વડતાલથી આશરે ૨૬ કીલોમીટરના અંતરે દાવલ ગામ (હાલનું નામ દાવોલ) આવેલું છે. આ દાવોલ ગામમાં જેઠાભાઇ પટેલ નામના મુમુક્ષુ હરિભકત રહેતા હતા.

Gujarati

દાવોલના જેઠાભાઇ પટેલ અને શ્રીજી મહારાજ

વડતાલથી આશરે ૨૬ કીલોમીટરના અંતરે દાવલ ગામ (હાલનું નામ દાવોલ) આવેલું છે. આ દાવોલ ગામમાં જેઠાભાઇ પટેલ નામના મુમુક્ષુ હરિભકત રહેતા હતા, જેમણે ભગવાન શ્રીહરિને પામવા સારું અદભુત પ્રયત્ન કરેલો. જેઠાભાઇ પટેલ દાવોલ ગામમાં ખેતીવાડી કરતા હતા. દાવલ ગામમાં રામજી મંદિર, ભાગોળના શીવમંદિરે થતી કથાવાર્તા દ્વારા તેમણે જાણ્યું કે ભગવાન મળે તો જ આ મનુષ્ય જન્મ લેખે થાય. પોતાને મળેલા મનુષ્ય જન્મમાં ભગવાન ના દર્શન સારું શ્રદ્ધાથી દાવોલથી ડાકોર સુધી દંડવત કરતા કરતા શ્રીડાકોરનાથ રણછોડરાયના દર્શન કરવા જતા. દાવોલથી ડાકોર લગભગ ૬૦ કિમિ જેટલું અંતર થાય ! ડાકોર પહોંચી ને ત્યાં થોડા દિવસ રોકાય. ગદગદ કંઠે ડાકોરનાથ શ્રીરણછોડરાયજીને પ્રાર્થના કરે કે “ હે ડાકોરનાથ ! મારો પ્રત્યક્ષ દર્શન આપો અને મારો મોક્ષ કરો! “ આ રીતે બાવીશ વરસ સુધી ડાકોર સુધી દંડવત કરતા કરતા દર્શને જતા ! શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય, કોઈ વિકટ સંજોગો હોય, પણ આવા પ્રયત્નો એમણે બાવીસ વરસ સુધી અવિરત ચાલુ જ રાખ્યા ! દર વખતે ગદગદ થઈને ડાકોરનાથને પ્રાર્થના કરે કે “હે ડાકોરનાથ ! મારો મોક્ષ કરો ! “

એક વખત ડાકોરનાથે એમની ભકિત થી રાજી થઇને દર્શન દીધા અને જેઠાભાઇને કહ્યું ‘ જે જોઈએ તે માંગો ‘ જેઠાભાઇ રાજી રાજી થઇ ગયા, અતિ હર્ષથી પોતાની આંખમાંથી આંસુની ધાર પાડવા લાગી ! શ્રીરણછોડરાયને હાથ જોડીને પ્રાર્થના કરીને માગ્યું કે “હે ડાકોરનાથ ! મારો મોક્ષ કરો ! ” ડાકોરનાથ રણછોડરાયએ મોક્ષ માટે જેઠાભાઇને ગઢપુર પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ બીરાજતા હોઇ એમના દર્શને જવા કહ્યું. ડાકોરનાથ શ્રીરણછોડરાયને પ્રણામ કરીને દર્શનાભિલાષી જેઠાભાઇ ડાકોરથી પોતાને ઘેર દાવોલ જવાને બદલે સીધા જ ગઢપુર જવા ચાલી નીકળ્યા ! તેઓ જીવનમાં પ્રથમવખત જ ગઢપુર તરફ આવતા હોઇ માર્ગ મા વટેમાર્ગુ ઓને પૂછતાં પૂછતાં બે-ચાર દિવસે ગઢપુર પહોંચ્યા. એ વખતે ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન હતા. જેઠાભાઇ તો ચાલું સભામાં આવીને છેલ્લે બેસી ગયા. શ્રીહરિએ એમને ખુબ દૂરથી ચાલતા આવ્યા હોવાનું જાણીને હેતે નજીક બોલાવી કહ્યું કે “ આવો જેઠા ભગત ! તમને તો ડાકોરનાથ શ્રીરણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે ને ? “ જેઠાભાઇ એ તરત ઉભા થઈને શ્રીજીમહારાજને ચરણે નમીને શ્રીડાકોરનાથે પોતાને અગાઉ કહેલ વાત કરી. એમની શ્રદ્ધા અને ભક્તિ જોઇને જેઠાભાઇ ઉપર શ્રીજીમહારાજ ખુબ રાજી થયા ! એ સભામાં જેઠાભાઇને શ્રીજીમહારાજે પોતાના હાથે જ વર્તમાન ધરાવ્યા અને મહારાજે જેઠાભાઇને અભયદાન દીધું ! થોડાદિવસ રોકાઇને જેઠાભાઇ પોતાને ગામ દાવોલ પધાર્યા. શ્રીહરિના સ્વરુપને પરિપુર્ણ નિશ્ચય કરીને પંચવર્તમાન પાળતા થકા તેઓ અખંડ ભજન કરતા હતા.

