiyala, Kalu Vavadiya of Barpatoli, and Khima Dobariya of Pithvajal travelled to Gadhada and requested Shreeji Maharaj to grant them the service of sadhus. Despite devastating scarcity, each of these three families hosted a group of twelve eminent sadhus—including Sadguru Krupanand Swami and Gunatitanand Swami—for four months each, serving them with supreme reverence and absorbing divine wisdom.

Sadguru Nishkulanand Swami immortalized Vira Bhagat Sheldiya in Chapter 114, verse 39 of the ‘Shree Bhaktachintamani’: Viro Naran Kanbi kahiye, Bhakta sara Samadhiyale lahiye…! Sheth Dwarko Ambo Vitthal, vase Zhinzhude jan aval..!!