દંઢાવ્ય દેશના રાજપૂત ડુંગરજીભાઈની નિખાલસ અને નિષ્કપટ ભક્તિ, માનકૂવામાં શ્રીહરિના મરચાંના ગોળાની પ્રસાદી, વડતાલમાં ડોશીના થાળનું હાસ્ય અને નાળિયેરના અર્ધા ગોટાની ભેટનું અદ્ભુત ચરિત્ર.
એકવખતે દંઢાવ્ય દેશના રાજપૂત પરમભક્ત ડુંગરજીભાઈ શ્રીહરિનાં દર્શને કચ્છ દેશના માનકૂવા ગામે પધાર્યા. એ સમયે સુતાર નાથાભાઈને ઘેર શ્રીજીમહારાજ જમવા બેઠા હતા. એ દિવસોમાં શ્રીહરિ એક વિશેષ નેમ પ્રમાણે ભોજનમાં દરરોજ અર્ધા શેર મરચાંનો ગોળો કરીને જમતા હતા. આ વખતે ડુંગરજીભાઈ આવ્યા તે દંડવત્ પ્રણામ કરીને બારણાની શાખ પકડીને હાથ જોડી ઊભા રહ્યા.
પછી શ્રીજીમહારાજે તેમના કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, “ડુંગરજીભાઈ ! આ પ્રસાદ જમશો ?” એમ કહીને થોડોક બાજરાનો રોટલો અને એક મોટો કોળિયો થાય તેટલો મરચાંનો લાડુ આપ્યો. તે ડુંગરજીભાઈએ અતિશય મહિમા જાણીને પ્રેમે કરીને અંગીકાર કર્યો. પ્રથમ તો ડુંગરજીભાઈએ ભગવાનનો પ્રસાદ માનીને મરચાંનો આખો કોળિયો મોંમાં મૂક્યો. તેથી અતિશય તીખાશ લાગવાથી મોઢું બળવા માંડ્યું અને તેથી કરીને પોતાના દેહનું પણ ભાન ભૂલી ગયા! શ્રીજીમહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! ગોળ-સાકરનું પાણી લાવો.” પછી તે પાણી પાયું ત્યારે ડુંગરજીભાઈને દેહનું અનુસંધાન આવ્યું. શ્રીહરિ તેમની અડગ શ્રદ્ધા જોઈ અતિ પ્રસન્ન થયા.
વળી એક સમયે શ્રીજીમહારાજ વડતાલમાં સભા કરીને વિરાજમાન હતા. એક વૃદ્ધ હરિભક્ત માઈએ પોતાના ઘેર મહારાજ માટે ભાવથી થાળ તૈયાર કર્યો હતો. તે થાળ ઢાંકીને શ્રીજીમહારાજને બોલાવવા માટે સભામાં આવી. તે વખતે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું, “હમણાં બોલશો નહીં, શ્રીજીમહારાજ હજી સંતો-હરિભક્તોને કથાવાર્તા કરે છે.” તે સાંભળીને બાઈ ડોશીઓની સભામાં જઈને બેસી ગઈ.
તે વાતની ડુંગરજીભગતને ખબર પડી કે ડોશી મહારાજ સારુ થાળ કરીને આવી છે. ભૂખના માર્યા ડુંગરજીભગત તો છાનામાના ત્યાં ગયા અને આખો થાળ પ્રેમથી આરોગી આવ્યા! પાછા આવીને મહારાજ પાસે ચૂપચાપ ઊભા રહ્યા. થોડીવાર પછી બ્રહ્મચારી બોલ્યા, “મહારાજ ! પેલી ડોશી ક્યારની થાળ તૈયાર કરીને આપની વાટ જોતી બેઠી છે.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો ડોશી ! થાળ જમવા આવીએ.” પછી ડોશી ઉતાવળી ઉતાવળી ગઈ અને વાસણ ખોલીને જુએ ત્યાં તો વાસણમાં કાંઈ ન મળે! પછી ઘરની ખડકીએ આવીને બાઈએ મહારાજને કહ્યું, “મહારાજ ! હું ત્યાં સભામાં બેસી રહી ત્યાં તો કૂતરું થાળ ખાઈ ગયું!”
