Goto Naviagation👇

કારિયાણીની પરમભક્ત પૂરીબાઈની ઢેબરાંની સેવા, પુત્ર મૂળજીના અકસ્માત બાદ અક્ષરધામ દર્શન અને ત્રિકમ સાથવારાનો જીવલેણ ટૂંટિયા રોગ પોતાના દેહમાં લઈ ધામગમન.

કારિયાણીમાં વસ્તા ખાચરના પત્ની શીતબાંના સંગે પટેલ જ્ઞાતિમાં પૂરીબાઈ નામના પરમ પ્રેમીભક્ત થયા હતા. તેઓ દરબારગઢમાં રસોડાની સેવા, અનાજ સાફ કરવું કે દળણાં દળવા જેવી સેવાઓ અત્યંત હોંશે હોંશે કરતાં. એક સમયે શ્રીહરિ અન્ય ગામ જવા નીકળ્યા ત્યારે પૂરીબાઈએ ઘીમાં બોળીને સ્વાદિષ્ટ ઢેબરાં ડબ્બામાં ભરી આપ્યાં અને સાથે દહીં, ગોળ તથા અથાણું બાંધી આપ્યું. માર્ગમાં ચાલતાં મુળજી બ્રહ્મચારી સાથે શ્રીહરિએ આ ઢેબરાં જમી પૂરીબાઈની ભાવભરી સેવા પર અત્યંત રાજીપો વરસાવ્યો.

પૂરીબાઈનો એકમાત્ર યુવાન પુત્ર મૂળજી ગાડામાં જતો હતો ત્યારે બળદો ભડકતાં અકસ્માતે તેનું મૃત્યુ થયું. પૂરીબાઈ પુત્રશોકમાં સતત રડતાં કે તેના જીવની શી ગતિ થઈ હશે! જ્યારે શ્રીહરિ કારિયાણી પધાર્યા ત્યારે તેઓ સ્વયં પૂરીબાઈને ઘેર ગયા. પ્રભુએ સંસારની ક્ષણભંગુરતા સમજાવી સાક્ષાત દિવ્ય દર્શન કરાવ્યાં, જેમાં મૂળજી અક્ષરધામમાં પ્રભુની સેવામાં હસતો દેખાયો અને માતાને શોક ન કરવા વિનંતી કરી. આથી પૂરીબાઈનો શોક સદા માટે ટળી ગયો.

જીવનભર ભજન કરી વૃદ્ધાવસ્થામાં પૂરીબાઈ નિર્વાસનિક થઈ ગયાં અને પ્રભુને ધામમાં તેડી જવા પ્રાર્થના કરતાં. તે સમયે કારિયાણીમાં ‘ટૂંટિયા’ (જીવલેણ વાયુ-તાવ)નો રોગ ફેલાયો, જેમાં યુવાન હરિભક્ત ત્રિકમ સાથવારો મરણપથારીએ પડ્યો. ત્રિકમે શ્રીહરિને પુકારતાં પ્રભુએ ત્રિકમના દેહમાંથી તે ટૂંટિયાનો રોગ વૃદ્ધ પૂરીબાઈના શરીરમાં પ્રવેશ કરાવ્યો! ત્રિકમ સાજો થઈ ગયો અને પૂરીબાઈના ધામગમનનો સંકલ્પ પૂર્ણ થયો. શ્રીહરિ દિવ્ય વિમાન લઈને પધાર્યા અને કારિયાણીના લોકોની સગી આંખો સામે પૂરીબાઈને અક્ષરધામ તેડી ગયા!

નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના પરચા પ્રકરણ ૧૫૮માં આ લીલા ગાઈ છે: “મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ..! પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી…!! મારે સાટે જશે પૂરીબાઈ, વાત સાચી માનો મન માંઇ..! સુણી સહુ થયાં છે વિસમે, તજ્યું તન પૂરીબાઇ એ તે સમે..!!”

