સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા.
Gujarati
રાજપુરના જેકરણભાઇ પટેલ અને તેમનું અક્ષરધામ ગમન
સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ દિવસ રોકાઇને સહુ ભકતોને અતિ સુખ આપ્યું. ગામના સહુ ભકતોના ઘરે પધારી ને પધરામણીઓ કરીને સહુના ઘર પાવન કર્યા. સંવત ૧૮૬૨ માં શ્રીહરિ નંદાસણથી માથાશૂળ વગેરે થઇને રાજપરા પધાર્યા. ગામના પટેલ જેકરણદાસ, બેચરદાસ, નરોત્તમભાઇ વગેરે સહુએ ધામધૂમથી વાજીંત્રે સહિત સ્વાગત કરીને ગામની ભાગોળે સામૈયું કરીને સભા થઇ. આવખતે ગામના ગરાસિયાઓ સભામાં આવ્યા અને કુતુહલતાવશ શ્રીહરિને પુછયું કે તમે ભગવાન કહેવાઓ છો, તો તમે સૌનું રૂડું કરી તો કરી શકો, પરંતુ તમે કોઇનું ભૂંડુ કરો તો ન થાય? ત્યારે શ્રીહરિ હસ્યા અને બોલ્યા કે “અમે તો કદીયે કોઇનું કાંય ભૂંડુ કરતા નથી. જીવે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એ ભોગવે છે, ભગવાનના હાથમાં તો સર્વના નાડીપ્રાણ છે.” એમ કહીને ત્યાં સન્મુખ ચકલા ચણતા હતા તેની સન્મુખ દ્રષ્ટી કરતા જ ચકલાઓને સમાધી થઇ ગઇ. સર્વ ગરાસિયાઓ તો ઘણા આશ્ચર્ય ને પામ્યા. શ્રીહરિએ પોતાનો પ્રતાપ જણાવતા તેઓ શ્રીહરિને ચરણે પગે લાગ્યા અને સહુ આશ્રિત થયા.
ગામ રાજપુરમાં રંગીલા, આવ્યા છોગાળા છેલછબીલા..! યોગકળા તિયાં બહુ સાધી, ચકલાંને કરાવી સમાધિ..!! એ વખતે રાજપરા ગામમાં કુસંગથી લોકો ઘણા હતા. તેઓ આવીને કહે કે એક નારાયણ જ જગત મા સમર્થ છે. એટલા સારું તમે જો એવા સમર્થ હો તો ભયંકર દૂકાળ પાડો, આવી અમારી ઇચ્છા છે. આમ કહેતા શ્રીહરિ કહે કે પાપીઓને પુર્ણ નિશ્ચય કરાવવા સારું દૂષ્કાળ પડો. એમ આજ્ઞા થતા સંવત ૧૮૬૯ નો ભયંકર દૂષ્કાળ પડ્યો અને જગતના સહું માનવ, પશું પંખી સહુ પીડાને પામ્યા હતા. આ દૂકાળમાં અન્ન અને ઘાસ વગર ઘણા મનુષ્યો અને પશુંઓ મરણ પામ્યા હતા.
ધુડ નાખવા આવ્યાતા જન, તે દેખીને ડર્યા બહુ મન..! પછી કાળનું માગ્યું વચન, રાજી થઇને આપ્યું જીવન..!!