સમયે સમયે તેઓ ઉત્સવ સમૈયામાં વડતાલ શ્રીહરિના દર્શને પધારતા અને નાની મોટી સેવાઓ કરતા. શ્રીહરિના સ્વહસ્તે જ વર્તમાન ધારણ કરીને જેઠાભાઇ ભકિતમય અતિ નિર્મળ જીવન જીવતા થકા પોતાનું આત્યંતિંક કલ્યાણ કરીને અક્ષરધામના નિવાસી થયા.

સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રીભક્તચિંતામણી ના પ્રકરણ ૧૨૨ની કડી ૫૪-૫૫માં આ દાવોલ ગામનાં જેઠાભાઇ પટેલ ને ચિંતવતા લખ્યું છે કે…

પટેલ ભકત જેઠોભાઇ જાણો, ખોડો ગૂમાન કોળી પ્રમાણો..! એહ આદિ છે જન અવલ, દાસ સ્વામીનાં વસે દાવલ..!!

  • શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી… 🙏

Goto Naviagation👇


Hindi

दावोल के जेठाभाई पटेल और श्रीजी महाराज

वडताल से लगभग २६ किलोमीटर की दूरी पर दावल गाँव (वर्तमान नाम दावोल) स्थित है। इस दावोल गाँव में जेठाभाई पटेल नामक एक मुमुक्षु हरिभक्त रहते थे, जिन्होंने भगवान श्रीहरि को पाने के लिए अद्भुत और कठोर प्रयास किया था। जेठाभाई पटेल दावोल गाँव में खेती-बाड़ी करते थे। दावल गाँव के रामजी मंदिर और गाँव के सीमारेखा पर स्थित शिव मंदिर में होने वाली कथा-वार्ताओं के माध्यम से उन्होंने यह ज्ञान प्राप्त किया कि यदि भगवान की प्राप्ति हो, तभी यह मनुष्य जन्म सार्थक होता है। अपने इस दुर्लभ मनुष्य जन्म में प्रभु के प्रत्यक्ष दर्शन की अभिलाषा लिए, वे दावोल से डाकोर तक पूरे मार्ग में दंडवत प्रणाम करते-करते श्रीडाकोरनाथ रणछोड़राय के दर्शन करने जाते थे।

दावोल से डाकोर की दूरी लगभग ६० किलोमीटर है! डाकोर पहुँचकर वे वहाँ कुछ दिन ठहरते और गद्गद कंठ से डाकोरनाथ श्रीरणछोड़रायजी से प्रार्थना करते, “हे डाकोरनाथ! मुझे प्रत्यक्ष दर्शन दीजिए और मेरा मोक्ष कीजिए!” इस प्रकार वे बाईस वर्षों तक दंडवत करते-करते डाकोर दर्शन के लिए जाते रहे! सर्दी, गर्मी या मूसलाधार वर्षा हो, अथवा कोई भी विषम परिस्थिति हो, उन्होंने बाईस वर्षों तक अपना यह नियम अटूट जारी रखा। प्रत्येक बार गद्गद होकर वे डाकोरनाथ से केवल यही याचना करते, “हे डाकोरनाथ! मेरा मोक्ष कीजिए!”

