ગીરના ખાંભા નજીક ગીદડીમાં રબારી અમરા ભગતને શ્રીહરિના સાક્ષાત દર્શન, સ્ત્રીમોહનો ત્યાગ, સ્વધામ ગમનની પૂર્વતૈયારી અને દિવ્ય વિમાનમાં અક્ષરધામ ગમન.
ગીર પ્રદેશમાં ખાંભા તાલુકાના ગીદડી ગામમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો સંતોના વિચરણથી શ્રીહરિના અનન્ય આશ્રિત બન્યા હતા. તેઓ પશુપાલન કરી ગુજરાન ચલાવતા અને જ્યારે સંતો નેસડાઓમાં આવે ત્યારે ભેંસોના તાજા દૂધ-ઘી અર્પણ કરી ભાવપૂર્વક જમાડતા. સંતોના મુખે શ્રીહરિના સર્વોપરી પુરુષોત્તમપણાની વાતો સાંભળી બંને ભાઈઓ અડગ નિશ્ચયી થયા હતા.
એક સમયે અમરા ભગતને તાવ આવ્યો અને તેઓ ખાટલામાં સૂતા હતા. તે સમયે શ્રીજીમહારાજે સાક્ષાત દર્શન આપી કહ્યું: “અમરા ભગત! અમે આવતીકાલે બપોરે તમને અક્ષરધામ તેડવા આવીશું.” એમ કહી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. તે જ દિવસે અમરા ભગતની પત્નીનું આણું વળીને તે સાસરે આવી. પરંતુ અમરા ભગતે પોતાની માતાને સ્પષ્ટ કહી દીધું: “મારી પાસે કોઈ સ્ત્રી માણસે આવવું નહીં; કારણ કે કાલે બપોરે સાક્ષાત શ્રીજીમહારાજ મને તેડવા આવવાના છે! હવે મારે ભગવાન અને સંતો સિવાય કોઈમાં સ્નેહ રાખવો નથી. સંતો કહેતા હતા કે સગાં-સંબંધીમાં આસક્તિ રાખવાથી જમપુરીમાં જવું પડે; તેથી મારે હવે કેવળ પ્રભુના ચરણોમાં જ હેત રાખવું છે!”
બીજે દિવસે બપોરે અમરા ભગત સ્નાન કરી તૈયાર થઈ બેઠા. થોડીવારમાં દિવ્ય વિમાનમાં શ્રીજીમહારાજ અને સંતોના દર્શન થયા. શ્રીહરિએ પ્રસન્ન થઈ કહ્યું: “અમરા! ચાલ, તને ધામમાં તેડી જઈએ; તું અમારો સાચો ભક્ત છે, કારણ કે તું સ્ત્રીના મોહમાં લપેટાયો નહીં!” અમરા ભગતે સર્વ હરિભક્તોને ભેટી ‘જય સ્વામિનારાયણ’ કહી દેહ ત્યાગ કર્યો અને દિવ્ય વિમાનમાં બિરાજી અક્ષરધામ સિધાવ્યા. આ અલૌકિક પરચો જોઈ ગીદડી ગામના અનેક લોકો સત્સંગી બન્યા.
- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી…
Hindi
ગીદડીમાં રબારી અમરા ભગત, જીવણો, સ્ત્રી આસક્તિનો ત્યાગ અને દિવ્ય વિમાન
गीर के खांभा तहसील के गीदडी ग्राम में रबारी जीवणो और अमरो नामक दो सगे भाई संतों के सत्संग से अनन्य हरिभक्त बने थे। वे पशुपालक थे और संतों की अनन्य सेवा करते थे।
एक दिन अमरा भगत को ज्वर आया, तब श्रीजीमहाराज ने प्रत्यक्ष दर्शन देकर कहा: “अमरा भगत! हम कल दोपहर तुम्हें अक्षरधाम ले जाने आएंगे।” उसी दिन अमरा भगत की नवविवाहिता पत्नी विदा होकर ससुराल आई, किंतु अमरा ने माता से स्पष्ट कह दिया कि अब किसी भी स्त्री को उनके समीप न आने दिया जाए, क्योंकि उनका मन संसार से विरक्त होकर केवल प्रभु में लग चुका है।
अगले दिन दोपहर को श्रीहरि दिव्य विमान में संतों सहित प्रकट हुए और बोले: “अमरा! तुम हमारे सच्चे भक्त हो जो अंतिम समय में भी सांसारिक मोह में नहीं फंसे।” अमरा भगत सभी से विदा लेकर प्रभु के साथ विमान में बैठकर अक्षरधाम प्रस्थान कर गए।
- श्रीहरिचरित्रचिंतामणि से…
English
Geedadi Rabari Amra Bhagat Viman
In the village of Geedadi near Khambha in the Gir wilderness, two Rabari pastoralist brothers named Jivano and Amro embraced Satsang through the touring ascetics. Tending their herds of cattle and buffaloes, they welcomed visiting sadhus into their rustic hamlet (nesdo), serving rich, fresh milk and butter with overflowing devotion. Imbibing discourses on the divine supremacy of Purushottam Narayan, their faith was unshakable.
Once, down with a sudden fever, Amra Bhagat lay resting upon his cot when Bhagwan Swaminarayan appeared before him in a tangible divine vision: “Amra Bhagat! Tomorrow at noon, We shall arrive in person to take you to Akshardham.” With these words, the Lord vanished. That very afternoon, his newly-wedded bride arrived at his home following traditional marriage ceremonies. Yet detached Amra instructed his mother firmly: “Let no woman come near me! Tomorrow at noon, Shreeji Maharaj Himself is coming to escort me to Akshardham; I desire no worldly attachments, for our holy sadhus taught that harboring affection for mundane relations binds one to worldly delusion. My soul belongs exclusively to God!”
The following day at noon, having bathed and sat in devout meditation, celestial light flooded the dwelling. Shreeji Maharaj appeared in a radiant heavenly chariot (viman) alongside divine ascetics, proclaiming: “Come, Amra! We have arrived to take you to Our eternal abode; you are Our genuine devotee, for even in your youthful vigor, you remained completely free from worldly lust and attachment!” Embracing his fellow devotees and chanting ‘Jay Shree Swaminarayan’, Amra discarded his mortal frame and boarded the celestial chariot to Akshardham.
- Extracted from Shreehari Charitra Chintamani…