Goto Naviagation👇

ગણોદના ભીમજીભાઈના પુત્ર હરિરામની બાળવયે વૈરાગ્યભાવના, ઈશાનંદજી બ્રહ્મચારી દીક્ષા, રાધારમણ દેવની સેવા અને ગુણાતીતાનંદ સ્વામીનું પ્રસાદીનું ચીભડું.

ગણોદ ગામમાં ભીમજીભાઈ અને દેવરાજભાઈ નામના પવિત્ર વિપ્ર ભાઈઓ રહેતા હતા, જેમણે પૂર્વે શ્રીજીમહારાજને પોતાના ઘેર રસિયા થાળ જમાડી રાજી કર્યા હતા. ભીમજીભાઈ લોધિકા દરબાર અભયસિંહજી ગોહિલના કારભારી હતા. સંવત ૧૮૯૩ના માગશર વદ બીજના દિને ભીમજીભાઈને ઘેર પુત્ર હરિરામનો જન્મ થયો. નાનપણથી જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના સંગે હરિરામને સંસાર પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય ઉપજ્યો. તેઓ જૂનાગઢ જઈ વાસુદેવાનંદ બ્રહ્મચારી સાથે રાધારમણ દેવની સેવામાં ખડેપગે રહેતા.

સંવત ૧૯૧૩ જેઠ સુદ પૂનમે આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજના હસ્તે દીક્ષા લઈ તેઓ ‘ઈશાનંદજી બ્રહ્મચારી’ બન્યા. સંવત ૧૯૧૬માં જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા વખતે તેમની ઉત્કૃષ્ટ સેવા જોઈ રઘુવીરજી મહારાજ બોલ્યા: “જુઓ, તમારે એક દેવ વધ્યા એમ સેવા કરવા માટે એક ઉત્તમ સેવક પણ વધ્યા!” તેમણે માણાવદર અને ગોંડલ મંદિરોમાં પણ અપ્રતિમ સેવાઓ આપી.

સંવત ૧૯૨૩માં જ્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી છેલ્લી વખત સત્સંગ વિચરણમાં નીકળ્યા, ત્યારે ઈશાનંદજી વંથળી સુધી વળાવવા ગયા. વિદાય વેળાએ ગુણાતીતાનંદ સ્વામીએ ઈશાનંદજીના હાથમાં એક પાકેલું ચીભડું આપતાં કહ્યું: “લ્યો ઈશાનંદજી, આ ચીભડું તમને છેલ્લું ફળ આપીએ છીએ!” આમ કહી માથે હાથ મૂક્યો. થોડે આગળ ગયા પછી ઈશાનંદજીને સ્ફુરણા થઈ કે સ્વામીએ ‘છેલ્લું ફળ’ કહીને અક્ષરધામ ગમનનો સંકેત આપ્યો છે! તેઓ રડતા રડતા દોડીને પાછા આવ્યા. સ્વામીએ પોતાની ઘોડી પાછી વાળી વંથળીના કેડે હેઠા ઊતરી તેમને બાથમાં લઈ વહાલથી આલિંગન દીધું અને આશ્વાસન આપ્યું: “આપણે તો કાયમ સાથે જ છીએ! જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે અમે તમને સહાય કરીશું.”

ઈશાનંદજીએ મોવિયા, લીલાખા, ઉમવાડા અને પોરબંદરમાં મંદિરો રચાવ્યાં. આવા સદગુણી ઈશાનંદ બ્રહ્મચારીજીને માણાવદર મુકામે સંવત ૧૯૬૫ આસો વદ છઠના દિવસે શ્રીહરિ મુક્તો સહિત પધારી અક્ષરધામમાં તેડી ગયા.

  • બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી…

Goto Naviagation👇

Hindi

ગણોદમાં ઈશાનંદજી બ્રહ્મચારી, ગુણાતીતાનંદ સ્વામીનું પાકેલ ચીભડું અને સેવા

गनोद ग्राम में भीमजीभाई और देवराजभाई नामक निष्ठावान विप्र बंधु रहते थे, जिन्होंने पूर्व में श्रीजीमहाराज को भोजन कराकर प्रसन्न किया था। भीमजीभाई के घर संवत १८९३ में पुत्र हरिराम का जन्म हुआ। बाल्यावस्था से ही सद्गुरु गोपालानंद स्वामी और गुणातीतानंद स्वामी के प्रभाव से हरिराम में तीव्र वैराग्य उत्पन्न हुआ। वे जूनागढ़ रहकर वासुदेवानंद ब्रह्मचारी के साथ राधारमण देव की सेवा में लीन रहते थे।

संवत १९१३ में आचार्य रघुवीरजी महाराज से दीक्षा प्राप्त कर वे ‘ईशानंदजी ब्रह्मचारी’ बने। जूनागढ़, गोंडल और माणावदर में उन्होंने देवों की अनन्य सेवा की।

संवत १९२३ में जब सद्गुरु गुणातीतानंद स्वामी जूनागढ़ से अपनी अंतिम यात्रा पर निकले, तब ईशानंदजी वंथली तक विदा करने गए। विदा लेते समय स्वामी ने उनके हाथ में एक पका हुआ चीभड़ा (खरबूजा) देते हुए कहा: “लीजिए ईशानंदजी, यह चीभड़ा हम आपको अंतिम फल दे रहे हैं!” कुछ दूर जाकर ईशानंदजी को भान हुआ कि स्वामी ने अपने अक्षरधाम गमन का संकेत दिया है। वे विलाप करते हुए दौड़े आए। स्वामीजी ने अपनी घोड़ी मोड़कर उन्हें हृदय से लगा लिया और सांत्वना दी: “हम तो सदैव साथ ही हैं; जब भी स्मरण करोगे, हम सहायता करेंगे।” संवत १९६५ में माणावदर में ईशानंदजी ब्रह्मचारी परमधाम को प्राप्त हुए।

  • ब्रह्म के उपासक ब्रह्मचारी ग्रंथ से…

Goto Naviagation👇

English

Ishananand Brahmachari Ganod Junagadh

In the village of Ganod lived two pious Brahmin brothers, Bhimjibhai and Devrajbhai, who had previously hosted Bhagwan Swaminarayan with great devotion. Bhimjibhai served as the chief administrator (karbhari) for Lodhika Darbar Abhaysinhji Gohil. On Magshar Vad 2, Samvat 1893, Bhimjibhai was blessed with a son named Hariram. Exposed from early childhood to the sublime company of Sadguru Gopalanand Swami and Sadguru Gunatitanand Swami, young Hariram developed natural renunciation. He spent extended periods in Junagadh mandir, assisting Vasudevanand Brahmachari in the service of Shree Radha-Raman Dev.

On Jeth Sud Purnima, Samvat 1913, Acharya Raghuvirji Maharaj initiated him as Ishananand Brahmachari. His tireless devotion during the Samvat 1916 installation of Harikrishna Maharaj in Junagadh earned glowing accolades from Acharya Raghuvirji: “Just as an additional divine deity has arrived to be served, an equally magnificent servant has arrived to serve Him!” He rendered monumental services at Gondal and Manavadar mandirs as well.

In Samvat 1923, as Sadguru Gunatitanand Swami departed Junagadh for His final satsang tour, Ishananand accompanied Him up to Vanthali. Bidding farewell, Swami placed a ripe melon (chibhadu) into Ishananand’s hands, pronouncing: “Take this Ishananandji, this melon is the final fruit We shall give you!” Walking a short distance, it suddenly struck Ishananand that Swami’s words portended His imminent return to Akshardham! Overcome with grief, he ran weeping after Swami. Seeing him approach, Gunatitanand Swami reined in His horse, dismounted on the road, embraced Ishananand warmly, and comforted him: “We are eternally together; whenever you call upon Us, We shall be by your side!”

Ishananandji established temples in Moviya, Lilakha, Umvada, and Porbandar. On Aso Vad 6, Samvat 1965, Bhagwan Swaminarayan arrived in divine majesty at Manavadar mandir and escorted Ishananand Brahmachari to Akshardham.

  • Extracted from Biographies of Worshippers of the Divine…