एक बार डाकोरनाथ उनकी निष्काम और अनन्य भक्ति से अत्यंत प्रसन्न हुए और उन्हें साक्षात दर्शन देकर कहा, “जो चाहो, वह मांग लो।” जेठाभाई आनंद से भावविभोर हो गए और उनके नेत्रों से अश्रुधारा बहने लगी! उन्होंने श्रीरणछोड़राय के सम्मुख हाथ जोड़कर प्रार्थना की, “हे डाकोरनाथ! मेरा मोक्ष कीजिए!” तब डाकोरनाथ रणछोड़रायजी ने उन्हें मोक्ष प्राप्ति के लिए मार्ग बताते हुए कहा कि इस समय गढ़पुर (गढ़डा) में साक्षात पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण प्रकट रूप से विराजमान हैं, अतः वे उनके दर्शन हेतु जाएँ। डाकोरनाथ श्रीरणछोड़राय को कोटि-कोटि प्रणाम करके दर्शन के अभिलाषी जेठाभाई डाकोर से अपने घर दावोल लौटने के बजाय सीधे गढ़पुर के लिए पैदल ही चल पड़े!

वे जीवन में पहली बार गढ़पुर जा रहे थे, इसलिए मार्ग में राहगीरों से रास्ता पूछते-पूछते दो-चार दिनों में गढ़पुर पहुँचे। उस समय गढ़पुर में दादा खाचर के दरबार में भगवान श्री स्वामिनारायण विशाल सभा सजाकर विराजमान थे। जेठाभाई उस चलती सभा में पहुँचे और संकोचवश सबसे पीछे बैठ गए। अंतर्यामी श्रीहरि जान गए कि यह भक्त अत्यंत दूर से चलकर आया है, अतः उन्होंने बड़े प्रेम से उन्हें अपने निकट बुलाया और कहा, “आइए जेठा भगत! आपको तो डाकोरनाथ श्रीरणछोड़राय ने अपना मोक्ष कराने के लिए यहाँ भेजा है न?”

जेठाभाई तुरंत उठ खड़े हुए, श्रीजी महाराज के चरणकमलों में साष्टांग प्रणाम किया और डाकोरनाथ द्वारा कही गई सारी बात निवेदन की। उनकी निष्कपट श्रद्धा और अनन्य भक्ति देखकर श्रीजी महाराज उन पर अत्यंत प्रसन्न हुए! उस भरी सभा में श्रीजी महाराज ने अपने करकमलों से जेठाभाई को वर्तमान (पंच वर्तमान के नियम) धारण कराए और उन्हें अभयदान दिया! कुछ दिन गढ़पुर में रहकर जेठाभाई अपने गाँव दावोल लौटे। श्रीहरि के प्रत्यक्ष स्वरूप का परिपूर्ण निश्चय करके, पंच वर्तमान का दृढ़ता से पालन करते हुए वे अखंड भजन-स्मरण करने लगे।

समय-समय पर वे उत्सव-समैया के अवसरों पर वडताल जाकर श्रीहरि के दर्शन करते और तन-मन-धन से सेवा करते थे। श्रीहरि के करकमलों से वर्तमान प्राप्त कर जेठाभाई ने परम पवित्र और भक्तिमय जीवन व्यतीत किया और अपना आत्यंतिक कल्याण सिद्ध कर अक्षरधाम के निवासी बने।

सद्गुरु श्री निष्कुलानंद स्वामी ने ‘श्री भक्तचिंतामणि’ के प्रकरण १२२ की कड़ी ५४-५५ में दावोल गाँव के जेठाभाई पटेल का स्मरण करते हुए लिखा है:

पटेल भक्त जेठोभाई जाणो, खोडो गूमान कोळी प्रमाणो..! एह आदि छे जन अवल, दास स्वामीनां वसे दावल..!!