મહારાજ હસતા હસતા કહે, “ચાલો, એ થાળ ખાઈ ગયું એવા કૂતરાને તો હું બરાબર ઓળખું છું!” પછી શ્રીજીમહારાજે ડુંગરજી સામું જોઈને પૂછ્યું, “હે ડુંગરજી ! આ થાળ બે પગા કૂતરાએ ખાધો હશે કે ચાર પગા કૂતરાએ ?” ડુંગરજી નિખાલસ ભાવે કહે, “મહારાજ ! મને શી ખબર ?” મહારાજ કહે, “હમણાં તું ખાઈને આવ્યો અને મને શી ખબર એમ કેમ કહે છે ?” ત્યારે ડુંગરજીભગત હાથ જોડી બોલ્યા, “મહારાજ ! મારા પેટમાં તો ભૂખે ગલુડિયાં બોલતાં હતાં! અને તમારે માટે તો હમણાં ડોશી બીજો થાળ કરશે, પણ મારે માટે કોણ કરત ?” આ સાંભળી મહારાજ ખૂબ હસ્યા અને ડોશીએ પણ ફરીને બીજો થાળ બનાવી પ્રેમપૂર્વક મહારાજને જમાડ્યા.
એક વખત શ્રીજીમહારાજ સભામાં બિરાજતા હતા ત્યારે કોઈ સત્સંગી બાઈ નાળિયેરનો મોટો ગોટો લાવી. સભાથી છેટે ઊભી રહીને તેણે કહ્યું, “ભગત ! આ નાળિયેર મહારાજ પાસે પધરાવો.” ડુંગરજીભગત નાળિયેર લેવા ગયા, તેમાંથી અડધો ગોટો ભાંગીને પોતાની કેડમાં ખોસ્યો અને અડધો ગોટો મહારાજ આગળ મૂક્યો! તે જોઈ બાઈ બોલી, “એ ભાઈ ! એમને કહો કે આખો ગોટો મહારાજ પાસે મૂકે, તમારે જોતું હશે તો હું બીજું લાવી આપીશ.” ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું, “ડુંગરજી ! પેલી ડોશી શું કહે છે ?” ડુંગરજી કહે, “મહારાજ ! હું તો સારો છું તે અડધો ગોટો આપ્યો, નીકર શાસ્ત્ર પ્રમાણે દેવને તો ત્રણ શેષું (અલ્પ ભાગ) જ જોઈએ, બાકીનું બધું ભક્તનું હોય!” એમ કહીને મહારાજને ખૂબ રાજી કર્યા અને ત્યાં ઊભા ઊભા જ તે પ્રસાદી વહેંચીને આરોગી ગયા. આમ, ડુંગરજીભગતની બાળસહજ નિખાલસ ભક્તિ પર શ્રીહરિ સદાય રીઝતા હતા.
