Goto Naviagation👇

ગઢપુરમાં નાનાભાઈ ઇચ્છારામજીનું સ્વધામ ગમન, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી દ્વારા ‘લગાડી તેં પ્રીતિ લાલ રે’ કીર્તન, પ્રસાદીનો ચોફાળ અને બંને આચાર્યોના દશોંદી.

સંવત ૧૮૮૩ના માગશર સુદ પૂનમે ગઢપુરમાં દેશ વિભાગનો લેખ વંચાયા બાદ શ્રીજીમહારાજના નાનાભાઈ ઇચ્છારામભાઈ અસાધ્ય મંદવાડમાં સપડાયા. દક્ષિણાદા વાસુદેવનારાયણના ઓરડામાં પધારી શ્રીહરિએ સ્નેહપૂર્વક પૂછ્યું: “ભાઈ! આયુષ્ય તો પૂરું થાય છે, પણ જો સંસારમાં વધુ રહેવાની ઇચ્છા હોય તો આયુષ્ય વધારી આપીએ.” ઇચ્છારામભાઈએ હાથ જોડી ગદ્ગદ કંઠે કહ્યું: “ભૈયા! આપ પૂર્ણપુરુષોત્તમ છો; આપના સાનિધ્યમાં દેહ પડે તેનાથી મોટું મારું કયું અહોભાગ્ય? સંસારની કોઈ વાસના નથી, આપના અક્ષરધામમાં આપની સેવામાં રાખી શાશ્વત સુખ આપો!”

સંવત ૧૮૮૩ પોષ સુદ ૮ના શુક્રવારે ઇચ્છારામભાઈ બોલતાં-ચાલતાં ધામમાં સિધાવ્યા. શ્રીજીમહારાજે કિનખાબનું દિવ્ય વિમાન તૈયાર કરાવી, ષોડશોપચારે પૂજન કરાવ્યું. શ્રીહરિની આજ્ઞાથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ગદ્ગદ કંઠે કીર્તન ઉપાડ્યું: “લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી… લગાડી તેં પ્રીતિ લાલ રે!”

આચાર્ય રઘુવીરજી મહારાજ, અયોધ્યાપ્રસાદજી મહારાજ, ગોપાળજી અને વૃંદાવનજી મહારાજે વિમાન ઉપાડ્યું અને ઘેલા નદીના કાંઠે અગ્નિસંસ્કાર કરાયા. શ્રીહરિએ ફરી બ્રહ્મમુનિ પાસે એ કીર્તન ગવડાવી કહ્યું: “આ કીર્તનમાં જેવું વર્ણવ્યું છે તેવું જ ઇચ્છારામજીને અમારી સાથે હેત હતું!” અતિ પ્રસન્ન થઈ શ્રીજીમહારાજે પોતાનો નિત્ય ઓઢવાનો પ્રસાદીનો ચોફાળ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો અને બંને આચાર્યોને ભલામણ કરી: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા ‘દશોંદી’ (યશગાન કરનારા રાજકવિ) છે; તેઓ અમારા જશ ગાય છે માટે તમારે તેમને નિત્ય દૂધ, ચોખા અને સાકર આપવાં!” બંને આચાર્યોએ આજીવન સ્વામીની પરમ મર્યાદા જાળવી.

  • સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી…

Goto Naviagation👇

Hindi

ગઢપુરમાં ઇચ્છારામજીનું ધામગમન, બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન અને દશોંદી પદ

संवत १८८३ में गढपुर में श्रीजीमहाराज के छोटे भाई इच्छारामजी अस्वस्थ हो गए। प्रभु द्वारा आयु बढ़ाने का प्रस्ताव देने पर उन्होंने हाथ जोड़कर कहा: “प्रभो! आप साक्षात परब्रह्म हैं; आपके चरणों में देह त्यागकर आपके धाम में सेवा प्राप्त करना ही मेरा परम सौभाग्य है।”

संवत १८८३ पौष शुक्ल अष्टमी को इच्छारामजी ने देहत्याग किया। श्रीजीमहाराज ने सुसज्जित विमान तैयार कराया। प्रभु की आज्ञा से सद्गुरु ब्रह्मानंद स्वामी ने करुण भाव से पद गाया: “लगाडी तें प्रीति लाल रे, प्रीतलडी तो लगाडी… लगाडी तें प्रीति लाल रे!”

घेला नदी के तट पर अंतिम संस्कार के पश्चात प्रभु ने ब्रह्मानंद स्वामी को अपना प्रसादी का दुपट्टा (चोफाळ) भेंट किया और दोनों आचार्यश्री—रघुवीरजी एवं अयोध्याप्रसादजी को आज्ञा दी: “ये ब्रह्मानंद स्वामी आपके ‘दशोंदी’ हैं, जो हमारे यश का गुणगान करते हैं; अतः आप नित्य इनके दूध, चावल व शर्करा की सेवा संभालें!” दोनों आचार्यों ने जीवनभर स्वामीजी का सर्वोच्च आदर किया।

  • सद्गुरु ब्रह्मानंद स्वामी चरित्र से…

Goto Naviagation👇

English

Ichharambhai Dham Gaman Brahmanand Swami Dashondi

In Samvat 1883, following the formal declaration of the territorial constitution (Desh Vibhag Lekh) in Gadhpur, Shreeji Maharaj’s younger brother, Ichharambhai, fell critically ill. Visiting him in the southern Vasudevnarayan room, Shreehari offered: “Brother! Your lifespan concludes today, but if you desire to remain longer in this world, We can extend your years.” Folding his hands with tearful gratitude, Ichharambhai whispered: “Bhaiya! You are Supreme Purushottam Narayan; what greater fortune could exist than shedding my mortal coil in Your divine presence? I hold no earthly attachments—grant me eternal service in Akshardham!”

On Friday, Posh Sud 8, Samvat 1883, Ichharambhai peacefully departed for Akshardham. Shreeji Maharaj had a splendid palanquin (viman) adorned with gold brocade prepared. At Shreehari’s directive, Sadguru Brahmanand Swami sang the poignant hymn: “Lagaadi ten preeti laal re, preetaldi to lagaadi… lagaadi ten preeti laal re!” (“You forged such unconditional divine love, O Lord… pure love You awakened!”)

Acharyas Raghuvirji Maharaj, Ayodhyaprasadji Maharaj, Gopalji, and Vrundavanji carried the bier to the banks of the sacred Ghela river for the final rites. Having Brahmamuni sing the verses again, Shreehari remarked: “Brother Ichharambhai held exactly such sublime love for Us as expressed in this hymn!” Overflowing with affection, Shreeji Maharaj gifted His own daily-worn sanctified woolen shawl (chophal) to Brahmanand Swami, instructing both newly ordained Acharyas: “Sadguru Brahmanand Swami is your royal bard (dashondi), singing Our divine glories daily; ensure he is served rice, milk, and sugar every day!” Both Acharyas revered Swami with utmost honor throughout their lives.

  • Extracted from the Life and Works of Sadguru Brahmanand Swami…