  • श्रीभक्तचिंतामणि के मुक्तों के चिंतन से…

🙏

Goto Naviagation👇


English

Jethabhai Patel of Davol and Shriji Maharaj

About 26 kilometers from Vadtal lies the village of Daval (presently known as Davol). In this village lived a devout spiritual seeker (mumukshu) and devotee named Jethabhai Patel, who undertook extraordinary spiritual endeavors to attain Bhagwan Shri Hari. Jethabhai Patel earned his livelihood as a farmer in Davol. Listening to the holy spiritual discourses (katha) at the village Ramji Mandir and the Shiva Mandir situated at the village outskirts, he realized that human birth is truly fruitful only when one attains God.

Cherishing an intense aspiration to behold God in this human life, filled with boundless faith, he would travel from Davol to Dakor by performing continuous prostrations (dandvat pranam) along the entire road to have the divine darshan of Shri Dakornath Ranchhodrayji. The distance from Davol to Dakor is nearly 60 kilometers! Upon arriving in Dakor, he would stay for a few days and pray with a choked, emotional voice to Dakornath Shri Ranchhodrayji: “O Dakornath! Please grant me Your direct divine darshan and liberate my soul!” For twenty-two long years, he continuously made this arduous pilgrimage to Dakor performing dandvats! Through the bitter cold of winter, scorching heat of summer, heavy monsoon downpours, or any difficult circumstances, he kept this practice uninterrupted for twenty-two years! Every time, with deep devotion, he prayed to Dakornath: “O Dakornath! Please grant me ultimate salvation (moksha)!”

One day, Dakornath Ranchhodrayji, deeply pleased with his relentless devotion, manifested before him and said, “Ask for whatever you desire.” Overwhelmed with immense joy, tears of devotion streamed from Jethabhai’s eyes. Folding his hands reverently before Shri Ranchhodrayji, he prayed, “O Dakornath! Please grant me moksha!” For his ultimate redemption, Dakornath Ranchhodray directed him: “Bhagwan Shri Swaminarayan has manifestly incarnated on this earth and is currently residing in Gadhpur (Gadhada); go there for His divine darshan.” Offering his obeisance to Dakornath Shri Ranchhodray, the eager aspirant Jethabhai did not return home to Davol, but set out on foot directly toward Gadhpur!

Since he was traveling toward Gadhpur for the first time in his life, he inquired of travelers along the way and reached Gadhpur after walking for several days. At that time in Gadhpur, Bhagwan Shri Swaminarayan was presiding over a divine assembly in the Darbargadh of Dada Khachar. Jethabhai quietly entered the assembly and sat at the very back. Shri Hari, being omniscient (Antaryami) and knowing that this soul had walked from so far, lovingly beckoned him close and said, “Welcome, Jetha Bhagat! Has Dakornath Shri Ranchhodray sent you here for your ultimate redemption, hasn’t He?”

Jethabhai immediately stood up, bowed at the holy lotus feet of Shriji Maharaj, and narrated everything that Shri Dakornath had instructed him. Seeing his unshakeable faith and pure devotion, Shriji Maharaj was immensely pleased with him! In that holy assembly, Shriji Maharaj personally initiated Jethabhai into the holy vows (panch vartaman) with His own lotus hands and bestowed upon him the blessing of divine fearlessness (abhaydan)! After staying for a few days in Gadhpur, Jethabhai returned to his native village Davol. With complete and resolute faith (nishchay) in the supreme divine form of Shri Hari, strictly observing the five vows, he engaged in continuous devotion and remembrance (bhajan).

From time to time, during festivals and spiritual gatherings (samaiyas), he would travel to Vadtal to behold Shri Hari and render heartfelt services. Having received the holy vows directly from Shri Hari’s sacred hands, Jethabhai lived an exceptionally pious and devotional life, attained supreme salvation (aatyantik kalyan), and became an eternal resident of Akshardham.

Sadguru Shri Nishkulanand Swami, in Chapter 122, verses 54-55 of the scripture ‘Shri Bhaktachintamani’, commemorates Jethabhai Patel of Davol village:

Patel bhakt Jethobhai jaano, Khodo Gumaan Koli pramaano..! Eh aadi chhe jan aval, Daas Swamina vase Daaval..!!

(Know Jethabhai Patel as a supreme devotee, along with Khoda and Guman Koli..! These foremost devotees of Swaminarayan reside in Daval..!!)

— From the contemplation of liberated souls in Shri Bhaktachintamani…

🙏