- શ્રીઘનશ્યામલીલામૃત સાગર તરંગ ૯૪
આ રાજપુર ગામમાં સહું સત્સંગીઓ હતા, પરંતું મંદિર નહોતું, ગામના જેકરણભાઇ પટેલને મનમાં સાત વરહથી એવો પ્રબળ સંકલ્પ હતો કે ‘મારે મંદિર કરવું છે..!’ પરંતુ મંદિર થઇ શક્યું નહોતું. એકદિવસે એમને શ્રીજીમહારાજે દર્શન દીધા ને જેકરણભાઇને કહ્યું કે “ તમારી હવે બાર મહીનાની આયુષ્ય બાકી રહી છે, તમારો ગામમાં મંદિર કરવાનો સંકલ્પ બાકી છે, એ મંદિર બંધાવીને એ પુરો કરી લેજો.” આમ કહીને શ્રીજી અદ્રશ્ય થઇ ગયા. બીજેદિવસે જેકરણભાઇએ સહુ સત્સંગીઓને મળીને વિગતે વાત કરી, સહુ તૈયાર થયા અને રંગે-ચંગે મંદિરનું કામ શરું થયું. આમ કરતા કરતા છ-આઠ મહીના માં મંદિરના ચણતરનું કામ પુરુ થયું. મંદિરમાં શ્રીહરિની મુર્તિ પધરાવી અને સહુ ગામજનો ત્યાં ભજન કરતા થયા. જેકરણભાઇ નો મનનો સંકલ્પ થયો. પછી જેકરણે સતસંગી તેડી, કહી પોતાની વાત નિવેડી..! ભાઇઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો એક માસ..!! માટે મંદિર સંત ઉતરવા, કાલ્યથકી આદરીએ કરવા..! ત્યારે સતસંગી કહે સારૂં, અમને કહ્યું એ ન કહેવું બારૂં..!! પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાંતો મૃત્યુ તે નજીક આવ્યું..! ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું..!!
શ્રીજીમહારાજે અગાઉ દિધેલ કોલ મુજબ જ્યારે એક દિવસ આડે રહ્યો ત્યારે એમણે એના પત્નિ ને કહ્યું કે “આવતીકાલે મને શ્રીજીમહારાજ અક્ષરધામમાં લઇ જવા તેડવા આવવાના છે. તારે પણ આવવું હોય તો તૈયાર થા ને બેસ ભજન કરવા તો તને આજે જ ધામમાં મોકલી દઉ. હું કાલે મહારાજ સાથે આવીશ.” એમના ધર્મપત્નિ તો પરમભકત હતા, આ ભવાટવી તરવા નો આવો મોકો ફરી ને કયાં મળવાનો હતો..? એ તેઓ સૂપેરે જાણતા હતા. પોતે પલાંઠી વાળીને બેસી ગયા અને શ્રીજીમહારાજને સંભારી ને “સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…!” એમ ભજન કરવા લાગ્યા. બે ચાર ઘડી વિત્યે એમના પત્નિને શ્રીજીમહારાજ દર્શન આપીને તેડી ગયા. એમના દેહની અંતિમ વિધી વગેરે કરી. એ સમે સહુ ગામજનોને જેશંકરભાઇએ વાત કરી કે હું પણ કાલે અક્ષરધામ માં જવાનો છું.
માટે મોર થકી તું તો ચાલ્ય, કેડ્યે હું પણ આવું છું કાલ્ય..! પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડ્યે તજયું તન..!! તેને દેન દઇ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા..! ભાઇઓ જુવો પ્રભુનો પ્રતાપ, આતો વાત મોટી છે અમાપ..!!
બીજેદિવસે જેશંકરભાઇ તો અતિ હરખભર્યા તૈયાર થઇ ગયા. ગામના સહુ હરિભકતો ધૂન બોલતા હતા, એ વખતે એમનો દિકરો રડવા લાગ્યો ને કહે કે પિતાજી, તમે પણ જતા રહેશો તો હુ એકલો પડી જઇશ. હુ એકલો શું કરીશ, મને પણ તમ સાથે ધામમાં તેડી જાઓ. જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.” આમ કહી બાપ-દિકરો એ દિવસે બંને એકસાથે દેહ છોડીને શ્રીહરિના ધામમાં ગયા. ગામમાં તેમજ પુરાયે સતસંગમાં અચરજનો પાર ન રહ્યો.