Hindi
राजपूत डूंगरजीभक्त की निष्कपट भक्ति, मिर्च की प्रसादी और ठाकुरजी का थाल
एक समय दंढाव्य देश के राजपूत परमभक्त डूंगरजीभाई कच्छ देश के मानकुवा गांव में श्रीहरि के दर्शन करने पधारे। उस समय सुतार नाथाभाई के घर श्रीजीमहाराज भोजन करने बैठे थे। उन दिनों श्रीहरि अपनी एक विशेष नियम-लीला के अनुसार प्रतिदिन भोजन में आधा सेर मिर्च का गोला बनाकर आरोगते थे। जब डूंगरजीभाई आए, तब उन्होंने साष्टांग दंडवत प्रणाम करके द्वार की चौखट पकड़कर हाथ जोड़ खड़े रहे।
श्रीजीमहाराज ने कुशल-क्षेम पूछकर कहा, “डूंगरजीभाई ! क्या आप यह प्रसादी लेंगे ?” ऐसा कहकर बाजरी की रोटी का थोड़ा टुकड़ा और एक बड़ा ग्रास जितना मिर्च का लड्डू दिया। डूंगरजीभाई ने भगवान की दुर्लभ प्रसादी मानकर उसे बड़े प्रेम से ग्रहण किया। जैसे ही उन्होंने मिर्च का ग्रास मुख में रखा, तीखेपन की प्रचंड ज्वाला से उनका मुख जलने लगा और वे अपनी देह की सुध-बुध तक भूल गए! तब श्रीजीमहाराज ने मूलजी ब्रह्मचारी से कहा, “ब्रह्मचारी ! जल्दी से गुड़ और शक्कर का जल लाओ।” वह शीतल जल पिलाने के बाद डूंगरजी को देह का अनुसंधान आया। उनकी ऐसी अडिग निष्ठा देखकर प्रभु अत्यंत प्रसन्न हुए।
एक अन्य अवसर पर श्रीजीमहाराज वड़ताल में विशाल सभा में विराजमान थे। एक वृद्ध हरिभक्त माताजी अपने घर से महाराज के लिए प्रेमपूर्वक थाल बनाकर लाई थीं। थाल को ढककर वह सभा में महाराज को बुलाने आई। तब मूलजी ब्रह्मचारी ने कहा, “अभी मत बोलिए, महाराज सभा में भक्तों को अमृतमयी कथा सुना रहे हैं।” यह सुनकर वह माताजी वृद्ध स्त्रियों की सभा में जाकर बैठ गईं।
यह बात डूंगरजीभक्त को मालूम पड़ी कि माताजी महाराज के लिए थाल बनाकर आई हैं। अत्यधिक भूख लगी होने के कारण डूंगरजी चुपके से वहां गए और पूरा थाल प्रेम से आरोग आए! फिर आकर चुपचाप महाराज के समीप खड़े हो गए। थोड़ी देर बाद ब्रह्मचारी ने कहा, “महाराज ! वह वृद्ध माताजी कब से थाल तैयार करके आपकी प्रतीक्षा कर रही हैं।” महाराज ने हंसते हुए कहा, “चलो माताजी ! थाल आरोगने चलते हैं।” जब माताजी दौड़कर गईं और पात्र देखा तो सब खाली था! तब आकर उन्होंने महाराज से कहा, “महाराज ! मैं सभा में बैठी रही, इतने में तो कोई कुत्ता आकर थाल खा गया!”
महाराज ने मंद-मंद हंसते हुए कहा, “चलो, उस थाल खाने वाले कुत्ते को तो मैं भलीभांति पहचानता हूं!” फिर महाराज ने डूंगरजी की ओर देखकर पूछा, “हे डूंगरजी ! यह थाल दो पैरों वाले कुत्ते ने खाया या चार पैरों वाले ने ?” डूंगरजी ने अत्यंत सरलता से कहा, “महाराज ! मुझे क्या पता ?” महाराज बोले, “अभी-अभी तो तुम खाकर आए हो और कहते हो मुझे क्या पता ?” तब डूंगरजी ने हाथ जोड़कर कहा, “महाराज ! मेरे पेट में तो भूख के मारे चूहे कूद रहे थे! आपके लिए तो माताजी अभी दूसरा थाल बना देंगी, लेकिन मेरे लिए कौन बनाता ?” यह निष्कपट उत्तर सुनकर श्रीजीमहाराज खूब हंसे और माताजी ने पुनः दूसरा थाल बनाकर प्रभु को तृप्त किया।
एक बार सभा में एक भक्त महिला नारियल का बड़ा गोला भेंट करने लाई। उसने दूर से डूंगरजी से कहा, “भगत ! यह नारियल महाराज के चरणों में रख दीजिए।” डूंगरजी ने नारियल लेकर आधा तोड़कर अपनी कमर में खोंस लिया और आधा महाराज के आगे रखा! यह देखकर वह महिला बोली, “भाई ! पूरा नारियल महाराज को अर्पण करो, तुम्हें चाहिए तो मैं दूसरा ला दूंगी।” महाराज ने पूछा, “डूंगरजी ! वह क्या कह रही हैं ?” डूंगरजी बोले, “महाराज ! मैं तो भला हूं जो आधा आपको दे दिया, वरना शास्त्रों के अनुसार तो देव को केवल तीन शेषांश ही चाहिए, बाकी सब भक्त का होता है!” इस बालसुलभ प्रेम पर महाराज अत्यंत प्रसन्न हुए। डूंगरजी की ऐसी निश्छल भक्ति श्रीहरि को परम प्रिय थी।
English
Rajput Dungarji Bhagat’s Innocent Devotion, Chilli Prasad, and the Sacred Thal
On one occasion, Rajput devotee Dungarji Bhagat of the Dandhavya region arrived in the village of Mankuva in Kutch to have the divine darshan of Shreehari. At that time, Shreeji Maharaj was seated for lunch at the residence of Natha Suthar. During that period, as part of a unique spiritual discipline, Maharaj used to consume half a sher of pounded red chillies daily. When Dungarji arrived, he offered prostrations (dandavat pranam) and stood humbly holding the doorpost.
