સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં સોનાની પિચકારીથી અદ્ભુત ફાગવા રંગોત્સવ, મર્યાદાપાલન અને ગંગાબાં, જતનબાં આદિ દ્વારા માયા ન વ્યાપે તેવો દિવ્ય વરદાન.
સારંગપુરમાં જીવા ખાચરના દરબારગઢમાં ધુળેટીના દિવસે વિશાળ સભા થઈ. શ્રીજીમહારાજે ઉત્સવની પવિત્ર મર્યાદા સમજાવતાં આજ્ઞા કરી: “ઉત્સવના માહાત્મ્ય વિના રમે તે જગત જેવું કહેવાય. પુરુષો અને મહિલાઓએ સાથે ન રમવું; પુરુષો રમી રહે પછી જ બહેનોએ રમવું.” પશ્ચિમ કુંડી પર શ્રીહરિ અને ભક્તો ઊભા રહ્યા અને પૂર્વ કુંડીએ સંતો ગોઠવાયા. પાર્ષદોએ મહારાજની ફરતે કિલ્લાની જેમ સુરક્ષા કવચ રચ્યું.
શ્રીજીમહારાજે જયઘોષ કર્યો ત્યારે બંદૂકોના હર્ષનાદ થયા અને સંતોએ ગુલાલ ઉડાડ્યો. શ્રીહરિએ સોનાની કલાત્મક પિચકારીથી સંતો પર કેસુડાનું કેસરી જળ વરસાવ્યું. આકાશમાંથી દેવતાઓ દર્શને આવ્યા. એક પહોર સુધી ચાલેલા આ દિવ્ય રંગોત્સવમાં સહુ એટલા રંગાયા કે કોઈ કોઈને ઓળખી શકતું નહોતું! નદીએ સ્નાન કરી શ્વેત વસ્ત્રો ધારણ કરી શ્રીહરિએ દરબારગઢમાં સંતો-ભક્તોને સ્વહસ્તે પાંચ-પાંચ વાર પીરસી તૃપ્ત કર્યા.
બપોર પછીની સભામાં શ્રીજીમહારાજે પ્રસન્ન થઈ મહિલા ભક્તોને ફગવો (વરદાન) માંગવા કહ્યું. કાઠિયાવાડની બહેનોએ વ્યવહારિક ૨૦૦ રૂપિયા માંગ્યા. પરંતુ ગુજરાતથી પધારેલાં જેતલપુરનાં ગંગાબાં, ડાંગરવાનાં જતનબાં, વહેલાલનાં વખતબાં અને વિસનગરનાં ઉદયકુંવરબાં આદિ મહિલા મુક્તોએ હાથ જોડી અદ્ભુત પ્રાર્થના કરી: “મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..! એવું વરદાન દીજિએ આપે, એહ માયા અમને ન વ્યાપે..!! સતસંગી જે તમારા કહાવે , તેનો કેદી અભાવ ન આવે..! દેશ કાળ ને ક્રિયાએ કરી , કેદી તમને ન ભૂલીએ હરી..!!”
શ્રીજીમહારાજ તેમની નિર્લેપ ભક્તિ પર ઓવારી ગયા અને આશીર્વાદ આપ્યા: “જાઓ, આપ્યો તમને એ વર! મારી માયામાં તમે ક્યારેય નહીં મૂંઝાઓ અને દેહાદિકમાં ક્યારેય બંધાશો નહીં!”
- શ્રીભક્તચિંતામણી પ્રકરણ ૬૪ અને શ્રીહરિચરિત્રામૃત સાગરમાંથી…
Hindi
સારંગપુરમાં સુવર્ણ પિચકારીથી રંગોત્સવ અને ગુજરાતની મહિલા મુક્તોનો ફગવો
सारंगपुर में जीवा खाचर के दरबार में धूलेंडी का विशाल रंगोत्सव आयोजित हुआ। श्रीजीमहाराज ने मर्यादा की रक्षा हेतु आज्ञा दी कि पुरुष और महिलाएं कभी एक साथ रंग न खेलें; पुरुषों के पश्चात ही मातृशक्ति रंगोत्सव मनाए।
श्रीहरि ने स्वर्ण की पिचकारी से संतों पर टेसू (केसूड़ा) का केसरिया रंग बरसाया। संतों ने प्रभु को गुलाल से रंग दिया। एक पहर तक चले इस दिव्य महोत्सव में संपूर्ण वातावरण भक्ति-रंग में सराबोर हो गया। नदी में स्नान के पश्चात श्रीहरि ने सभी को महाप्रसाद परोसा।
अपराह्न सभा में प्रभु ने महिला भक्तों को ‘फगवा’ (वरदान) मांगने को कहा। गुजरात से पधारीं गंगाबां, जतनबां, वखतबां और उदयकुंवरबां ने हाथ जोड़कर अमर प्रार्थना की: “महा बलवंत माया तुम्हारी, जिसने घेरे हैं सब नर-नारी! ऐसा वरदान दीजिए हमको, वह माया हमको कभी न व्यापै!! सत्संगी जो आपके कहलाएं, उनका कभी दुर्भाव न आए! देश-काल-क्रिया के मध्य, कभी आपको न भूलें हरि!!”
प्रभु ने गद्गद होकर वरदान दिया कि उनकी माया इन अनन्य भक्तों को कभी मोहित नहीं कर सकेगी।
- भक्तचिंतामणि प्रकरण ६४ से…
English
Sarangpur Rangotsav Golden Pichkari Fagva
In Sarangpur, within the expansive courtyard of Jiva Khachar, a mammoth gathering convened for the sacred Dhuleti festival. Upholding moral purity, Bhagwan Swaminarayan instructed: “To play without understanding the divine sanctity of this festival reduces it to worldly revelry. Men and women must never play together; only after the men conclude shall the women celebrate.” The ascetics assembled at the eastern reservoir while Shreehari and householder devotees gathered at the western reservoir, surrounded by protective attendants.
With a divine triumph roar, celebration commenced amid festive rifle volleys. Filling a dazzling golden syringe (swarna pichkari) with saffron-hued waters infused with palash blossoms, Shreehari showered the saints with vibrant streams. For three hours (ek pahor), a torrential storm of crimson gulal and sacred waters swirled until identities vanished into uniform divine bliss. After bathing in the river, Shreehari personally served the sanctified feast five times over to every saint and devotee.
In the afternoon assembly, Shreeji Maharaj lovingly offered the women devotees their festive boon (Fagva). While local Kathiawad women requested two hundred rupees for community needs, the enlightened women of Gujarat—Gangaba of Jetalpur, Jatanba of Dangarva, Vakhatba of Vehlal, and Udaykunwarba of Visnagar—folded their hands and prayed for eternal spiritual transcendence: “Maha balvant maya tamari, jene aavariya nar-nari! Evu vardaan dijie aape, eh maya amne na vyaape!! Satsangi je tamara kahave, teno kedi abhav na aave! Desh kaal ne kriyae kari, kedi tamne na bhulie Hari!!” (“Exceedingly formidable is Your cosmic illusion (maya), which entangles men and women alike; Grant us such a boon, O Lord, that this illusion never overwhelms us! May we never perceive flaws in any soul who calls himself Your devotee; Across all times, places, and activities, may we never forget You, O Hari!”)
Overjoyed by their supreme spiritual wisdom, Shreeji Maharaj proclaimed: “Granted is your boon! You shall never be bewildered by My cosmic illusion nor bound by bodily attachments!”
- Extracted from Bhaktachintamani, Prakaran 64…