મને આવ્યાં છે લેવા વિમાન, બહુ સંત ભેળા ભગવાન । મારે જાવું છે કાલ્યે જરૂર, આવ્યું નજીક નથી એ દૂર..!! માટે સુત એક લઇ સંગે, જાઇશ બ્રહ્મમહોલ ઉમંગે..! કેડ્યે કહેશો જે ન કહ્યું કેને, નહિતો પૂછી જોત વાત એને..!! પૂછો જેને પૂછવું જે હોય, કેડ્યે સંશય કરશો માં કોય..! સ્વામી પોત્યે છે પૂરણ બ્રહ્મ, જેને મળ્યે બળે કોટી કર્મ..!!
- શ્રીભકતચિંતામણી પરચા પ્રકરણ ૧૪૧માંથી…
🙏
Hindi
राजपुर के जेकरणभाई पटेल और उनका सपरिवार अक्षरधाम गमन
संवत १८६१ में श्रीहरि राजपुर गाँव में दो बार पधारे थे। प्रथम बार लांघणोज में परमहंसों को दीक्षा देकर वे राजपुर पधारे और रात्रि विश्राम कर गाँव कूंड़ाल आए। पुनः उसी वर्ष वे करजीसण से चलकर डांगरवा होते हुए राजपुर पधारे और परमभक्त नरोत्तमभाई के घर तीन दिन रहकर सभी भक्तों को अलौकिक सुख प्रदान किया। गाँव के समस्त भक्तों के घरों में पधरामणी करके उन्होंने सभी के गृह पावन किए। संवत १८६२ में श्रीहरि नंदासण, माथाशूल आदि से होते हुए राजपुर पधारे। गाँव के पटेल जेकरणदास, बेचरदास, नरोत्तमभाई आदि सभी ने वाद्य-यंत्रों सहित धूमधाम से उनका स्वागत किया और गाँव की सीमारेखा पर भव्य सामैया आयोजित कर सभा की। उस समय गाँव के गरासिया सभा में आए और कौतूहलवश श्रीहरि से पूछा, “आप भगवान कहलाते हैं, तो आप सबका भला तो कर ही सकते हैं; परंतु क्या आप किसी का बुरा भी कर सकते हैं?” तब श्रीहरि हँसकर बोले, “हम तो कभी किसी का कुछ बुरा नहीं करते। जीव जैसे कर्म करता है, उसी के अनुसार फल भोगता है; भगवान के हाथ में तो सभी के नाड़ी-प्राण हैं।” इतना कहकर उन्होंने सामने दाना चुगती हुई चिड़ियों की ओर दृष्टिपात किया। दृष्टि पड़ते ही चिड़ियाँ समाधि में लीन हो गईं! समस्त गरासिया अत्यंत विस्मित रह गए। श्रीहरि का अलौकिक सामर्थ्य देखकर वे उनके चरणों में नतमस्तक हुए और उनके आश्रित बन गए।
उस समय राजपुर गाँव में कुसंगी लोग भी बहुत थे। वे आकर कहने लगे, “संसार में केवल एक नारायण ही सर्व-समर्थ हैं। यदि आप सचमुच इतने समर्थ हैं, तो यहाँ भीषण अकाल डालकर दिखाइए, यह हमारी इच्छा है।” इस पर श्रीहरि ने कहा, “पापियों को पूर्ण निश्चय कराने हेतु यहाँ भीषण अकाल पड़े।” उनकी आज्ञा होते ही संवत १८६९ का भयंकर दुष्काल पड़ा और जगत के सभी मनुष्य, पशु और पक्षी अत्यधिक कष्ट को प्राप्त हुए। उस अकाल में अन्न और घास के अभाव में अनेक मनुष्य और पशु मृत्यु को प्राप्त हुए।
राजपुर गाँव में सभी सत्संगी थे, परंतु वहाँ कोई मंदिर नहीं था। गाँव के जेकरणभाई पटेल के मन में सात वर्षों से यह प्रबल संकल्प था कि ‘मुझे एक मंदिर बनवाना है!’ किंतु मंदिर का निर्माण नहीं हो पा रहा था। एक दिन श्रीजी महाराज ने उन्हें दिव्य दर्शन देकर कहा, “आपकी आयु अब केवल बारह महीने ही शेष रह गई है। गाँव में मंदिर निर्माण का आपका संकल्प अभी अधूरा है, अतः मंदिर बनवाकर अपना संकल्प पूरा कर लीजिए।” इतना कहकर श्रीजी अंतर्धान हो गए। अगले दिन जेकरणभाई ने सभी सत्संगियों को एकत्र कर विस्तार से यह बात बताई। सभी सहर्ष तैयार हुए और धूमधाम से मंदिर का निर्माण कार्य आरंभ हुआ। छह से आठ महीनों के भीतर मंदिर का निर्माण संपन्न हो गया। मंदिर में श्रीहरि की पावन मूर्ति पधराई गई और गाँव के सभी भक्तजन वहाँ नियमित भजन-कीर्तन करने लगे। इस प्रकार जेकरणभाई का संकल्प पूर्ण हुआ।