Shreeji Maharaj inquired about his well-being and lovingly asked, “Dungarji! Would you like to partake of this prasad?” Maharaj handed him a piece of bajra rotlo along with a large morsel of the fiery chilli preparation. Considering it the supreme grace of the Lord, Dungarji placed the entire morsel into his mouth. The sheer pungency of the spice ignited such intense heat that Dungarji momentarily lost all physical consciousness! Smiling compassionately, Shreeji Maharaj instructed Mulji Brahmachari, “Brahmachari! Bring sweet water mixed with jaggery and sugar immediately.” After drinking the sweet water, Dungarji regained bodily awareness. Shreehari was immensely delighted by his unhesitating obedience and faith.
At another time in Vadtal, Shreeji Maharaj was gracing an assembly. An elderly woman devotee had lovingly prepared a sanctified meal (thal) at her home and came to invite Maharaj. Seeing Maharaj engrossed in spiritual discourse, Mulji Brahmachari whispered, “Please do not interrupt now; Maharaj is delivering nectarine discourses to the assembly.” Hearing this, the elderly devotee quietly sat among the women devotees.
Dungarji Bhagat learned that a delicious thal had been prepared for Maharaj. Driven by intense hunger and child-like simplicity, Dungarji quietly went to the house and relished the entire meal! He then returned and stood innocently near Maharaj. Moments later, Mulji Brahmachari reminded Maharaj of the woman’s meal. Maharaj smiled and said, “Come, let us go partake of the thal.” When the woman rushed back and uncovered the vessels, they were completely empty! Distressed, she returned and reported, “Maharaj! While I was waiting in the assembly, a dog came and ate the entire thal!”
With a divine chuckle, Maharaj remarked, “Come, I know that dog very well!” Turning to Dungarji, Shreehari asked, “Dungarji! Did a two-legged dog eat that thal, or a four-legged one?” Dungarji replied innocently, “Maharaj, how would I know?” Maharaj teased, “You just finished eating it and now ask how would you know?” Dungarji folded his hands and replied with unmatched candour, “Maharaj! Puppies of hunger were crying inside my belly! The kind mother can easily prepare another thal for You, but who would have cooked one for me?” Maharaj laughed heartily at his guileless honesty, and the devotee happily prepared another meal for the Lord.
On another occasion, a woman brought a large dry coconut kernel to offer to Maharaj. She requested Dungarji to place it before the Lord. Dungarji broke the kernel in half, tucked one half into his waistband, and placed the other half before Maharaj. When the lady protested, Dungarji wittily remarked to Maharaj, “Lord, consider me generous that I gave You half; according to scriptures, deities are only entitled to three small portions (shesh), while the rest belongs to the devotee!” Shreehari thoroughly enjoyed Dungarji’s sweet, affectionate innocence and blessed him with profound divine joy.