Goto Naviagation👇

બામણગામમાં હેમંતભાટને તેડવા માણકી ઘોડીએ સવારી સહિત પધારેલા શ્રીહરિના નગરજનોને દર્શન, સદગુરુ અરૂપાનંદ સ્વામીનો રોગ મટાડવો અને હેમંતભાટનો મોક્ષ.

ચરોતર પ્રદેશમાં આણંદ નજીક બામણગામમાં હેમંતભાઈ ભાટ શ્રીહરિના અનન્ય આજ્ઞાપાલક અને સંતો-હરિભક્તોનો અપ્રતિમ મહિમા સમજનારા પરમ પ્રેમીભક્ત હતા. જ્યારે તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે શ્રીજીમહારાજ માણકી ઘોડી પર સવાર થઈ દિવ્ય મુક્તોની વાજતે-ગાજતે સ્વારી સાથે બામણગામ પધાર્યા.

બ્રહ્મપોળમાં બેઠેલા બ્રાહ્મણો પૈકી એક જણને શ્રીહરિની દિવ્ય સ્વારીના સાક્ષાત દર્શન થયા. તેણે પોકાર કર્યો: “ભાઈઓ! જુઓ સ્વામિનારાયણની ભવ્ય સ્વારી નીકળી છે!” બજારમાં બેઠેલા સોનીને પણ દિવ્ય વિમાન અને મુક્તો સહિત મહારાજનાં દર્શન થયાં. પ્રભુ બામણગામના મંદિરે પધાર્યા, જ્યાં સદગુરુ અરૂપાનંદ સ્વામી બીમાર હાલતમાં સૂતા હતા. સ્વામીએ પ્રાર્થના કરી: “હે મહારાજ! આપ આવ્યા છો તો મને પણ ધામમાં તેડી જાઓ.” શ્રીહરિએ હસીને કહ્યું: “સ્વામી! અમે તમને તેડવા નથી આવ્યા, અમારા ભક્ત હેમંતભાટને તેડવા આવ્યા છીએ; તમારો રોગ પાંચ-છ દિવસમાં મટી જશે!”

ત્યારબાદ શ્રીહરિ હેમંતભાટને ઘેર પધાર્યા. પ્રભુને સવારી સાથે આવેલા જોઈ હેમંતભાટે સ્વજનોને કહ્યું: “જુઓ, શ્રીજીમહારાજ મને તેડવા પધાર્યા છે, હું તેમની સાથે ધામમાં જાઉં છું!” એમ કહી હસતાં મુખે દેહ ત્યજી પ્રભુ સાથે અક્ષરધામ સિધાવ્યા. પાંચ દિવસ પછી શ્રીહરિના વચન મુજબ અરૂપાનંદ સ્વામી પણ સંપૂર્ણ સાજા થઈ ગયા.

  • શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી…

Goto Naviagation👇

Hindi

બામણગામમાં હેમંતભાટનું ધામગમન, અરૂપાનંદ સ્વામી અને શ્રીહરિની સવારી

चरोतर के बामणगाम में भक्तराज हेमंतभाई भाट का अंतकाल आने पर श्रीजीमहाराज माणकी घोड़ी पर सवार होकर दिव्य मुक्तों की शोभायात्रा के साथ पधारे। ब्रह्मपोल के ब्राह्मणों और बाजार के स्वर्णकार को प्रभु की दिव्य सवारी के साक्षात दर्शन हुए।

मंदिर में अस्वस्थ पड़े सद्गुरु अरूपानंद स्वामी ने जब धाम ले जाने की विनती की, तो प्रभु ने कहा कि वे हेमंतभाट को लेने आए हैं और स्वामीजी पांच दिनों में स्वस्थ हो जाएंगे। प्रभु हेमंतभाट को दिव्य विमान में बैठाकर अक्षरधाम ले गए और पांच दिनों बाद अरूपानंद स्वामी भी पूर्णतः रोगमुक्त हो गए।

  • श्रीहरिचरित्रचिंतामणि से…

Goto Naviagation👇

English

Bamangam Hemantbhat Dham Gaman Arupanand Swami

In Bamangam near Anand in the Charotar region, Hemantbhai Bhat was an exemplary devotee who strictly lived by Bhagwan Swaminarayan’s commandments and held supreme reverence for holy sadhus. When his final hour approached, Shreeji Maharaj mounted His mare Manki and rode into Bamangam accompanied by an effulgent celestial procession of liberated souls.

Sitting in the Brahmin quarter (Brahmapol), a resident suddenly beheld the celestial procession with spiritual vision and shouted: “Look brothers, Swaminarayan’s divine procession is passing by!” In the bazaar, a goldsmith sitting in his shop was also blessed with the celestial darshan. Shreehari entered the local mandir where Sadguru Arupanand Swami lay ailing. Swami pleaded: “O Maharaj! Take me to Akshardham as well!” Shreehari smiled: “Swami, We have not come for you today; We have come to escort Our devotee Hemantbhat. Your illness will vanish in five or six days!”

Shreehari then reached Hemantbhat’s residence. Overjoyed at beholding his Lord, Hemantbhat announced to his family: “Behold, Shreeji Maharaj has arrived with His divine retinue; I am departing with Him to Akshardham!” Shedding his mortal body peacefully, he ascended to the eternal abode. True to Shreehari’s words, Sadguru Arupanand Swami recovered completely within five days.

  • Extracted from Shreehari Charitra Chintamani…