श्रीजी महाराज के पूर्व वचन के अनुसार जब उनके जीवन का केवल एक दिन शेष रह गया, तब जेकरणभाई ने अपनी धर्मपत्नी से कहा, “कल मुझे अक्षरधाम ले जाने के लिए स्वयं श्रीजी महाराज पधारने वाले हैं। यदि तुम्हें भी चलना हो तो तैयार हो जाओ और भजन करने बैठो, तो मैं तुम्हें आज ही धाम भेज दूँ! मैं कल महाराज के साथ आऊँगा।” उनकी धर्मपत्नी भी परम भक्त थीं। इस भवसागर को पार करने का ऐसा दुर्लभ अवसर पुनः कहाँ मिलने वाला था! वे तुरंत पालथी मारकर बैठ गईं और एकाग्रचित्त होकर “स्वामीनारायण… स्वामीनारायण…!” महामंत्र का स्मरण करने लगीं। दो-चार घड़ियाँ बीतते ही श्रीजी महाराज ने उन्हें प्रत्यक्ष दर्शन देकर अपने दिव्य धाम में स्वीकार कर लिया। उनके नश्वर देह का अंतिम संस्कार आदि संपन्न हुआ। उस समय जेकरणभाई ने सभी ग्रामवासियों से कहा, “मैं भी कल अक्षरधाम जाने वाला हूँ।”
अगले दिन जेकरणभाई अत्यंत आनंद और उत्साह के साथ तैयार हो गए। गाँव के सभी हरिभक्त उच्च स्वर में संकीर्तन कर रहे थे। उसी समय उनका पुत्र रोने लगा और बोला, “पिताजी! यदि आप भी चले जाएँगे तो मैं सर्वथा अकेला हो जाऊँगा। मैं अकेला क्या करूँगा? कृपा करके मुझे भी अपने साथ धाम ले चलिए!” जेकरणभाई पटेल ने कहा, “ठीक है बेटा, तू भी मेरे साथ चल… हम दोनों साथ ही श्रीजी महाराज के साथ अक्षरधाम चलते हैं।” इतना कहकर पिता और पुत्र दोनों ने उसी क्षण एक साथ देह त्याग दिया और श्रीहरि के परम धाम को प्रस्थान कर गए। यह अलौकिक लीला देखकर पूरे गाँव और समस्त सत्संग में विस्मय और आनंद की सीमा न रही।
- श्रीभक्तचिंतामणि परचा प्रकरण १४१ से…
🙏
English
Jekaranbhai Patel of Rajpur and His Family’s Departure to Akshardham
In Samvat 1861, Shri Hari graced the village of Rajpur twice. On the first occasion, after initiating paramhamsas in Langhnoj, He visited Rajpur, stayed overnight, and then proceeded to Kundal. Later that same year, travelling from Karjisan via Dangarwa, He returned to Rajpur and stayed for three blissful days at the home of the devout Narottambhai, bestowing boundless joy upon all the devotees. He visited the homes of all the local devotees (padhramani), purifying each household with His divine presence. In Samvat 1862, Shri Hari traveled from Nandasan via Mathashul and arrived in Rajpur. The village Patidars—Jekarandas, Bechardas, Narottambhai, and others—accorded Him a grand welcome with traditional musical instruments, organizing a majestic reception (samaiyu) at the outskirts of the village, followed by a spiritual assembly. At that time, local Garasias attended the assembly and asked Shri Hari out of curiosity, “You are called God; You can surely do good for everyone, but can You also cause harm to someone?” Shri Hari smiled and replied, “We never do harm to anyone. A soul reaps the fruits according to its own past karmas; the life breath and pulse of everyone reside in God’s hands.” Saying this, He cast His divine glance upon sparrows pecking grains nearby. Instantly, the sparrows entered a profound state of spiritual trance (samadhi)! Seeing this astonishing feat, all the Garasias were filled with awe, recognized His divine supremacy, bowed at Shri Hari’s lotus feet, and took refuge in Him.