  • શ્રીભક્તચિંતામણી પરચા પ્રકરણ ૧૫૮માંથી…

Goto Naviagation👇

Hindi

કારિયાણીમાં પૂરીબાઈના ઘીમાં બોળેલા ઢેબરાં, ત્રિકમ સાથવારાનું ટૂંટિયું અને અક્ષરધામ

कारियाणी में वस्ता खाचर की धर्मपत्नी शीतबां के संग से पटेल जाति में पूरीबाई नामक अनन्य प्रेमिक भक्त हुईं। वे मंदिर में रसोई, अनाज पीसने व साफ करने की सेवा अत्यंत भाव से करती थीं। एक बार जब श्रीहरि यात्रा पर निकले, तो पूरीबाई ने घी में डूबे स्वादिष्ट ढेबरा (बाजरे की नमकीन पूड़ियां), दही, गुड़ और अचार डब्बे में बांधकर दिए। मार्ग में श्रीहरि ने मूलजी ब्रह्मचारी के साथ वह भोजन पाकर पूरीबाई की भक्ति की भूरि-भूरि प्रशंसा की।

पूरीबाई का युवा पुत्र मूलजी बैलगाड़ी दुर्घटना में असमय काल-कवलित हो गया। पुत्र-शोक में विलाप करती पूरीबाई के घर श्रीहरि स्वयं पधारे। प्रभु ने संसार की नश्वरता समझाकर दिव्य दृष्टि दी, जिसमें मूलजी अक्षरधाम में दिव्य रूप में प्रभु की सेवा करता दिखाई दिया। पुत्र ने माता से कहा कि उसका कल्याण हो चुका है, अतः वे कोई शोक न करें।

जीवनभर भजन कर वृद्धावस्था में पूरीबाई पूर्णतः वासना-रहित हो गईं। उसी समय गांव में प्राणघातक ‘टूंटीया’ (लकवायुक्त ज्वर) का प्रकोप हुआ, जिससे त्रिकम साथवारा नामक युवा भक्त आक्रांत हो गया। त्रिकम की प्रार्थना पर श्रीहरि ने वह घातक रोग त्रिकम के शरीर से निकालकर वृद्ध पूरीबाई के शरीर में प्रविष्ट करा दिया! त्रिकम स्वस्थ हो गया और पूरीबाई के प्रभु-धाम जाने की इच्छा पूर्ण हुई। श्रीहरि दिव्य विमान लेकर पधारे और संपूर्ण गांव के समक्ष पूरीबाई को अक्षरधाम ले गए।

  • भक्तचिंतामणि परचा प्रकरण १५८ से…

Goto Naviagation👇

English

Kariyani Puribai Trikam Sathwara Tuntiyu

In Kariyani, under the noble influence of Shitba (wife of Chieftain Vasta Khachar), a pious woman named Puribai from the Patel community embraced Satsang with heartfelt devotion. She rejoiced in grinding flour, cleaning grains, and preparing sanctified meals for the visiting saints. Once, as Bhagwan Swaminarayan prepared to depart Kariyani, Puribai lovingly prepared fresh spiced millet flatbreads (dhebra) dipped in pure ghee, accompanied by yogurt, jaggery, and pickles packed neatly in a container. Eating these on the journey with Mulji Brahmachari, Shreehari was immensely delighted by her pure-hearted hospitality.

Later, Puribai’s only young son, Mulji, tragically died in a bullock cart accident. Plunged into unbearable sorrow, Puribai wept constantly, anxious over her son’s spiritual fate. When Shreehari arrived in Kariyani, He walked personally to Puribai’s home. Elucidating the transient nature of worldly bonds, Shreehari granted her a divine vision of Akshardham, where Mulji appeared in a radiant celestial form serving the Lord, urging his mother to cease all mourning. Puribai’s grief vanished forever.

In advanced old age, having spent her life in unbroken devotion, Puribai became completely desireless (nirvasanik) and prayed daily for liberation. Around that time, an epidemic of a fatal, paralyzing disease known as tuntiyu struck Kariyani, bringing a young devotee named Trikam Sathwara to the brink of death. Responding to Trikam’s prayers, Shreehari miraculously transferred the lethal disease from Trikam’s body into elderly Puribai’s body! Trikam was cured instantly, and Puribai’s longing to discard her mortal body was fulfilled. Shreehari arrived on a celestial chariot (viman) in full view of the amazed villagers and escorted Puribai to the eternal Akshardham!

Sadguru Nishkulanand Swami celebrated this miracle in chapter 158 of the Bhaktachintamani: “Meli gaya Trikamne Nath, tedi gaya doshi ek saath! Pachhi Trikame tanma aavi, kari vaat sahune bolaavi… Maare saante jashe Puribai, vaat saachi maano man maahi; Suni sahu thaya chhe visme, tajyu tan Puribaie te same!!”

  • Extracted from Bhaktachintamani, Parcha Prakaran 158…