At that time, there were also many cynical and antagonistic people in the area. They approached and challenged Him, “Only Narayan is all-powerful in this universe. If You possess such power, then cause a severe drought to fall upon us; that is our wish.” In response, Shri Hari declared, “To give these doubters complete conviction, let there be a famine.” Following His words, the terrible drought of Samvat 1869 struck the land, inflicting severe hardship on humans, beasts, and birds alike. Due to the scarcity of grain and fodder, countless people and animals perished.
Although Rajpur was home to many devoted Satsangis, there was no temple in the village. Jekaranbhai Patel had harbored a deep yearning in his heart for seven years: ‘I must build a temple!’ Yet, the temple had remained unbuilt. One day, Shriji Maharaj appeared before him in a divine vision and said, “Only twelve months remain of your lifespan. Your resolve to build a temple in the village remains unfulfilled; build the temple now and fulfill your wish.” Having spoken these words, Shriji Maharaj vanished. The next day, Jekaranbhai gathered all the Satsangis and conveyed everything in detail. Everyone gladly agreed, and the temple construction commenced with great joy. Within six to eight months, the temple structure was completed. The divine murti of Shri Hari was consecrated, and all the villagers began singing devotional songs there. Jekaranbhai’s heartfelt wish was thus accomplished.
In accordance with Shriji Maharaj’s prior promise, when only one day remained of Jekaranbhai’s life, he said to his wife, “Tomorrow, Shriji Maharaj Himself is coming to take me to Akshardham. If you wish to come along, prepare yourself and sit in meditation; I will send you to the divine abode today itself! I will join Maharaj tomorrow.” His devoted wife was an ardent devotee; knowing well that such a rare opportunity to cross the ocean of worldly existence might never come again, she immediately sat cross-legged and began chanting the holy name: “Swaminarayan… Swaminarayan…!” Within a few short hours, Shriji Maharaj appeared before her and escorted her soul to His supreme abode. After her final rites were performed, Jekaranbhai informed all the villagers, “I too shall be departing for Akshardham tomorrow.”
The following day, Jekaranbhai prepared himself with boundless joy. As the gathered devotees were engrossed in divine chanting (dhun), his young son began to weep, pleading, “Father! If you leave as well, I will be left all alone. What will I do by myself? Please take me with you to the Lord’s abode!” Jekaranbhai Patel replied lovingly, “Very well, my son, come with me… we shall both journey together to Akshardham with Shriji Maharaj.” Saying this, both father and son renounced their mortal bodies simultaneously that day and ascended to Shri Hari’s Akshardham. The miraculous departure left the entire village and the wider Satsang community in profound wonder and devotion.
- From Shri Bhaktachintamani, Parcha Prakaran 141…
🙏